વલસાડ જિલ્લા માં કોરોનાએ દેખા દીધા બાદ હવે નવા કેસો નો ઉમેરો થઈ રહ્યો છે ત્યારે વધુ એક નોંધાતા જિલ્લા નું વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે ધરમપુર તાલુકા ના કેળવણી ખાતે વધુ એક મહિલા નો કોરોના પોઝીટીવ કેસ આવતા કુલ પાંચ કેસ થઈ ચૂક્યા છે, ઉમરગામ ના દહેરી બાદ ડુંગરી અને ત્યારબાદ ધરમપુર માં કોરોના ના કેસો દેખાયા છે જેમાં સૌથી વધુ કેસ ધરમપુર ના છે જ્યાં ત્રણ કેસ નોંધાયા છે જે પૈકી સુરત માં સારવાર દરમ્યાન એક યુવક નું મોત થયું હતું ત્યારબાદ ધરમપુર માં સગર્ભા મહિલા અને વધુ એક મહિલા નો રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર દોડતું થઈ…
કવિ: Halima shaikh
કોરોના હવે ગુજરાત માં બેકાબુ બન્યો છે અને કોરોના પોઝીટીવ કેસો વધ્યા છે સતત ચેપ લાગવાના કારણે સંક્રમણ વધતું ચાલ્યું છે લોકો માં જાગૃતિ નો અભાવ જોવા મળી રહ્યો છે અને તેના કારણે જ કોરોના નું જોર વધી ગયું છે , ગુજરાત હજુ બીજા સ્ટેજમાં છે. પરંતુ ગુજરાત માટે સૌથી ચોંકાવનારા સમાચાર એ છે કે, અમદાવાદ સહિતના હોટસ્પોટ વિસ્તારો સ્ટેજ-2ના એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગયાં છે. ગુજરાતના આ વિસ્તારોમાં કોરોના કોમ્યુનિટી ટ્રાન્સફર થવાની દહેશત ઉભી થઈ છે. અને કેટલાક વિસ્તાર એડવાન્સ સ્ટેજમાં હોવાનું બહાર આવ્યું છે. કેટલાક હોટસ્પોટ વિસ્તારમાંથી આવતા કેસ એડવાન્સના આવે છે. હાલ ગુજરાતના ચાર મોટા શહેરો અમદાવાદ, વડોદરા,…
ભાવનગરમાં નવા કુલ પાંચ કોરોના પોઝીટીવ કેસ નોંધાતા ચિંતા પ્રસરી છે ગતરાત્રે બે પોઝિટિવ કેસ નોંધાયા હતા જેમાં ભાવનગર રેલવે સ્ટેશન રોડ, મતવા ચોકમાં રહેતા રૂક્ષાનાબેન ઇબ્રાહિમભાઇ પઠાણ (ઉ.વ.60) અને બોરડી ગેટ ગીતા ચોકમાં રહેતા કુમારભાઇ રસીકભાઇ વોરા (ઉ.40) નો કેસ પોઝીટીવ આવ્યા બાદ આજે 24 એપ્રિલના રોજ સવારે વધુ ત્રણ કેસ પોઝિટિવ નોંધાયા હોવાની માહિતી છે આમ ભાવનગરમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 39 થઇ છે. ભાવનગર આરોગ્ય વિભાગની ટીમે ગતરોજ કુમારભાઈ વોરાનું સેમ્પલ લઇને પરીક્ષણ અર્થે મોકલ્યું હતું જેનો પોઝિટિવ રીપોર્ટ આવ્યો છે. આજે સવારમાં વધુ ત્રણ પોઝિટિવ રીપોર્ટ આવ્યા છે. જેમાં હોટસ્પોટ વિસ્તારમાં સંઘેડીયા બજાર મોચી…
સુરેન્દ્રનગર જિલ્લામાં હવે કોરોના ની સત્તાવાર એન્ટ્રી થઈ ચૂકી છે અને પ્રથમ પોઝિટિવ કેસ નોંધતા આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે. વિગતો મુજબ જિલ્લાના થાનગઢ ખાતે રહેતા 61 વર્ષીય વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી બોટાદની હોવાની માહિતી જાણવા મળી છે. આ સિવાય ગાંધીનગરમાં પણ વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આ સાથે રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 2626 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંક 112એ પહોંચ્યો છે.
આખી દુનિયા માં ભારે હાહાકાર મચાવનાર કોરોના ખુબજ ચર્ચાસ્પદ બન્યો છે અને આ વાયરસ માટે ચાઈના ને દોષી માની રહયુ છે,અને છેલ્લા 10 વર્ષ થી ચીન કોરોના ઉપર પોતાની લેબ માં સંશોધન કરી રહ્યા ની વાત સામે આવી છે, ત્યારે કોરોના થી પ્રભાવિત રૂસના એક ખૂબ માઇક્રોબાયોલિજિસ્ટે દાવો કર્યો કે ચાઈના ના વુહાન લેબ માં ચાઈના ના વૈજ્ઞાનિકો દ્વારા પ્રયોગશાળા માં કરાયેલા ખતરનાક પ્રયોગોનું પરિણામ કોરોના વાયરસ છે. પીટર ચુમાકોવે દાવો કર્યો કે વુહાનમાં ચીની વૈજ્ઞાનિક વાયરસની રોગ પેદા કરવાની ક્ષમતા ઉપર રીસર્ચ કરી રહ્યા હતા ત્યારે અજાણતા લીક થયેલો આ વાયરસે વિશ્વને પ્રભાવિત કર્યું છે મોસ્કોમાં પ્રોફેસર ચુમકોવે જણાવ્યું…
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે પોતાના દેશ ઉપર કોરોના વાયરસ નો હુમલો ગણાવ્યો છે. અમેરિકામાં હાલ 8.50 લાખ લોકો સંક્રમિત છે, જ્યારે 47 હજારથી વધુ લોકોનાં મોત થઇ ગયાં છે. હિલ ન્યૂઝ વેબસાઇટ ના હવાલે થી મળતી ખબર મુજબ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં પોતાના બ્રીફિંગમાં કહ્યું કે આ એક હુમલો છે. કોરોના વાઇરસ કોઇ ફ્લૂ નથી. ક્યારેય પણ કોઇએ આવું કંઇ જોયું નથી. હજારો ડોલરના પ્રોત્સાહન પેકેજને કારણે અમેરિકાનું રાષ્ટ્રીય દેવું વધવાના આંકડા અંગેના સવાલ પર ટ્રમ્પે કહ્યું કે મહામારી સામેના જંગમાં હજારો અબજ ડોલર નાંખવા સિવાય પોતાની પાસે કોઇ વિકલ્પ નથી તેમ જણાવ્યું હતું. કોરોના વાઇરસ માટે તેઓ ઘણી વખત ચીન પર…
વડોદરા માં કોરોના નો કહેર યથાવત છે ત્યારે અહીં ATM થી ત્રણ આર્મી ના જવાનો ને કોરોના નો ચેપ લાગવાની વાત બહાર આવતા લોકો માં હવે એક જાતની નવી ચિંતા ઉભી થઇ છે કોરોના ને કારણે બરોડા માં તાંદલજાની વૃદ્ધાનો ભોગ લેતા શહેરમાં મૃત્યુ આંક 10 પર પહોંચ્યો હતો. 65 વર્ષીય ઝુબેદાબેન માંડવીઆનું ગુરુવારે એસએસજીના આઇસોલેશન વોર્ડમાં સવારે 8.30 કલાકે મોત નિપજ્યું હતું. ગુરુવારે કોરોના પોઝિટિવના વધુ 8 કેસ નોંધાયા હતા. જેમાં ત્રણ આર્મીના જવાનોનો પણ સમાવેશ થાય છે. આ ત્રણેને એટીએમમાંથી ચેપ લાગ્યો હોવાનું ખુલતા આ એટીએમનો ઉપયોગ કરનાર અન્ય 28 જવાનોને પણ કવોરેન્ટાઇન કરાયા હતા.ગુરુવારે કોરોનાના ચેપમાં વધુ…
નવસારી જિલ્લા માં બીજો કોરોના પોઝીટિવ કેસ નોંધાયો છે વિગતો મુજબ રાત્રિના 10.15 કલાકે સુરતની કિરણ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી અને ગણદેવીના આંતલિયા ગામે રહેતી પ્રિયંકાબેન પટેલ ઉ.વ.24 નો રિપોર્ટ પણ પોઝિટિવ આવતા એક જ દિવસમાં બબ્બે પોઝિટિવ કેસ નોંધાયા છે. આ યુવતી સુરત હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ સહકર્મચારી નર્સના સંપર્કમાં આવી હતી. તેણીને યશફીન કોવિડ-19 હોસ્પિટલમાં સારવારર્થે ખસેડાઇ હોવાની વિગતો જાણવા મળી છે. નવસારીમાં કોરોના પોઝીટીવ કેસો સામે આવતા તંત્ર હરકત માં આવી ગયું છે અને કોરોના ને આગળ વધતો અટકાવવા માટે પગલાં ભરવાનું ચાલુ કર્યું છે. બીજી તરફ નવસારી જિલ્લા માં કોરોના પોઝીટીવ નોંધાયેલા દિનેશ રાઠોડ આઠેક જણાં…
વલસાડ પંથક માં કોરોના ની સત્તાવાર એન્ટ્રી બાદ હવે લોકો માં એક દહેશત નો માહોલ ઉભો થઇ રહ્યો છે અને હવે ઘણા લોકો સ્વેચ્છાએ લોક ડાઉન નો અમલ કરવા માંડ્યા છે ત્યારે અહીં બનેલી એક અજીબોગરીબ ઘટના માં કોરોના માટે જિલ્લા લેવલ ની વાપી માં ઉભી કરાયેલી જનસેવા હોસ્પિટલ નો સ્ટાફ કોરોના નો ચેપ લાગવાની દહેશત ને લઈ ભાગી છૂટતાં હાલ કોરોના ની સ્થિતિ માં તંત્ર મુશ્કેલી માં મુકાઈ ગયું હતું. ઉમરગામના દહેરીનો એક યુવાન કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તે દર્દીના સંપર્કમાં આવેલા 35 જેટલા લોકોને ટેસ્ટ કરાવવા વાપી જનસેવા હોસ્પિટલમાં લવાયા ત્યારે હોસ્પિટલના સ્ટાફ પૈકી કેટલોક સ્ટાફ કોરોનાથી…
વલસાડ પંથક માં ચોવીસ કલાક માં જ કોરોના ના ત્રણ કેસો અને તે પૈકી એક નું મોત થતા વલસાડ જિલ્લા નું તંત્ર હરકત માં આવી ગયું છે અને કોરોના ને આગળ વધતો અટકાવવા માટે તાત્કાલિક એક્શન લીધા છે જિલ્લા કલેકટર ખરસાણ દ્વારા કોરોના પ્રભાવિત ડુંગરી અને ધરમપુર વિસ્તાર માં ઝોન નક્કી કરી કડક લોકડાઉન નો અમલ કરાવવા માટે તાકીદ નો નિર્ણય કરી અવર જવર ઉપર પ્રતિબંધ ના આદેશો જારી કર્યા છે. કલેકટર કચેરી ના સત્તાવાર સૂત્રો ના જણાવ્યા પ્રમાણે વલસાડ ના ડુંગરી વિસ્તાર માં 7 કિમી ની ત્રિજ્યા માં આવતા ગામો ધરાસણા,રોલા, સોનવાડા,ઉમરસાડી,જેસપર, શંકર તળાવ, ક્લસ્ટર કંટાઇમેન્ટ ઝોન અને છરવાડા…