ચાલી રહેલી અટકળો પર ધારાસભ્ય શૈલેષ પરમારે શું કહ્યું? પાછલી ત્રણ વિધાનસભાની ચૂંટણીઓથી અમદાવાદની દાણી લીમડા વિધાનસભા કોંગ્રેસનો ગઢ બની ગઈ છે. 2012, 2017 અને 2022માં કોંગ્રેસે આ સીટને જાળવી રાખવામાં સફળતા મેળવી છે. પરંતુ વખતો વખત દાણીલીમડાના ધારાસભ્યને અનેક પ્રકારની અટકળો ચાલતી રહે છે અને મીડિયામાં તરેહ તરેહની વાતો પબ્લીશ થતી રહે છે. 2022ની વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ માટે સૂપડાસાફ કરનારી બની હતી.એવું મનાતું હતું કે દાણીલીમડામાં ચતુષ્કોણીય જંગમાં શૈલેષ પરમાર માટે મોટી મુશ્કેલીઓ સર્જાશે પરંતુ તમામ અટકળો અને ગણતરીઓને ખોટી પાડી શૈલેષ પરમારે દાણીલીમડા સીટ પર વિજયની હેટ્રીક નોંધાવી. 2022માં શૈલેષ પરમારની સામે ભાજપ ઉપરાંત આમ આદમી પાર્ટી અને…
કવિ: Shakil Saiyed - Political Editor
બરાબર એક વર્ષ પહેલાં તા.૨૫મી જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ હું બ્રેકફાસ્ટ ટેબલ ઉપર હતો ત્યારે સમાચાર આવ્યા કે ન્યૂયોર્કમાં એક શોર્ટ સેલરે અદાણી જૂથ સામેના આક્ષેપોનું એક સંકલન ઓનલાઈન મૂક્યું છે. આ એ જ મૃતપાય આક્ષેપો હતા કે જે મારા વિરોધીઓ તેમના સાથીદારો મારફત તેને ’સંશોધન અહેવાલ’ તરીકે નિષ્ઠાવાન સ્વ-શૈલીમાં કોરડા મારીને માધ્યમોમાં સજીવન કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બધું મળીને તે જાહેર કરેલી અને સાર્વજનિક ઉપલબ્ધ માહિતીમાંથી મેળવેલ પસંદગીના અર્ધ-સત્યોનો એક ચાલાકીપૂર્વક રચવામાં આવેલ સમૂહ હતો. અમારી સામે જુઠ્ઠાણા અને પાયાવિહોણા આક્ષેપો એ કોઈ નવી વાત નથી. તેથી વ્યાપક પ્રતિસાદ જારી કર્યા બાદ મેં તેના વિશે વધુ વિચાર્યું નહીં.…
મુસ્લિમોના એક મોટા વર્ગને લાગે છે કે તેઓ પાછળ રહી ગયા છે: ભારતનાં મુસ્લિમો બિનસાંપ્રદાયિક રાષ્ટ્રમાં માને છે: મુસ્લિમો ધર્મ આધારિત રાજનીતિ કરી શકતા નથી અને આ તેમના માટે નેતાની અછતનું મુખ્ય કારણ હોઈ શકે છે પ્રશાંત કિશોર એક રાજકીય વ્યૂહરચનાકાર મનાય છે. તેઓ રાજકીય પક્ષોને ભારતમાં ચૂંટણીમાં જીતવા માટે રોડમેપ બનાવી આપે છે, તેમણે એક બેઠકમાં ભારતીય મુસ્લિમોમાં નેતૃત્વના અભાવ પર પ્રકાશ પાડ્યો અને કહ્યું કે ભારતમાં 18 ટકા મુ્સ્લિમો છે પરંતુ તેમનો દેશમાં કોઈ નેતા નથી. આ સંદર્ભમાં, જન સ્વરાજના વડા પ્રશાંત કિશોરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થઈ રહ્યો છે અને મુસ્લિમોમાં વ્હોટ્સએપ પર શેર કરવામાં…
Gujarat: ભાજપ મુસ્લિમોને ચૂંટણીમાં ટિકિટ આપતી નથી, છતાં ગુજરાતમાં ભાજપના મુસ્લિમ વોટ શેરીંગમાં વધારો: મુસ્લિમો ભાજપમાં નથી જતા તો ભાજપને મુસ્લિમોનાં વોટની કોઈ ચિંતા નથી ગુજરાત કોંગ્રેસ ફરી ઉથલપાથલના સંકેતો મળી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો અને ધારાસભ્યો એક પછી એક ભાજપમાં જોડાઈ રહ્યા છે. હજી પણ કોંગ્રેસમાંથી કેટલીક વિકેટો પડશે એમ મનાય છે. આવી સ્થિતિમાં ભાજપને લઈ મુસ્લિમ એક્સપર્ટ અને ભાજપ કોંગ્રેસના નેતાઓ શું કહે છે તે અંગેનો ચિતાર અત્રે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. “સત્ય ડે” દ્વારા આ પહેલ કરવામાં આવી છે અને એક્સપર્ટ તથા ભાજપ-કોંગ્રેસના નેતાઓ સાથે વાત કરવામાં આવી. પોલિટિક્લ એક્સપર્ટ અને અમદાવાદ સ્થિત જાણીતા વરિષ્ઠ…
સોફ્ટ હિન્દુત્વનો કાર્ડ અર્જુન મોઢવાડિયા શરુથી જ રમતા આવ્યા છે અને રામ મંદિર મુદ્દે તેઓ કોંગ્રેસથી ભિન્ન મત ધરાવે છે: નરસિંહરાવને શ્રદ્વાંજલિ આપી મોઢવાડિયા પોતાની મનેચ્છા સતત જાહેર કરતા રહ્યા છે ગાંધીનગરમાં કોંગ્રેસે મોટો લટકો ફટકો પડ્યો છે. સીજે ચાવડાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. હવે ભાજપમાં જવાની તારીખ જ જાહેર કરવાની બાકી છે. ગાંધીનગરમાં કોંગ્રેસ માટે એકલપંડે લડતા ચતુર ચાવડા ઉર્ફે સીજે ચાવડાનું રાજીનામું ગમે તે કારણોસર આપવામાં આવ્યું હોય પણ ગુજરાતમાંથી કોંગ્રેસ નામના જહાજને સંપૂર્ણપણે ડૂબાડી દેવાનો તખ્તો તૈયાર કરી દેવામાં આવ્યો છે. લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના મોટા માથાઓની વિકેટ પડવાની શક્યતા હવે વધુ પ્રબળ બની ગઈ…
Bharuch : ભરૂચના અંકલેશ્વર વાલીયા ચોકડી ખાતે ફૈઝલ પટેલની તસ્વીર સાથે “હું તો લડીશ” ના નારા સાથે બેનર લાગતા લોકસભાની ચૂંટણી પૂર્વે ભરૂચના રાજકરણમાં ચર્ચાનો વિષય બન્યો લોકસભાની ચૂંટણી પહેલા જ ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસના મોટા નેતાઓ પક્ષ છોડી ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી રહ્યા છે ત્યારેકોંગ્રેસમાં ક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાણી છે. લગભગ છએક મહિનાથી ગુજરાતની ભરૂચ બેઠક કોંગ્રેસ માટે માથાનો દુઃખાવો સાબિત થઈ છે. ભરુચ લોકસભા બેઠક માટે આમ આદમી પાર્ટીનાં વડા કેજરીવાલે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કરી મજબૂત દાવો ઠોકી દીધો છે ત્યારે કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ…
Arjun Modhwadia: દિલ્હીના રવૈયાથી ગુજરાતનાં નેતાઓ અંદરોઅંદર ભભૂકી રહ્યા છે: મુદ્દો એ છે કે ગુજરાત કોંગ્રેસમાં નેતાઓની સ્થિતિ દયનીય બની છે તો કાર્યકરોને કોણ સાંભળે? ગુજરાતની પ્રાદેશિત ચેનલો પર કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને લઈને ખાસ્સો હોબાળો મચી રહ્યો છે. કોંગ્રેસે આનો ખૂલાસો આપવાની ફરજ પડી છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે આમને આમ કોઈ ધૂમાડો થતો નથી. ક્યાંકને ક્યાંક ચંપાચંપી થઈ હોય તો અને તો જ આ ભભૂકાશ બહાર આવી હોવી જોઈએ.અર્જુન મોઢવાડિયાને કર્મબદ્વ કોંગ્રેસી છે. કોંગ્રેસના બૂરા સમયમાં પણ તેઓ કોંગ્રેસ માટે સતત કામ કરતા રહ્યા છે અને રૂઢિચૂસ્ત કોંગ્રેસી હોવાના કારણે તેમના કોંગ્રેસ છોડવા અંગેની કલ્પના પણ કોઈ…
AI છેતરપિંડી કેવી રીતે અટકાવવી?: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સે ઘણી વસ્તુઓ સરળ બનાવી છે, તો બીજી તરફ સાયબર ગુનેગારોએ પણ AIનો હથિયાર તરીકે ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે… આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અથવા AI એ 2023 ની સૌથી લોકપ્રિય શરતોમાંની એક હતી. ChatGPT થી લઈને Bard અને Gemini Eye વગેરેએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ વધુ સુલભ બનાવ્યું છે. હવે દરેક ક્ષેત્રમાં AI નો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે અને દરરોજ આપણે કોઈ ને કોઈ સ્વરૂપે તેના સંપર્કમાં આવી રહ્યા છીએ. એક તરફ, AI સાથે ઘણી વસ્તુઓ સરળ બની રહી છે, કામની ઝડપ વધી છે, તો બીજી તરફ, જોખમો પણ તે જ પ્રમાણમાં વધ્યા છે. ઉભરતા…
Apple Generative AI: ઘણા સમાચારોમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે Appleએ તેની ChatGPT તૈયાર કરી છે અને તેના કર્મચારીઓ પહેલેથી જ તેનો ઉપયોગ કરી રહ્યા છે… આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અંગેની સ્પર્ધા સતત વધી રહી છે. ઓપનએઆઈના જનરેટિવ એઆઈ ચેટજીપીટી પછી, મોટી કંપનીઓ પણ એઆઈની રેસમાં પાછળ રહેવા માંગતી નથી. ગૂગલ અને માઈક્રોસોફ્ટ જેવી ટેક જાયન્ટ્સ પછી, વિશ્વની સૌથી મોટી લિસ્ટેડ કંપની એપલ હવે એઆઈને લઈને રેસમાં જોડાઈ ગઈ છે. એપલ કર્મચારીઓ ઉપયોગ કરી રહ્યા છે વિવિધ મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે iPhone અને iPad જેવા ઘણા સારા ઉત્પાદનો વેચતી ટેક કંપની Appleએ હવે ChatGPT જેવું પોતાનું…
LIC એજન્ટો માટે લાભ: સરકારે LIC એજન્ટોની ગ્રેચ્યુઇટીની મર્યાદા વધારવાનો નિર્ણય કરીને વર્ષના અંતે લાખો પરિવારોને ભેટ આપી છે. આ ઉપરાંત હવે તેમને રિન્યુઅલ કમિશનનો લાભ પણ મળશે. LIC એજન્ટો માટે લાભઃ ભારતીય જીવન વીમા નિગમ (LIC) ના એજન્ટો માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે. LIC એ એજન્ટો માટે ગ્રેચ્યુઇટીની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી છે. આ અંગે જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. આ નિર્ણય માટે, LIC (એજન્ટ) રેગ્યુલેશન, 2017માં સુધારો કરવામાં આવ્યો હતો. નવા નિયમો અનુસાર, પુનઃનિયુક્ત એજન્ટો (એલઆઈસી એજન્ટ્સ) પણ હવે રિન્યુઅલ કમિશન માટે પાત્ર બની ગયા છે. આ નિર્ણયો માત્ર એજન્ટોને…