અમદાવાદમાં કોરોના નો કહેર યથાવત રહ્યો છે અને સ્થિતિ વધુ વિકટ બની ગઈ છે. છેલ્લા 24 કલાકની સરખામણીમાં કેસની સંખ્યા વધી ગઈ છે હાલ કહી શકાય કે સરેરાશ દર કલાકે સાતથી વધુ લોકો કોરોના થી સંક્રમિત થઈ રહયા છે, અમદાવાદ શહેરમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો પણ બે હજારને પાર કરી ગયો છે.નવાઈ ની વાત તો એછે કે મોટાભાગ ના કેસો માં કોરોના ના કોઈ લક્ષણો નહિ હોવા છતાં કેસ પોઝીટીવ આવી રહ્યા છે અને હાલ 2003 કેસ થયા છે જયારે કુલ મૃત્યુની સંખ્યા 86 થઈ છે. અત્યાર સુધી 115 લોકોને રજા અપાઈ છે. એસવીપી અને એલ.જી તેમજ ખાનગી હોસ્પિટલના કુલ…
કવિ: Halima shaikh
રમઝાન મહિનો શરૂ થતાં જ મુસ્લિમ બિરાદરો એ ઈબાદત શરૂ કરી છે ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હાલ 472 દર્દીઓ કોરોનાગ્રસ્ત જેમાં મુસ્લિમ બિરાદરો પણ કોરોના પોઝીટીવ હોઈ એડમિટ છે તેમ છતાં તેઓ રમઝાન માં રોઝા પાળી રહ્યા છે. ઇસ્લામમાં રમઝાન મહિનો પવિત્ર ગણાય છે અને મુસ્લિમો દ્વારા રોજા રાખવામાં આવે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં દાખલ મુસ્લિમ દર્દીઓમાં જેમની તબિયત સ્થિર છે, તેઓએ રોજા રાખવાની વાત સિવિલ ના મેનેજમેન્ટ ને કરતા સિવિલ હોસ્પિટલ દ્વારા પણ આ બાબતે ત્વરિત નિર્ણય લઇ રોજા રાખનાર બિરાદરોના ભોજન સમયમાં ફેરફાર કરવામાં કરી ઈબાદત ની છૂટ અપાઈ છે. હાલ અહીં કોરોના વોર્ડમાં દાખલ મુસ્લિમ…
કોરોના ની ભયાનક તસવીરો હવે સામે આવી રહી છે અને વાત બ્રાઝીલ ના માનૌસ શહેર ની કરીએ તો અહીં વસ્તી લગભગ 24 લાખ છે. પરંતુ બ્રાઝિલના સૌથી વધારે કોરોના સંક્રમિત દર્દી અહીંયા જ છે. અત્યાર સુધી અહીંયા રોજ 20 થી 30 કોરોના સંક્રમિતોના મોત થઈ રહ્યા હતા, પરંતુ હવે આ આંકડો 100 સુધી પહોંચી ગયો છે. સ્થિતિ એવી બની છે કે મૃતકોની લાશ દફનાવવા માટે પણ જગ્યા નથી. એવામાં સ્થાનિક પ્રશાસને જેસીબીથી સામૂહિક કબર ખોદાવડાવી છે, જ્યાં લાશોને એક સાથે દફનાવી શકાય. ટેક્ટરથી લાશ લઈ જવાઈ રહી છે હોસ્પિટલથી કબરસ્તાન લઈ જવા અને અંતિમ સંસ્કાર કરાનારોઓ પણ ઓછા છે. એટલા…
જ્યાં અનેક લોકો નાણાકીય લેવડદેવડ માટે આવતા હોય છે તેવી બેન્ક માં જો કોરોના પોઝીટીવ કર્મચારી હોય તો વિચારો કેટલા ને સંક્રમણ લાગ્યું હશે. વાત છે અમદાવાદ ના ઘોડાસર બ્રાન્ચ ની બેન્ક ઓફ બરોડા ની શાખા માં કામ કરતા ચાર કર્મચારીઓ નો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે જેને લઈ બેન્ક ના કર્મચારીઓ ના યુનિયન માં રોષ જોવા મળી રહ્યો છે અને રેડ ઝોન વિસ્તારમાં આવેલી બેન્ક ની શાખા બંધ કરવા માંગ કરી રહ્યા છે.મહા ગુજરાત બેન્ક એમ્પ્લોઇય એસો દ્વારા કામગીરી સીમિત કરવા માંગ કરવામાં આવી રહી છે. અમદાવાદ હાલ કોરોના થી ભયંકર રીતે પ્રભાવિત છે ત્યારે બેન્ક પણ સુરક્ષિત નથી…
દુનિયાભરમાં કોરોના એ આતંક મચાવી રાખ્યો છે ત્યારે બેંક અને બીજા મેસેજ પ્લેટફોર્મ દ્વારા લોભામણા મેસેજ મોકલીને લોકોને બાટલા માં ઉતારી મામૂ બનાવવાનું ચાલુ થયું છે. આ દરમિયાન વોટ્સએપ સ્કેમ પણ સામે આવ્યું છે. જે ચોંકાવનારું છે. સોશિયલ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ પર એક મેસેજ આજકાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકોને ફ્રીમાં બિયર આપવાની ઓફર કરવામાં આવી રહી છે. આ મેસેજમાં લોકોને એવું કહેવામાં આવી રહ્યું છે કે સર્વે ભરવા પર યૂઝર્સને હેનેકેન કંપની તરફથી ફ્રીમાં બિયરની 4 બોટલો આપવામાં આવશે બસ મફત માં અને તે પણ લોકડાઉન માં આવું મળતું હોય તો કોણ ન તૈયાર થાય બસ પછીતો…
સમગ્ર દેશ માં કોરોના વાયરસ થી અત્યંત પ્રભાવિત હોટસ્પોટ શહેરો એવા અમદાવાદ, સુરત, હૈદરાબાદ, થાણે અને ચેન્નઇમાં સ્થિતિ અત્યંત ગંભીર ગણાવી છે અને કાબુ બહાર જાય તે પહેલાં ત્વરીત પગલાં ભરવા સરકાર ગંભીર બની છે અને આ સ્થિતિ પર નજર અને સોલ્યુશનમાટે ગૃહ મંત્રાલયે નવી 4 આંતર-મંત્રાલય કેન્દ્રીય ટીમ રચી છે જે સ્વતંત્ર નિર્ણયો લઈ શકે તેવી સત્તા આપવામાં આવી છે. આ ટીમો પૈકી બે ટીમ ગુજરાત આવશે જ્યારે એક-એક ટીમ તેલંગાણા અને તમિલનાડુ જશે. અગાઉ મુંબઇ-પૂણે મોકલાયેલી ટીમને થાણેની પણ જવાબદારી સોંપાઇ છે. આ ટીમો લૉકડાઉનની કડકાઇ, જીવનજરૂરી ચીજોનો સપ્લાય, સોશિયલ ડિસ્ટન્સિંગ, સ્વાસ્થ્ય માળખાની તૈયારી, સ્વાસ્થ્યકર્મીઓની સુરક્ષા તથા ગરીબો…
કોરોના વાયરસે અમેરિકા માં હાહાકાર મચાવ્યો છે ત્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ કોરોના નો કહેર જોઈને બોખલાઈ ગયા છે અને આડેધડ નિવેદનો કરી રહ્યા છે તેઓ એ કહ્યું કે કોરોના વાઈરસની સારવાર માટે દર્દીઓને બ્લીચના ઈન્જેક્શન મારી દેવા જોઈએ. એ જોવાની મજા પડશે કે તેનાથી તે સાજા થઇ શકે છે આ પ્રકારના ઘાતક નિવેદન ની દુનિયાભરમાં મેડીકલ સેક્ટરે આલોચના કરી છે. ગુરુવારે રાત્રે વ્હાઈટ હાઉસમાં પત્રકાર પરિષદ દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે ફેફસાંમાં ડિસઇન્ફેક્ટન્ટ મોકલવાથી કોરોનાને નષ્ટ કરી શકાય છે. ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે શોધમાં જાણ થઇ છે કે સૂર્યપ્રકાશ અને ગરમીથી કોરોના વાઇરસનો ખાત્મો કરી શકાય છે. એટલા માટે…
કોરોના ના ભરડા માં સપડાયેલા વડોદરા શહેરમાં કોરોના વાઈરસનાવધુ 4 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. અને વધુ એક આર્મી ના જવાન ને કોરોના નો ચેપ લાગતા કુલ ચાર આર્મી ના જવાનો સંક્રમિત થયા છવા અન્ય કોરોના ના દર્દીઓ માં શહેર ના સરદાર ભવનનાખાંચામાં 2 પોઝિટિવ કેસ નોંધાતા સાવચેતી ના ભાગરૂપે આ વિસ્તારને સીલ કરાયો છે. આજે એક દિવસમાં વડોદરામાં 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસપોઝિટિવ કેસની સંખ્યા 223 ઉપર પહોંચી છે. વડોદરા ઇએમઇ કેન્ટોનમેન્ટમાં ફરજ બજાવતા વધુ એક આર્મી જવાન બોલેન દરોગાબાબુ(ઉ.30)નો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવઆવ્યો છે. આ પહેલાગુરૂવારે વડોદરા ઇએમઇ કેન્ટોનમેન્ટમાં આર્મીના 3 ક્રાફટસમેનનાકોરોના…
કોરોના ના ભય વચ્ચે માર્કેટ ને ગતિ આપવા ગૃહમંત્રાલય દ્વારા શહેરી ક્ષેત્રોમાં સંબંધિત રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશોના શોપ્સ એન્ડ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલી તમામ દુકાનો ખોલવાની મંજૂરી અપાઈ છે ,જેમાં ગલી મોહલ્લાની દુકાનો તથા સ્ટેન્ડ એલોન શોપ અને નિવાસી પરિસરમાં બનેલી દુકાનોનો પણ સમાવેશ થાય છે. જો કે શહેરોમાં માર્કેટ કોમ્પલેક્સ, મલ્ટિબ્રાન્ડ અને સિંગલ બ્રાન્ડ મોલ ખોલી શકાશે નહીં. આ તમામ દુકાનો માં 50 ટકા કર્મચારી કામ કરી શકશે અને માસ્ક,ગ્લોસ પહેરવા સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે. જોકે, હોટસ્પોટ જાહેર કરાયા હોઈ તેવા વિસ્તારો અને કન્ટેઇનમેન્ટ કરાયા હોઈ તેવા વિસ્તારોમાં કોઈ પણ દુકાનો કે ધંધા રોજગારને શરુ કરવામાં…
ભાવનગરના સિહોર પાસે આવેલ ઘાંઘળી સ્થિત કે.બી.ઇસ્પાત પ્રાઈવેટ લી. નામની રોલિંગ મિલ ધરાવતા કુમાર રસિકભાઈ વોરા કે જે ભાવનગરના ગીતાચોક વિસ્તારમાં રહે છે. જેમણે સરકારની ગાઈડલાઈન મુજબ 22 તારીખે પોતાની રોલિંગ મિલમાં ફરી કામકાજ શરૂ કર્યું હતું તેમની ફેકટરી માં 100થી વધુ લોકો કામે લાગ્યા હતા. પરંતુ ભાવનગર કોર્પોરેશનની એક્ટીવ સર્વેલન્સ ડ્રાઈવ દરમિયાન કોર્પોરેશન સ્ટાફ દ્વારા લેવામાં આવેલા સેમ્પલો માં આ રોલિંગ મિલના માલિક કુમાર વોરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઈ ગયું છે અને સિહોર આરોગ્ય વિભાગની ટીમેં તરત જ આ મીલ ઉપર પહોંચી ને સેનેટાઈઝેશન સહિતની કામગીરી હાથ ધરવા સાથે રોલિંગ મિલમાં જ રહેતા અને કામ કરતા…