કવિ: Halima shaikh

વડોદરા માં ધુળેટી પર્વની જોરદાર ઉજવણી ચાલુ છે ત્યારે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે સલામતી ના કારણોસર ધૂળેટી પર્વે નર્મદા અને મહીસાગર નદીમાં ન્હાવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. વડોદરા ના સાવલી પાસે લાંછનપુર ગામ નજીક મહીસાગર નદીમાં હાથીયો ધરો આવેલો છે, જયાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મહીસાગરની નદીની આ જગ્યા યુવાઓ માટે લવ પોઈન્ટ તરીકે ફેમસ છે. અહી નદીમાં પથ્થરોની વચ્ચેથી ખળખળ વહેતું નિર્મળ પાણી, નદીના હરિયાળા અને મનોહર કોતર વિસ્તારો એકાંતની પળો માણવા માટે મોટી સંખ્યા માં યુવાનો આવતા હોય છે. સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા આ જગ્યા પર ન્હાવા માટેનો પ્રતિબંધ અંગે સૂચના અને…

Read More

અગાઉ ના વરસો માં દેશી પદ્ધતિ થી લોકો આગાહી કરતા હતા અને ખાસ તો ગામડાઓ માં જયારે ગામના પાદર માં હોળી પ્રગટે ત્યારે પવન ની દિશા જોઈને નક્કી થતું કે આવનારું વર્ષ કેવું રહેશે ,આ માટે હોળી ઉપર એક ધજા રાખવામાં આવતી હતી અને તે હોળી પ્રગટે ત્યારે ધજા જે પવન ની દિશા તરફ જાય તે દિશા પરથી નક્કી થતું કે વર્ષ કેવું જશે. જોકે આ વાત સાચી પડતી અને તેજ વખતે ખેતી કેવી રહેશે તેનો પ્રાથમિક અંદાજ આવી જતો અને લોકો માનસિક રીતે તૈયાર રહેતા હતા

Read More

આપ જાણો જ છો કે ફાગણ પૂનમના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે,અને બીજા દિવસે મંગળવારે ધુળેટી રમવામાં આવે છે આ સિલસિલો વર્ષો થી ચાલ્યો આવે છે પરંતુ આ વર્ષે ગુરૂ અને શનિનો એક દુર્લભ સંયોગ બનવા જઇ રહ્યો છે અને ખાસ વાત તો એ છે કે આ સંયોગ 499 વર્ષ બાદ બની રહ્યો છે. હોળીના દિવસે આ બંને ગ્રહો પોત-પોતાની રાશિમાં રહેશે. ગુરૂ પોતાની ધન રાશિમાં અને શનિ પણ પોતાની જ રાશિ મકરમાં રહેશે. આ પહેલાં એટલે કે 499 વર્ષ અગાઉ આ બંને ગ્રહોનો આવો યોગ તા. 3 માર્ચ 1521ના રોજ બન્યો હતો, ત્યારે પણ આ બંને ગ્રહ પોત-પોતાની…

Read More

સુરતઃ જો તમે MBBS બનવા ના સપના જોતા હોય તો થોભી જજો કારણ કે આ ડીગ્રી માટે હજુ તમારે વધુ એક કસોટી માંથી પસાર થવું પડશે,  હાલ કેન્દ્ર સરકાર દ્વારા એમબીબીએસના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ પૂર્ણ થઈ ગયા બાદ એક્ઝિટ એકઝામ NEXT આપવાની રહેશે અને જો વિદ્યાર્થી આ પરીક્ષા પાસ ન કરે ત્યાં સુધી એમબીબીએસની ડિગ્રી પણ નહી મળે. સરકારના આ નિર્ણય સામે મેડિકલના વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે. જેને લઈને આગામી 12 માર્ચે દેશભરના વિદ્યાર્થીઓ દિલ્હી ખાતે વિરોધ નોંધાવે તેવી વકી છે. જેમાં સુરતના વિદ્યાર્થી લીડર અને આઈએમએના અધિકારીઓ પણ જોડાશે. આ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં એવી પણ ચર્ચા ચાલી…

Read More

સુરતઃ હાલ માં ચાલી રહેલા મંદી ના માહોલ સુરત માં મોંઘીદાટ કારો રમકડા ની જેમ અમીર વર્ગ ખરીદી રહ્યો છે તે જોતા આપણા દેશ માં ગરીબ દિવસે દિવસે વધુ ગરીબ અને અમીર દિવસે દિવસે વધુ અમીર બનતો જઈ રહ્યો છે લોકો રાજકારણ માં પૈસા બનાવવા માટે આવે છે અને કરોડો રૂપિયા બનાવી પોતાનું કરી નાખે છે ખાસ કરીને મધ્યમ વર્ગ ની સ્થિત કફોડી છે તેઓ આખું ઘર કમાય ત્યારે માંડ ઘર ચાલે તેવી સ્થિતિ છે તો બીજી તરફ પૈસાવાળા કરોડો ની કિંમત ની ગાડીઓ ખરીદી રહ્યા છે આજ ભેદ બતાવે છે કે દેશ ની સ્થિતી કેવી છે હાલ માં જ મર્સિડિઝ…

Read More

વડોદરાઃ રેલવે માં ઇ ટીકીટ કૌભાંડ ની લિંક મળતાજ હરકત માં આવેલા તંત્ર વાહકો એ ઠેરઠેર રેડ કરવાની કામગીરી શરૂ કરી છે જેનાથી લાગતા વળગતા દોડતા થઈ ગયા છે , અંકલેશ્વર અને બેંગલુરુમાંથી ઝડપાયેલા ઇ રેલવે ટિકિટ કૌભાંડના પગલે આરપીએફ દ્વારા આઈઆરસીટીસીના એજન્ટો અને ટિકીટ ટ્રાવેલ્સ ઓફિસ ખાતે દેશ વ્યાપી છાપા મારવામાં આવી રહ્યા છેઅને તેનો રેલો બરોડા પહોંચ્યો છે. વડોદરા રેલવે ડિવીઝનમાં પણ સાત સ્થળોએ દરોડા પાડી આઠેક ઈસમો ની ધરપકડ કરવા સાથે ટિકીટો સહિત લાખો રૂપિયાનો મુદામાલ કબજે કરાયો હોવાનું આરપીએફના સૂત્રોએ જણાવ્યું હતું . વડોદરા રેલવે સ્ટેશન , બાજવા, પ્રતાપનગર, આણંદ, અંકલેશ્વર સહિતના આરપીએફની વિવિધ ટીમોએ મંગળવારે…

Read More

વડોદરા માંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરવા ગયેલો આખેઆખો પરિવાર જ ગુમ થઈ જતા ભારે ચકચાર મચી ગઇ છે અને તેઓનો કોઈજ પત્તો નહિ લાગતા ગૂમસુદા પરીવાર ના કુટુંબીજનો ચિંતાતુર બન્યા છે. વિગતો મુજબ તા. 1લી માર્ચ રવિવારના દિવસે વડોદરાના નવાપુરામાં રહેતા કલ્પેશ ચંદુભાઈ પરમાર પોતાની પત્ની તૃપ્તિ પરમાર, માતા ઉષા ચંદુભાઈ પરમાર અને પોતાનો એક 9 વર્ષનો પુત્ર અને 7 વર્ષની પુત્રી સાથે પોતાની કાર GJ 06 KP 7204 માં કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરવા માટે ગયા બાદ તેઓ સાંજે વડોદરા જવા પરત નીકળ્યા હતા પરંતુ ઘણો સમય વીતી જવા છતાં તેઓ પોતાના ઘરે ન આવતા એમના અન્ય…

Read More

અમદાવાદ માં હાલ દારૂ ના બંધાણીઓ ભારે ટેંશન માં આવી ગયા છે અને તેનું કારણ છે દારૂબંધી નો કડક અમલ હાલ માં બુટલેગરો એ કામ ચલાઉ દારૂ વેચવાનું બંધ કર્યું હોવાનું સપાટી ઉપર આવ્યું છે. અને આ મુદ્દો વિધાનસભા માં પણ ગાજયો હતો, દારૂ-જુગારના મુદ્દે કોંગ્રેસે વિધાનસભા સત્રમાં ભાજપનો ઘેરાવો કરતાં ડીજીપીએ સમગ્ર રાજ્યમાં 17 માર્ચ સુધી દારૂ-જુગારની ડ્રાઇવ યોજવા પોલીસને કડક સૂચના આપી છે.  સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં હાલમાં ચોરીછૂપી થી દેશી – વિદેશી દારૂના નાના- મોટા લગભગ 1000 જેટલા અડ્ડા ચાલે છે. તેમજ જીમખાના સહિત નાના-મોટા 50 જુગારધામ ચાલે છે. જોકે દારૂ – જુગારના ધંધા બંધ કરાવી દીધા…

Read More

આજકાલ નાની ઉંમરે જ પ્રેમ ના રવાડે ચડી જતા બાળકો ક્યારેક વાલીઓ ને દોડતા કરી મૂકે છે આવોજ એક કિસ્સો વલસાડ માં બન્યો છે જ્યાં શહેરની એક પ્રતિષ્ઠિત શાળામાં ધો.11માં અભ્યાસ કરતો અને નજીક નાએક ગામમાં રહેતો વિદ્યાર્થી અને વિદ્યાર્થિની એક સાથે અભ્યાસ કરતા હોય બન્ને ના ફોટા વિધાર્થી એ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરતા વિદ્યાર્થિનીના પરિવારે શાળાએ આવીને વિદ્યાર્થીને અભ્યાસમાં ધ્યાન આપવા સમજાવ્યો હતો. જેથી વિદ્યાર્થી તે વિદ્યાર્થિનીને પ્રેમ કરતો હોવાનું જણાવ્યું હતું જોકે બીજી તરફ પ્રેમ સંબંધ રાખવા માટે વિદ્યાર્થિનીએ તેને ના પાડતા 17 ફેબ્રુઆરીએ મુંબઈ જઈને આત્મહત્યા કરવાની ધમકી આપતા પરિવારે સમજાવ્યો હતો. સોમવારે એકતરફી પ્રેમમાં પડેલા વિદ્યાર્થીએ…

Read More

રાજ્ય માં હાલ બોર્ડ ની પરીક્ષાઓ ને લઈ તંત્ર કામે લાગ્યું છે , ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શિક્ષણબોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આગામી પાંચ માર્ચથી શરૂ થવાની છે જેમા અમદાવાદ ની વાત કરીએ તો કુલ 1.96 લાખ સહિત કુલ 17.30 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેમા ધોરણ 10ના 10.83 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે અને ધોરણ 12ના સાયન્સ અને સામાન્ય પ્રવાહના 6.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે આ વર્ષ મોટી સંખ્યામાં એક્સટર્નલ વિદ્યાર્થીઓ પણ બોર્ડની પરીક્ષા આપશે. જેમા ધોરણ 10ના 12,707 અને ધોરણ 12ના 62548 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. એટલે કે ધોરણ 10-12ના કુલ 75,255 એક્સટર્નલ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. શિક્ષણ બોર્ડે…

Read More