અમદાવાદ: કોરોના ના કહેર વચ્ચે ભારત અને ગુજરાતમાંથી કુલ MBBSના 200 વિદ્યાર્થીઓ ફિલિપાઈન્સમાંથી ભારત આવવા નીકળ્યા હતા જેમાં ગુજરાતના 50 જેટલા વિદ્યાર્થીઓ ફિલિપાઈન્સથી ગુજરાત આવવા માટે રવાના થયા હતા. પરંતુ કુઆલાલુમ્પુર ખાતે તેમને અટકાવી દેવામાં આવ્યા હતા, જેથી વિદ્યાર્થીઓએ મદદની માંગણી કરતો વીડિયો મિત્ર વર્તુળમાં મોકલ્યો હતો આ વિડીઓ મીડિયા ના માધ્યમ થી વિશ્વભરના ગુજરાતીઓ સુધી વાઈરલ થયો હતો. તેમજ નેશનલ મીડિયા પણ દોડતું થયું હતું, અંતે રાતના 9 વાગ્યે અને 20 મિનિટે કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકરે ટ્વિટ કરીને ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓને પાછા લાવવાની પ્રક્રિયા ચાલી રહી હોવાની માહિતી આપી હતી. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું વિદ્યાર્થીઓને પરત લાવવાતમામ મદદ પુરી પાડીશું ત્યારબાદ આજે…
કવિ: Halima shaikh
વડોદરાઃ આજકાલ હવસખોર બાબાઓ ધાર્મિકતા ની આડ માં કેટલીય સારા ઘરની યુવતીઓ , મહિલાઓ અને બાળકીઓ ની ઈજ્જત લૂંટતા હોવાના અહેવાલો અખબારો માં આવતા હોવાછતાં લોકો બાબાઓ ની વાતો માં આવી જઇ પોતાના ઘરની મહિલાઓ ને આવા બાબા ના હવાલે કરી દઈ અધોગતિ નોતરતા હોવાનો કિસ્સો પ્રકાશ માં આવ્યો છે. હાલ માં વડોદરા માં ઠગાઇના બે કેસમાં જેલની હવા ખાઇ રહેલા બગલામુખી મંદિરના બાબા પ્રશાંત સામે બાબા ના જ અનુયાયી ની યુવાન પરણીતા પોતાના ઉપર બાબા એ સાત વાર સેક્સ માણ્યું હોવા અંગે ની ફરિયાદ નોંધાવતાં ભારે ખળભળાટ મચી ગયો છે. પોતાની પારિવારિક મુશ્કેલીઓથી ત્રાસેલી મહિલાએ પ્રશાંત બાબાને પોતાની વ્યથા સંભળાવતાં…
સુરત પોલીસ કમિશનર આર. બી. બ્રહ્મભટ્ટના જમાઈ અને તેમની દીકરી ને અમદાવાદ માં કડવો અનુભવ થયો હતો અને અહીંના સ્થાનિક દેસાઈ બંને ને માર મારતા મામલો પોલીસ મથક માં પહોંચ્યો હતો. વિગતો મુજબ સુરત પોલીસ કમિશનર બ્રહ્મભટ્ટ ના જમાઈ હર્નિલભાઈને પેટની તકલીફ હોવાથી તેઓ પોતાના પત્ની આરતીબેન અને પરિવારની એક મહિલા સાથે અમદાવાદ એસ.જી. હાઈવે પર આવેલ એક ક્લિનિક ઉપર ગયા હતા ત્યારે તેમની ગાડી નજીક ના ઘર પાસે પાર્ક કરી હોઇ તે ગાડી ત્યાંથી હટાવી લેવા મુદ્દે બે શખસોએ આર. બી. બ્રહ્મભટ્ટના જમાઈ અને ડ્રાઈવર જયેન્દ્રસિંહ રહેવર પર લાકડી અને કમરપટ્ટાથી હુમલો કર્યો હતો. તેમની દીકરી સાથે પણ ઝપાઝપી…
રાજકારણ એક એવું ફિલ્ડ છે જેમાં ભણતર ની કે કોઈ અન્ય લાયકાત ની જરૂર નથી અને એક એવો હોદ્દો મળી જાય છે કે તમે તમારા થી વધુ ભણેલા ઉચ્ચ અધિકારીઓ ને ઓર્ડર કરી શકો છો તેઓ તમને સેલ્યુટ મારવા મજબૂર બની જાય છે અને માત્ર પાંચ જ વર્ષ ની નોકરી માં તમે પેંશન માં હક્કદાર બની જઇ શકો છો અને ધારો એટલા કરોડો , અબજો રૂપિયા કમાઈ શકો છો હાલ માં કોંગ્રેસના અમુક ધારાસભ્યો ભાજપ માં જોડાઈ ચુક્યા છે અને હજુ બીજા મોકા ની રાહ જોઈ રહ્યા છે, બીજી તરફ ભાજપ માંથી પણ કેટલાક કોંગ્રેસ માં જાય તેવા માહોલ વચ્ચે…
કોરોના વાયરસ ની વાસ્તવિકતા નો અંદાજ હવે ધીરેધીરે હવે બહાર આવી રહ્યો છે અને કોરોના જેવી ઘાતક બીમારી થી બચવા વિદેશ માં રહેતા ભારતીયો એ માદરે વતન તરફ રીતસર દોટ મૂકી છે. કોરોનાથી યુરોપ સહિતના કેટલાક દેશોમાં ગુજરાત સહિતના અનેક ભારતીયો ફસાઇ ગયા છે અને આવા લોકોને દેશમાં પરત લાવવા મદદ કરવાને બદલે એરલાઈન્સે તેમની મજબૂરીનો લાભ ઉઠાવવાનું શરૂ કર્યું છે. હાલ પેસેન્જર ઓછા હોવા છતાં કેનેડાનું ભાડું રાબેતા મુજબના 65થી 70 હજારને બદલે 1.88 લાખ સુધી વસૂલવામાં આવે છે. એ જ રીતે પોલેન્ડથી અમદાવાદનું ભાડું 65 હજારની આસપાસ છે પણ એરલાઈન્સ હાલ દોઢ લાખ વસૂલે છે. યુરોપના દેશોમાં કોરોનાના…
સુરત શહેરના ઉન વિસ્તારમાં આંકડા તથા સટ્ટાનો ધંઘો કરવા માટે રૂ. 50,000 ના વ્યવહાર કરવા જતાં ભેરવાયેલા પોલીસ કર્મી ચેતન સિમ્પી અને તેના બન્ને પંટરો મામલે પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ પણ આ મામલે કોઇ ફોડ પાડતા નથી અને હપ્તા ની શરમજનક વાસ્તવિકતા બહાર આવવા છતાંપણ કોઈ કઈ બોલવા તૈયાર નથી , ખરેખર તો આખા ડીપાર્ટમેન્ટ ઉપર જ્યારે માછલાં ધોવાતા હોય ત્યારે થોડી ચોખવટ કરી આ મામલે તપાસ ની વાત કરવી જોઈએ તેવું લોકો નું કહેવું છે. સુરત માં ગેરકાયદે પ્રતિબંધિત પ્રવૃતિઓ બંધ કરવાની જવાબદારી જે લોકો ના માથે નાખી પ્રજા વિશ્વાસ કરે છે તે કાયદા ના રક્ષક જ જ્યારે ભક્ષક…
સુરત માં ચાલતા દારૂ , જુગાર ના અડ્ડા ના હપ્તા નું ઉઘરાણું કરવા માટે પંકાયેલા પોલીસ કોસ્ટબલ ચેતન શિમ્પી અગાઉ સચિન સહિત ના પોલીસ મથક માં વહીવટ ગિરી કરતો હતો,સુરત શહેર ના જુદાજુદા પોલીસ મથક માં ચાલતા ઉઘરાણા નો હવાલો પોતાની પાસે રાખનાર ચેતન શિમ્પી આખરે ACB ના છટકા માં ફિટ થઈ જતા તેના કરતૂતો નો ભાંડાફોડ થયો છે. તેના પંટરો માં પ્રમોદ ઠાકુર એક રીક્ષા ચાલક છે અને લગભગ તેજ શિમ્પી ના મોટા મોટા ઉઘરાણા કરતો હોવાનું કહેવાય છે સાથે જ રાવત નું કામ પણ ઉઘરાણા કરવાનું છે અને સુરત માં દારૂ , જુગાર ના અડ્ડા ચાલુ કરવા અને…
અમદાવાદ: કોરોના વાયરસ મામલે હવે ગુજરાત સરકાર ગંભીર બની છે અને રાજ્યભરમાં એપિડેમિક ડિસિસ એક્ટ 1897 લાગુ કરી દેવાયો છે અને હવેથી વિદેશથી આવેલી કોઈપણ વ્યક્તિ ને 14 દિવસ સુધી ઘર બહાર નીકળી નહિ શકે અને જો આવી વ્યક્તિ ઘર બહાર નીકળશે તો અને મ્યુનિ. હેલ્થ વિભાગને તે અંગે ફરિયાદ મળશે તો તેની સામે મ્યુનિ. કાર્યવાહી કરશે અને તે વ્યક્તિને કોરોનટાઇન (અલાયદા) રાખવા માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી દેવાશે. ચીન, જાપાન, ઈટાલી, ફ્રાન્સ, સ્પેન, કોરિયા, ઇરાન સહિતના દેશમાંથી આવનારા અને 60 વર્ષથી ઉપરની વયજૂથના વ્યક્તિઓ બીમાર હોય કે ન હોય તો પણ એડમિટ કરી દેવામાં આવશે અને ડાયાબિટીસ કે હાઇપર ટેન્શનની બીમારી…
સુરત માં અડ્ડા ચાલુ કરાવવા જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ માં ખૂદ પોલીસ ની જ ભૂમિકા ના અહેવાલો બહાર આવતાજ હવે પોલીસ ડિપાર્ટમેન્ટ જ શંકા ના ઘેરા માં આવી ગયું છે , પીસીબી ના હેડ કોન્સ્ટેબલ શિમ્પી અને તેમના સાગરીતો જે રીતે રૂપિયા 50,000 લેતા રંગેહાથ ઝડપાયા છે તે જોતા આવા ગોરખધંધા ની સંખ્યા ઘણી મોટી હોય શકે છે અને પૈસા લઈને ગેરકાયદે ધંધા કરવાની પરમિશન કેટલા ને મળી હશે તે પણ તપાસ નો વિષય છે , સત્યડે અખબાર અને સત્યડે ડોટકોમ માં આ મેટર છપાતા લોકો માં હવે આ બાબત જાણવા ઉત્સુકતા છવાઈ છે અને અમો રોજ અપડેટ આપતા રહીશું ,…
સુરત માં પોલીસ ના ચોક્ક્સ માણસો સરકારી પગાર ખાઈપીને ઉપર થી બે નંબર ના ધંધા ચાલુ રાખવા ગેરકાયદે રીતે મોટી રકમ પડાવતા હોવાની હકીકત બહાર આવી છે અને આ જાકુબી ના ધંધા માં કેશીયરો ની ભૂમિકા અત્યંત મહત્વ ની છે,સુરત સહિત દક્ષિણ ગુજરાત માં આવા ધંધા પુર બહાર માં ચાલે છે અને બેકારી માંથી આવતા કેટલાય ના મરચા ઉડી જાય છે. સુરત થી લઈ છેક ભીલાડ સુધીના એરિયા માં તોડબાજ પોલીસવાળા ને મલાઈ જ મલાઈ હોવાની વાતો સામાન્યરીતે જૂની થઈ ગઈ છે. ત્યારે હાલ તો સુરત ના PCB માં ફરજ બજાવતા હેડ પોલીસ કોન્સ્ટેબલ કમ કેશિયર ચેતન વસંતરાય સિમ્પી અને…