કવિ: Halima shaikh

ગુજરાત માં સૌથી વધુ કોરોના ના કેસ અમદાવાદ માં નોંધાતા તંત્ર માં દોડધામ મચી છે. રાજ્યમાં આજે વધુ 8 કોરોના પોઝિટિવ કેસ અહીં નોંધાયા હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ પત્રકારો ને કોરોના વાઈરસ અંગે ની હાલ ની સ્થિતિની માહિતી આપી હતી જેમાં અમદાવાદમાં આજના 8 કેસમાં 4 આંતર રાજ્યના,3 લોકલ ટ્રાન્સમિશનના અને એક વિદેશી દર્દી છે. એક જ દિવસમાં 8 પોઝિટિવ કેસો હોવાનું જણાવ્યું હતું. સાથેજ રાજ્યમાં 82 પર કોરોના પોઝિટિવ કેસ નો આંકડો પહોંચી ગયો છે –અમદાવાદ:31 –વડોદરા: 9 –રાજકોટ: 10 –ગાંધીનગર:11 –સુરત:10 –કચ્છ: 1 –ભાવનગર :5+ 2 મોત –મહેસાણા -1 –ગીરસોમનાથ…

Read More

દિલ્હી માં તબલીઘી જમાતના નિઝામુદ્દિન કેન્દ્રમાં મરકઝ નામના ધાર્મિક પ્રસંગ માં ગયેલા વલસાડ ના 24 લોકો પરત ફરતા વલસાડ નું વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે અને આ પૈકી 14 ને ઓળખી કઢાયા છે જ્યારે 14 નો સંપર્ક કરવા તંત્ર મથામણ કરી રહ્યું છે દિલ્હી માં યોજાયેલ આ ધાર્મિક કાર્યક્રમ માંભારત સહિત વિવિધ 15 દેશ માંથી આવેલ લગભગ 1700 જેટલા લોકો એકત્ર થયા હતા. જે પૈકીના1033 લોકો તો પોતાના વતન પહોંચી ચૂક્યા છે. જેમાંના24થી વધુકોરોના સંક્રમણનો ભોગ બન્યાં છે અને 9ના મોત થઈ ગયા છે. તબલીઘી જમાતના આ કાર્યક્રમમાં ગુજરાત ના વલસાડ, સુરત , ભાવનગર બનાસકાંઠાના ભાભરના પણ 11 લોકો…

Read More

કોરોના થી સર્જાયેલી અસ્તવ્યસ્ત સ્થિતિ વચ્ચે સરકારે મફત અનાજ વિતરણ માટે ની જાહેરાત બાદ લોકો વહેલી સવાર થીજ અનાજ મેળવવા ઘર બહાર નીકળી ગયા હતા ,આજે 1લી એપ્રિલથી રાજ્યભરમાં સવા ત્રણ કરોડ લોકોને મફતમાં અનાજ વિતરણ કરવામાં આવનાર છે અને 4 એપ્રિલથી અન્ય રાજ્યમાંથી મજૂરી અર્થે આવતા શ્રમિકોને મફતમાં અનાજ આપવામાં આવશે.તેવી જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના અંત્યોદય અને P.H.H રાશનકાર્ડ ધરાવતા 66 લાખ પરિવારોના 3.25 કરોડ લોકોને આજથી 17000 જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી ઘઉં, ચોખા, ખાંડ, મીઠું અને દાળનું એપ્રિલ માસ પૂરતું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. આ અનાજ વિતરણ સુચારૂં અને સરળતાથી થઇ શકે તેમજ ભીડભાડ…

Read More

હાલ કોરોના અંગે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે લોકડાઉન નો અમલ કરાવવા માટે પોલીસ લોકો ને માર મારી રહી છે ત્યારે સામાજિક સેવાભાવી કાર્યકરો પણ પોલીસ ની ઝપેટે ચડી રહ્યા છે ગોંડલ માં મૃતદેહ લઈ જઈ રહેલા સામાજિક કાર્યકર ને રોકી પોલીસે કંઈપણ જાણ્યા વગર જ લાકડીઓ નો ઢોર માર મારી બરડો ફાડી નાખ્યો હતો વિગતો મુજબ રાજકોટ નજીક ના ગોંડલ માનવ સેવા ટ્રસ્ટ પ્રમુખ પ્રફુલભાઈ રાજ્યગુરુ સાંજના સમયે ગુંદાળા રોડ પર રહેતા મધ્યપ્રદેશના શ્રમિક પરિવારના 35 વર્ષીય યુવાનનું બીમારી થી મોત થયું હોય તેના મૃતદેહને લઈ રાજકોટ મૂકવા જઈ રહ્યા હતા ત્યારે કોઠારીયા સ્કોડા શોરૂમ પાસે ઉભેલા બે પોલીસવાળા…

Read More

કોરોના વાયરસ ની ગંભીરતા જાણ્યા વગર જ દિલ્હી માં એકત્ર થયેલા મુસ્લિમ સમાજ ના એક ધાર્મિક કાર્યક્રમે ભારે વિવાદ અને સરકાર ની મુશ્કેલી વધારી દીધી છે વિગતો મુજબ દિલ્હીમાં તબલીઘી જમાતના નિઝામુદ્દિન કેન્દ્રમાં મરકઝ નામના ધાર્મિક પ્રસંગે ભારત સહિત વિવિધ 15 દેશ માંથી આવેલ લગભગ 1700 જેટલા લોકો એકત્ર થયા હતા. જે પૈકીના1033 લોકો તો પોતાના વતન પહોંચી ચૂક્યા છે. જેમાંના24થી વધુકોરોના સંક્રમણનો ભોગ બન્યાં છે અને 9ના મોત થઈ ગયા છે. તબલીઘી જમાતના આ કાર્યક્રમમાં ગુજરાત ના સુરત , ભાવનગર થી પણ અનેક લોકો ભાગ લેવા ગયા હોવાની જાણ થતા ગુજરાત સરકાર દોડતી થઈ છે. તેમની શોધખોળ માટે ભાવનગર…

Read More

ભારત માં હવે કોરોના ની અસરો ગંભીરરૂપ પકડી રહી છે અને લોકલ સ્ટેજ તરફ ઝડપ થી આગળ વધતા સરકાર માં ચિંતા પ્રસરી છે હાલ દેશમાં કોરોના વાઈરસનું સંક્રમણ દેશના 29 રાજ્યમાં ફેલાઈ ચુક્યુ છે. ઝારખંડ અને આસામમાં મંગળવારે કોરોના વાઈરસના પ્રથમ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે, ઝારખંડ રાજ્યના આરોગ્ય સચિવ નિતિન મદન કુલકર્ણીએ જણાવ્યું હતું કે મલેશિયાથી આવેલ એક નાગરિકનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેને રાંચી હિંદપીડી વિસ્તારના ખેલ ગામમાં તૈયાર કરવામાં આવેલા આઈસોલેશ સેન્ટરમાં મોકલી આપવામાં આવ્યો છે. આ ઉપરાંત આસામના આરોગ્ય પ્રધાન હેમંત બિસ્વ સરમાએ 52 વર્ષના એક દર્દીની સ્થિતિ સ્થિર હોવાનું કબુલ્યું છે. દેશમાં…

Read More

કોરોનાવાઈરસે હાહાકાર મચાવ્યો છે અને તેના જીવાણુઓ લાંબા સમય સુધી જુદીજુદી વસ્તુઓ ઉપર જીવિત રહેતા હોવાની વાત ની પૃષ્ટિ થઈ છે અને તે નિર્જીવ વસ્તુ પર પણ જીવિત રહી શકે છે. તેમાં કાર્ડબોર્ડ, સ્ટીલના વાસણો અને પ્લાસ્ટિક સાથે અતિ ઉપયોગમાં લેવાતા સ્માર્ટફોન પણ સામેલ છે. સ્માર્ટફોન એવી વસ્તુ છે જેને કોઈ પણ ઉંમરના લોક સતત હાથમાં લઈ જોતા રહેતા હોય છે. મોબાઈલ વાપરતા વ્યક્તિઓ માટે ચોંકાવનારા સમાચાર એવા છે કે WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)ના રિસર્ચ મુજબ, સ્માર્ટફોન પર 4 દિવસ સુધી આ વાઈરસ જીવિત રહી શકે છે. અમેરિકાની નેશનલ હેલ્થ ઈનસ્ટિટ્યૂટના એક રિસર્ચ અનુસાર, કોરોનાવાઈરસ (SARS-CoV-2) સ્ટીલ અને પ્લાસ્ટિકની સરફેસ…

Read More

કોરોના સામે લડવા માટે દાતાઓ હવે આગળ આવી રહ્યા છે અને પોતાની યથાશક્તિ દાન કરી રહ્યા છે ત્યારે વડાપ્રધાન મોદીના માતા હીરાબાએ પણ પોતાનીઅંગત બચતમાંથી પીએમ કેર ફંડમાં રૂ.25000 હજારનું દાન આપ્યું હોવાની વિગતો જાણવા મળી છે, હાલ માં નાનામોટા સૌ કોરોના માં સહાય અર્પણ કરી રહ્યા છે ત્યારે હીરાબા એ પણ પોતાની બચત ની મૂડી માંથી રૂ.25000 નું દાન કર્યું હતું અત્રે નોંધનીય છે કે હીરાબા એકદમ સાદુ જીવન જીવે છે.

Read More

દુનિયાભરમાં હાલ કોરોના ના કારણે વેન્ટિલેટર ખૂટી પડવાની વાતો વચ્ચે કાર કંપનીઓ ને વેન્ટિલેટર બનાવવા ઓર્ડર કરી દીધા છે અને ન્યૂયોર્ક માં તો એક વેન્ટિલેટર પર ચાર લોકોને રાખવામાં આવી રહ્યા છે. ઈટાલી અને બ્રિટેનના ડોક્ટરો ગંભીર દર્દીઓ અને વૃદ્ધોને વેન્ટિલેટરથી હટાવી રહ્યાં છે, જેથી યુવાનો ની જિંદગી બચાવી શકાય ત્યારે આ બધા વચ્ચે એક સારા સમાચાર આવી રહ્યા છે કે વિખ્યાત કાર કંપની મર્સિડીઝની ફોર્મ્યુલા-1ના એન્જિનિયરોની ટીમે લંડન યુનિવર્સિટીની સાથે મળીને 4 દિવસમાં બ્રીધિંગમશીન બનાવ્યું છે. તેની મદદથી કોરોનાવાઈરસના દર્દીઓને ઈન્ટેન્સિવ કેર યુનિટટ (ICU)માં દાખલ કરવાની જરૂર નહીં રહે. આ ડિવાઇસનું નામ કન્ટિન્યૂઅસ પોઝિટિવ એરવે પ્રેશર (CPAP) આપવામાં આવ્યું…

Read More

ભાવનગરમાં એક જ દિવસમાં 5 કોરોના પોઝિટિવના કેસ સામે આવ્યાબાદ અહીં નોંધાયેલા 5 પોઝિટિવ કેસ પૈકી જેસરના મોટાખુંટવડાની 45 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. આથી ગ્રામ્યમાં એકનું મોત નોંધાયું છે. અન્યચાર કેસ શહેરના છે. નોંધનીય છે કે, 6 દિવસ પહેલા ભાવનગરમાં કોરોના વાઈરસથી એક દર્દીનું મોત નિપજ્યું હતું. અને શહેરના આ 4 લોકો મૃતકનાં સંપર્કમાં આવ્યાં હોવાનું મનાઈ રહ્યું છે ભાવનગરમાં 26 માર્ચે વૃદ્ધનું કોરોના વાઇરસને કારણે મોત થયા બાદ આજે જેસરના મોટાખુંટવડ ગામે 45 વર્ષીય મહિલાનું મોત નીપજ્ય હતું. આથી કોરોના વાઇરસથી ભાવનગર જિલ્લામાં આ બીજું મોત છે. આ મહિલા સુરતથી આવી હતી અને તેના…

Read More