કવિ: Halima shaikh

કોરોના વાયરસે દુનિયાભર માં હાહાકાર મચાવ્યો છે ત્યારે અમેરિકા સહિત ના કેટલાય દેશો ચાઈના થી નારાજ છે એક રૂસ અને પાકિસ્તાન જેવા દેશો સિવાય ચાઈના ને કોઈ નો સહકાર મળે તેવું લાગતું નથી ત્યારે હવે ચાઈના દુનિયા માં એકલું પડી જાય તેવા સંકેત જોવા મળી રહ્યા છે અને અમેરિકા પોતાના દેશ માં થયેલી ખુવારી માટે ચાઈના ને જવાબદાર ગણાવી રહ્યું છે અને આવા અનેક નિવેદનો ટ્રમ્પ કરી રહ્યા છે પરિણામે ચીન અને અમેરિકા વચ્ચે ટેન્શન ઉભું થયું છે અને જો ટ્રમ્પ ચૂંટણી માં જીતી જશે તો ચાઈના ને બોધપાઠ આપશે તેમ મનાઈ રહ્યું છે તેનું નાનકડું ઉદાહરણ સમુદ્રી માર્ગે જોવા…

Read More

કોરોના ની સ્થિતિ ધાર્યા કરતા કાબુ બહાર જઈ રહી છે ત્યારે હવે વોરિયર ખૂટી પડે તેવી સ્થિતિ વચ્ચે કોરોના વધુ આગળ વધે અને વ્યાપ વધે તેવા સમયે પરિસ્થિતિને પહોંચી વળવા માટે શિક્ષકોની મદદ લેવાનું પણ નક્કી કરાયું છે આ માટે પાંચ હજાર શિક્ષકોની કોવિદ આર્મી તૈયાર કરવા સો જેટલા શિક્ષકોને માસ્ટર ટ્રેનર તરીકે ટ્રેનિંગ અપાશે. 1 મેએ સર સયાજી નગરગૃહમાં સો જેટલા શિક્ષકોને માસ્ટર ટ્રેનર તરીકેની ટ્રેનિંગ અપાશે. ટ્રેનિંગ માટે શિક્ષકો ઉપસ્થિત રહેવાના હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન થાય તેની તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે. 100 જેટલા શિક્ષકોની માસ્ટર ટ્રેનિંગ બાદ અન્ય શિક્ષકોને તાલીમ આપવાનું આયોજન કરાયું છે. માધ્યમિક,…

Read More

વલસાડ જિલ્લા માં કોરોના એ એન્ટ્રી કર્યા બાદ અહીં તંત્ર એકશન મોડ માં છે અને હાલ નવા કેસો આવતા અટકી જતા રાહત નો શ્વાસ લીધો છે ત્યારે ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામનો 36 વર્ષીય યુવકને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી શંકાસ્પદ કેસ સાથે પરિવારે તાત્કાલિક 108ની મદદ મેળવી સારવાર માટે ભીલાડસરકારી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે સિવિલ માં   ખસેડવામાં આવ્યો હતો. ગુડ્ડુ ગુપ્તા નાશનો બંધાણી  હોવાથી તેનું  લીવર કામકારતું બંધ થઇ ગયું હતું. જેથી તાત્કાલિક ગુડ્ડુને સિવિલના આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેના કોરોનાના સેમ્પલ લઈને આઇસોલેશન વોર્ડમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જેના રિપોર્ટ ની રાહ જોવાતી હતી…

Read More

વલસાડ નજીક રહેતા ચીખલી રહેતા અને ડુંગરીમાં પોતાનું ક્લિનિક ચલાવતા ડો.ધનસુખ પટેલનો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તંત્ર દોડતું થઇ ગયું હતું અને તેમના સંપર્ક માં આવનાર લોકો ને શોધવાની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં  વલસાડ આરોગ્ય વિભાગે ડો.ધનસુખ પટેલના સંપર્કમાં આવેલા 11 લોકોને શોધી નાખી તેઓના કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે તમામના કોરોનાના રીપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આરોગ્ય વિભાગે ગુરૂવારે વધુ 5 દર્દીઓના ડુંગરી વિસ્તારમાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગની ટીમે 993 કોરોના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી 949 સેમ્પલ નેગેટિવ અને 5 સેમ્પલનો રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.

Read More

જામનગરના કાલાવડના ભાજપના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાની 24 પુત્રી રિદ્ધિ એ ધ્રોલ સ્થિત પોતના ઘરમાં ગળેફાંસો ખાઈ લઈ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર ફેલાઈ ગઈ છે. આ અંગે મૃતક નાપિતા મેઘજીભાઇએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં આપેલી માહિતિ મુજબ મરણ જનાર રિદ્ધિ હાલ બી.ઇ. એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને વધુ અભ્યાસ માટે કેનેડા જવાનું હોય તેની ફી પણ ભરી દીધી હતી. પરંતુ લોકડાઉનને કારણે કેનેડા ક્યારે જવાનું થાય તે વાતને લઇને ચિંતત હોવાથી અને મનમાં લાગી આવતા પોતાના ઘરે પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધાનું જણાવ્યું હતુ આ ઘટના એ સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે.

Read More

વલસાડ. સાહિત્ય ક્ષેત્રે ખુબજ જાણીતા અને ‘સાત પગલાં આકાશમાં’ નામની પ્રસિદ્ધ ગુજરાતી કૃતિનાં લેખિકા અને પરમ શ્રદ્ધેય ઋષિ મકરંદ દવેના પત્ની કુંદનિકા કાપડિયાનું નંદીગ્રામ ખાતે 93 વર્ષની વયે નિધન થયું છે. કુંદનિકા કાપડિયાએ 29 એપ્રિલે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા.તેઓના નિધન ના સમાચાર જાણી ચાહકો ને આંચકો લાગ્યો છે અને શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા ,તેમનો જન્મ લીંબડીમાં 11 જાન્યુઆરી 1927ના રોજ થયો હતો. તેઓ એક નવકથા અને સ્ટોરી રાઈટર હતા. તેમને ગુજરાતી સાહિત્યમાં યોગદાન આપવા બદલ સાહિત્ય એકેડમી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. સાહિત્ય સાથે ખુબજ ઘનિષ્ટ નાતો ધરાવતા દંપતી એ સમાજ ને પોતાના જીવનકાળ દરમ્યાન ખુબ મોટું યોગદાન આપ્યુ…

Read More

વોશિંગ્ટન. કોરોના ને સમગ્ર વિશ્વ માં તારાજી સર્જી છે ત્યારે આ વાયરસ માટે જવાબદાર મનાતા ચાઈના પોતાના લેબ નો વાયરસ નહીં હોવાનું ધરાર ઇન્કાર કરી રહ્યું છે જોકે દુનિયા ના અગ્રીમ દેશો નું માનવું છે કે કોરોના ના ફેલાવા માટે ચાઈના જ જવાબદાર છે અને તેણે નુકશાની નું વળતર આપવું  જ પડશે અને તે માટે ની ઉઘરાણીઓ પણ શરુ થઇ ગઈ છે ,અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, અમેરિકા કોરોનાથી થયેલા નુકસાન માટે ચીનને 162 બિલિયન ડોલર કરતા પણ વધારે બિલ મોકલશે આ અગાઉ જર્મની એ પણ કોરોના વાઈરસથી થયેલા નુકસાનના બદલે ચીન પર લગભગ 162 બિલિયન ડોલર(લગભગ 12…

Read More

કોરોના એ સમગ્ર વિશ્વ ને ધમરોળ્યું છે ત્યારે ભારત માં પણ કોરોના એ કહેર મચાવ્યો છે હાલ માં સરકારી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સારવાર ચાલી રહી છે અને ખાનગી હોસ્પિટલ માં કોરોના ની સારવાર કરાવવી મોંઘી પડે છે ત્યારે આબધા વચ્ચે સારા સમાચાર એ છે કે રાજકોટ ની ખાનગી હોસ્પિટલ ક્રાઇસ્ટ હોસ્પિટલ દ્વારા કોરોના ની મફત સારવાર કરવાની જાહેરાત કરી છે. અને જાહેર કર્યું છે કે દર્દીઓ પાસેથી કોઇ ચાર્જ લેવામાં આવશે નહીં ,મતલબ કે હવેથી  કોરોનાના દર્દીઓને ક્રાઇસ્ટ હોસ્પિટલમાં આધુનિક સુવિધા સાથે ફ્રિમાં સારવાર મળશે. હાલ રાજકોટની ક્રાઇસ્ટ હોસ્પિટલમાં 50 બેડની COVID-19 હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં…

Read More

સુરતમાં કોરોના એ ઉપાડો લીધો છે અને ગત સાંજ સુધીમાં વધુ બે અને જિલ્લાની  1 પોઝિટિવ મહિલા દર્દી સહિત કુલ ૩ના મોત થયા હોવાની હકીકત બહાર આવી છે કોરોના ના શહેર માં  26 અને જીલ્લાના 5 મળી કુલ 31  નવા પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા.પોઝિટીવ નોંધાયેલા કેસોમાં રાંદેર રોડના ઓર્થોપેડીક તબીબ ડૉ. નયન ભટ્ટ, એ.પી.એમ.સીમાં શાકભાજીની દુકાન ધરાવતા અડાજણના કેતન અરૂણકુમાર દલાલ ઉપરાંત શહેરના ચૌટા બજાર વિસ્તારમાં આવેલી સુરત જનરલ હોસ્પિટલના બે મેલ નર્સ અને આરોગ્યમંત્રીની સોસાયટીમાં રહેતા 2 વર્ષના બાળકે નક્ષીત વાવીયાનો પણ સમાવેશ થાય છે. વરાછા-એ ઝોનના કોવીડ કેર સેન્ટરમાં કોરોન્ટાઇન રાખવામાં આવ્યા હોય તેવા બે વ્યકિતઓનો રિપોર્ટ પણ…

Read More

હાલ કોરોના અને લોકડાઉંન સ્થિતિ માં લોકો ની આવક બંધ થઇ જતા ગામડાઓ માં ખેતી અને મજૂરી ઉપર નભતા પરિવારો લાઈટ બિલ ભરી નહીં શકે તેવી સ્થિતિ ઉભી થતા દક્ષિણ ગુજરાતની આદિવાસી પટ્ટી પર  વનવાસીઓ અને ગ્રામ્ય વિસ્તારોના વિજ ગ્રાહકોના બિલ માફ કરવા આમ આદમી પાર્ટીએ સીએમને રજૂઆત કરી છે. વલસાડ ડાંગ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ મનિષ મારકણા અને પ્રભારીગોવિંદ પટેલે સીએમને ઉદ્દેશીને રજૂ કરેલા આવેદનમાં જણાવ્યા મુજબ રાજ્યના ટ્રાયબલ વિસ્તારોમાં ખેતીના કામો લોકડાઉનના કારણે બંધ થવા સાથે રોજી રોટી રળતા મજૂરોની કમાણી પણ બંધ થઇ જતાં પરિવારનું ભરણપોષણ મુશ્કેલ બન્યું છે.રોટલો મેળવવાના વાંધા હોય ત્યાં બીજા ખર્ચ કેવી…

Read More