કોરોના ના કહેર વચ્ચે હાલ માં ચાલી રહેલા લોકડાઉન ની સ્થિતિમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશ ના કોરોના પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ બેઠક કરી ચર્ચા વિચારણા કરી હતી. જેમાં તેઓએ કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય દ્વારા કરવામાં આવી રહેલા સામૂહિક પ્રયાસોની સકારાત્મક અસર અને લોકડાઉનનો પ્રભાવ અને તેનો ફાયદો દેશની જનતા ને મળ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે સમગ્ર વિશ્વમાં ભારત અન્ય દેશોની સરખામણીમાં કોરોના ની સ્થિતિ એકંદરે કાબુ માં છે. તમામ રાજ્યોના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે ચર્ચામાં તેમના સૂચનો કર્યા હતા. કોરોના વાયરસ નિયંત્રણમાં રહે તે માટે દેશના કેટલાક રાજ્યો લોકડાઉનને 3 મે બાદ પણ ચાલુ રાખવાના પક્ષ…
કવિ: Halima shaikh
વડોદરા શહેરમાં કોરોના આપડેટ માં વધુ એક મહિલા નું કરુણ મોત થયા નું સામે આવ્યું છે ,વડોદરા ના નવાપુરા રોડ પર આવેલા મહેબુબપુરા ખાતે રહેતા 50 વર્ષનામહિલા દર્દી ફરીદાબાનુ કમારઅલી સૈયદનું કોરોના વાઈરસથી મોત થતા વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 14 ઉપર પહોંચી ગયો છે. આ ઉપરાંત કોરોના વાઈરસના આજે વધુ 6 પોઝિટિવ નોંધાયા છે. આ સાથે પોઝિટિવકેસની સંખ્યા 247 ઉપર પહોંચી ગઇ છે.આમ વડોદરા માં કોરોના નો કહેર યથાવત રહેવા પામ્યો છે
ગુજરાત માં ગતરોજ રવિવારે એક જ દિવસમાં કુલ 230 નવા કેસ નોંધાતા પોઝીટીવ આંકડો 3301 ઉપર પહોંચી ગયો છે, રવિવારે એક જ દિવસે અમદાવાદમાં મનપાના કોંગ્રેસી કાઉન્સિલર બદરુદ્દીન શેખ સહિત કુલ 19 દર્દીઓના મોત થતાં લોકો માં દહેશત નો માહોલ છે આ બધા વચ્ચે માત્ર અમદાવાદ માંજ કુલ મૃત્યુઆંક 105 થયો છે. જ્યારે 151ના મોત થયા છે. કોરોનાના કારણે ગુજરાતમાં લૉકડાઉન 16 મી મેં સુધી લંબાવાય તેવી તેવી અટકળો વહેતી થઈ છે. હાલ ગુજરાતમાં કોરોનાના કેસનો ડબલિંગ રેટ છથી સાત દિવસનો છે તેથી જો લૉકડાઉન ખોલવામાં આવે તો તે જોખમી સાબિત થઇ શકે તેમ છે. તેથી કોરોના વાઇરસના 14 દિવસના…
દુનિયાભરમાં કોરોના એ કાળો કેર મચાવ્યો છે અને ભારત દેશમાં કોરોનાની પોઝીટીવ ની સંખ્યા 27,890 પર પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રમાં 440, દિલ્હીમાં 293, ગુજરાતમાં 230, મધ્યપ્રદેશમાં 145, રાજસ્થાનમાં 102 સહિત 1600થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. આંધ્રના કુર્નૂલના સાંસદ ડો. સંજીવ કુમારના પરિવારના 6 સભ્યો સંક્રમિત છે. દિલ્હીની બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલના 29 ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. બાબુ જગજીવન રામ હોસ્પિટલમાં ડોક્ટરો સહિત સ્ટાફના 44 સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો છે. દિલ્હી એઇમ્સની ચોથી નર્સનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સાથે જ તેના બે બાળકોને પણ સંક્રમિત થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, રવિવાર સાંજ સુધી…
દેશમાં કોરોના ની સ્થિતિ અને હાલ ના લોકડાઉન અંગે આગળ ની રણનીતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરશે, જેમાં મોટા ભાગે પૂર્વ અને ઉત્તર પૂર્વ રાજ્યના મુખ્યમંત્રીઓનો સમાવેશ થાય છે. 14મી માર્ચે લૉકડાઉન જાહેર કર્યા પછી વડાપ્રધાન મોદીની વિવિધ રાજ્યોના વડા સાથે આ રીતે ચોથી બેઠક હશે. આ વીડિયો કોન્ફરન્સ સવારે દસ વાગ્યે શરૂ થશે, જેમાં લૉકડાઉનમાં આંશિક રાહતોના પરિણામોની અસર, લૉકડાઉન લંબાવાય તો તેના પરિણામો, તબક્કાવાર અમલ તેમજ ડૉક્ટરોની સુરક્ષા-પીપીઈ કિટ્સ વગેરે અંગે ચર્ચા થશે. સૂત્રોના જણાવ્યાનુસાર, આ બેઠકમાં કેટલાક રાજ્યના મુખ્યમંત્રીઓ કેન્દ્ર સાથે આર્થિક પેકેજ તેમજ ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટના વિસ્તરણની…
(નિલેશસિંહ ઝાલા) કોરોના વાયરસ નો કહેર દુનિયાભરમાં આફત બનીને ત્રાટક્યો હોઈ લોકડાઉન માં સમગ્ર દેશ સાથે સુરત ના રોડ પણ સુમસાન હતા વચ્ચે ક્યારેક પોલીસ ની લાઈટો ના ઝગારા મારતી ગાડીઓ નીકળતી હતી આ બધા વચ્ચે એક ચીંથરેહાલ હલત માં એક માત્ર 15 વર્ષ ની ‘માં’ પોતાના સવા વર્ષ ના બાળક ને લઈ નજીક ના પોલીસ મથક તરફ આગળ વધી રહી હતી તેની આંખો માં ન કોઈ સપના હતા ન તો જિંદગી જીવવાની કોઈ ખેવના આગળ શું થશે તે પણ ખબર ન હતી બસ લથડાતી ચાલે આગળ વધી રહી હતી તેની કાંખ માં રહેલું ભૂખ્યું બાળક વચ્ચે વચ્ચે રડતું હતું…
વડોદરા શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે સાથેજ વધુ 11 નવા કેસ આવતા તંત્ર માં ચિંતા પ્રસરી છે વિગતો મુજબ આ 11 પોઝિટિવ કેસો પૈકી 10 લોકલ ટ્રાન્સમિશનના જ છે. 11 પૈકીના 4 કેસો નાગરવાડાના અને આ ઉપરાંત માંડવી, રાવપુરા-નવાબવાડા અને અમદાવાદી પોળની કડવા શેરીના એક-એક પોઝિટિવ કેસ તથા એક ખોડિયારનગર બનિયન સિટીમાં એક વધુ કેસ નોંધાયો હતો. 11 કેસ સાથે જ શહેરમાં અત્યાર સુધી 235 પોઝિટિવ કેસો નોંધાયા છે. એક વૃદ્ધાનો કોરોના પોઝિટિવ આવ્યા બાદ આજે તેના પુત્રનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે નવાબજારમાં 2 વ્યક્તિઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા હતા. શનિવારે નાગરવાડાના હાલા પરિવારના બીજા 2…
કોરોના ને લઈ ભારત માં લોકડાઉન છે અને ઉનાળો પણ જામ્યો છે ત્યારે દિલ્હીમાં આજે સવારે હવામાનમાં પલટો આવવા સાથે વરસાદ તૂટી પડ્યો હતો, દિલ્હીના જનપથ, મુનરિકા, કટવારિયા સરાય સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.જોકે ભારતીય હવામાન વિભાગ દ્વારા અગાઉ બે દિવસ સુધી વરસાદની પડવાની આગાહી કરી હતી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે દિલ્હી એનસીઆરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. ઉપરાંત અલગ અલગ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. દિલ્હીનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે. નવી દિલ્હીના પ્રાદેશિક હવામાન વિભાગ કેન્દ્રના પ્રમુખ ડો. કુલદીપ શ્રીવાસ્તવે કહ્યું, દિલ્હી એનસીઆરમાં હળવા…
વિશ્વભરમાં કોરોના એ હાહાકાર મચાવ્યો છે અને કેસો નું પ્રમાણ વધી રહ્યું છે હાલ માં 29.21 હજાર કેસ નોંધાઇ ચુક્યા છે અને બે લાખ ત્રણ હજાર 289 જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. 8.37 લાખ લોકોને સારવાર પછી હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. એકલા અમેરિકામાં જ છેલ્લા 24 કલાકમાં 2494 લોકોએ જીવ ગુમાવ્યા છે, અહીં મૃત્યુઆંક 54 હજાર 265 થયો છે. અમેરિકામાં 9 લાખ 60 હજાર 896 લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. અહીં 52.79 લાખ લોકોનો ટેસ્ટ કરાયો છે. બ્રિટનમાં મૃત્યુઆંક 20 હજારને પાર કોરોના વાઈરસના કારણે 20 હજારના મૃત્યુઆંકને પાર કરનાર બ્રિટન પાંચમો દેશ બની ગયો છે. અમેરિકામાં 54 હજારથી…
પાકિસ્તાન માં ગરીબી બેકારી ભરડો લઈ ગઈ છે અને દેવળિયું થઈ ગયું છે ત્યાં શિક્ષણ ને બદલે બાળકો નાનપણ થી જ કટ્ટરવાદી બનવાનું શિક્ષણ અપાઈ રહ્યું છે તેવા કોરોના થી પીડાતા પાકિસ્તાન ને હવે યુઘ્ધ કરવાની ખંજવાળ ઉપડી છે ભારત ના સૌથી મોટા બે બંદર કંડલા અને મુન્દ્રા તથા જામનગર સ્થિત એશિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી તરફ દુનિયાભરમાંથી આવતા જહાજોનો જે દરિયાઇ માર્ગ છે તે કવર થઇ જાય એટલી રેન્જ સાથે પાકિસ્તાને આજે ઉત્તર અરબ સાગરમાં એન્ટિ શિપ મિસાઇલના શ્રેણીબદ્ધ પરીક્ષણ કર્યા હતાં. આ મિસાઇલ જહાજ પરથી અને હેલિકોપ્ટર પરથી છોડવામાં આવ્યા હોવાનું મનાય છે. પાકિસ્તાન નૌસેનાના વડા ઝફર મહમૂદ…