કોરોના નું નામ પડતાજ હવે લોકો દૂર ભાગી રહ્યા છે અને હદ તો ત્યારે થઇ કે મહારાષ્ટ્ર માં એક મુસ્લિમ નું કોરોના થી મોત થયા બાદ તેઓના મૃત શરીર ને દફનવિધિ કરવા મામલે ભારે વિરોધ થયો હતો કોરોનાના કારણે 65 વર્ષની વ્યક્તિનું બુધવારે મૃત્યુ થયા બાદ મુસ્લિમ સમાજના લોકો તેમનો જનાજો લઇને ચારકોપ નાકા પાસે કબ્રસ્તાનમાં પહોંચ્યાત્યારે ત્યાંની સમિતિએ મૃતદેહ દફનાવવાથી ઇનકાર કરી દીધો હતો , બે કલાક સુધી સમજાવવા છતાય સમિતિએ દફનવિધિની મંજૂરી નહીં આપતા વહીવટીતંત્ર અને સમાજસેવકોએ હિન્દુ સ્મશાન ભૂમિ પ્રબંધન સમિતિ સાથે વાતચીત કરતા મૃતક વડીલના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. કોરોના જેઓ…
કવિ: Halima shaikh
હાલ માં કોરોના ની મહામારી વચ્ચે સોશિયલ મીડિયામાં એક મેસેજ ફરી રહ્યો છે આ મેસેજને અમદાવાદ પોલીસ કમિશનરે ખોટો અને અતિશયોક્તિભર્યો હોવાનું જણાવીને આવી વાતોમાં ન આવવા તેમજ પોલીસને એલર્ટ કરી હતી. શહેરની તમામ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચને પણ જાણ કરાઈ છે દિલ્હીમાં તબ્લિક જમાતમાં પોઝિટિવ કેસો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં એક મેસેજ ફરતો થયો છે કે, જેમાં શાકભાજીની લારીઓ, ફળફળાદી કે કઈ વેંચતા મુસ્લીમ ફેરિયાઓ આવે તો કોઈ પ્રકારે ખરીદી કરવી નહીં. હિન્દુ વિસ્તારમાં આવી મુસ્લિમો થૂંકી થૂંકી કોરોના ફેલાવાનું જેહાદી કાર્ય કરે છે. જેથી સચેત રહેવું તથા આ માહિતી દરેક હિન્દુ ભાઈ ફરજ સમજી વધુને વધુ વોટ્સએપ ગ્રુપમાં…
કોરોના સ્થિતિ માં પણ ગોંડલથી એમ્બ્યુલન્સમાં મૃતદેહ રાજકોટ લાવવાનું સેવાનું કામ કરનાર સમાજસેવક પ્રફુલભાઇ રાજ્યગુરૂને ગોંડલ રોડ પર આવેલી ચેકપોસ્ટ પર રોકી તેમને ઇન્ચાર્જ PSI ધામાએ તેમને માર મારી પીઠ ના ભાગે સોટા પાડી દીધા હતા. જોકે બીજી તરફ સમાજસેવક પોતાની ફરજ ન ચૂકી અને મૃતદેહને જે તે સ્થળે પહોંચાડ્યો હતો. બાદમાં ગોંડલ આવી સરકારી હોસ્પિટલમાં સારવાર લઇ ગોંડલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડતા રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ગંભીર ઘટના ગણાવી તાત્કાલિક અસરથી PSI ધામાને સસ્પેન્ડ કર્યા હતા. આ અંગેની વિગતવાર તપાસ ACP ગેડમને સોંપવામાં આવી છે. રાજકોટ CPએ ગંભીર બાબત ગણાવી લોકડાઉનને લઈને ગેરવર્તનને…
અમદાવાદ શહેર કોરોના વાયરસ નું એપીસેન્ટર બની ગયું છે અને અત્યારસુધી અહીં કોરોનાના 31 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે અને ત્રણના મોત થઈ ચુક્યા છે પરિણામે અમદાવાદના કેટલાક વિસ્તારમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને આવા વિસ્તારો સતત ક્વોરન્ટીન કરવામાં આવી રહ્યા છે.અને પોલીસ પોઇન્ટ મૂકી અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. ચાંદખેડામાં એક વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવતા આ મહિલાના ઘર અને વિસ્તારને સેનિટાઈઝ કરવામાં આવશે. માત્ર એટલું જ નહીં, જે ગલીમાં આ મહિલાનું ઘર આવેલું છે ત્યાંથી એકપણ વ્યક્તિ ઘર બહાર નીકળતું નથી. આ વિસ્તારમાં કુલ 1000 જેટલા ઘર આવેલા છે અને ભાગ્યે જ કોઈ બહાર નીકળતું હોવાથી…
ગુજરાતનો પ્રથમ કોરોનાપોઝિટિવ દર્દી રાજકોટ માં નોંધાયો હતો અને તે આજે એકદમ સાજો થઇ જતા આરોગ્ય વિભાગ માં આનંદ ની લાગણી ફેલાઇ ગઇ છે. આ દર્દી ને હાલ હોસ્પિટલમાંથી રજા આપી ઘરે પણ મોકલી દેવામાં આવ્યો છે. સાથેજ છેલ્લા 48 કલાકમાં લેવામાં આવેલા સેમ્પલના તમામ રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. રાજકોટ માં હલ તમામ કોરોના રિપોર્ટ નેગેટીવ આવી રહ્યા છે. કોરોનાના પ્રથમ દર્દીને સાજો કરવામાં સિવિલ હોસ્પિટલ અને તેના સ્ટાફની મહેનત રંગ લાવી છે. તેમજ 31 માર્ચે રાજકોટમાં 16 રિપોર્ટ અને 1 એપ્રિલે 12 દર્દીના કોરોનાના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. રાજ્યમાં કોરોનાનો પ્રથમ કેસ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં જોવા મળ્યો હતો.આ યુવાનને…
કોરોના વાયરસ ની ગંભીરતા હવે બહાર આવી રહી છે અને આ રોગ નો હજુસુધી કોઈ ઈલાજ શક્ય બન્યો નથી પરંતુ ટીબી અને એચઆઈવી સહિત ની કેટલીક એન્ટિબાયોટિક દવાઓ થીજ આ રોગ માં કેટલાક રિજલ્ટ મળી રહ્યા છે આ બધા વચ્ચે કોરોના અંગે અમેરિકી સંશોધનકારોના જણાવ્યા અનુસાર, જ્યારે કોરોનાથી પીડિત વ્યક્તિને છીંક આવે છે અથવા ખાંસી આવે છે, ત્યારે મોંમાંથી નીકળતી લાળ કે છાંટા થી વાઈરસ બહાર ફેલાય છે અને તે હવામાં લાંબો સમય રહે છે અને 27 ફૂટના અંતર સુધી જઈ શકે છે. આ રિસર્ચ અમેરિકામા મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (એમઆઈટી)ના સંશોધકો દ્વારા કરવામાં આવ્યું છે. ફેસ માસ્કને લઈને રિસર્ચ…
વડોદરા ના નિઝામપુરા વિસ્તારમાં એક 55 વર્ષના વ્યક્તિનું કોરોના ને પગલે મોત થયું હોવાના અહેવાલ જાણવા મળ્યા છે. તેઓ શ્રીલંકા ના પ્રવાસે થી પાછા ફર્યા બાદ કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો. મૃતક ના 4 સભ્યો ને પણ કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યા છે જેઓ સારવાર હેઠળ છે.
સુરત માં ડીમાર્ટ માં નોકરી કરતા એક યુવક નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર દોડતું થયું છે,વિગતો મુજબ સુરત ના બમરોલી વિસ્તારમાં રહેતો 22 વર્ષીય યુવક પાંડેસરામાં આવેલા ડી માર્ટમાં નોકરી કરતો હતો. નવી સિવિલ હોસ્પિટલમાં આ યુવકને રાખવામાં આવ્યો છે. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી આ મોલમાં નોકરી કરતા સાથી કર્મચારીઓ અને આ વિસ્તાર ના આ મોલ ગયેલા તમામ લોકોમાં ફફડાટ ફેલાયો છે.શહેરમાં એક નવો કેસ નોંધાતા પોઝિટિવનો આંકડો 11 પર પહોંચ્યો છે. નેગેટિવ 118 નોંધાયા છે. છ વ્યક્તિના રિપોર્ટ પેન્ડિંગ છે. જ્યારે 14 શંકાસ્પદ નોંધાયા છે.આમ સુરત માં હાલ કોરોના ઉપર કાબુ મેળવવા તંત્ર સહિયારા પ્રયાસો કરી…
તબલિકી જમાત ના લોકો આખા ભારત માં ફરી વળતા કોરોના નો વિસ્ફોટ ફાટી નીકળવાની શકયતા વ્યક્ત કરાતા ઘરમાં પુરાઈ રહી મોદીજી ના લોકડાઉન નો ગંભીરતા થી પાલન કરી રહેલા લોકો ની મહેનત ઉપર પાણી ફરી વળ્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે,ગુજરાત માં પણ દરેક વિસ્તારો માં મોટી સંખ્યા માં આ ધાર્મિક કાર્યક્રમ માં ભાગ લઇ આવેલા લોકો ખતરો બન્યા છે પરિણામે રાજ્યનું તંત્ર એલર્ટ થઇ ગયું છે કોરોના વાયરસ સામે વિશ્વ આખું જંગ લડી રહ્યું છે અને દરેક જગ્યા એ સોશ્યલ ડિસ્ટનીંગ જાળવવા માટે સરકાર અપીલ કરી રહી છે અને ઈસ્લામીક દેશો માં પણ લોકો પાલન કરી રહ્યા…
કોરોના ની હાડમારી માં ખડેપગે સેવા બજાવતા પોલીસ કર્મચારીઓ હાલ લોકડાઉન નો અમલ કરાવી રહ્યા છે ત્યારે સમગ્ર પોલીસ ખાતા નું નામ રોશન કરતો કિસ્સો રાજકોટ માં સામે આવ્યો છે. કોરોના વાઇરસની મહામારી માં પણ મહિલા પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા નસરીન જુનૈદ બેલીમ હાલ 6 માસના ગર્ભ સાથે તેઓ લોકડાઉનની પરિસ્થિતિમાં ફરજ બજાવી રહ્યા છે. જેને કારણે ચિંતિત બનેલો તેમનો પરિવાર પણ તેમને રજા લેવા સમજાવી રહ્યો છે પરંતુ નસરીન નું કહેવું છેકે જ્યારે દેશ ને પોતાની જરૂરી છે ત્યારે ફરજ પહેલા જરૂરી છે આમ તેઓ સાચા રાષ્ટ્રરક્ષકની જેમ પ્રેગ્નન્ટ હોવાછતાં પણ ફરજ ચૂકતા નથી અને પોલીસ હોવાથી…