કોરોના ની મહામારી માં લોકડાઉન થઈ ગયેલા લોકો એ સરકારે કરોડો રૂપિયા નો અનાજ નો જથ્થો મફત માં આપવાની જાહેરાત ઠપકારી દીધી ત્યારે ગરીબો એ નિસાસા નાખ્યા હતા તેઓ ને ખબર હતી કે જે ચોર લોકો વર્ષોથી ફ્લોર મિલો સાથે ખુબજ નજીક નો સબંધ ધરાવે છે એ લોકો ને બખ્ખા થઈ જવાના હતા આ દેશ માં સરકારી જાહેરાતો માં કોઈ ને ખાસ ફાયદો થતો નથી ફાયદો થાય છે માત્ર વચેટિયાઓ ને કે જેઓ ખાઈપીને સાત પેઢીનું કરી ને બેસી ગયા છે એના કરતાં ડોર ટુ ડોર સર્વે કરી તેમાં મધ્યમ વર્ગ પણ આવી ગયો અને પછી જરૂરિયાત મુજબ કીટ કે…
કવિ: Halima shaikh
હાલ કોરોના ની મહામારી ચાલી રહી છે ધંધા બંધ છે બધેજ શૂન્ય થઈ ગયું છે અને ઇકોનીમી ખોરવાઈ ગઈ છે ત્યારે હવે શું થશે તે પ્રશ્ન ઉભો થયો છે. લોકડાઉન હઠયા પછી અર્થતંત્રને પાટા ઉપર ચડાવવા માટે દરેક દેશ,રાજ્ય કે પ્રદેશ એક બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરે છે અને એજ કામ પંજાબ સરકારે ચાલુ કરી દીધું છે અને આ માટે જાણીતા અર્થશાસ્ત્રી અને પૂર્વ પીએમ ડૉ મનમોહન સિંહ ની સલાહ હેઠળ પંજાબ સરકાર પોતાની રીતે પગલાં ભરનાર છે પંજાબ ના મુખ્યમંત્રી અમરરીનદર સિંહે આ માટે એક સમિતિ બનાવી છે જેમાં અર્થશાસ્ત્ર સાથે સંકળાયેલા મહાનુભવો અને અધિકારીઓ, ઉદ્યોગકારો વગેરે નો સમાવેશ કરાયો…
કોરોના હવે તમામ જગ્યા એ સ્પ્રેડ થઇ રહ્યો છે અને રાજ્યમાં હાલ બેકાબૂ થઈ ગયો હોવાનું સપાટી ઉપર આવી રહ્યું છે. ત્યારે હવે કોરોના વાઇરસ સાબરમતી સેન્ટ્રલ જેલ સુધી પહોંચી જતા સત્તાવાળાઓ ચોકી ઉઠ્યા છે. અમદાવાદ સાબરમતી જેલમાં બે કેદીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા જેલતંત્ર માં હડકંપ મચ્યો છે. જેલમાં રહેલા પાકા કામના કેદી નવાબ ઉર્ફે કાલુ અને ઇસનપુર પોલીસે પોકસોના કેસમાં ઝડપેલા આરોપીની સારવાર કરાવવા ગયા હતા. જ્યાં તેમનો ટેસ્ટ કરાવતા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાના અહેવાલ જાણવા મળ્યા છે તંત્ર દ્વારા આરોપીઓ ના સંપર્ક માં આવનાર તમામ ના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી છે અને જેલ ને સેનેતરાઈઝ…
કોરોના એ સમગ્ર રાજ્ય ને પોતાના અજગરી ભરડા માં લીધું છે ત્યારે કોરોના ની સ્થિતિમાં કામ કરતા સરકારી કર્મચારીઓ માં સંક્રમણ નો ભય ઉભો થયો છે તેવીજ એક ઘટના માં ગાંધીનગર નર્મદા નિગમના કર્મચારીના કોરોના થી મૃત્યુ બાદ સામાન્ય વહીવટી વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. હોટસ્પોટ, કન્ટેઇનમેન્ટ, રેડ ઝોનમાંથી આવતા કર્મચારીઓને ગાંધીનગર ન આવવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદના સંક્રમિત વિસ્તારમાંથી આવતા કર્મચારીઓને રાહત આપવામાં આવી છે. રાજકોટમાં વધુ એક પોઝિટિવ દર્દી નોંધાતાગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 3,549 પર પહોંચી છે. રાજ્યમાં નવા 247 દર્દીઓનો ઉમેરો થયો હતો. જેમાંથી 197 કેસ તો ખાલી એકલા અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે…
ગુજરાત ના IAS અધિકારી ડો. જયંતિ રવિના આજકાલ કોરોના માં સારી કામગીરી બજાવી રહ્યા છે અને તેઓના કામ ની પ્રશંસા પણ થઈ રહી છે તો બીજી તરફ તેઓના પતિની કંપની આર્ગ્યુસોફટ ઈન્ડિયા લિ.ને લઈ થોડો વિવાદ પણ ઉભો થયો છે તેમના પતિની આ કંપની ને કોઈપણ કોન્ટ્રાકટ આપતા પહેલા સરકારની મંજૂરી ફરજીયાત રીતે લેવાની રહેશે. એ મુજબ ના જારી કરાયેલા પરિપત્ર ને લઈ સંબધિતો માં આ મેટરે ખાસ્સી ચકચાર સાથે ઉત્સુકતા જગાવી છે આખરે આવું કેમ કરવું પડ્યું તે વાત ચર્ચા ના પરિઘ માં રહેવા પામી છે. મીડિયા ના હવાલે થી બહાર આવેલી વિગતો માં જણાવાયું છે કે ડો જયંતિ…
રાજ્ય માં કોરોના ની સ્થિતિ વધુ વિકટ થઇ રહી છે ત્યારે રાજકોટમાં વધુ એક પોઝિટિવ દર્દી નોંધાતા ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 3,549 પર પહોંચીગઈ છે.હાલમાં રાજ્યમાં નવા 247 દર્દીઓનો ઉમેરો થયો છે જેપૈકી 197 કેસ તો માત્ર અમદાવાદ ના જ છે. જ્યારે સુરતમાં 30 કેસ નોંધાયા છે. રાજ્યમાં વધુ 11 દર્દીઓના મોત નીપજતાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 162એ પહોંચ્યો છે. તેમજ નવા 81 દર્દી સાથે કુલ 394 દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થઇ ઘરે પરત ફર્યા છે. આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું હતું કે ગુજરાતમાં હાલ અન્ય રાજ્યોની સરખામણીએ દર્દીઓના સાજા થવાનો દર થોડો ધીમો છે અને તેનાથી વિપરીત જોઇએ તો…
અમદાવાદ માં કોરોના એ કાળો કેર વર્તાવ્યો છે ત્યારે મ્યુનિ. કોર્પોરેટર બદરુદ્દીન શેખ નું કોરોનાથી મૃત્યુ થયા બાદ રવિવારે રાતે 2 વાગે પરિવારના 12 સભ્યોની હાજરીમાં દાણીલીમડાના ગંજશહીદ કબ્રસ્તાનમાં મૃતક ની દફનવિધિ કરવામાં આવી હતી. તેઓ ના ઘરના તમામ સભ્યોને પીપીઈ કિટ પહેરાવામાં હતી. પરિવારને રાત્રે જ એસવીપી બોલાવી પ્લાસ્ટીક ના કવરમાં દેહ સોંપાયો હતો.કોરોના પ્રભાવિત વિસ્તારમાં મૃતક ખુબજ ફર્યા હતા જેથી તેઓ કોરોના થી સંક્રમિત બન્યા હતા અને તેઓનું કરુંણ મોત થયું હતું.
અમદાવાદ માં કોરોના કાબુ બહાર છે અને જે આંકડા બહાર આવી રહ્યા છે તે ચોંકાવનારા છે કોરોના કેપિટલ બની ગયેલા અમદાવાદ માં સૌથી ગંભીર બાબત એ છે કે, સૌથી વધુ કેસ હોટસ્પોટ દરિયાપુર, જમાલપુર, શાહપુર, ખાડિયા, દાણીલીમડા અને બહેરામપુરા વોર્ડમાંથી મળ્યા હતા. એટલે જ આ છ વોર્ડને કન્ટેનમેન્ટ વોર્ડ પણ જાહેર કરી દેવાયા છે પરંતુ છેલ્લા બે દિવસથી જે નવા મળેલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે તે શહેરના અન્ય વિસ્તારોમાંથી આવ્યા છે. હેલ્થ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, ચેપ શહેરભરમાં પ્રસર્યો હોવાના કારણે હવે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના દરેક વિસ્તારોમાં કેસ નોંધાઇ રહ્યા છે આગામી દિવસોમાં હવે મધ્ય ઝોન અને…
કોરોના વાયરસ જ્યાંથી ફેલાયો હતો તે ચાઈના ના વુહાન માં હાલ એકપણ કોરોના નો કેસ નથી આખી દુનિયા માં ફેલાઈ ગયેલા કોરોનાવાયરસ સંક્રમણની શરૂઆત ચાઇના ના વુહાન થી થઇ હતી, ત્યાંની હોસ્પિટલોમાં અત્યારે વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝીરો થઇ ગઇ છે. ચીનના સ્વાસ્થ્ય અધિકારીએ રવિવારે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે હુબેઇ પ્રાંતની રાજધાની વુહાનની હોસ્પિટલોમાં હવે કોઇ પણ કોરોના સંક્રમિત દાખલ નથી. વુહાનમાં લોકડાઉન 8 એપ્રિલના હટાવવામાં આવ્યું હતું. આ શહેર 76 દિવસો સુધી લોકડાઉનમાં રહ્યું હતું. ચીનના નેશનલ હેલ્થ કમિશનના પ્રવક્તા મિ ફેંગએ બેજિંગમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે મેડિકલ વર્કર્સના કપરા પ્રયાસો અને લોકોની મહેનતથી આ…
ગુજરાત માં કોરોના ની સ્થિતિ ભયાનક બની છે એમાંય અમદાવાદ,વડોદરા, સુરત,ભાવનગર માં હાલત ખરાબ છે ત્યારે ગાંધીનગર ખાતે સચિવાલય માં કવરેજ કરનાર એક ટીવી ચેનલના પત્રકાર અને અમદાવાદ ના 5 પત્રકારો મળી કુલ 6 પત્રકારો નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા સચિવાલય સહિત ગાંધીનગરના મેયર કાર્યાલય તેમજ ટોચના નેતાઓ સહિત કોરોના અંગેનું રોજ અપડેટ આપનાર આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિની મિડિયા બ્રિફિંગ માં પણ આ પત્રકાર નિયમિત હાજરી આપતા હોઇ આ ઘટના એ ભારે સનસનાટી મચી ગઇ છે અને સર્વત્ર ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે, કોરોના પોઝીટીવ આવનાર પત્રકારો પૈકી એક ગાંધીનગર માં જ્યાં ફરજ બજાવે છે તે ઓફિસ…