કોરોના ની હાડમારી વચ્ચે એવા પણ કિસ્સા સામે આવી રહ્યા છે કે તે સાંભળતા જ દિલ દ્રવી ઉઠે છે રાજકોટ માં બનેલી આવાજ પ્રકાર ની ઘટના માં હાલ લોકડાઉન ની સ્થિતિ માં રોડ પર પડેલા શ્રમિક પરિવાર ની મહિલાને પ્રસૂતિની પીડા ઉપડે છે અને 108 ની રાહ જોવાય તેવું પણ નહતું તેથી પરિવારજનો બેબાકળા બની ગયા, શ્રમિક પરિવાર પાસે વાહનની કોઇ વ્યવસ્થા નહોતી અંતે રોજીરોટીનું માધ્યમ લારી જ એકમાત્ર વાહન હતું. પ્રસૂતાને લારીમાં સુવડાવી એક કિલોમીટર સુધી પરિવારજનો તેને લઇ ગયા હતા ત્યાં રસ્તા માંજ મહિલા એ બાળકીને જન્મ આપ્યો હતો. રાજકોટ ના રૈયાધાર પાણીના ટાંકા પાસે રહેતા અને ભંગારની…
કવિ: Halima shaikh
કોરોના ની સ્થિતિ સુરત અને અમદાવાદ માં બેકાબુ બની રહી છે ત્યારે આખા દેશ માં આરોગ્ય વિભાગ માટે પડકારરૂપ કિસ્સો સુરત માં જોવા મળતા ભારે દેકારો મચી ગયો છે સુરત ના સુલતાનીયા જિમખાના વિસ્તારમાં રહેતા 68 વર્ષીય અહેસાન પઠાણ ને મોડી રાત્રે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓને કોરોના પોઝિટિવના સંપર્કમાં આવતા સંક્રમણ લાગ્યું છે. 68 વર્ષીય વ્યક્તિને કોરોનાના કોઈ લક્ષણ જોવા મળ્યા ન હતાં. પરંતુ કોરોના પોઝિટિવ એહસાન પઠાણનું મોત થતા કોમ્યુનિટી ટેસ્ટ કરવામાં આવ્યો હતો.જેમાં વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યો છે.જોકે, તેઓને કોરોના ના કોઈ લક્ષણ ન હોવા છતાં રિપોર્ટ પોઝિટિવ આવવાનો આ પ્રથમ કિસ્સો ગુજરાત માં નોંધાતા ભારે…
ગુજરાત માં કોરોના પોઝીટીવ આવતા બંધ થાય કે સ્થિતિ કાબુ હેઠળ આવે પછીજ લોકડાઉન ખુલે તેવા અણસાર જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં થઈ રહેલા ઝડપી વધારો જોતાઆગામી 3 દિવસના કેસોનું વિશ્લેષણ કર્યા બાદ રાજ્યમાં તબકકાવાર લોકડાઉન પાછુ ખેંચવું કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવનાર હોવાનું ચર્ચાઈ રહ્યું છે પરંતુ હાલ કેસ વધી રહ્યા છે. હાલ ની મુદત 14મી એપ્રિલે પૂર્ણ થાય છે. પરંતુ ગુજરાતમાં તે 30 એપ્રિલ કે તેથી વધુ લંબાઇ તેવી ચર્ચા છે. લોકડાઉનમાં વધુ 20 દિવસ જેટલો વધારો થવાની શક્યતા જોવાઈ રહી છે, જો કેસો વધવાની સાથે લોકો લોકડાઉન ખુલશે…
કોરોના ની હાડમારી વચ્ચે ખાસકરીને કોરોના થી મોત ને ભેટનાર મુસ્લિમ ને ચેપ લાગવાના ભયે કબ્રસ્તાન માં પ્રવેશ આપતો નથી અને ત્યાં દફનાવવા મુદ્દે વિરોધ કરવામાં આવતો હોવાના તાજેતરમાં બનેલા બનાવો ની રાજ્ય ના વકફ બોર્ડ ગંભીર નોંધ લીધી છે અને હવે થી કોઈપણ કોરોના થી મૃત્યુ પામેલ મુસ્લિમ ને દફનાવવા સામે કોઈ વિરોધ કરશે કે અવરોધ ઉભો કરશે તો વકફ બોર્ડ દ્વારા વકફ સુધારા અધિનિયમ-2013 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.એટલુંજ નહિ પરંતુ તા.9/4/2020 ના રોજ આવતા શબે બારાત ના પવિત્ર તહેવાર ના દિવસે પોતપોતાના ઘર માં રહી ઈબાદત કરવા પણ અપીલ કરવામાં આવી…
કોરોના નો ખતરનાક પંજો હવે ગુજરાત ઉપર હાવી થઈ ગયો છે અને વડોદરા માં સવારે વધુ એક નું મોત થયું છે,મૃતક વડોદરાના કરજણ તાલુકાના લતીપુરા ટીમ્બી ગામના 58 વર્ષ ના અકબરખાન પઠાણ હોવાની વિગતો જાણવા મળી છે, જોકે તેમનો કોરોના વાઈરસનો રિપોર્ટ પેન્ડિંગ છે.અકબરખાન પઠાણને 5 એપ્રિલે હાર્ટ એટેક આવ્યા બાદ વાઘોડિયા પાસે આવેલી પીપરીયા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમનામાં કોરોના વાઈરસના લક્ષણો દેખાતા તેમને 7 એપ્રિલે ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનો કોરોના વાઈરસના સેમ્પલ લઇને લેબમાં મોકલવામાં આવ્યા હતા. જોકે રિપોર્ટ આવે તે પહેલાં જ તેમનું આજે સવારે મોત નીપજ્યું છે. આમ…
ચાઇના ના વુહાન માંથી પ્રસરી ને દુનિયાભરમાં ભારે તબાહી મચાવનાર કોરોના વાયરસ ને લઈ સેંકડો નિર્દોષ લોકો માર્યા ગયા છે અને દુનિયા ના વિકસિત રાષ્ટ્રો પણ આ વાયરસ ની દવા શોધી શક્યા નથી. ત્યારે જેની સામે આ વાયરસ ફેલાવવા નો આરોપ અને શંકા છે તે ચીન પણ આ વાયરસ ની ઝપેટ માંથી બચી શક્યું નથી અને હવે જે વાતો બહાર આવી રહી છે તેમાં કોરોના ના પહેલા હુમલા બાદ નવો કોરોના નો હુમલો ચાલુ થયો છે જેમાં કોઈ લક્ષણ વગર જ કોરોના પોઝીટીવ આવવા નું શરૂ થઈ ગયું છે તે જોતા દુનિયા ઉપર બીજું સંકટ આવી રહ્યા ના ભણકારા વાગી…
હાલમાં કોરોના ની સ્થિતિ ભારત માં ગંભીર બની રહી છે તેમાંય ગુજરાત ના અમદાવાદ ની સ્થિતિ કહી શકાય કે ખુબજ કફોડી બની છે અને હવે લોકો લૂંટ ચલાવવા મજબુર બન્યા હોવાના ગંભીર અહેવાલો બહાર આવી અમદાવાદ ના કાલુપુર વિસ્તારમાં આવેલા શાકમાર્કેટમાં લોકોએ લૂંટ ચલાવી હોવાની શરમ જનક ઘટના પ્રકાશ માં આવી છે અને યુદ્ધ જેવી સ્થિતિ માં લોકો ખાવા પીવા નું ચોરવા માંડ્યા છે માર્કેટની આસપાસ રહેતા રહીશોએ દુકાનમાં પડેલા શાકભાજીની ચોરી કરી છે. શાકના જથ્થામાંથી લોકો લૂંટ ચલાવી રહ્યાં છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. માર્કેટમાં આવેલી 20થી 25 દુકાનોમાં લોકોએ શાકભાજીની ચોરી કરી છે. બટાકા, ડુંગળી…
કોરોના ની સ્થિતિ વધુ વિકટ બની રહી છે અને કેટલાક વિસ્તારોમાં હજુ નહિવત અસર છે ત્યારે હાલના ચાલતા લોકડાઉન ની મુદ્દત કેસો ના આધારે નક્કી થાય તેવું મનાય રહ્યું છે. રાજ્યમાં છેલ્લા ચાર દીવસથી વધી રહેલા કોરોના પોઝિટિવના કેસો અને અન્ય વિસ્તારોમાં ફેલાતા જતા કેસો થી તંત્ર ચિંતાગ્રસ્ત છે ત્યારે આગામી ચારેક દિવસ માં શુ સ્થિતિ રહે છે તેના આધારે લોકડાઉન અંગે આખરી નિર્ણય લેવાય તેવું ચર્ચાઈ રહ્યું છે. આ અંગે ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા દરેક કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર પાસેથી વિગતો મંગાવવામાં આવી રહી છે. હાલ માં સરકાર લોકડાઉન અંગે જે વિચારણા ચાલી રહી…
સુરત માં કોરોના ની સ્થિતિ ગંભીર બની રહી છે અને સતત ત્રણ પોઝિટિવ કેસનો વધારો થતાઆંકડો 22 પર પહોંચી જવા સાથે આજે એક જ દિવસમાં બે ના મોત થતા તંત્ર માં ચિંતા પ્રસરી છે અનેપાલિકા કમિશનરે ચેતવણી આપી છે કે, જો આમ જ કેસ વધશેતો આવનાર દિવસો મુસીબત લાવી શકે છે કોરોનાની શંકા ગર્ભવતી મહિલાએ સાડા આઠ માસે આઈસોલેશન વોર્ડમાં બાળકને જન્મ આપ્યો છે. હાલ માતા-સંતાન એમ બન્નેના સેમ્પલ રિપોર્ટ માટે મોકલાયા છે.જ્યારે પાલિકા કમિશનર દ્વારાઅડાજણ પાટીયાથી ડભોલી બ્રિજ સુધી ફરજીયાત હોમ ક્વોરન્ટીનમાં રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.એક શંકાસ્પદ દર્દી ભાગી જવાનો પણ બનાવ નોંધાયો છે. સુરત માં કોરોના વાઈરસના…
મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી નજીક એક ચા વાળા વ્યક્તિ ને કોરોના પોઝીટીવ આવતા ભારે દોડધામ મચી ગઇ છે અને આ ચા વાળા ને ત્યાં ચા પીવા આવતા લોકો અને માતોશ્રી માં ફરજ બજાવતા સિક્યુરિટી જવાનો પણ સંક્રમિત થયા હોવાના પગલે આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે અને સિક્યોરિટીમાં તહેનાત 150 જવાનોને બાંદ્રામાં ક્વૉરન્ટીન કરી દેવાયા હોવાના અહેવાલ છે, અહી કોરોના વાઈરસનું સંક્રમણ બીજા અને ત્રીજા સ્ટેજ વચ્ચે પહોંચી ગયું હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું. આમ ચા વેંચતા ફેરિયા થી પણ તંત્ર સાવધાન બની ગયું છે અને બહાર ના નાસ્તા અને ચા , કોફી પીતી વખતે સબચેતી વર્તવા…