ગાંધીનગર માં કોંગ્રેસ ના વિરજી ઠુમરે નિતીન ભાઈ પટેલ ને મુખ્યમંત્રી માટે પોતાના ધારાસભ્યો નું સમર્થન ની ઓફર કરતા રાજકીય માહોલ ગરમાયો છે ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે આરોગ્ય વિભાગની પૂરક માંગણી પરની ચર્ચા દરમિયાન કહ્યું કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઘણું સારું કામ કરે છે અને તેમને અમારો ટેકો છે, જો તેઓ 15 ધારાસભ્યો લઈને આવે તો મુખ્યમંત્રી બનાવવા અમારો ટેકો છે. જો કે વિરજી ઠુમ્મરની ટિપ્પણી પર ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વળતો જવાબ આપતા ટકોર કરી વિરજીભાઈ ગત વખતે તમારા 12 ધારાસભ્યો જતા રહ્યા હતાં. એટલે તે ચિંતા કર્યા વગર પહેલા તમારું ઘર સંભાળો. આ દરમિયાન…
કવિ: Halima shaikh
સૌરાષ્ટ્રમાં પણ દિનપ્રતિદિન બાળાત્કાર ના બનાવો વધી ગયા છે અને મોટાભાગના કિસ્સાઓ માં ગેંગરેપ નીજ ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે જણાઈ રહ્યુ છે કે ગુનેગારો ને કાયદા અને આપણા લોકતંત્ર નો સહેજ પણ ડર રહયો નથી ,જેતપુર તરફ રહેતી યુવતીને કેટરીંગ નું કામ આપવાના બહાને બોલાવી રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડીથી તેને એક ફ્લેટમાં લઇ જઇ ત્રણ નરાધમો એ યુવતી પર ગેંગરેપ કર્યો હોવાની ઘટના પ્રકાશ માં આવી છે. જેતપુર નજીક ના ગામમાં રહેતી અને કેટરીંગનું કામ કરતી 35 વર્ષની યુવતીએ ફરિયાદમાં આરોપી તરીકે નટુ નામના શખ્સ અને તેના બે મિત્રના નામ આપ્યા હતા. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે કેટરિંગનું…
સુરત ના ડુમસ રોડ પર એરપોર્ટની સામે પારસી માલિકી ના આશીર્વાદ ફાર્મ હાઉસમાં લીપ યરની પાર્ટીમાં દારૂની મહેફિલ માં પોલીસે રેડ કરી 52 ની ડુમસ પોલીસે ધરપકડ કરી હતી જોકે 39 નબીરાઓ લોકઅપમાં આવી શકે તેમ ન હોવાથી ડુમસ પોલીસ તમામને ઉમરા પોલીસના લોકઅપમાં પૂર્યા હતા રવિવારે 39 નબીરાઓને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતાં, જેમાં તમામને એક દિવસના રિમાન્ડ આપ્યા છે. પ્રોહિબિશનના ગુનામાં એક સાથે 39 નબીરાઓને રિમાન્ડ આપ્યા હોય તેવી આ કદાચ કહી શકાય કે આ પ્રથમ ઘટના છે. પોલીસ સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ ગગન ઢીંગરા નામના યુવકે 14 હજારમાં ફાર્મ હાઉસ ઓનલાઇન બુક કરાવ્યુ હતું. ફાર્મહાઉસમાં…
સુરત માં ખંડણી અને ગુનાખોરી ની દુનિયા માં પોતાની કારકિર્દી જમાવવા નીકળેલા વસીમ બિલ્લાની22મી જાન્યુઆરીએ ગોળીઓ મારી હત્યા કરવામાં આવ્યા બાદ આ પ્રકરણ માં પોલીસે તપાસ નું ફિન્ડલું વાળી ને અભરાઈ ઉપર મૂકી દીધું હોવાની શંકા અગાઉ મૃતક ના ભાઈ એ વ્યક્ત કરવા છતાં આ પ્રકરણમાં વગદાર ગણાતા લેસવાલા એન્ડ કંપની સામે ક્યાં પ્રકાર ના પગલાં કે તપાસ થઈ તેનું અપડેટ નહિ આવતા આ કેસ માં અનેક શંકાઓ ઉભી થવા પામી છે વ્હોરા સમાજ માં મોટું નામ ધરાવતા લેસવાલા પૈસે ટકે પણ મજબૂત હોવા ઉપરાંત સારી એવી વગ ધરાવતા હોવાનું જાણકારો જણાવી રહ્યા છે ખંડણીખોર વસીમ મર્ડર કેસ માં શંકાના…
અમદાવાદ: આજથી 40 વર્ષ અગાઉ નો સમય જુદો હતો કે જ્યારે માણસ વિશ્વાસ ઉપર ચાલતા હતા અને ખોટું કરતા શરમાતા હતા પરંતુ આજે જો કોઈની ઉપર આંધળો વિશ્વાસ કરવા જાવ તો છેતરાવા નો અને પસ્તાવા નો વારો આવી શકે છે આવાજ પ્રકારની ની બનેલી ઘટના માં 20 વર્ષ ની પારિવારિક સંબંધ ધરાવતા ઠગ દંપતીએ પોસ્ટ એજન્ટ તરીકે કામ કરતા હોવાનું જણાવી એક પરિવારના સભ્યો પાસેથી 9 વર્ષમાં રૂ. 51.85 લાખ નું કરી નાખ્યું હતું અને વિશ્વાસ ઉભો કરવા પૈસા જમા કરાવ્યા હોવાની 9 વર્ષની નકલી પાસબુકો પણ આપી હતી. વસ્ત્રાપુર માનસી ચાર રસ્તા પાસેના ગોયલ પ્લાઝા ફ્લેટમાં રહેતા 64 વર્ષીય કિશોરભાઈ…
ભગવાન શ્રી રામ ની પૌરાણિક નગરી અયોધ્યા માં રામમંદિર નું નિર્માણ કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે દરમ્યાન ખાસ પથ્થર ની સફાઈ માટેજ 1200 થી વધારે મહિલાઓ કામ માં જોતરાઈ છે જે પૈકી ગુજરાતમાંથી પણ મહિલાઓઅયોધ્યા જનાર છે 2 દિવસ પહેલા મંદિરનું અધૂરું કાર્ય પૂર્ણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. ટ્રસ્ટીઓના આદેશ મુજબ શહેરની 8થી વધુ મહિલાઓને મંદિરના સફાઈ માટે અયોધ્યા લઈ જવામાં આવશે. આ તમામ મહિલાઓ મંદિરની અંદર જૂના પથ્થરની સફાઈ કરશે. મંદિરમાં લાગેલા તમામ પથ્થર જૂના છે. આ તમામ મહિલાઓને દિવસના 400 રૂપિયા લેખે આપવામાં આવશે. અત્યાર સુધીમાં 40 % પથ્થરની સાફ -સફાઈ કરવામાં આવી ગઈ છે, પરંતુ બાકી…
અમદાવાદ: હાલ માં બેરોજગારી નો પ્રશ્ન વિકટ બન્યો છે એમાંય શિક્ષણ મોંઘું બનતા લોકો ની સ્થિતિ ખરાબ છે ત્યારે અમદાવાદ જિલ્લામાં એપ્રિલ 2020થી માર્ચ 2021 દરમિયાન બેરોજગાર યુવાનોને રોજગારી આપવા માટે કુલ 40 જેટલા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવનાર હોવાનું સૂત્રો એ જણાવ્યું છે. મદદનીશ નિયામક રોજગાર, અમદાવાદ દ્વારા આગામી એપ્રિલ મહિનાથી શરૂ થતાં વર્ષથી અમદાવાદ શહેર અને જિલ્લાના દરેક તાલુકામાં રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં કઠવાડા, વટવા, નરોડા, ઓઢવ, ચાંગોદર ઉપરાંત સાણંદ, વિરમગામ, જીઆઈડીસી, માંડલ, દેત્રોજ, બાવળા, ધંધુકા, ધોળકા, દસ્ક્રોઈ, સાણંદ, વિરમગામ તાલુકામાં રોજગાર ભરતી મેળો યોજાશે. અમદાવાદ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના વધુ ને વધુ…
નવસારી ના વેવાણ અને સુરત ના વેવાઈ ભાગી જવાની ઘટના એ જેતે વખતે ભારે ચકચાર જગાવી હતી અને ઉજજેન રોકાયા બાદ વેવાઈ અને વેવાણ પરત પણ આવી ગયા હતા બીજી તરફ તેમના સંતાનો ના સગપણ તૂટી ગયા હતા અને વેવાણ ને તેમના પતિ એ નહિ સ્વીકારતા તેઓ સુરત પોતાના પિતાના ઘરે જતા રહ્યા હતા બાદ માં 34 દિવસ બાદ ફરી એકવાર વેવાણ અને વેવાઈ ભાગી જતા ચકચાર મચી છે. ગત જાન્યુઆરી મહિનામાં ભાગેલા વેવાઈ વેવાણે એક નવી જ ચર્ચા જગાવી હતી. સંબંધોની આંટીઘૂંટીમાં ફસાયેલા પ્રેમી પંખીડા ભાગી ગયા બાદ ફરી 16 દિવસે પરત આવ્યાં હતાં. પરત આવેલા વેવાઈ વેવાણને સમાજ…
અબજોપતિ બની ગયેલી ટોપીઓ પોતાના કરોડો ના વ્યવહારો ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટ ની નજર માંથી બચવા જાતજાત ના અખતરા કરતા રહે છે પરંતુ ટેકનોલોજી એવી આવી ગઈ છે કે રોકાણકારો ગમે તેટલી ચાલાકી કરે તો પણ ઈન્કમ ટેક્સ ની નજર માંથી છટકી શકશે નહીં. આ પ્રકાર ના બિઝનેસમેન, વીવીઆઇપી અને નેતાઓના ગેરકાયદે રોકાણ અને બેનામી સંપત્તિ શોધી કાઢવા સબંધિત વિભાગ દ્વારા વોટ્સએપ ડેટાની ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે ,બિઝનેસમેન, નેતાઓ, વીવીઆઇપી અને સેલિબ્રિટી બેનામી રોકાણોની વોટ્સએપ કોલ અને વોટ્સએપ મેસેજ પર ચર્ચા કરતા હોય છે. આવા મેસેજિસ અને ચર્ચાને પકડી પાડવા માટે ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટે વોટ્સએપના ડેટા વેરિફાઇ કરવાનું શરૂ કર્યું છે.…
આજરોજ વલસાડ શહેર માં આવાબાઇ સ્કૂલ મેદાન ખાતે બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર તેમજ ઓબ્સ્ટેટ્રિક્સ અને ગાયનેક સોસાયટી વલસાડ ના સંયુક્ત ઉપક્રમે મેરથોન દોડ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટર ખરસાણા એ લીલી ઝંડી આપી મેરોથોન દોડ નું પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકા શાસક પક્ષના નેતા સોનલબેન સોલંકી સહીત તબીબ ક્ષેત્ર ના અગ્રણીઓ હાજર રહ્યા હતા મેરોથોન દોડ માં વલસાડની વિવિધ સંસ્થાઓ ના પ્રતિનિધિઓ સહિત આશરે ૧૫૦૦ થી વધુ દોડવીરો જોડાયા હતા જેમાં બાળકો થી લઈ દરેક ઉમર ના લોકો એ ઉત્સાહભેર ભાગ લીધો હતો.