Politics: સામાન્ય ચૂંટણી 2024 ના પરિણામો જાહેર થયા પછી તરત જ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલયમાં પક્ષના અધિકારીઓની બેઠક યોજી હતી. મોદીએ તેમને 400 બેઠકોનો લક્ષ્યાંક પૂરો ન કરી શકવાની નિરાશામાંથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ભાજપ લોકસભામાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે અને તેના સહયોગી NDA પાસે પણ સ્પષ્ટ બહુમતી છે, તેથી તેની નિરાશા આશ્ચર્યજનક છે. ખરેખર, આ નિરાશાની લાગણી પાછળ ત્રણ કારણો ગણી શકાય. સૌ પ્રથમ, પાર્ટીનું ચૂંટણી સૂત્ર હતું – “અબકી બાર-400 પાર.” પાર્ટી 240 બેઠકો સાથે પોતાના દમ પર સરકાર બનાવવા માટે જરૂરી બહુમતી લક્ષ્યથી 32 બેઠકો ઓછી છે, જ્યારે ભાજપની…
કવિ: Shakil Saiyed - Political Editor
Rajkot: છેલ્લા ઘણા સમયથી શહેરમાં અને ગુજરાત ભરમાં અગ્નિકાંડ મુદ્દે રાજકારણ ગરમાઇ રહ્યું છે. તો બીજી તરફ હાલ વલસાડ અને જે તે વખતે સુરતના કલેક્ટર તરીકે કાર્યરત રહેલા આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સોશિય.મીડિયા અને લોકોમાં જે પ્રશ્ન સૌથી મોટો ચર્ચાસ્પદ બન્યો છે તેમાં એવો પ્રશ્ન પૂછાઈ રહ્યો છે કે શું બન્ને પ્રકરણોમાં માત્ર અધિકારીઓ જ જવાબદાર છે? રાજકોટ ભાજપના પદાધિકારીઓ અને શહેર સંગઠનના હોદ્દેદારો ધારાસભ્યો સાથે મુખ્યમંત્રીને મળવા ગયા છે ત્યારે જાહેરમાં એમ કહેવાય છે કે જે સંસ્થાઓને સીલ માર્યા છે તે ઉતાવળે માર્યા છે તેમને પણ થોડો સમયગાળો આપવો જોઈએ તેની યોગ્ય રજૂઆત કરવા માટે મુખ્યમંત્રીશ્રીનો સમય…
Politics: “જો રામ કો લાયે હૈં, હમ ઉનકો લાયેંગે”અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પછી આ સૂત્ર આખી ચૂંટણી દરમિયાન અયોધ્યાની ગલીઓમાં ગુંજતું રહ્યું. અયોધ્યામાં ભાજપ ક્યારેય હારશે એવું કોઈએ સપનામાં પણ નહોતું વિચાર્યું, પરંતુ જ્યારે અયોધ્યામાં રામ મંદિર બન્યું ત્યારે પૂજા કરતાં પ્રવાસન વધુ જોવા મળ્યું અને ભક્તો કરતાં ગુજરાતના બિલ્ડરો વધુ જોવા મળ્યા. જેના કારણે નાના-મોટા મકાનો, દુકાનો, ધર્મસ્થાનો, ભૂતકાળની યાદો સમાયેલી અને સાંસ્કૃતિક મૂળને જીવંત રાખતી દરેક વસ્તુનો નાશ થયો. ઉપરાંત, ગુજરાતના મોટા ઉદ્યોગપતિઓ કે જેમની પાસે મંદિર માટે વ્યવસાયનું મોડેલ હતું તેઓ જમીન ખરીદી અને પ્રવાસન દ્વારા પૈસા કમાવવા આ શહેરમાં આવ્યા હતા. લોકોની ઈચ્છાઓ અને ભક્તિની…
Gujarat: ગુજરાતમાં ચાર-પાંચ ટર્મથી ચૂંટણી જીતનારાં સાંસદોને આ વખતે ય મંત્રીપદ મળી શક્યું નહીં. જ્યારે પહેલીવાર જ સાંસદ બનનારા નિમુબેન બાંભણિયાની લોટરી લાગી હતી. સિનિયર સાંસદોએ મંત્રીપદના ફોનની કાગડોળે રાહ જોઇ હતી પણ મેળ પડ્યો ન હતો. મોદી સરકાર 3.0માં ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ ઘટ્યુ છે. ગત વખતની સરખામણીમાં ગુજરાતી સાંસદો ઘટ્યા છે. ગત વખતે મહિલા સાંસદ દર્શના જરદોશને મંત્રીપદ મળ્યુ હતું જયારે આ વખતે ભાવનગરથી પહેલીવાર સાંસદ બનેલા નિમુબેન બાંભણિયાને મંત્રીપદે તક અપાઇ છે. આ વખતે પૂનમ માડમને મંત્રી મેળ પડ્યો નહી. આખરે નિરાશા જ બનાવાશે તેવી સંભાવના હતી પણ તે સાંપડી હતી. બલ્કે બીજી તરફ, વાત અફવા ઠરી હતી. સાથે…
Gujarat: એનડીએ ગઠબંધનના પ્રધાનમંડળમાં સી.આર.પાટીલને કેન્દ્રીય મંત્રી તરીકે સ્થાન અપાયુ છે ત્યારે હવે ગમે તે સમયે ગુજરાત ભાજપના સંગઠનમાં ધરખમ ફેરફાર આવે તેવી શક્યતા જોવાઇ રહી છે. પાટીલની દિલ્હી વિદાય બાદ હવે ગુજરાત ભાજપનું સુકાન કોના હાથમાં સોપવામાં આવે તેવી રાજકીય અટકળો શરૂ થઇ છે. લોકસભાની ચૂંટણીમાં આ વખતે ગુજરાતમાં ભાજપ ધાર્યુ પરિણામ મેળવી શકી નથી. આંતરિક જૂથવાદને કારણે જ મોટાભાગના જિલ્લાઓમાં પાંચ લાખની લીડનો લક્ષ્યાંક પૂર્ણ થઇ શક્યો નથી. એટલુ જ નહીં, કોંગ્રેસનો જનાધાર વધ્યો છે. કોંગ્રેસનો વોટશેર વધ્યો છે જે ભાજપ માટે ચિંતાનો વિષય છે. એક તરફ લોકસભાની ચૂંટણીમાં 26 પૈકી 26 બેઠકો જીતીને હેટ્રિક કરવાનું સપનુ ભાજપનું…
Modi 3.0: નરેન્દ્ર મોદીની કેબિનેટે રવિવારે સાંજે શપથ લીધા. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં 30 કેબિનેટ મંત્રીઓ, સ્વતંત્ર પ્રભાર ધરાવતા 5 રાજ્ય મંત્રીઓ અને 36 રાજ્ય મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. નરેન્દ્ર મોદી કેબિનેટની પ્રથમ બેઠક યોજાઈ રહી છે આજે સાંજે યોજાશે. આમાં ઘણા નિર્ણયો લેવામાં આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચાલો જોઈએ કે નરેન્દ્ર મોદીની કેબિનેટમાંથી શું સંદેશો આવે છે. નવા ચહેરાઓને સ્થાન મળ્યું પહેલીવાર નરેન્દ્ર મોદી ગઠબંધન સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે જેમાં ભાજપ પાસે બહુમતી નથી. તેની અસર કેબિનેટમાં પણ જોવા મળી રહી છે. ભાજપે સાથી પક્ષમાંથી પાંચ લોકોને કેબિનેટ મંત્રી બનાવ્યા છે,…
Gujarat: મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં મંત્રીમંડળની શપથવિધિ બાદ હવે ભાજપમાં નવા રાષ્ટ્રીય પ્રમુખ અને ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ અંગેની અટકળો શરુ થઈ ગઈ છે. ભાજપમાં એક નેતા એક પોસ્ટનો સૈદ્વાંતિક નિયમ બનાવવામાં આવ્યો છે અને હવે ભાજપના વર્તમાન પ્રમુખ નડ્ડા અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ મંત્રી બનતા નવા પ્રમુખની કવાયત હાથ ધરવામાં આવે તેવી માહિતી મળી રહી છે. 2024ની ચૂંટણીમાં ભાજપ માંડ માંડ 240 સીટ સુધી પહોંચ્યું છે. તેવામાં નવા પ્રમુખ માટે સંગઠનની દ્રષ્ટિએ નવા પડકારો રહેશે. જેપી નડ્ડાના અનુગામી તરીકે ત્રણેચ નામો ચર્ચામાં આવ્યા છે. જેમાં વિનોદ તાવડે અને સુનિલ બંસલ રેસમાં સૌથી આગળ હોવાનું માનવામાં આવે છે. ભાજપના…
Politics: બનાસકાંઠા બેઠક જીતી ગેનીબેન ઠાકોરે ભાજપનું સતત ત્રીજીવાર કવીનસ્વિપનું સપનું રોળી નાખ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસને 10 વર્ષ બાદ માત્ર એક બેઠક મળી એ બનાસકાંઠા બેઠક છે. અહીં જીત મેળવ્યાના એક દિવસ બાદ જ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસના સંગઠનને લઈ સૂચક ટકોર કરતાં કહ્યું હતું કે ઉમેદવાર ચુંટણી લડતો હોય, તો એના પોતાના દમ પર લડવી પડે. પોતાના સમાજની તાકાત પર લડવી પડે, જો કે એના બદલે પાર્ટી ચુંટણી લડતી થશે એ દિવસે કોંગ્રેસ મજબૂતાઈથી ચુંટણી મેદાનમાં થઈ જન આશીર્વાદ મેળવશે. બનાસકાંઠા બેઠક પર જીત મળ્યાના ગણતરીના કલાકોમાં જ ગેનીબેન દ્વારા કોંગ્રેસ પાર્ટીને ટકોર કરવામાં આવી હતી. પાર્ટીના સંગઠન અંગે વાત…
Maharashtra: લોકસભા ચૂંટણીના પરિણામો બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં અટકળોનો દોર શરૂ થઈ ગયો છે. શિંદે અને અજીત જૂથને લોકસભા ચૂંટણીમાં મોટી હારનો સામનો કરવો પડ્યો છે. શિંદે જૂથ વર્તમાન સાંસદોની બેઠકો પણ જાળવી શક્યું નથી. લોકસભા ચૂંટણીમાં વર્તમાન સાંસદોમાંથી માત્ર સાત સાંસદો જ ચૂંટાયા છે. આવી સ્થિતિમાં વિધાનસભા ચૂંટણી પહેલા શિંદે જૂથની છાવણીમાં નાસભાગ મચી જવાની શક્યતાઓ છે. સૂત્રોનું કહેવું છે કે શિંદે જૂથના છ ધારાસભ્યોએ ઉદ્ધવ ઠાકરેનો સંપર્ક કર્યો છે. આ તમામ છ ધારાસભ્યોએ ઠાકરે જૂથમાં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે. શિવસેના શિંદે જૂથના ૬ ધારાસભ્યો શિવસેના ઠાકરેના સંપર્કમાં છે. કહેવામાં આવી રહ્યું છે કે ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં તમામ છ…
Modi government 3.0: આવતીકાલે નરેન્દ્ર મોદી ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લઈ રહ્યા છે. એવું મનાય છે કે આવતીકાલે કેટલાક મંત્રીઓ સાથે તેઓ શપથ લેશે. આ વખતે દેશભરમાં ભાજપની બેઠકો ઘટી છે, તેથી સાથી પક્ષો પણ જોડાયા છે. એનડીએ તકનો લાભ ઉઠાવીને દબાણની રાજનીતિ કરી રહ્યું છે અને અપેક્ષા મુજબના મંત્રાલય મેળવવા માટે તલપાપડ છે, જેની સીધી અસર મોદી કેબિનેટમાં ગુજરાતમાંથી આવેલા મંત્રીઓની સંખ્યા પર પડી શકે છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાંથી ભાજપે 25 બેઠકો જીતી છે. મોદીના બીજા કાર્યકાળમાં ગુજરાતમાંથી કુલ 7 મંત્રીઓ હતા. આ સંખ્યા 4 થી ઘટાડીને 5 કરી શકાય છે. એટલું જ નહીં, સંગઠન ક્ષેત્રે અમિત…