કોરોના સંક્રમણના સમયમાં ગુજરાત સરકાર કરકસરના માર્ગે છે. એવું કહી શકાય કે વિભાગમાં પીવાના પાણીનો ગ્લાસ ખરીદવો હોય તો પણ નાણાં વિભાગની મંજૂરી મેળવવી પડશે, એટલે કે સરકારમાં નવી ખરીદીઓ બંધ કરી દેવામાં આવી છે. રિએપોઇન્ટ થતાં અધિકારી કે કર્મચારીઓને મળતા નિયત પગારમાં 30 ટકા કામ મૂકવામાં આવ્યો છે. કોરોના સંક્રમણના કારણે પ્રાઇવેટ કચેરીઓ અને ઉદ્યોગ-ધંધાને અવળી અસર પડી છે તેની સાથે સાથે સરકારી કચેરીઓને પણ ગંભીર અસર થઇ છે. પ્રાઇવેટ જોબ કરતા કર્મચારીઓના પગારમાં 50 ટકા સુધીનો કાપ મૂકવામાં આવેલો છે અથવા તો કોસ્ટ કટીંગમાં કર્મચારીએ જોબ ગુમાવી છે. આર્થિક મંદીમાં જેટલી જોબ ગઇ નથી તેનાથી પાંચ ગણી જોબ…
કવિ: Margi Desai
ગુજરાત સરકારે 2020-21ના વર્ષનું સામાન્ય અંદાજપત્ર તો વિધાનસભામાં મંજૂર કર્યું છે પરંતુ બજેટમાં જે રકમ ફાળવવામાં આવી છે તે પૂરેપુરી ખર્ચાશે નહીં, કારણ કે કોરોના સંક્રમણમાં વેરાની આવક ઘટી જતાં સરકાર આર્થિક સંકટનો સામનો કરી રહી છે. ગુજરાતની બજેટેડ યોજનાના કામોમાં કરકસર જાળવવા રાજ્યના નાણાં વિભાગે આદેશ કર્યો છે. સરકારના તમામ વિભાગોને એક આદેશમાં કહેવામાં આવ્યું છે કે નવી યોજનાઓ અથવા નવા કામો હાથ પર લેતાં પહેલાં કેટલીક શરતોનું પાલન કરવાનું રહેશે. એક કરોડ સુધીના અંદાજીત કામો વર્ષની અંદર પુરાં કરવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. એક કરોડ થી પાંચ કરોડના કામોમાં માત્ર 50 ટકા રકમ અને પાંચ કરોડ…
સામાન્ય લોકો તહેવારોની ઉજવણી કરી શકતા નથી. કાયદા પ્રમાણે સોશ્યલ ડિસ્ટન્સીંગ માત્ર સામાન્ય જનતાને લાગુ પડે છે પરંતુ ભાજપ અને તેના નેતાઓ કાયદાથી પર હોય તેમ લાગી રહ્યું છે. ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે રેલી અને સ્વાગતના કાર્યક્રમો કર્યા હતા પરંતુ તેમની અને પાર્ટીના કાર્યકરો સામે સોશ્યલ ડિસ્ટન્સીંગના કોઇ પગલાં આજદિન સુધી લેવામાં આવ્યા નથી. બીજી તરફ માસ્ક પહેર્યા વિના દુકાનમાં ઘૂસેલા એક ગ્રાહકને પોલીસે પકડીને બળજબરીથી દંડ વસૂલ કરાવ્યો છે. દુકાન કે મોસમાં સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન નહીં થતાં તે દુકાન અને મોલના સંચાલકને દંડ કર્યો છે. તેમના ઉદ્યોગ-ધંધા બંધ કરાવી દીધા છે. સરકારની આવી બેધારી નીતિનો સોશ્યલ મિડીયામાં…
ગુજરાત કોંગ્રેસનું પ્રદેશ માળખું વિલંબમાં પડ્યું છે અને હવે એવી સંભાવના છે કે પ્રદેશ માળખું પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પછી રચાય તેવી અટકળો વહેતી થઇ છે. હાલ પ્રદેશ માળખું વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવારોની પસંદગીમાં વ્યસ્ત બન્યું છે. પ્રદેશને આઠ બેઠકો માટેના ઉમેદવારો જાહેર કરવાના થાય છે. કોરોના મહામારી અને વિધાનસભાની પેટાચૂંટણીના કારણે ઓક્ટોબરમાં જાહેર થનારી પ્રદેશ સમિતિની રચના પાછી ઠેલાઇ છે. કોંગ્રેસના ગુજરાત પ્રભારી કહે છે કે પેટા ચૂંટણી પછી કોંગ્રેસનું જિલ્લાકક્ષાનું માળખું તૈયાર કરાશે, જેના કારણે સ્થાનિક ચૂંટણીમાં સંગઠનાત્મક કાર્યવાહી થઇ શકે. પ્રદેશ માળખું જાહેર થતાં હજી થોડો સમય લાગી શકે છે. ગુજરાતના કોંગ્રેસ સંગઠનમાં અત્યારે વિધાનસભાની પેટાચૂંટણી…
ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીની તારીખ જાહેર થઇ છે ત્યારે બન્ને મુખ્ય પાર્ટી કોંગ્રેસ અને ભાજપે ઉમેદવારો શોધવાનું શરૂ કર્યું છે. અગાઉ કોંગ્રેસના આઠ ધારાસભ્યો રાજીનામું આપીને ભાજપમાં જોડાઇ ગયા હતા ત્યારે માત્ર ચાર પૂર્વ ધારાસભ્યોને ભાજપના પ્રદેશ એકમે ટિકીટ આપવાનું વચન આપ્યું છે જ્યારે બીજી ચાર બેઠકો માટે નવા ઉમેદવારોની શોધ ચાલી રહી છે. બીજી તરફ કોંગ્રેસ આઠ બેઠકો પર નવા ઉમેદવારોની શોધમાં છે. નિરીક્ષકોના અહેવાલ પછી પ્રદેશ કોંગ્રેસના નેતાઓ હાઇકમાન્ડને ત્રણ નામોની પેલન આપશે જેમાંથી એક એક ઉમેદવારને પસંદ કરવામાં આવશે. પેટાચૂંટણી 3જી નવેમ્બરે છે પરંતુ ઉમેદવારો ઓક્ટોબરના પ્રથમ પખવાડિયામાં જાહેર કરવા પડે તેમ છે. ભાજપના આઠ સંભવિત ઉમેદવારો…. મોરબી…
ગુડ્સ એન્ટ સર્વિસ ટેક્સના અમલ પછી સરકારને જે ખોટ ગઇ છે તેને આપવાનો કેન્દ્રએ ઇન્કાર કર્યા પછી રાજ્ય સરકાર તેની આવકના આંકડા વધારવા માટે નવા કરવેરા પર નજર દોડાવી રહી છે. નાણા વિભાગના અધિકારીઓ એવાં ક્ષેત્રો પર નજર દોડાવી રહ્યાં છે કે જ્યાં અગાઉ કોઇ કરવેરા ઉઘરાવ્યા નથી. તેવા પસંદ કરેલા ક્ષેત્રોમાં ક્યાં કેટલા કરવેરા ઉઘરાવી શકાય તેમ છે તેની ચકાસણી કરવાની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે શહેરી વિકાસ વિભાગ અને શહેરી આવાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરીએ થોડાં સમય પહેલાં એક પરિષદમાં કહ્યું હતું કે ગુજરાતની જીડીપીના અંદાજે 70 ટકા જેટલી રકમ શહેરી વિસ્તારોમાંથી આવે છે. આમ છતાં…
બેન્કમાં ખાતું ખોલાવવું એટલે એવી જફાનું કામ છે કે ગ્રાહક ધક્કા ખાઇને થાકી જાય છે અને આખરે ખાતુ ખોલવાનું માંડી વાળે છે પરંતુ ગ્રાહકોને તેમના અધિકારની જાણકારી નહીં હોવાથી બેન્ક ઓફિસરો પોતાની મનમાની કરીને ગ્રાહકોને પરેશાન કરે છે. કોરોના સંક્રમણ પછી તો ગ્રાહકો જાણે કે દેવાદાર હોય તે રીતે બેન્કનો સ્ટાફ તેમની સાથે વર્તન કરે છે. હાલના સમયમાં બેન્કમાં ખાતું ખોલવાનું એક ચેલેન્જ છે. બેન્ક ઓફિસરો સાથે એટલા ડોક્યુમેટ માગવામાં આવે છે કે લોકો ખાતું ખોલવાનું ટાળે છે. જો કે બેન્કિંગ કોડ્સ એન્ડ સ્ટાન્ડર્ડ્સ બોર્ડ ઓફ ઇન્ડિયાએ ગ્રાહકોને કેટલાક અધિકાર આપ્યા છે. આ અધિકાર અંગે રાજ્યના નાણાં વિભાગના એક અધિકારીએ…
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમની કેબિનેટના ત્રણ મંત્રીઓ ભારે પડી રહ્યાં છે. તેમના કારણે સચિવાલયમાં ભાજપની છાપ એવી ઉપસી આવી છે કે આ ભાજપ અને કોંગ્રેસની ગઠબંધન સરકાર ચાલી રહી છે. આ ત્રણ મંત્રીઓ એવાં છે કે જેમને કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામાં અપાવીને સીધા મંત્રી બનાવી દેવામાં આવ્યા છે. સચિવાલયના સૂત્રો કહે છે કે સરકારમાં ભાજપના ધારાસભ્યો અને આગેવાનોના જેટલા કામ થાય છે તેના કરતાં ત્રણ ઘણાં કામ કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનોના થાય છે. કોંગ્રેસના ત્રણ પ્રતિનિધિ સરકારમાં હોય તેવો માહોલ સર્જાયો છે. જો કે મુખ્યમંત્રીને આ ત્રણેય મંત્રીઓની ગતિવિધિ ખબર પડતાં તેમણે કેટલાક નિયંત્રણો મૂક્યાં હોય તેવું ચિત્ર સામે આવ્યું…
ગાંધીનગરના નવા વિસ્તાર ગિફ્ટ સિટીમાં એવું તે શું થયું છે કે જેથી આગામી બે વર્ષમાં આ સિટીમાં એક લાખ લોકોની વસતી થઇ જશે… આ પ્રશ્નનો જવાબ એવો છે કે ગિફ્ટ સિટીની આસપાસ સાબરમતી નદીના બન્ને કાંઠે સરકારે કોમર્શિયલ અને રેસિડેન્સિયલ કોમ્પલેક્સ બનાવવાની મંજૂરી આપતાં દેશના વિવિધ ડેવલપર્સે તેમનું નવું ડેસ્ટીનેશન ગિફ્ટ સિટી બનાવ્યું છે. આ સિટીની ફરતે 15થી વધુ સ્કીમો મૂકવામાં આવી છે અને તેમના બાંધકામ ત્રણ વર્ષમાં પૂરાં થશે એટલે આ સિટીમાં વસતી એક લાખ જેટલી થવાની છે. ગિફ્ટ સિટીમાં ફાયનાન્સિયલ ઇમારતો પછી હવે રેસિડેન્સિયલ સ્કીમોની ભરમાર ફાટી નિકળી છે. આ સિટીમાં એક લાખ લોકોના વસવાટને ધ્યાને લઇને સરકારે…
ગુજરાતમાં ખેતીની જમીન ઘટતી જાય છે અને નવી જમીન પેદા થતી નથી ત્યારે ગુજરાતમાં એક નવો કન્સેપ્ટ શરૂ થઇ રહ્યો છે. હવે ગુજરાતના ખેડૂતો દરિયા કિનારાના વિસ્તારોમાં ખેતી કરશે. આ ખેતી માટેના પાકને વિકસાવવા રાજ્ય સરકારે એક યોજના બનાવી છે. વિશ્વના એવા દેશો કે જ્યાં દરિયા કિનારે ખેતી થાય છે તેના અહેવાલ મંગાવવામાં આવશે. ગુજરાતનો 1600 કિલોમીટરનો દરિયાકિનારો ખાલી પડ્યો છે. બંદર વિસ્તારને છોડી દઇએ તો દરિયાનો બીજો ઘણો ભાગ એવો છે કે જ્યાં કોઇ એક્ટિવિટી થતી નથી. સી-વીડ ફાર્મિંગ એક નવો કન્સેપ્ટ છે. જાપાન, કોરિયા, ચીન, ફિલિપિન્સ અને ઈન્ડોનેશિયા જેવા દેશોમાં આ પ્રકારની ખેતી કરવામાં આવે છે. પરંતુ હવે…