ગાંધીનગર — ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીની નવી તારીખે મે ના અંતમાં જાહેર થશે ત્યારે ભાજપને મોટો ફટકો પડશે, કારણ કે ભાજપ પાસે એક મત ઓછો થયો છે અને કોંગ્રેસના નેતાઓએ ફરીથી અન્ય પક્ષોના ધારાસભ્યોના મતો મેળવવા મરણિયો જંગ શરૂ કર્યો છે. કેન્દ્રીય મોવડીમંડળના આદેશને પગલે સ્થાનિક નેતાઓએ તેમના સોર્સિસ કામે લગાડ્યા છે.રાજ્યસભાની ચૂંટણી સમયે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલુ હતુ અને ચૂંટણી 26મી માર્ચે થવાની હતી પરંતુ કોરોનાનું સંકટ વધતાં ભારતીય ચૂંટણી પંચે તમામ રાજ્યોની સાથે ગુજરાતની ચાર બેઠકોની ચૂંટણી પણ મુલતવી રાખી હતી. હવે લોકડાઉન ખૂલવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે મે ના અંતિમ સપ્તાહમાં રાજ્યસભાની ચૂંટણી…
કવિ: Margi Desai
ગાંધીનગર – કોરોના સંક્રમણ સામે લડવા માટે વિશ્વના વૈજ્ઞાનિકો રસી અને દવાની શોધ કરી રહ્યાં છે ત્યારે ભારતમાં પણ સંશોધન અલગ અલગ તબક્કે ચાલી રહ્યાં છે. ગુજરાત પણ સંશોધન ક્ષેત્રમાં પાછળ નથી. એવું લાગે છે કે કોરોના સામે લડવાની દવા ગુજરાતની ફાર્મા કંપની બનાવશે.કોરોના સામે લડવા માટે તાજેતરમાં મંજૂર થયેલી એન્ટી વાયરલ ડ્રગ રેમડેસિવિરના ઉત્પાદનમાં ભારત અને પાકિસ્તાની પાંચ કંપનીઓ સાથે અમેરિકાની દિગ્ગજ ફાર્મા કંપની ગિલેડે કરાર કર્યા છે. યુએસ સ્થિત ગિલેડ સાયન્સે પાંચ ફાર્માસ્યુટિકલ કંપની સિપ્લા, હેટેરો લેબ્સ, જ્યુબિલિયન્ટ લાઈફ સાયન્સ, મ્યલાન અને પાકિસ્તાન સ્થિત ફેરોઝસન્સ લેબ સાથે રેમડેસિવિરના ઉત્પાદન અને વેચાણ માટે કરાર કર્યા છે.આ પાંચ કંપનીઓ વિશ્વના…
ગાંધીનગર– ચાલુ સિઝનમાં ગુજરાતના ખેડૂતો પાસેથી અત્યાર સુધી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ)એ 7.5 લાખ ગાંસડી (પ્રતિ ગાંસડી 170 કિગ્રા) કોટનની પ્રાપ્તિ કરી છે. સીસીઆઇ દ્વારા ગુજરાતમાં છેલ્લા 12 વર્ષમાં આ સૌથી વધારે પ્રાપ્તિ છે. સીસીઆઇના મતે ગુજરાતમાં વર્ષ 2008માં 13 લાખ ગાંસડીથી વધારે કોટનની પ્રાપ્તિ કરાઇ હતી. રાજ્યમાં આ પ્રાપ્તિ લઘુત્તમ ટેકાના ભાવે કરાઇ હતી. અલબત ગુજરાતના બજારોમાં કોટનનો ભાવ 4500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે.>ઓલ ઇન્ડિયા કોટન, કોટન સીડ એન્ડ કોટન કે બ્રોકર્સ એસોસિએશનના પ્રમુખ અવધેશ સેજપાલનું કહેવુ છે કે લોકડાઉનના લીધે કોટનની દેશ અને વિદેશમા માંગ 30 ટકાથી વધારે ઘટી ગઇ છે. સીસીઆઇની જંગી પ્રાપ્તિ છતાં પણ ખેડૂતોને…
ગાંધીનગર – ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના હોમટાઉન રાજકોટમાં ઉદ્યોગ-ધંધા શરૂ કરવાનો નિર્ણય કરતાં રાજ્યના બીજા વિસ્તારના લોકો નારાજ થયાં છે. જે જિલ્લામાં રાજકોટ કરતાં ઓછા કેસ છે તેવા જિલ્લામાં કેમ નહીં તેવા સવાલો ઉભા થયા છે. રાજકોટમાં 14મી મે થી કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ઉદ્યોગ અને વ્યવસાય શરૂ કરવાનો મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું છે કે જિલ્લા કલેક્ટરો યોગ્ય શરતો નક્કી કરીને મંજૂરી તેમજ પરમિશન આપશે.મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે કહ્યું છે કે ઊદ્યોગ-ધંધા શરૂ કરનારા એકમો-લોકોએ પ્રવર્તમાન સ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સીંગ-ફરજીયાત માસ્ક-કામદારો-શ્રમિકનું આરોગ્ય પરિક્ષણ-કામના સ્થળને ડિસઇન્ફેકટ કરવું તથા ભીડભાડ અટકાવવા કામદારોના આવન-જાવન-ભોજન સહિતના સમય સ્ટેગર્ડ કરવાનું અવશ્ય પાલન કરવું પડશે.…
ગાંધીનગર –ગુજરાતમાં કોલ્ડીંગ્સ અને આઇસ્ક્રીમના વેચાણમાં છૂટ આપવામાં આવે તેવી સંભાવના છે. રાજ્યના ફુડ અને ડ્રગ્સ કમિશનર કોશિયાએ રાજ્યના તમામ મ્યુનિસિપલ કમિશનરોને પત્ર લખી જણાવ્યું છે કે ઠંડા પીણાં કે આઇસ્ક્રીમથી કોરોના ફેલાતો નથી તેથી છૂટ આપવામાં કોઇ વાંઘો નથી. બીજી તરફ ઓનલાઇન પેમેન્ટ અંગે ખુલાસો કરવામાં આવ્યો છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરે ઓનલાઇન પેમેન્ટના વિરોધ પછી સ્પષ્ટતા કરી હતી કે ચલણી નોટોથી સંક્રમણ થઇ શકે છે તેથી અમદાવાદમાં ઓનલાઇન પેમેન્ટ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલાં ભારતીય રીઝર્વ બેન્કના ગવર્નરે કહ્યું હતું તે પછી કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું હતું કે ચલણી નોટોથી સંક્રમણ થતું નથી પરંતુ તબીબી તજજ્ઞોના મત…
ગાંધીનગર—કોરોના સંક્રમણ અને લોકડાઉનના સમયમાં ગુજરાતમાં આયુર્વેદિક દવાઓ ખૂટી પડતાં રાજ્ય સરકારે આ દવાઓ ઉત્તરાખંડથી મંગાવી છે. લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે વપરાતી દવાઓ કેન્દ્રની આયુર્વેદ ફાર્મીસ પાસેથી લેવામાં આવી છે. આ દવાઓ હવાઇ માર્ગે લાવવામાં આવી છે. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારની આયુર્વેદ ફાર્મસી પાસેથી ગુજરાત માટે સાત ટન આયુર્વેદ ઔષધનો જથ્થો ખાસ વિમાન મારફતે મેળવવામાં આવ્યો છે. આ આયુર્વેદ દવાઓ સોમવારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોચી હતી. જે આયુર્વેદ દવાઓ ગુજરાત માટે ફાળવવામાં આવી છે તેમાં 2490 કિલોગ્રામ સંશમની વટી, 1440 કિલોગ્રામ દશમૂલ કવાથ અને 10,000 કિલોગ્રામ આયુષ-64 કેપ્સ્યુલનો સમાવેશ થાય…
ગાંધીનગર– વિદેશથી પરત ફરી રહેલા વિદ્યાર્થીઓ તથા યાત્રીઓને 14 દિવસ માટે ઇન્સ્ટિટ્યૂશનલ (સંસ્થાગત) ક્વોરન્ટીનમાં રહેવું જરૂરી છે. જો કે, આ માટે તેઓ બે વિકલ્પ પસંદ કરી શકે છે : નિઃશુલ્ક (Free) અથવા પેઈડ(Paid). આ બન્ને વિકલ્પ સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. ઇન્સ્ટિટ્યૂશનલ (સંસ્થાગત) ક્વોરન્ટીન માટે સરકાર આ યાત્રિકો કે વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક વ્યવસ્થા તો રાજ્યના 31 જિલ્લાઓમાં કરશે, એ ઉપરાંત જે લોકો પોતાના ખર્ચે કોઈ હોટેલ અથવા અન્ય સ્થળે ઇન્સ્ટિટ્યૂશનલ ક્વોરન્ટીન થવા માંગતા હોય તો તે અંગેનો વિકલ્પ પણ સરકારે ખુલ્લો મુક્યો છે. તમામ જિલ્લાઓને આ અંગેની વ્યવસ્થા કરવા માટે પણ સૂચિત કરી દેવામાં આવ્યા છે. આ માટે યાત્રિકો…
ગાંધીનગર—ગુજરાત સરકાર કેન્દ્રને અનુસરી રહી છે. દેશના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમની રીતે લોકડાઉનનું પાલન કરે છે પરંતુ ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહે એમ કરે છે. અત્યાર સુધી ત્રણ લોકડાઉન આવી ચૂક્યાં છે અને ચોથું લાઇનમાં છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી તેમની રીતે નિર્ણય લઇ શકતા નથી અને લોકો પરેશાન થઇ રહ્યાં છે.કેરાલાના મુખ્યમંત્રી કેન્દ્રના આદેશ માને છે પરંતુ ઘણી બાબતો તેઓ રાજ્યમાં નક્કી કરતાં હોય છે. દિલ્હીના મુખ્યમંત્રી પણ એવું કરે છે. બિન ભાજપી સરકારોના મુખ્યમંત્રીઓ ઉપરાંત ભાજપના મુખ્યમંત્રી છે તેવા કર્ણાટક, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પણ પોતોની કોઠાસૂઝથી લોકડાઉનનું પાલન કરે છે. લોકોને પરેશાની ઓછી થાય તેવી ટ્રીક તેઓ અપનાવી…
ગાંધીનગર– ઔદ્યોગિક હબ ધરાવતું ગુજરાત રાજ્ય ટૂંક સમયમાં ઉદ્યોગો અને એસ્ટાબ્લિશમેન્ટને મહત્ત્વની એડ્વાઇઝરી જારી કરે તેવી શક્યતા છે, જેમાં ફરજ પર પરત ન આવનારા કામદારોનાં વેતન કાપવાની અને તેમની સામે શિસ્તભંગનાં પગલાં લેવાની ઉદ્યોગોને મંજૂરી આપવામાં આવશે. બિનઆવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા શ્રમિકોને આ સૂચના અસર કરશે. ગુજરાતના શ્રમ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે શ્રમિકો ફરીથી કામ પર આવે તે માટે ઉદ્યોગોને આવી એડ્વાઇઝરી આપવા ઉચ્ચ સ્તરેથી વિચારણા ચાલુ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે અગાઉ માર્ચ અને એપ્રિલમાં આપેલી એડ્વાઇઝરી કરતાં આ અલગ હશે. અગાઉ કારખાનાઓને સૂચના આપવામાં આવી હતી કે લોકડાઉન દરમિયાન કામ પર ન આવી શકનારા કામદારોના પગાર…
ગાંધીનગર — કોરોના વાયરસના કારણે ઉભી થયેલી પરિસ્થિતિના કારણે તાજેતરમાં સીએ અને કોસ્ટ એકાઉન્ટની જુદી જુદી પરીક્ષા સ્થગિત કરીને નવી તારીખો જાહેર કરી છે. આજ રીતે હવે સીએ ઇન્સ્ટિટયૂટ દ્વારા પણ 19મી જૂનથી 4 જુલાઇ વચ્ચે લેવાનારી પરીક્ષા હાલ સ્થગિત કરીને પાછળ લઇ જવામાં આવી છે. ઇન્સ્ટિટયૂટ દ્વારા કરાયેલી જાહેરાત પ્રમાણે આ પરીક્ષા હવે તા.29મી જુલાઇથી લઇને 16મી ઓગસ્ટ વચ્ચે લેવાનું નક્કી કરાયું છે. જે પ્રમાણે ફાઉન્ડેશનની પરીક્ષા તા.7,9,11 અને 14મી ઓગસ્ટે લેવાશે. ઇન્ટર મીડિયેટ ગ્રુપ એકની પરીક્ષા તા.30મી જુલાઇ અને 2,4 અને 6 ઓગસ્ટના રોજ લેવાશે. ગ્રુપ બેની પરીક્ષા 8,10 અને 13 ઓગસ્ટ વચ્ચે લેવાશે. ઇન્ટર મીડિયેટના નવા કોર્સની…