ગાંધીનગરના સચિવાલયમાં અચ્છે દિન ચાલી રહ્યાં છે. પણ આવા અચ્છે દિન કોના ચાલે છે તેવો પ્રશ્ન કરીએ તો જવાબ મળે છે કે કોંગ્રેસના અચ્છે દિન છે. સાશન નહીં હોવા છતાં કોંગ્રેસનો પાવર ગુજરાતમાં ચાલે છે. કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યોને સરકારમાં કામ કેવી રીતે કઢાવવું તે સારી રીતે આવડે છે. સચિવાલયના વિભાગોમાં હાલ ભાજપના કાર્યકર્તાઓ માટે ખરાબ દિવસો ચાલી રહ્યાં છે, કેમ કે તેમના ધારાસભ્યો અને આગેવાનોના કામો થતાં નથી. એવું પણ ચર્ચાય છે કે ભાજપના કાર્યકરનું કામ થતું નહીં હોવાથી તે કોંગ્રેસના આગેવાનને કામ કરવા માટે આગળ ધરે છે, કેમ કે કેબિનેટમાં કોંગ્રેસનું વર્ચસ્વ વધતું જાય છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા…
કવિ: Margi Desai
કોણ કહે છે કે ભાજપની સરકાર સંવેદનશીલ નથી, ખોટી વાત છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી જેટલા સંવેદનશીલ છે તેટલા તેમના વિભાગના કેટલાક મંત્રી પણ સંવેદનશીલ છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની વાત ન્યારી છે તેમની કામ કરવાની પદ્ધતિ એવી છે કે કોઇ સાચો અને ન્યાયની વાત કરતો મુલાકાતી તેમની ચેમ્બરમાં ક્યારેય નિરાશ કે નારાજ થતો નથી. ગુજરાત સરકારના કૃષિ અને વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુની પણ કામ કરવાની પદ્ધતિ પણ કાબિલેદાદ છે. વિભાગની કામગીરીમાં ભલે તેઓ નબળા સાબિત થયાં છે પરંતુ તેઓ ઓફિસમાં હોય ત્યારે પ્રત્યેક મુલાકાતીને મળે છે. સંગઠનમાંથી સરકારમાં આવેલા આ મંત્રી લોકોની યાતનાને સમજે છે પરંતુ તેમને તેમના વિભાગના અધિકારી…
ગુજરાતના ચીફ સેક્રેટરી અનિલ મુકિમને ગુસ્સો કેમ આવ્યો છે તે જાણવું હોય તો તેમણે જેને બોલાવ્યા હતા તે પોલીસ અધિકારીને પૂછવું પડે તેમ છે. રાજ્યમાં કોરોના સંક્રમણ વધતું જાય છે ત્યારે ચીફ સેક્રેટરીએ પોલીસ અધિકારીઓને બોલાવીને કડક પગલાં લેવાની સૂચના આપી છે. ગુજરાતમાં અનલોક-2માં લોકો એમ સમજે છે કે કોરોના વાયરસ ચાલ્યો ગયો છે. હવે કોઇ મુશ્કેલી નથી તેથી સોશ્યલ ડિસ્ટન્સ જાળવવામાં આવતું નથી તેમજ ચહેરા પર માસ્ક પહેરવામાં આવતો નથી. અનિલ મુકિમે પોલીસ અધિકારીઓને સલાહ આપી છે કે તેઓ કડક ચેકીંગ હાથ ધરી કસૂરવાર લોકોને દંડ અને સજા કરે. દુકાનોમાં સોશ્યલ ડિસ્ટન્સીંગ જળવાતું નથી તેમજ નાક અને મોંઢાની નીચે…
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન સમયે ગરીબો માટે શરૂ કરવામાં આવેલી મફત રાશનની યોજનાનો લાભ અમદાવાદના 37 ટકા પરિવારોને મળ્યો નથી તેવો ખુલાસો થયો છે. સ્થાનિય સંગઠનો દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ બાબત બહાર આવી છે. જેમને રાશન મળ્યું નથી તેવા પરિવારો મુસ્લિમ અને દલીત છે. આ સંસ્થાઓએ લોકોના ઘરમાં જઇને સર્વે કર્યો છે. ગુજરાત સરકારે એપ્રિલ, મે અને જૂન મહિનામા જાહેર વિતરણ પ્રણાલી પ્રમાણે ગરીબ પરિવારોને મફત રાશન આપવાની જાહેરાત કરી હતી. આ રાશન અંત્યોદય તેમજ ગરીબીની રેખા નીચે આવતા જરૂરિયાતમંદ પરિવારોને આપવાનું થતું હતું જેમાં રેશનકાર્ડ અને બિન રેશનકાર્ડના પરિવારો હતા. આ સર્વેમાં શહેરમાં આવેલી ઝૂંપડપટ્ટી અને…
ગુજરાતમાં કોરોના સંક્રમણ ગંભીર રીતે આગળ વધી રહ્યું છે. ગુરૂવારે દૈનિક કેસની સંખ્યા 161 સુધી પહોંચી ચૂકી છે અને રાજ્યના આરોગ્ય વિભાગનો અંદાજ છે કે આવતા સપ્તાહ સુધીમાં દૈનિક કેસની સંખ્યા 1000ના આંકડાને ક્રોસ કરી શકે છે ત્યારે સરકારે સોશ્યલ ડિસ્ટન્સીંગ અને માસ્ક પહેરવાના નિયમોને વધારે કડક બનાવે તેવી સંભાવના છે. રાજ્યમાં અમદાવાદ પછી સુરત અને વડોદરામાં રોકેટ ગતિએ કેસ વધતાં જાય છે ત્યારે આરોગ્ય અને પોલીસ વિભાગને વધુ સાવચેત રહેવા મુખ્યમંત્રી કક્ષાએ આદેશ કરવામાં આવ્યા છે. ગુરૂવારે રાજ્યમાં કુલ કેસની સંખ્યા 39280 સુધી પહોંચી છે. સુરતમાં તો એક જ દિવસમાં 307 કેસો નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણના વધતા કેસોને…
ગુજરાતમાં કોંગ્રેસને સંપૂર્ણ સત્તા 1985 થી 1990માં મળી હતી ત્યારપછી ચીમનભાઇ પટેલની ગઠબંધન સરકારના દોઢ-બે વર્ષને બાદ કરતાં કોંગ્રેસને સત્તામાં બેસવાનો વારો આવ્યો નથી. એવું કહી શકાય કે કોંગ્રેસ છેલ્લા 29 વર્ષથી સત્તામાં નથી. રાજ્યમાં મતદારોની નવી પેઢીએ કોંગ્રેસનું શાસન ગુજરાતમાં જોયું નથી તેમ છતાં એક બાબતનો ઇન્કાર થઇ શકે તેમ નથી કે કોંગ્રેસનું સંગઠન આજેપણ આખા ગુજરાતમાં ફેલાયેલું છે. આટલા વર્ષોમાં કોંગ્રેસ સત્તાથી બહાર છે પરંતુ આજેપણ રાજ્યના પ્રત્યેક ગામ અને મહોલ્લામાં કોંગ્રેસનો કાર્યકર્તા મોજૂદ છે. સમસ્યા એવી છે કે પાર્ટીમાં તેમને પૂછનાર કોઇ નેતા નથી. કોંગ્રેસના પ્રદેશ નેતાઓ કાર્યકરોને માત્ર ચૂંટણી સમયે યાદ કરે છે. કોંગ્રેસે છેલ્લા 15…
ગુજરાતમાં મહત્વના અને નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા પાંચ પ્રોજેક્ટ વિલંબથી ચાલી રહ્યાં છે. પહેલો પ્રોજેક્ટ અમદાવાદની મેટ્રોરેલનો છે જેમાં ધીમી ગતિની પ્રક્રિયા હોવાથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૂચનાઓ આપવી પડી છે. આ પ્રોજેક્ટ 2020માં પૂર્ણ થાય તે જોવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે. બીજો પ્રોજેક્ટ ગાંધીનગરના રેલવે સ્ટેશન તેમજ તેની ઉપર બની રહેલી ફાઇવસ્ટાર હોટલનો છે. આ પ્રોજેક્ટમાં પણ વિલંબ થયો છે. હવે આ પ્રોજેક્ટને પણ 2020માં પૂરો કરવા રેલવે મંત્રાલય અને તેની બનાવેલી કંપનીને કહેવાયું છે. ત્રીજો પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનો છે. આ પ્રોજેક્ટ 2023માં પૂર્ણ કરવા કેન્દ્ર સરકારે કહ્યું છે. અમદાવાદની જેમ ગાંધીનગર અને સુરતને મેટ્રોરેલ આપવા માટેના પ્રોજેક્ટમાં પણ…
ગુજરાતમાં ચાર ભિન્ન પ્રદેશોમાં પાણીની ગુણવત્તા અલગ અલગ જોવા મળે છે. રાજ્યમાં સૌથી સારૂં પાણી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હોવાનું અદ્યયન થયું છે જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પાણીની ગુણવત્તા સામે વર્ષોથી સવાલો થયાં છે. રાજ્યમાં સપાટી પરના અને ભૂગર્ભ જળના સ્ત્રોત ખૂટી રહ્યાં છે. અત્યારે લગભગ 55600 મિલિયન ઘનમીટર એટલે કે 31800 મિલિયન ઘનમીટર સપાટી પરના જળ અને 17500 મિલિયન ઘનમીટર ભૂગર્ભજળ હોવાનો અંદાજ છે. રાજ્યના જળતજજ્ઞોના મતે ગુજરાતમાં 88 ટકા પાણી સિંચાઇમાં વપરાય છે. 10 ટકા પાણી ઘરવપરાશમાં લેવાય અને બે ટકા પાણી ઉદ્યોગો માટે પુરૂં પાડવામાં આવે છે. અંદાજ છે કે 2025 સુધીમાં રાજ્યના મોટાભાગના જળસ્ત્રોતમાં પાણીનો…
ગુજરાત સરકારે 2022 સુધીમાં તેની ક્લીન વીજળી (રિન્યુએબલ એનર્જી)નું ઉત્પાદન 30,000 મેગાવોટ થવાની ધારણા રાખી છે પરંતુ ઉર્જા વિભાગના સૂત્રો કહે છે કે રાજ્યમાં 20,000 મેગાવોટની વીજળી વાપરીને 10,000 મેગાવોટની વીજળી બીજા રાજ્યોને વેચી દેવામાં આવશે. અત્યારે રાજ્યમાં પવન ઉર્જા થકી 6880 મેગાવોટ અને સોલાર ક્ષેત્રે 2654 મેગાવોટની વીજળી પેદા થાય છે. રાજ્યમાં વીજળીની કુલ સ્થાપિત ક્ષમતા 32748 મેગાવોટની છે જેની સામે રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતા 9669 મેગાવોટ છે. મહત્વની બાબત એવી છે કે ગુજરાત રૂફટોપ સિસ્ટમ લગાવનારૂં ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 53500 આવાસોમાં રૂફટોપ સિસ્ટમથી 198 મેગાવોટની ક્ષમતા પેદા થાય છે. રાજ્ય સરકારે 2022 સુધીમાં…
કુદરત આપણને પાણી આપે છે પરંતુ આપણે તેનો સંગ્રહ કરી શકતા નથી. વૈજ્ઞાનિકોનો અભ્યાસ છે કે ગુજરાતમાં પાણીની મહત્તમ જરૂરિયાત 35000 મિલિયન ઘનમીટરની છે પરંતુ કુદરત ચોમાસા દરમ્યાન વર્ષે સરેરાશ 1,30,000 મિલિયન ઘનમીટર પાણી આપે છે. રાજ્યમાં જળસંચયની સ્થિતિ કમજોર હોવાથી વરસાદી ચોખ્ખું પાણી દરિયામાં વહી જાય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે વરસાદનું 31 પાણી જમીનમાં ઉતારવું જોઇએ પરંતુ કુદરતી રીતે માત્ર 13 ટકા પાણી જમીનમાં ઉતરી રહ્યું છે. કુદરત આપણને દર વર્ષે વરસાદના રૂપમાં પાણીનો ખજાનો આપે છે પણ આપણે સંગ્રહ કરી શકતા નથી. ભારત અને પાકિસ્તાનની સરહદે આવેલું પાટણ જિલ્લાનું એવાલ ગામ પાણીની અછત અનુભવતા ગામડાઓને પ્રેરણા પુરી…