ગુજરાતમાં વે-સાઇડ એમિનિટીઝ માટે રાજ્યના પ્રવાસન વિભાગે ટુરિઝમ પોલિસી હેઠળ લાભ આપવા માટે ગાઇડલાઇન જાહેર કરી છે, જેમાં નેશનલ હાઇવેઝ, સ્ટેટ હાઇવેઝ અને ડિસ્ટ્રીક્ટ રોજનો સમાવેશ કર્યો છે. રાજ્યમાં જે કોઇ ઉદ્યોગજૂથ પાસે હાઇવે-ટચ જમીન હોય તેઓ આ પોલિસીનો લાભ મેળવી શકે છે. નેશનલ હાઇવે પર રેસ્ટોરન્ટ ખોલવી હોય તો ઓછામાં ઓછી 10,000 ચોરસમીટર જમીન હોવી જોઇએ જે પૈકી 500 ચોરસમીટર જમીનમાં કાર અને 1000 ચોરસમીટર જમીનમાં બસ પાર્કિંગની સુવિધા આપવાની રહેશે. આ જમીન ટોલપ્લાઝાથી પાંચ કિલોમીટર દૂર હોવી જોઇએ. એવી જ રીતે સ્ટેટ હાઇવેમાં ઓછામાં ઓછી 7500 ચોરસમીટર જમીન અને ડિસ્ટ્રીક્ટ રોડમાં 5000 ચોરસમીટર જમીન ઉપલબ્ધ હોવી જોઇએ. આ…
કવિ: Margi Desai
ગુજરાતની બજેટેડ યોજનાના કામોમાં કરકસર જાળવવા રાજ્યના નાણાં વિભાગે આદેશ કર્યો છે. તમામ વિભાગોને એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે નવી યોજનાઓ અથવા નવા કામો હાથ પર લેતાં પહેલાં કેટલીક શરતોનું પાલન કરવાનું રહેશે. એક કરોડ સુધીના અંદાજીત કામો વર્ષની અંદર પુરાં કરવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. એક કરોડ થી પાંચ કરોડના કામોમાં માત્ર 50 ટકા રકમ અને પાંચ કરોડ થી વધુ ખર્ચના કામોમાં 33.33 ટકા રકમ ફાળવવાની સૂચના વિભાગોને આપવામાં આવી છે. નાણા વિભાગે એવું પણ કહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓમાં લોનના હિસ્સાની રકમ આ વર્ષે મળવાની નથી તેથી આવતા વર્ષમાં તે જોગવાઇ…
કોરોના સંક્રમણના કારણે પ્રાઇવેટ કચેરીઓ અને ઉદ્યોગ-ધંધાને અવળી અસર પડી છે તેની સાથે સાથે સરકારી કચેરીઓને પણ ગંભીર અસર થઇ છે. પ્રાઇવેટ જોબ કરતા કર્મચારીઓના પગારમાં 50 ટકા સુધીનો કાપ મૂકવામાં આવેલો છે અથવા તો કોસ્ટ કટીંગમાં કર્મચારીએ જોબ ગુમાવી છે. આર્થિક મંદીમાં જેટલી જોબ ગઇ નથી તેનાથી પાંચ ગણી જોબ કોરોના સંક્રમણમાં ગઇ છે. રાજ્યનો નાણાં વિભાગ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હાથમાં છે. તેમનો સ્વભાવ એવો છે કે ખોટો રૂપિયો ક્યાંય વપરાવો જોઇએ નહીં, (પછી તે પરિવારના સભ્ય હોય કે સરકારી કચેરીનો મામલો હોય…) તેમના આદેશથી નાણાં વિભાગે નવી ખરીદી આવતા વર્ષ સુધી બંધ કરી દીધી હોવાથી કચેરીઓ સંકટ…
ભારત સરકાર દ્વારા કોરોના સંક્રમણના કારણે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)નું વળતર નહીં મળતાં ગુજરાત સરકારે છ મહિનામાં 16700 કરોડ રૂપિયા માર્કેટમાંથી ઉછીના લીધા છે. કેન્દ્ર સરકારે હજી સુધી રાજ્યોને પુરતું વળતર ચૂકવી આપ્યું નથી પરિણામે સરકારની આર્થિક સ્થિતિ નાજૂક બનતાં આ નિર્ણય લેવો પડ્યો છે. નાણા વિભાગના સૂત્રો કહે છે કે કેન્દ્ર તરફથી જુલાઇના અંતમાં 7000 કરોડ મળવા જોઇતા હતા તે મળ્યાં નથી. આ રકમ સપ્ટેમ્બરના અંતે વધીને 10500 કરોડ રૂપિયા થવાની છે. ગયા માર્ચ મહિનામાં લોકડાઉન જાહે થયા પછી સરકારની આવકમાં ઓગષ્ટ સુધી ખાસ ફરક પડ્યો નથી. રાજ્ય સરકારને દર મહિને વેરાની આવકમાં 25 ટકાનું નુકશાન જઇ રહ્યું…
ગુજરાતમાં ભાજપની સરકારમાં પહેલા હતી તેવી સિસ્ટમ મુલાકાતીઓ માગી રહ્યાં છે. સિવિલ હોસ્પિટલમાં જેમ ઓપીડી હોય છે તેમ સચિવાલયમાં પણ કેટલાક મંત્રીઓ ઓપીડી ચલાવતા હતા. જયનારાયણ વ્યાસ જ્યારે આરોગ્ય મંત્રી હતા ત્યારે તેમના વિભાગમાં ઓપીડી ચાલતી હતી. અરજદારને 15 દિવસમાં ઝડપથી -હા કે ના- માં જવાબ મળી જતો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં આવી કોઇ ઓપીડી અત્યારે નથી, પરંતુ કેશુભાઇ પટેલની સરકારના એક મંત્રીએ કહ્યું હતું કે 1995 અને 1998માં જે રીતે અમારી સરકાર ચાલતી હતી તેવી સરકારની અપેક્ષા લોકો રાખી રહ્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીમાં વિઝન છે. તેઓ કેબિનેટના મંત્રીઓને આવી સૂચના આપી શકે છે. જો તેમ થશે તો…
કોરોના સંક્રમણ અને અલોપથી દવાઓથી કંટાળેલા દર્દીઓ આયુર્વેદિક દવાઓ તરફ પાછા વળ્યાં છે ત્યારે તે મોકાનો ફાયદો લેવા માટે આયુર્વેદિક દવાનું ઉત્પાદન કરતી કંપનીઓને આંતરરાષ્ટ્રીય ધારાધોરણ પ્રમાણેની ગુણવત્તા પર ધ્યાન આપવા અપીલ કરવામાં આવી છે. કેન્દ્રના આયુષ મંત્રાલયે બહાર પાડેલી નિર્દેશોનું પણ પાલન થાય તે જોવા કહેવામાં આવ્યું છે. રાજ્યના આયુષ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાત આયુર્વેદિક ઔષધ મેન્યુફેક્ટરર્સ એસોસિયેશને થોડા સમય પહેલાં તેના સભ્યોને અપીલ કરી હતી કે આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન એવા સ્તરનું કરવામાં આવે કે વિદેશોમાં પણ તેનું વેચાણ વધી શકે, કારણ કે આજે દુનિયાભરમાં આયુર્વેદિક, નેચરલ અને હર્બલ ઔષધિઓની માંગ દિન પ્રતિદિન વધતી જાય છે. કોરોના…
ગુજરાતમાં નવા વીજ જોડાણની અરજીઓ મહિનાઓ અને વર્ષો સુધી પેન્ડીંગ રાખવામાં આવે છે પરંતુ આ દિવસો હવે નજીકના ભવિષ્યમાં ભૂતકાળ બની જશે, કેમ કે કેન્દ્ર સરકાર જે નવો કાયદો લાવી રહી છે તેનો અમલ બીજા રાજ્યોની સાથે ગુજરાતે પણ કરવાનો છે. આ નવો કાયદો લાગુ થઇ જતાં લોકોને સાત થી 30 દિવસમાં નવું વીજ જોડાણ આપવામાં આવશે. કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિસિટી (રાઇટ્સ ઓફ કન્ઝ્યુમર્સ) રૂલ્સ 2020નો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે જેને મંજૂરી મળતાં જ રાજ્યોએ તેનો અમલ કરવાનો રહેશે. ડ્રાફ્ટમાં કહેવાયું છે કે વીજળીના ગ્રાહકોના કારણે જ પાવર સેક્ટર ઉભું છે તેથી ગ્રાહકોના હિતની સુવિધા ઉભી કરવી તે પાવર સેક્ટરની ફરજ…
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મગર વચ્ચે વર્ષોજૂનો નાતો લાગે છે, કેમ કે બાળપણમાં વડનગરના શર્મિષ્ઠા તળાવમાંથી મગરનું બચ્ચું પકડીને ઘરે લઇ આવ્યા હતા તેમ તેઓ 31મી ઓક્ટોબરે જ્યાં જવાના છે ત્યાં કેવડિયના જળાશયમાં મગરનું સામ્રાજ્ય છે. આ જળાશયમાં વડાપ્રધાન મોદીનું સી-પ્લેન ઉતરવાનું છે. આગામી 31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ અમદાવાદના રીવરફ્રન્ટ થી કેવડિયા સુધી સી-પ્લેન મારફતે સફર કરવાના છે. અમદાવાદના સાબરમતીના કાંઠે વોટર એરોડ્રામ તો બનાવવામાં આવી રહ્યું છે પરંતુ તેની સાથે કેવડિયામાં જ્યાં સી-પ્લેન ઉતરવાનું છે ત્યાં પણ વોટર એરોડ્રામ બની રહ્યું છે. કેવડિયામાં જે વોટર એરોડ્રામ બને છે ત્યાં મગરોની સંખ્યા…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં જમીન સંપાદન અને કોરોના સંક્રમણના કારણે વિલંબ થયો છે પરંતુ જ્યારે પ્રોજેક્ટનું બાંધાકામ શરૂ થશે ત્યારે સ્થાનિકીય ધોરણે 90,000 જેટલી નોકરીઓનું સર્જન થવાની સંભાવના છે. જો કે આ પ્રોજેક્ટ ક્યારે પૂર્ણ થશે તેમાં હજી પણ અનિશ્ચિતતા છે. અમદાવાદ થી મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ અત્યારે બાંધકામના વિવિધ તબક્કામાં છે. રાષ્ટ્રીય હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના પ્રવક્તા કહે છે કે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટને કારણે ગુજરાતમાં 90 હજાર જેટલી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થશે. સ્થાનિક લોકોને નોકરીઓ મળશે.બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ શરૂ થશે ત્યારે બાંધકામ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ માટે 51000 જેટલા ટેકનિશિયન, કુશળ અને અર્ધકુશળ…
ગુજરાતમાં ઇલેક્ટ્રીક વાહનો માર્ગો પર દોડી શકે તે માટે રાજ્ય સરકારે નીતિ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી હતી પરંતુ કોરોના સંક્રમણના કારણે વિલંબ થયો છે. હવે ફરીથી સક્રિય કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે. જો સમયસર આ નીતિ બનશે તો રાજ્યમાં બે વર્ષમાં એક લાખથી વધુ ઇલેક્ટ્રીક વાહન (ઇવી) માર્ગો પર જોવા મળશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિદિન થઇ રહેલા વધારાથી પ્રાઇવેટ વાહનચાલકોના બજેટ ખોરવાયાં છે પરંતુ તેની જગ્યા ઇલેક્ટ્રીક વાહનો લઇ રહ્યાં છે. રાજ્ય સરકાર ઇવી વાહનો માટે નવી નીતિ બનાવી રહી છે જેમાં વાહનો તેમજ ચાર્જીંગ સ્ટેશનો માટે ભારે પ્રોત્સાહનો આપવાની વિચારણા ચાલી રહી છે. ગુજરાતમાં બે તૃતિયાંસ એટલે…