Congress: હવે કોંગ્રેસ રાજ્યોમાં હારના કારણો શોધી કાઢશે જ્યાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. તાજેતરની લોકસભા ચૂંટણીમાં કેટલાક રાજ્યોમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન પાછળના કારણોની સમીક્ષા કરવા કોંગ્રેસે બુધવારે છ સમિતિઓની રચના કરી હતી. એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ સમિતિઓની રચના કરી છે. મધ્યપ્રદેશ: પાર્ટીએ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણ, પૂર્વ સાંસદ સપ્તગીરી ઉલકા અને ગુજરાત વિધાનસભાના ભૂતપૂર્વ સભ્ય જિજ્ઞેશ મેવાણીને મધ્ય પ્રદેશ સમિતિમાં સામેલ કર્યા છે. તાજેતરમાં પૂર્ણ થયેલી સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ મધ્યપ્રદેશમાં એક પણ બેઠક જીતી શકી…
કવિ: Shakil Saiyed - Political Editor
Congress: લોકસભા ચૂંટણીમાં સંતોષકારક પ્રદર્શન બાદ કોંગ્રેસ હવે સંગઠન અને જે રાજ્યોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે તે માટે રણનીતિ બનાવવાનું કામ શરૂ કરશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી 24 જૂનથી આ મુદ્દે વ્યૂહાત્મક બેઠકો શરૂ કરશે. પાર્ટી આ રણનીતિની શરૂઆત ઝારખંડથી કરશે. મહારાષ્ટ્ર માટે પાર્ટીની વ્યૂહાત્મક બેઠક 25 જૂને અને હરિયાણાના નેતાઓ 26 જૂને મળશે. જમ્મુ-કાશ્મીર માટે રણનીતિની બેઠક 27 જૂને યોજાશે. મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. કેસી વેણુગોપાલે પાર્ટીની યોજના જણાવી કોંગ્રેસ મહાસચિવ (સંગઠન) કે. સી. વેણુગોપાલે એક પોસ્ટમાં જણાવ્યું હતું અમારા પ્રયાસોને વેગ આપવા માટે, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે…
Congress: 2024ની લોકસભા ચૂંટણીનો જનાદેશ શું મેસેજ આપે છે? કોંગ્રેસનું કહેવું છે કે ભાજપે આ જનાદેશ પર ધ્યાન આપવું જોઈએ. તેમના સૂચનમાં યોગ્યતા છે. જો કે, કોંગ્રેસ ખુદ જનાદેશનું ખોટું અર્થઘટન કરે તેવો ભય પણ છે. હરિયાણાથી લઈને યુપી અને મહારાષ્ટ્ર સુધી, કોંગ્રેસની બેઠકોમાં વધારો થવાનું મુખ્ય કારણ ભાજપ વિરુદ્ધ સત્તા વિરોધી મોજાનું વિસ્તાર થવું હતું. તેમાં કોઈ શંકા નથી કે ન તો કોંગ્રેસનો ટેકો વધ્યો છે કે ન તો ગાંધી પરિવારે કોઈ કરિશ્મા કર્યો છે. તેથી, જો કોંગ્રેસની નેતાગીરી, પરિણામોના ભ્રમમાં, ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન કરવાનું ચાલુ રાખે છે, તો સુધારેલ પ્રદર્શન ફરીથી ખરાબ થઈ શકે છે. આ વખતે, બેઠકો…
BJP : ભારતીય જનતા પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક કરશે, કારણ કે વર્તમાન પ્રમુખ જેપી નડ્ડા મોદી 3.0 કેબિનેટમાં જોડાયા છે. નડ્ડાને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તેમજ રસાયણ અને ખાતર મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 2019 માં, નડ્ડા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બન્યા અને ત્યારબાદ જાન્યુઆરી 2020 માં પૂર્ણ-સમય પ્રમુખ તરીકે બઢતી આપવામાં આવી. હવે તેઓ કેબિનેટમાં સામેલ થયા છે ત્યારે ભાજપના પ્રમુખ તરીકે નિમણૂક કરવા માટેના અનેક સંભવિત નામો સામે આવી રહ્યા છે. પાર્ટી પોતાની પ્રથમ મહિલા અધ્યક્ષની નિમણૂક પર પણ વિચાર કરી શકે છે. મહિલા મતદારો વધુને વધુ જાતિ અને ધાર્મિક સીમાઓને પડકારી રહ્યાં છે, ત્યારે ભાજપ…
Congress:અંતે અટકળોનો અંત આવ્યો અને રાહુલ ગાંધીએ રાયબરેલીની બેઠક જાળવી રાખી અને વાયનાડને અલવિદા કરી દીધી, જો કે, પ્રિયંકા ગાંધી વાડ્રાએ ‘વાયનાડના મતદારોને રાહુલ ગાંધીની ખોટ સાલવા નહીં દઉ’ તેવું કહીને ઉત્તર-દક્ષિણ ભારતમાં કોંગ્રેસની મજબૂતીની બુનિયાદ રચી દીધી છે. ઘણાં સમયથી બે પ્રકારની અટકળો ચાલતી હતી. દક્ષિણ ભારતના ઘણાં કોંગી નેતાઓ રાહુલ ગાંધી વાયનાડની બેઠક જાળવી રાખે, તેવું ઈચ્છતા હતાં, તો સોનિયા ગાંધીના વારસા સમી રાયબરેલીની બેઠક જાળવી રાખવાનો મહત્તમ કોંગીજનોનો અભિપ્રાય હતો. બીજી તરફ પ્રિયંકા ગાંધી વડ્રાએ ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસના મહાસચિવ તરીકે ઘણું ખેડાણ કર્યું છે અને તેઓ યુપીમાં વધુ રહેતા હોવાથી પ્રિયંકા ટાંધી વાડ્રા રાયબરેલીથી ચેટાચૂંટણી યોજાય, તો સરળતાથી…
RSS:આરએસએસ(રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ના વડા મોહન ભાગવતે ભાજપને આડે હાથે લઈને આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. લોકસભા ચૂંટણી વખતે બહુ બધું બનેલું પણ આરએસએસના વડા મોહન ભાગવત સહિતના RSSના નેતા ચૂપ બેસી રહ્યા હતા. હવે ચૂંટણીનાં પછી RSSના નેતાઓને અચાનક ડહાપણની દાઢ ફૂટી છે. એક તરફ RSSના વડા મોહન ભાગવતે ભાજપની હાર મુદ્દે બહુ બધું જ્ઞાન પિરસી દીધું છે ત્યારે બીજી તરફ RSSનાં બે વાજિંત્ર પાંચજન્ય અને ધ ઓર્ગેનાઈઝરમાં પણ ભાજપના માથે માછલાં ધોવાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. RSSએ ભાજપના જૂના કાર્યકરોની અવગણના કરવાથી માંડીને બિનજરૂરી કાવાદાવા સહિતનાં કારણો ભાજપ હાર માટે જવાબદાર હોવાનું કહ્યું છે. બીજી તરફ મોહન ભાગવતે…
EVM: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર ઈવીએમને લઈને સવાલો ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ રવિવારે (16 જૂન, 2024) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) પર એક પોસ્ટમાં ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. પોતાની પોસ્ટમાં તેણે શિવસેના શિંદે જૂથના ઉમેદવાર રવિન્દ્ર વાયકર સાથે સંબંધિત એક સમાચાર પણ શેર કર્યા છે. શિંદે પર ઈવીએમ સાથે છેડછાડ કરીને જીતવાનો આરોપ છે. વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ એલોન મસ્કની ભૂતપૂર્વ પોસ્ટને ફરીથી પોસ્ટ કરતા, રાહુલ ગાંધીએ એક અખબારને ટાંકીને કહ્યું, “ભારતમાં, EVM એક ‘બ્લેક બોક્સ’ છે, કોઈને તેની તપાસ કરવાની મંજૂરી નથી. અમારી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં…
Politics: લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 400 પારના નારા-સંકલ્પ સામે 300 પારની પણ સ્થિતિ રહી નહીં અને 240 બેઠકો મળી. સ્પષ્ટ બહુમતિના 272 ના મેજિક આંકમાં પણ 32 ની સંખ્યા ઘટી, જો કે પ્રિ-ઈલેક્શન અર્થાત્ ચૂંટણી પૂર્વેના ઈલેક્શન કમિશન સમક્ષ સતાવાર રીતે જાહેર કરાયેલા ગઠબંધનના સાથી પક્ષોના કારણે એનડીએને 293 બેઠકો મળી અને કેન્દ્રમાં એનડીએની સરકાર રચાઈ. વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત આરૂઢ થયા. આમ જુઓ તો નરેન્દ્રભાઈની સતત ત્રીજી ટર્મ ભલે ગણાતી હોય, પણ એનડીએની પણ આ સતત ત્રીજી ટર્મ જ છે. અગાઉના બે કાર્યકાળમાં ભાજપને સ્પષ્ટ બહુમતિ કરતા વધુ બેઠકો મળી હતી, જ્યારે આ વખતે પરિસ્થિતિ અલગ…
Rajkot Fire: રાજકોટ ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડને લઈ કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરની કચેરી બહાર હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. ચક્કાજામ સાથે રામધૂન કરવામાં આવી હતી. અગ્નિકાંડમાં મોતને ભેટેલા હતભાગીઓ માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી. કોંગ્રેસના આક્રમક વિરોધ પ્રદર્શનને લઈ ભારે અફરાતફરી મચી જવા પામી હતી. રાજકોટ અગ્નિકાંડની ઘટના બની ત્યારથી જવાબદારો સામે કડક રાહે પગલા અને ભોગ બનનારના પરિવારજનોને મોટું વળતર અને ન્યાયની શાંતિપુર્ણ માંગણી કરતી આવેલી કોંગ્રેસના આંદોલનનો અલગ વળાંક આપ્યો છે. પત્રિકા વિતરણ, ઉપવાસ આંદોલન, ધરણા અને પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો. પોલીસ કમિશનર કચેરીમાં રામધૂન બોલાવાઇ હતી. સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા સીટની તપાસ સામે વધુ…
BJP president: જેપી નડ્ડા મોદી સરકારમાં આરોગ્ય મંત્રી બન્યા બાદ હવે ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ હશે તે મોટો પ્રશ્ન છે. સૂત્રોનું કહેવું છે કે પાર્ટી જે રીતે 2014થી નવી પેઢીને પ્રોત્સાહન આપી રહી છે, તે જોતાં ફરી એકવાર 60 વર્ષથી ઓછી ઉંમરના નેતાને પાર્ટીનું ટોચનું પદ મળવાની શક્યતાઓ વધુ છે. એ નિશ્ચિત છે કે જે પણ પ્રમુખ બનશે તે સંઘની પૃષ્ઠભૂમિમાંથી હશે. અમિત શાહને 2014માં 50 વર્ષની વયે રાષ્ટ્રીય અધ્યક્ષ અને જેપી નડ્ડાને 59 વર્ષની વયે 2020માં રાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી મળી હતી. જો કે મોદી યુગમાં ભાજપમાં કોણ શું બનશે તેનું અનુમાન લગાવવું મુશ્કેલ છે, પરંતુ કેટલાક સમીકરણોના આધારે…