ગાંધીનગર: ગુજરાતમાં ચાર વોટર એરોડ્રામ ઉભા કરી હવાઇ સેવા શરૂ કરાશે. આ સુવિધા માટે રિજીયનલ કનેક્ટિવિટી સ્કીમ આરસીએસ ઉડાન-3 અને ઉડાન-4 અન્વયે ગુજરાત સરકાર અને કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રાલય તેમજ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે ત્રિપક્ષીય કરાક કરવામાં આવશે. વોટર એરોડ્રામ માટે બુધવારે મળનારી મંત્રીમંડળની બેઠકમાં આ એમઓયુ કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવશે. જે ચાર સ્થળોએ વોટર એરોડ્રામ બનવાના છે તેમાં સાબરમતી રિવર ફ્રન્ટ અમદાવાદ, કેવડીયા સરદાર સરોવર નર્મદા ડેમ, શેત્રુંજ્ય ડેમ પાલિતાણા અને ધરોઇ ડેમ મહેસાણાનો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર વોટર એરોડ્રોમનું ઓપરેશન-મેઇન્ટેનન્સ-પાણી-વીજળી અને અન્ય સેવાઓ પૂરી પાડશે એટલું જ નહીં 1 થી 2.5 એકર જમીન જરૂરિયાતને આધારે…
કવિ: Margi Desai
કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે રાજ્યના કૃષિ વિભાગના આંકડા દર્શાવે છે કે ગયા વર્ષ કરતાં ઉનાળું વાવેતરનો વિસ્તાર વધ્યો છે તેથી પાક ઉત્પાદન પણ બમ્પર થાય તેવી સંભાવના છે. 13મી જુલાઇની સ્થિતિએ ગુજરાતમાં 5737951 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. ખરીફ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 67.58 ટકા વાવેતર થયું છે રાજ્યમાં ધાન્ય પાકોનું વાવેતર 551728 હેક્ટર વિસ્તારમાં થયું છે જે 40.79 ટકા છે. કઠોળ પાકોનું વાવેતર 231350 હેક્ટરમાં એટલે કે 49.06 ટકા, તેલીબીયાં પાકોમાં 2200967 હેક્ટર એટલે કે 92.02 ટકા અને અન્ય પાકોમાં 2753906 હેક્ટર એટલે કે 64.44 ટકા વિસ્તારમાં થયું છે. રાજ્યમાં આ વર્ષે મગફળીના વાવેતર વિસ્તારે 127.94 ટકાનો વિક્રમ સર્જી…
ચોમાસાની શરૂઆતમાં અને શ્રાવણના તહેવારોની સાથે બજારમાં મળતાં કેળાં ઉપરથી પીળાં દેખાય છે પરંતુ અંદરથી બેસ્વાદ અને કાચા હોય છે. સામાન્ય રીતે બજારમાં મળતાં કેળાં ઘરે લાવ્યા પછી બીજા કે ત્રીજા દિવસે બગડી જાય છે કારણ કે આ કેળાં કેમિકલથી પકવવામાં આવે છે. નેચરલ કેળાં ઘરમાં સાત થી નવ દિવસ સુધી રહે તો પણ બગડતાં નથી. કાચા કેળાંને કેમિકલના દ્વાવણમાં ડૂબાડીને સૂકવી દેવામાં આવે છે. રાજ્યમાં ઝેરીલા કેળાંનો કારોબાર 1000 કરોડ રૂપિયાનો છે. ફળ અને શાકભાજીને પકવવા માટે પ્રતિબંધિત ઓક્સિટોસીન, હિટ કુલાન, અનુગોર, રોગોર, મિલકુલાન બ્લૂમ, રેગાપેન તેમજ રનટેક્સનો ઉપયોગ થાય છે. ભારત સરકારનો કાનૂન હોવા છતાં વેપારીઓ ખુલ્લેઆમ પ્રતિબંધિક…
ભારત અને ગુજરાતમાં કોરોના સંક્રમણના સમયમાં કાર અને બાઇકના વેચાણમાં ઘટાડો નોંધાતાં ઓટો કંપનીઓએ તેમના ઉત્પાદન એક્સપાન્સનને હાલ મુલત્વી રાખ્યાં છે. ગુજરાતમાં વિરમગામ પાસેના વિઠ્ઠલાપુર પાસે આવેલા હીરોહોન્ડાના ઉત્પાદન એકમમાં પણ આવો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશની બીજાક્રમની સૌથી મોટી મોટી દ્વિચક્રી વાહન ઉત્પાદક કંપની હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા કોરોના સંક્રમણ વચ્ચે સ્થાનિક બજારમાં નબળી માંગને ધ્યાનમાં રાખી ગુજરાતમાં વિઠ્ઠલાપુર ખાતે તેની ત્રીજી એસેમ્બલી લાઇન હમણાં શરૂ નહીં કરે. કંપનીએ આ પ્લાન્ટમાં 6 લાખ એકમ સુધીની ક્ષમતા વિસ્તરણ માટે 630 કરોડનું રોકાણ કર્યું છે. કંપનીએ જણાવ્યું હતું કે વધારાની એસેમ્બલી લાઇનનું બાંધકામ પૂરું થઈ ગયું છે, તેનો પ્રારંભ બજાર…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માનિતા અને ભ્રષ્ટાચારના સખ્ત વિરોધી એવા એક અધિકારીને ગુજરાતમાં નિવૃત્તિ પછી છ મહિના વધુ કામ કરવાની તક મળશે. તેમની અનિચ્છા હોવા છતાં મોદી તેમને વધુ છ મહિનાનું એક્સટેન્શન આપી રહી છે. આ અધિકારી ઓગષ્ટના અંતે વયનિવૃત્ત થાય છે. ગુજરાતના નાણા વિભાગને નવો ઓપ આપી રહ્યાં હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2018માં જેમને દિલ્હી બોલાવી લીધા હતા તે 1985 બેચના આઇએએસ અધિકારી અનિલ મુકિમ કેન્દ્રમાં માઇન્સ ડિપાર્ટમેન્ટ છોડીને ગુજરાત પાછા આવ્યા છે. સચિવાલયના સૂત્રો કહે છે કે નરેન્દ્ર મોદીએ જ તેમને ગુજરાતમાં મોકલ્યા છે. તેઓ અહીંથી દિલ્હી ગયા હતા ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે હવે મારી વયનિવૃત્તિ…
ગુજરાતમાં કોરોના સંક્રમણ અને તેના કારણે લાદવામાં આવેલા ત્રણ મહિનાના લોકડાઉનના કારણે રાજ્યમાં એક અંદાજ પ્રમાણે પાંચ લાખથી વધુ લોકોએ પ્રાઇવેટ નોકરી ગુમાવી છે અને 75 ટકા કર્મચારીઓના પગારમાં કટ આવ્યો છે ત્યારે કોલેજમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓનું ધ્યાન હવે સરકારી નોકરી પ્રત્યે ખેંચાયું છે. ગુજરાત સરકારના રોજગાર વિભાગ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતાં કોચિંગ ક્લાસની પૃછામાં ઓચિંતો વધારો થયો છે. સરકારમાં પાંચ વર્ષ ભલે સહાયકનો પગાર મળે પરંતુ નોકરી તો સલામત છે તેવી માન્યતા હોવાથી યુવાન અને યુવતીઓ સરકારી નોકરી માટે લલચાયા છે. રોજગાર વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે અમારા વિભાગની હેલ્પલાઇન નંબર પર એવા ફોન આવે છે…
ગુજરાત કોંગ્રેસને જો સત્તા પર આવવું હોય તો એક નહીં અનેક હાર્દિક પટેલ જોઇશે તેવું કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અને નારાજ થયેલા સૌરાષ્ટ્રના એક સિનિયર નેતાએ કહ્યું છે. તેમના મતે કોંગ્રેસને બેઠી કરવી હોય અને 2022માં સત્તા જોઇતી હોય તો કોંગ્રેસે રાજ્યના 33 જિલ્લામાં હાર્દિક પટેલ જેવા મજબૂત નેતાઓની શોધ કરીને તેમને જિલ્લાની સુપ્રીમ પોસ્ટ આપી દેવી જોઇએ. સૌરાષ્ટ્રના આ પૂર્વ ધારાસભ્ય થોડાં સમય પહેલાં ભાજપમાં જોડાયા છે પરંતુ હોદ્દો નહીં મળવાથી દુખી છે. તેમની નજર કોંગ્રેસ પર છે. જો કોંગ્રેસ 2022માં ટિકીટ આપે તો તેઓ તેમની વર્ષોજૂની બેઠક પરથી ચૂંટણી લડવા માગે છે, એટલું જ નહીં જીતવાનો વાયદો પણ કરે…
ગુજરાતના તમામ કારખાનાં (ઉદ્યોગ)ના મૂલ્યમાં વધારો થઇ રહ્યો છે. દેશના વિવિધ ઉદ્યોગોની વાર્ષિક મોજણીના આંકડા પ્રમાણે રાજ્યમાં હાલની સ્થિતિએ 27,000 જેટલા મોટા અને મધ્યમ કારખાનાં છે જે 18 લાખ લોકોનો રોજગારી પુરી પાડે છે. આ કારખાનાઓમાં સ્થાયી મૂડીની રકમ 7 લાખ કરોડ રૂપિયા છે અને ઉત્પાદનનું મૂલ્ય 14 લાખ કરોડ રૂપિયા છે. છેલ્લા એક વર્ષમાં 1.80 લાખ કરોડ રૂપિયાનું ચોખ્ખું મૂલ્ય ઉમેરાયું છે.આ કારખાનાં મુખ્યતેવ કોલસો, પેટ્રોલિયમ પેદાશો, રસાયણ અને રાસાયણિક પેદાશો, ફાર્માસ્યુટીકલ દવા, કાપડ, યંત્ર સામગ્રી, મૂળ ધાતુનું ઉત્પાદન તેમજ ખનીજ પેદાશોનું ઉત્પાદન કરે છે. કેન્દ્રના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં સૌથી વધુ કારખાનાં કાપડ ઉદ્યોગમાં આવેલા છે. આ સેક્ટરમાં ત્રણ…
ગુજરાતના હાલના રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા નું એક્સટેન્શન પૂર્ણ થતાં ગુજરાતના નવા પોલીસ વડાની નિયુક્તિ 31મી જુલાઇએ થઇ જશે. આ પદ માટે સૌથી ટોચ પર આશિષ ભાટીયાનું નામ સામે આવ્યું છે. કેન્દ્ર સરકારે ગુજરાત પાસે પેનલ માગતાં સરકારે ત્રણ નામો પસંદ કરીને મોકલી આપ્યાં છે તેથી શિવાનંદ ઝા ને વધુ એક્સટેન્શનની અટકળો અંગે પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા ગયા એપ્રિલ મહિનામાં વયનિવૃત્ત થયાં હતા પરંતુ રાજ્યમાં કોરોના સંક્રમણના કારણે કેન્દ્ર સરકારે તેમને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપ્યું હતું પરંતુ હવે બીજીવાર તેમને એક્સટેન્શન મળે તેવી સંભાવના ઓછી છે, કેમ કે રાજ્ય સરકારે કેન્દ્રીય જાહેર સેવા આયોગને…
ગુજરાત સરકારે સમગ્ર ગુજરાતને ડિજીટલ બનાવ્યું નથી, કેમ કે સમગ્ર રાજ્યના જિલ્લા, તાલુકા અને ગામડાઓમાં સરકારી અને સ્થાનિક સ્વરાજ્યની સંસંસ્થાઓ સિવાય ફ્રી વાઇફાઇ સુવિધા મળી નથી. માત્ર સરકારી ઓફિસોને સરકારી નેટ વાપરવા મળે છે જ્યારે સામાન્ય નાગરિકો તેમજ ઉદ્યોગજૂથો તેમનો પોતાનો ડેટા વાપરી રહ્યો હોવાનું એક અભ્યાસમાં સામે આવ્યું છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના તાજેતરના આંકડાથી ફલિત થાય છે કે સામાન્ય જનતા તેમનું પોતાનું ખરીદેલું નેટ વાપરે છે, સરકારી નેટવર્ક નહીં આવતું હોવાની ફરિયાદો વધી જતાં લોકોએ તેમાંથી ખસી જવાનું નક્કી કર્યું છે. ગાંધીનગરમાં માત્ર સરકારી ઓફિસો જ સરકારી નેટનો ઉપયોગ કરી રહ્યાં છે, જાહેર હોટસ્પોટ પરથી જનતાને સ્પીડ મળતી નહીં…