ગાંધીનગર — સરકારે અગરિયાઓના વિકાસ માટે અલગ અલગ યોજનાઓ બનાવી હતી પરંતુ તેમને ઘર આપવાની યોજનામાં રૂપિયા ખર્ચાયા નહીં હોવાની પોલ કેગના રિપોર્ટમાં ખૂલી છે. કેગ તરફથી એવું નોંધવામાં આવ્યું છે કે અગરિયાઓને ઘર બનાવી આપવા માટેના 35 કરોડ રૂપિયા પડી રહ્યાં હતા અને છેવટે તે લેપ્સ ગયા છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મીઠાના અગરમાં કામ કરતાં કામદારો સરકારની આવાસ યોજાન હોવા છતાં હજી પણ દૂરના અંતરે ઝૂંપડપટ્ટીમાં રહે છે. તેમના ખુદના આશ્રયસ્થાનો તેઓએ બનાવેલા છે. પાંચ વર્ષનો સમય વિતી ગયો હોવા છતાં અગરિયાઓને પાકા મકાનો મળ્યાં નથી. સરકાર મીઠાની લીઝ આપે છે ત્યારે એવી કોઇ શરત નથી કે…
કવિ: Margi Desai
ગુજરાતમાં પીવાના પાણીના રૂપિયા લેવાય છે છતાં પાણી પુરવઠા વિભાગને કરોડો રૂપિયાનું નુકશાન થઇ રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં વિભાગને 2506 કરોડનું નુકશાન થયું છે. કેગના રિપોર્ટમાં આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ દ્વારા ગ્રામ પંચાયતો, નગરપાલિકાઓ તેમજ મહાનગરોમાં પીવા માટેનું પાણી આપવામાં આવે છે અને તેના વિવિધ પ્રકારના દરો લેવામાં આવે છે પરંતુ લોકોએ તે બીલ ચૂકતે કર્યા નથી. છેલ્લા પાંચ વર્ષમાં પાણીના બાકી બીલોની સંખ્યા 2506 કરોડ રૂપિયા થઇ છે. પીવાના પાણી માટે રાજ્યની સ્થાનિક સંસ્થાઓએ સરકારને રૂપિયા ચૂકવ્યા નથી. માત્ર 7.6 ટકાની રિકવરી આવી છે. જો કે એકમાત્ર દાહોદ ગ્રામ પંચાયતનો દર શૂન્ય છે.…
દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ આરઆરટીએસ કોરિડોર માટેનો રોલિંગ સ્ટોક ગુજરાતના વડોદરા નજીક બોમ્બાર્ડિયરના સાવલી પ્લાન્ટમાં બનાવવામાં આવશે. રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ પરિવહન નિગમના સચિવ દુર્ગાશંકર મિશ્રાએ જણાવ્યું હતું કે આરઆરટીએસ માટે હાઇસ્પીડ, હાઇ ફ્રીકવન્સી કમ્પ્યુટર ટ્રેન સંપૂર્ણપણ કેન્દ્રની માલિકીની મેક ઇન ઇન્ડિયા નીતિ હેઠળ બનાવવામાં આવી રહી છે. ભારતની પહેલી આરઆરટીએસ ટ્રેનનું અનાવરણ કરતાં, એમએચએચયુએ સેક્રેટરીએ જણાવ્યું હતું કે પર્યાવરણ મૈત્રીપૂર્ણ અને ઉર્જા કાર્યક્ષમ ટ્રેન આર્થિક વિકાસને વેગ આપી, આર્થિક તકોનું સર્જન કરી હવાના પ્રદૂષણને દૂર કરી આસપાસના જીવનની ગુણવત્તામાં સુધારો કરશે. અત્યાધુનિક આરઆરટીએસ રોલિંગ સ્ટોક 180 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પ્રમાણે ચાલશે અને તે ભારતની પ્રથમ ટ્રેન હશે. એડિએટીંગ સ્ટેનલેસ સ્ટીલની બાહ્ય બોડી…
જમીન સંપાદનની પ્રક્રિયા વચ્ચે અમદાવાદ અને મુંબઇ વચ્ચે દોડનારી દેશની પહેલી બુલેટ ટ્રેનના પ્રથમ તબક્કાના કામો માટે ટેન્ડર ખોલવામાં આવ્યાં છે. આ તબક્કો વડોદરા થી વાપી વચ્ચેનો રહેશે, કે જ્યાં જમીન સંપાદન કરવાના કામો પૂર્ણ થયાં છે. આ તબક્કામાં 20,000 કરોડ રૂપિયાના કામો થશે જે બુલેટ ટ્રેનનો ગુજરાતમાં 47 ટકા હિસ્સો ધરાવે છે. નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ તરફથી પહેલું ટેન્ડર ઇસ્યુ કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં બુલેટ ટ્રેનનો વિસ્તાર 237 કિલોમીટર લાંબો છે અને તે પૈકી વડોદરા થી વાપીનો વિસ્તાર 47 ટકા વિસ્તાર કવર કરે છે. આ ટેન્ડરમાં ટ્રેક ઉપરાંત ચાર રેલવે સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવશે. બુલેટ ટ્રેન માટે…
ગુજરાત સરકારની ટેક્સ રેવન્યુ પ્રતિવર્ષ વધતી જાય છે પરંતુ વર્તમાન નાણાંકીય વર્ષમાં કોરોના સંક્રમણના કારણે ટેક્સ રેવન્યુમાં મોટું ગાબડું સર્જાયું હોવાથી સરકારને પગાર કરવા માટે નાણાં બજારમાંથી ઉછીના લેવા પડી રહ્યાં છે. રાજ્યના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) ના રજૂ થયેલા રિપોર્ટમાં એક વર્ષની ટેક્સ રેવન્યુમાં 13000 કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે. નાણાકીય વર્ષ 2018-19ના હિસાબોનું ઓડિટ કરતાં સામે આવ્યું છે કે 2014-15માં ગુજરાત સરકારની ટેક્સ રેવન્યુ 91978 કરોડ રૂપિયા હતી પરંતુ તે 2018-19માં વધીને 1,36,002 કરોડ થઇ છે. ટેક્સ રેવન્યુ આગલા વર્ષ, એટલે કે 2017-18માં 1,23,291 કરોડ રૂપિયા હતી. કેગના રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગુજરાતની જીએસડીપીમાં છેલ્લા…
ગાંધીનગર — ગુજરાત સરકારમાં ચાલતી લાલીયાવાડી કેગના રિપોર્ટમાં બહાર આવી છે. સરકાર લીઝ પર જે જમીન આપે છે તેનો સંપૂર્ણ ડેટા ખુદ સરકાર પાસે ઉપલબ્ધ નહીં હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જમીન વહીવટી સાથેના વ્યવહારમાં મહેસૂલ વિભાગ પાસે ડેટા નથી.કેગના રિપોર્ટમાં જણાવાયું છે કે સરકાર વિવિધ ઉદ્યોગો અને સંસ્થાઓને લીઝ પર જમીન આપે છે. તેની ફાઇલો ચાલે છે પરંતુ કોને કેટલી લીઝ આપી છે અને ક્યા હેતુ માટે આપી છે તેનો સમગ્ર ડેટા ઉપલબ્ધ નથી. મહેસૂલ વિભાગ સરકારી જમીન આપ્યાનો ડેટા આપી શક્યું નથી.સરકારી જમીન કોઇ ઉદ્યોગ કે સંસ્થાને આપવામાં આવે તો તેનો ચોક્કસ ડેટા હોવો જરૂરી છે, કેમ કે…
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમની સરકારનો વહીવટ કેવો છે તે અંગેનો ચિતાર આપતો તેમજ ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓને ઉજાગર કરતા કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) ના રિપોર્ટ વિધાનસભાના છેલ્લા દિવસે ટેબલ પર મૂકવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભામાં ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના (1) સામાન્ય અને સામાજીક સેવા (2) નાણાંકીય હિસાબો (3) વિનિયોગ હિસાબો (4) રાજ્યની નાણાકીય પરિસ્થિતિ (5) સામાન્ય અને સામાજીક ક્ષેત્ર (6) આર્થિક અને મહેસૂલી ક્ષેત્ર તેમજ (7) જાહેર ક્ષેત્રના ઉપક્રમો અંગેના એમ કુલ સાત અહેવાલો રજૂ કરવામાં આવ્યા છે. વિધાનસભાનું સત્ર ચાલુ હોય છે ત્યારે હંમેશા સત્રના અંતિમ દિવસે કેગના રિપોર્ટ મૂકવામાં આવતા હોય છે. વિપક્ષ કોંગ્રેસે વારંવાર…
ગાંધીનગર — અમદાવાદના વાહનો અને દુકાનોથી ધમધમતા એસજી હાઇવે પર લોકોના ટોળાં મધરાત સુધી બેસી રહેતા હતા તે જગ્યાઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સીલ કરી દીધી છે. કોરોના સંક્રમણના કેસો ફરી એકવાર અમદાવાદમાં વધી રહ્યાં છે ત્યારે આરોગ્ય અધિકારીઓએ પોલીસને સાથે રાખીને છાપેમારી શરૂ કરી છે. અમદાવાદમાં ચાની દુકાનો અને સ્ટોલ બંધ કરવામાં આવ્યા છે. એક જ રાતમાં છ સ્ટોલ અને કાફે સીલ કરી દેવામાં આવ્યા છે. કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કરતાં આ સ્ટોલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. એસજી રોડ પરના શુંભુ કોફીબાર, ડોન કા અડ્ડા, એન્જિનિયર ઇન કિચન, રતલામ કેફે સહિત 6 સ્ટોલ સીલ કરવામાં આવ્યા છે. આ પહેલાં અમદાવાદના…
ઉત્તર ગુજરાતમાં આવેલી બનાસ ડેરીના ડિરેક્ટરોની ચૂંટણીમાં ભાજપના જ બે જૂથ આમને-સામને આવી ગયાં છે. આ ડેરીના 16 ડિરેક્ટરોની ચૂંટણી યોજાઇ રહી છે. હાલ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને 19મી ઓક્ટોબરે ચૂંટણી થવાની છે. બનાસ ડેરીમાં 3.50 લાખ પશુપાલકો છે અને આ ડેરી વર્ષે 9000 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવે છે. 22મી સપ્ટેમ્બર થી ઉમેદવારી પત્રો ભરી શકાય તેવી વ્યવસ્થા હતી પરંતુ હજી સુધી કોઇ ઉમેદવારી પત્રો ભરાયા નથી. ઉમેદવારી પત્રો હજી 29મી સપ્ટેમ્બર સુધી ભરી શકાશે. 30મી સપ્ટેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી થવાની છે અને 1લી ઓક્ટોબરે ઉમેદવારોની યાદી જાહેર થશે. જે ઉમેદવારો મેદાનમાં હશે તે પૈકી 8મી…
ગુજરાતના યુવા પાટીદાર અનામત આંદોલનના નેતા અને હાલના કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ ગુજરાત બહાર જઇ શકશે કે નહીં તેનો ફેંસલો શુક્રવારે ગુજરાત હાઇકોર્ટમાં થવાનો છે, જો કે ગુજરાત સરકારે અગાઉ કહ્યું છે કે હાર્દિક પટેલને ગુજરાત બહાર જવા દેવામાં આવે નહીં, કેમ કે તેની સામે ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે. હાર્દિક પટેલે અમદાવાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજીની શરતોમાં ફેરફાર માટે અને રાજ્ય બહાર જવા માટે અરજી કરી હતી જેની સુનાવણી દરમ્યાન કોર્ટે આ કેસનો ચુકાદો શુક્રવાર પર મુલતવી રાખ્યો છે. હાર્દિકે 90 દિવસ માટે રાજ્ય બહાર જવા અરજી કરી હતી. જેનો સરકારે વિરોધ કર્યો છે. સરકારે કહ્યું છે કે…