ગુજરાત હાઇકોર્ટની કામગીરી સમયે એક વકીલ ચાલુ વિડીયો કોન્ફરન્સથી દલીલ કરતાં હતા ત્યારે તેઓ ધુમ્રપાન કરતા હતા તે જોઇને જસ્ટીસે ટકોર કરી હતી અને તેમને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. એટલું જ નહીં, વિડીયો કોન્ફરન્સ ઓફિસ કે નિવાસસ્થાનેથી કરવાની હોય છે પરંતુ આ વકીલ તેમની કારમાં બેઠાં હતા જેની ગંભીર નોંધ લેવામાં આવી હતી. ગુજરાત બાર કાઉન્સિલને એવું કહેવામાં આવ્યું છે કે હવે વિડીયો કોન્ફરન્સ કાર્યવાહી કરવાની થાય તો વકીલોએ ઓફિસ કે નિવાસસ્થાન પસંદ કરવાના રહેશે. કારમાં બેસીને કોઇ દલીલ થઇ શકશે નહીં. વકીલો ખુલ્લા મેદાન પણ પસંદ કરી શકશે નહીં. અમદાવાદના એડવોકેટ જેવી અજમેરાને જસ્ટીસે દંડ ફટકાર્યો છે. તેમને…
કવિ: Margi Desai
રાજકોટમાં ગ્રીનફિલ્ડ એરોપોર્ટ બનાવવા માટે અત્યાર સુધીમાં કુલ 821 હેક્ટર જમીન સંપાદન કરવામાં આવી છે અને 204 હેક્ટર જમીન સંપાદન કરવાની બાકી છે. આ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ખાતમૂહુર્ત 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું, જેમાં સરકારી અને ખાનગી જમીન સંપાદન પ્રક્રિયા ચાલી રહી છે. રાજ્યના નાગરિક ઉડ્ડયન વિભાગે જણાવ્યું છે કે એરપોર્ટ માટે કુલ 1025 હેક્ટર જમીન સંપાદન કરવાની થાય છે જે પૈકી 240 હેક્ટર સરકારી પડતર જમીન, 429.90 હેક્ટર જંગલ વિસ્તારની જમીન, 60.41 હેક્ટર ટોચ મર્યાદાની જમીન, 52.69 હેક્ટર ગૌચર જમીન તેમજ 38 હેક્ટર ખાનગી જમીન મળી કુલ 821 હેક્ટર જમીન સંપાદન કરવામાં આવી છે. હવે વન વિભાગની 202 હેક્ટર…
ગાંધીનગર- ગુજરાતમાં યોજાયેલી નવ વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટમાં કેટલા ઉદ્યોગોને પ્રોજેક્ટ શરૂ કર્યા છે અને તેમાં કેટલા યુવાનોને રોજગારી મળી છે તેની સત્તાવાર માહિતી ઉદ્યોગ વિભાગે આપી છે. આ તમામ વાયબ્રન્ટ સમિટની રોજગારીનો સરવાળો કરીએ તો રોજગારીનો આંકડો 40 લાખને ક્રોસ થાય છે. આશ્ચર્ય એ બાબતનું છે કે છેલ્લા પાંચ વર્ષનો સરેરાશ બેકારી દર વર્ષે 9 લાખ જોવા મળે છે, જો વાયબ્રન્ટમાં આટલી રોજગારી આપવામાં આવી હોય તો હાલની સ્થિતિએ રોજગાર વિનિમય કચેરીમાં શૂન્ય બેરોજગારી હોવી જોઇએ પરંતુ તેમ થયું નથી.રોજગાર વિનિમય કચેરીઓમાં એક સત્ય એ પણ છે કે જેમને સરકારી નોકરી જોઇતી નથી અને પ્રાઇવેટ નોકરી કરવી છે અથવા તો…
ગુજરાતમાં બેન્કોના એટીએમ તોડીને રૂપિયા કાઢી જવાના 350થી વધુ બનાવો બન્યાં છે. આ બનાવો છેલ્લા પાંચ વર્ષમાં નોંધાયા છે. સાયબર પોલીસ અને બેન્કોની સતર્કતા છતાં સાયબર માફિયાઓ બેન્કોના રૂપિયા કાઢીને લઇ જાય છે અથવા તો ચોરી જાય છે. ઘણીવાર ગ્રાહકોના એટીએમ કાર્ડનો દુરપયોગ કરીને પણ બેલેન્સ ખાલી કરી દેવામાં આવે છે. રાજ્યના ગૃહ વિભાગે જણાવ્યું હતું કે રાજ્યમાં એટીએમ તોડીને રૂપિયા કાઢી લીધા હોય અથવા તો એટીએમમાંથી ચોરી કરી હોય તેવા કિસ્સા પ્રતિવર્ષ વધતાં જાય છે. બેન્કોએ ફુલપ્રુફ સિસ્ટમ બનાવી હોવા છતાં આવા ગઠીયાઓ રૂપિયા લઇ જાય છે. તાજેતરમાં ભારતીય સ્ટેટ બેન્કે એટીએમમાંથી રૂપિયા ઉપાડવા માટે ઓપીટી સિસ્ટમ ગોઠવી છે…
ગુજરાતમાં પ્રત્યેક નાગરિક અને ઘરને સુરક્ષિત અને સ્વચ્છ પાણી આપવાના દાવા કરવામાં આવે છે પરંતુ પાણીની ગુણવત્તા કેવી છે તેનું પ્રમાણ નક્કી કરવામાં સરકારના વિભાગોની બેદરકારી સામે આવી છે. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં પાણીના નમૂના લેવાની પ્રક્રિયા ધીમી કરી દેવામાં આવી છે. મોજણીના છેલ્લા વર્ષ 2019માં માત્ર એક લાખ નમૂના લેવામાં આવ્યા છે. 2018માં વિભાગે 1.79 લાખ નમૂના લીધા હતા જે પૈકી 31000 નમૂના ફેઇલ થયાં હતા. એટલે કે આ પાણી લોકોને પીવાલાયક નથી. પાણીની ગુણવત્તા સુધારવા માટે સરકાર સમગ્ર ગુજરાતના વિસ્તારોમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે તેમ છતાં એવાં કેટલાક ગામડાં અને શહેરો છે કે જ્યાં પીવાનું ચોખ્ખું પાણી…
ભારતની ટોચની ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી) એ જણાવ્યું છે કે તેની ગુજરાત રિફાઇનરીની ક્ષમતા વધારવા માટે તે 17825 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરશે, એટલું જ નહીં પેટકેમ બિઝનેસમાં વધારો કરવાની યોજનાના ભાગરૂપે એકમમાં પેટ્રોકેમિકલ પ્લાન્ટ સ્થાપશે. કંપનીએ કહ્યું છે કે ગુજરાતની રિફાઇનરીમાં પેટ્રોકેમિકલ અને લ્યુબ એકીકરણ પ્રોજેક્ટના અમલીકરણ માટે બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટના કારણે ગુજરાતની વડોદરા સ્થિત રિફાઇનરીની ક્ષમતા વાર્ષિક 13.7 મિલિયન ટન હતી તે વધારીને 18 મિલિનય ટન થશે. એ ઉપરાંત 0.5 મિલિનય ટન પોલિપ્રોપીલિન પ્લાન્ટ અને 235000 ટન લ્યુબ ઓઇલ બેઝ સ્ટોક બનાવવાની ક્ષમતા ધરાવશે. આઇઓસી ભવિષ્યમાં વિશિષ્ટ રસાયણોના ઉત્પાદન માટેનો બિલ્ગીંગ બ્લોક બનાવશે…
ગુજરાત સરકારે કેન્દ્રના માર્ગદર્શન પ્રમાણે સી-પ્લેનના પ્રોજેક્ટ પછી હવે નદીઓમાં જળમાર્ગ શરૂ કરવાની વિચારણા શરૂ કરી છે. રાજ્યમાં પહેલો સી-પ્લેનનો પ્રોજેક્ટ સાબરમતી રિવરફ્રન્ટ થી કેવડિયા સુધી રહેશે જેનું ઉદ્દધાટન 31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યાં છે. હવે આ જ તર્જ પર નદીઓમાં પરિવહનની સ્કીમ શરૂ કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા ભારતની મુખ્ય નદીઓ સહિત ગુજરાતની પાંચ નદીઓમાં જળ પરિવહન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફર જનતા હવે હાઇ-વેની જેમ નદીમાં મુસાફરી કરીને એક જગ્યાએ થી બીજી જગ્યાએ જશે કે જેથી માર્ગો પરનો ટ્રાફિક મોટીમાત્રામાં ઘટી શકે છે. ગુજરાત સરકારે રિવર ઇન્ટર લિંકઅપ પ્રોજેક્ટ હેઠળ જળમાર્ગ બનાવવાનું…
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 31મી ઓક્ટોબરની મુલાકાત યાદગાર બનાવવા માટે રાજ્ય સરકારના વિભાગો તડામાર તૈયારી કરી રહ્યાં છે. મોદી સરદાર પટેલ જન્મજ્યંતિએ કેવડિયા કોલોની આવી રહ્યાં છે. તેઓ અમદાવાદ સ્થિત રિવરફ્રન્ટ થી કેવડિયા સુધીની ઉડાન સી-પ્લેન મારફતે ભરશે. અમદાવાદના રિવરફ્રન્ટ પર ફ્લોટીંગ જેટી બનાવવામાં આવી રહી છે જે પાણીની વધ-ઘટ પ્રમાણે ઉપર નીચે થવાની છે. આ સાથે જેટી પર જવા માટેનો બ્રીજ પણ બનાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ કેવડિયામાં એક જળાશયમાં વોટર એરોડ્રામ બની રહ્યું છે. આ સ્થળે પાણીમાં મગરોની વસતી હોવાથી તેમને ખસેડવાની અને સ્થળાંતર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ફ્લોટીંગ જેટી ગોઠવ્યા પછી વે-બ્રીજ…
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં સરકારે મોટો બદલાવ કરવાનું નક્કી કર્યું છે. આ બદલાવનો ચોમેર વિરોધ થઇ રહ્યો છે પરંતુ બોર્ડમાં હયાત 26 સભ્યોની સંખ્યા ઘટાડીને માત્ર નવ કરી દેવામાં આવી છે. સરકારે વહીવટી સરળતા ખાતર સંખ્યા ઘટાડી હોવાનો દાવો કરવામાં આવે છે પરંતુ હકીકતમાં સરકારી નીતિ-રીતિનો વિરોધ કરતાં સભ્યોને બંધ કરી દેવામાં આવ્યા છે. રાજ્યના શિક્ષણ બોર્ડમાં વર્ષોથી શિક્ષકો, વાલીઓ અને સંચાલકોને સભ્યો બનાવવામાં આવે છે. પ્રત્યેક સભ્ય તેના અંગત અભિપ્રાય આપીને સરકારની નીતિનો ઘણીવાર વિરોધ કરે છે તેથી સરકારે હવે સભ્યોની મર્યાદા બાંધી દીધી છે. ગુજરાત વિધાનસભામાં આવનારા સરકારી વિધેયકોમાં શિક્ષણ બોર્ડની સંખ્યા ઘટાડવા અંગેનું વિધેયક…
ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એવી જાહેરાત કરી હતી કે “મુંબઇનું બોલિવુડ હવે ગુજરાતમાં શિફ્ટ થશે, કારણ કે ગુજરાત 10થી વધુ એન્ટરટેઇનમેન્ટ ઝોન, 10 ફિલ્મસિટી અને 8 ફિલ્મ સ્ટુડિયો બનાવી રહ્યું છે.” – કાશ, નરેન્દ્ર મોદીના આ શબ્દો સાચા પડ્યાં હોત, પરંતુ સ્થિતિ એવી સર્જાઇ છે કે મુંબઇનું બોલિવુડ હવે ઉત્તરપ્રદેશ શિફ્ટ થઇ રહ્યું છે. ગુજરાત સરકારે મંજૂરીઓ આપવામાં વિલંબ કરતાં ફિલ્મ નિર્માતાઓએ બીજા રાજ્યની પસંદગી કરી લીધી છે. ઉત્તરપ્રદેશના ગૌતમબુદ્ધ નકર જિલ્લાના નોઇડામાં શાનદાર ફિલ્મ સિટી બની બનાવવામાં આવશે. લખનૌમાં ઉચ્ચ અધિકારીઓની એક બેઠકમાં રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી હતી કે નોઇડા, ગ્રેટર નોઇડા અને યમુના એક્સપ્રેસ વે…