કવિ: Halima shaikh

સુરતઃ આજકાલ સમય એટલો ખરાબ આવી ગયો છે કે સગા સબંધીઓ પર પણ ભરોસો મૂકી શકાય તેમ નથી આજે વિશ્વાસ નામની કોઈ ચીજ જોવા મળતી નથી અગાઉ ના જમાના માં કોઈ મહેમાન આવે તો મહિનાઓ સુધી રહેતા અને એકબીજા ના ઘરે બેન દીકરીઓ લગ્ન કે અન્ય પ્રસંગે મહિના અગાઉ કામ કરવા જતાં તેમજ સયુંકત કુટુંબમાં રહેતા છતાં કોઈ હલકું વિચારતા ન હતા પણ આજે તો કોઈ સબંધ જોતું નથી અને સીધાંજ બળાત્કાર કરવા માંડતા હોવાના કિસ્સા વધી ગયા છે આવાજ એક કિસ્સામાંવરાછા ખાતે મામા સસરાના દીકરાએ જ ચાર માસનો ગર્ભ ધરાવતી પરિણીતા પર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસની દલીલો કોર્ટમાં…

Read More

સરકાર ની 100 ટકા ગ્રાન્ટ મેળવનાર શ્રીજી કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા કેટલીક ગેરરીતિઓ મામલે વિવાદ માં આવ્યા બાદ તેની સામે ઉઠેલી ફરિયાદો અને તપાસ ની માંગ બાદ મામલો ચેરીટી કમિશ્નર સુધી પહોંચ્યો છે અને શ્રીજી કેળવણી મંડળ ના સને 2011 થી 2017 ના તમામ હિસાબો ના સ્પેશ્યલ ઓડિટ માટે નો ધમધમાટ શરૂ થયો છે અને આ માટે સ્પેશ્યલ ચાર્ટર એકાઉન્ટ ની પણ નિમણુંક કરી દેવામાં આવતા હવે ઓડિટ દરમ્યાન બહાર આવનારી તપાસ ઉપર સબંધીતો ની મીટ મંડાઈ છે. જોકે, શ્રીજી કેળવણી મંડળ ટ્રસ્ટ દ્વારા પોતાના વકીલ મારફતે આ સ્પેશ્યલ ઓડિટ સામે સ્ટે લાવવાની વળતી કાર્યવાહી પણ કરી હતી પરંતુ ચેરિટી…

Read More

ગાંધીનગર: પોલીસ ડિપાર્ટમેન્ટ માં અગાઉ ખુબજ ચર્ચા માં રહેલા અને એન્કાઉન્ટર કેસ માં ગાજેલા નિવૃત્ત આઈપીએસ ડી.જી. વણઝારાને ગુજરાત સરકારે પાછલી અસરથી IG પદે પ્રમોશન આપ્યું છે. મે 2014માં નિવૃત્ત થયેલા વણઝારાને સપ્ટેમ્બર 2007ની તારીખથી ભરતી પામેલા ગણાશે. નકલી એન્કાઉન્ટર કેસમાં જેલમાં ગયા હોવાથી રાજ્ય સરકારે વણઝારાને સસ્પેન્ડ કર્યા હતા. વણઝારાને આ પ્રમોશન સાથે પગાર વધારાનો પણ લાભ મળશે. આમ તેઓ ને ફરી એક વખત પોલીસ ખાતા માં ફરજ બજાવવા ની તક મળી છે.

Read More

અમદાવાદ: અમદાવાદ માં પોતાની ઉંમર ના બાળકો સાથે સંતાકૂકડી રમી રહેલી સાડા બાર વર્ષની નાની બાળકી ને જોઈ હવસ નો કીડો ઉપડતા એક મોટી ઉંમર ના પાડોશમાં રહેતા આધેડે બાળકી ને બાથ માં લઇ મોબાઈલ માં પોર્ન બતાવી કપડાં ઉતારી બળાત્કારા ગુજાર્યો હતો ખુબજ ઝનૂન માં આવી જઇ બાળકી ઉપર પાશવી બળાત્કાર ગુજારતા બાળકી લોહી લુહાણ થઈ જતા અને બીજી તરફ હવસ નો નશો પૂરો થતાં ગભરાઈ ગયેલો આધેડ ત્યાંથી ભાગી છૂટ્યો હતો વિગતો મુજબ આ કિશોરી દુષ્કર્મ ગુજારનારના દીકરા સાથે સંતાકૂકડી રમી રહી હતી. દરમિયાન આધેડે તેને ધાબા પર લઈ જઈ અશ્લીલ વીડિયો બતાવી તેની પર દુષ્કર્મ આચર્યું હતું.  આ…

Read More

વડોદરા પંથક માં રૂપિયા  21.80 લાખની ઠગાઇના પ્રકરણ માં છેલ્લા એક મહિનાથી ભાગતા ફરતા વારસિયા બગલામુખી મંદિરનો ગુરુ પ્રશાંત ઉપાધ્યાય રવિવારે મધરાતે અઢી વાગે વાપી અને ચીખલી વચ્ચે આવેલી હાઇવે હોટલ નજીક થી પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. બાતમીના આધારે તેનો પીછો કરીને પહોંચેલી વારસિયા પોલીસની ટીમે તેને ઝડપી લીધો હતો. ઠગાઇની અરજી પોલીસમાં ફરિયાદ નોંધાયાની ગંધ આવી જતાં એક મહિના પહેલાં પ્રશાંત ઉપાધ્યાય ફરાર થઇ ગયો હતો. તેને શોધવા પોલીસની ચાર ટીમો કામે લાગી હતી. વારસિયા પોલીસના પીઆઇ એસ.એસ.આનંદને રવિવારે સાંજે બાતમી મળી હતી કે પ્રશાંત બાય રોડ મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આવી રહ્યો છે, જેથી પોલીસે તેનો પીછો કર્યો…

Read More

આજના અમદાવાદ ના નમસ્તે ટ્રમ્પ ના ઐતિહાસિક કાર્યક્રમ દરમ્યાન ભારે ભીડ અને ગરમી ના કારણે કેટલાક લોકો બીમાર પડી ગયા હતા ,અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીનો વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં આજે ‘નમસ્તે ટ્રમ્પ’નો ભવ્ય કાર્યક્રમ દરમ્યાન બપોર ના 12 વાગ્યા સુધીમાં ખીચોખીચ ભરાયેલા સ્ટેડિયમમાં ગરમીના કારણે કેટલાક લોકો ડીહાઈડ્રેશનનો ભોગ બન્યા હતા અને તેઓ ને સારવાર આપાઇ હતી 108 એબ્યુલન્સ સેવાના અધિકારીએ જણાવ્યા મુજબ,ગરમીને કારણે 10 લોકો બેભાન થઈ ગયાહતા તો કેટલાક લોકોને ઉલટીઓ થઈ હતી. જેને કારણે તેઓને 108 મારફતે સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દરમ્યાન ન્યૂઝ નું કવરેજ કરવા આવેલા એક પત્રકાર…

Read More

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મેલેનિયા અને પુત્રી ઈવાન્કા હાલ ભારત ના બે દિવસીય પ્રવાસે છે ત્યારે ડ્રેસ ની વાત કરવામાં આવે તો આજે સોમવારે સવારે પ્રથમ દિવસે અમદાવાદમાં ટ્રમ્પ લેમન યલો રંગની ટાઈ અને બ્લેક શુટમાં જોવા મળ્યા હતા. જ્યારે મેલેનિયા સફેદ જમ્પ શુટ અને ગ્રીન બેલ્ટમાં અને પુત્રી ઈવાન્કા એક વર્ષ જુના લાલ રંગના ફુલો વાળા લાઈટ બ્લુ ડ્રેસમાં જોવા મળી હતી. ઈવાન્કાના આ ડ્રેસની કિંમત 1,71,331 રૂપિયા આંકવામાં આવે છે.અને આ ડ્રેસ પ્રોશાઁ શોલર બ્રાન્ડે ડિઝાઈન કર્યો છે અત્રે નોંધનીય બાબત તો એ છે કે ઈવાન્કા વર્ષ 2019માં ભારત આવ્યા ત્યારે પણ આજ ડ્રેસમાં જોવા મળ્યા હતા…

Read More

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના પત્ની એ અમદાવાદ ના ગાંધી આશ્રમ ની મુલાકાત લીધી હતી અને ગાંધીજી ના ફોટા ને પુષ્પાજલી અર્પિ હતી ત્યારબાદ પટાંગણમાં બંને રાષ્ટ્રના નેતાઓએ થોડી હળવી પળનો પણ આનંદ માણ્યો હતો. અદભૂત શાંતિનો અનુભવ કરાતા આશ્રમમાં બંને રાષ્ટ્રના નેતાઓએ થોડી વાર બેસી નિરાંતની પળ માણી હતી. તો ગાંધી આશ્રમમાં ડોનાલ્ડ ટ્રમ્પ મેલેનિયાએ રેંટિયો કાંતવાનો પણ પ્રયાસ કર્યો હતો. મહાસત્તાના પ્રમુખ અને તેમના પત્ની નીચે ગાદી પર બેસીને રેંટિયો કાંતવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રસંગે પણ મોદીએ હળવા અંદાજમાં રહી રેંટિયો કાંતવામાં મદદ કરી હતી ત્યારબાદ ગાંધીજી ના ત્રણ વાંદરા અંગે માહિતી મેળવી હતી

Read More

અમદાવાદ: આખરે અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદ એરપોર્ટ પર ભારત ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગળે મળી અને પ્રોટોકોલ તોડીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને રેડ કાર્પેટ સાથે ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું આ તકે ગુજરાત ના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ સહિત ના ટોચના અગ્રણીઓ હાજર રહ્યા હતા. દરમ્યાન ટ્ર્મ્પ પરિવાર નું વિમાન અમદાવાદ લેન્ડ થતા જ ગુજરાત સહિત ભારતભરના 1000થી વધુ કલાકારો શંખનાદ, બેડા નૃત્ય, જાનવિયા ઢોલ, બેડા નૃત્ય, ઢોલ-ભૂંગળી શરણાઇથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ટ્રમ્પ અને મેલેનિયાનો રોડ શો દરમ્યાન એરપોર્ટથી આશ્રમ સુધીના રસ્તાઓ પર પણ ઠેર-ઠેર રોડ પર ભારતીય સંસ્કૃતિ ને અનુરૂપ વિભિન્ન…

Read More

આખરે અમદાવાદ એરપોર્ટ પર ટ્રમ્પ પરિવાર 11:40 કલાકે લેન્ડ કરશે , પીએમ મોદી દિલ્હી થી અમદાવાદ આવવા નીકળી ગયા છે અને તેઓ 10:30 કલાકે અમદાવાદ પહોંચી જશે, દરમ્યાન સૂત્રો ના જણાવ્યા પ્રમાણે મોદીજી તમામ પ્રોટોકોલ તોડીને ટ્રમ્પ નું સ્વાગત કરવા એરપોર્ટ પર હાજર રહેશે જ્યાં ગાર્ડ ઓફ ઓનર અપાશે. બીજી તરફ દેશભર માંથી આમંત્રિત મહેમાનો આવવાની શરૂઆત થઈ ગઈ છે અને બે કલાક પહેલાં જ બેઠક સાંભળી લીધી છે હાલ માં અમદાવાદ ઉત્સવમય બન્યું છે.

Read More