ગુજરાતમાં સિરેમિકના કારખાનામાં કામ કરતાં શ્રમિકોને સિલિકોસિસની બિમારી લાગુ પડે છે. આ બિમારી માટે ગુજરાત સરકારે આરોગ્ય વિભાગને સતર્ક બનાવ્યું છે છતાં સરકારના આ વિભાગ પાસે સિલિકોસિસના દર્દીઓ અંગે કોઇ સચોટ માહિતી નથી. સિલિકોસિસ રોગ અંગે જાણકારી આપતા એક પર્યાવરણવિદ્દે કહ્યું હતું કે સિરામિક સાથે કામ કરતાં શ્રમિકોને લાંબાગાળે સિલિકોસિસની બિમારી લાગુ પડે છે. આ બિમારીમાં શ્વસનતંત્રના રોગ થાય છે. રાજ્યમાં કેટલા શ્રમિકોના મોત થાય છે અને કેટલા શ્રમિકો આ રોગનો ભોગ બન્યા છે તેનો આંકડો સરકારના આરોગ્ય વિભાગ પાસે નથી. શ્રમિકો સિલિકોસિસનો શિકાર બને નહીં તે માટે ફેક્ટરી એક્ટમાં પર્યાપ્ત પ્રાવધાન છે પરંતુ કેટલીક ફેક્ટરીઓ તેનું પાલન કરતી નથી.…
કવિ: Margi Desai
ગાંધીનગર ગુજરાતમાં લોકડાઉન અને કોરોના સંક્રમણના સમયે બંધ પડેલી એસટી બસ સુવિધા ક્યારથી શરૂ થવાની છે તેની રાહ જોઇ રહેલા એસટીના મુસાફરોને રાહત મળે તેવા સમાચાર મળ્યા છે. હવે રાજ્યની સડકો પર એસટી બસો જોવા મળશે, જો કે આરોગ્યના નિયમોનું પાલન કરવાનું રહેશે. કોરોના સંક્રમણની વચ્ચે એસટી બસો બંધ કરી દેવામાં આવતા મુસાફરો અપડાઉન કરી શકતા ન હતા. તેમને ફરજીયાત પ્રાઇવેટ વાહનોમાં મુસાફરી કરવી પડતી હતી. રાજ્ય સરકારે કોરોના સંક્રમણ ફેલાય નહીં તે માટે એસટી બસમાં મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો હતો અને માર્ગો પરથી એસટી બસો પાછી ખેંચી લીધી હતી પરંતુ હવે આ બસો ફરીથી શરૂ થઇ રહી છે. ગુજરાતમાં…
ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ અન્ય રાજ્યોની સરખામણીએ વધારે છે તેવા દાવા પોકળ સાબિત થયા છે, કેમ કે ગુજરાત કરતાં અન્ય રાજ્યોમાં ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન આપવામાં આવતું હોવાથી ગુજરાતના ઉદ્યોગો બીજા રાજ્યોમાં સરકી રહ્યાં છે. તાજેતરની મોજણીના આધારે ઉદ્યોગ વિભાગને એવું લાગ્યું છે કે રાજ્યના નાના અને મધ્યમ ઉદ્યોગો પડોશી રાજ્યોમાં સરકી રહ્યાં છે તેથી રાજ્યની જીઆઇડીસીના અધિકારીઓને તાકીદ કરી ઉદ્યોગોને સાચવવાની જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યના ઉદ્યોગ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ જીઆઇડીસીના અધિકારીઓને બોલાવીને લધુ અને મધ્યમ ઉદ્યોગોને પડતી તકલીફો નિવારવાની સૂચના આપી એવું કહ્યું હતું કે ગુજરાતના ઉદ્યોગો બીજા રાજ્યોમાં જવાનું વિચારે તે પહેલાં તેમની સાથે ચર્ચા કરીને સમાધાન કરો. ઉદ્યોગ…
ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યા એક લાખ કરતાં વધી ગઇ છે ત્યારે હવે તમને કે તમારી પડોશમાં ક્યારે કોને કોરોના પોઝિટીવ આવી જાય તે કહી શકાય તેમ નથી. ઝડપથી પ્રસરતો જતો વાયરસ હવે ડર ઓછો અને સાવચેતી વધારે રખાવે છે. માસ્ક પહેર્યું હોય છતાં કોરોના થયાના દાખલા પણ હવે તો જોવા મળે છે. રાજ્યમાં પહેલા સામાન્ય જનતાને, ત્યારબાદ દુકાનદારો, બિઝનેસ હાઉસના કર્મચારી, સરકારી અધિકારીઓ તેમજ કર્મચારીઓ અને રાજકીય નેતાઓને ચેપ લગાડ્યો છે તે કોરોના હવે સાધુ સંતોને પણ થવા લાગ્યો છે. શિસ્તના આગ્રહી એવા સ્વામિનારાયણ સંપ્રદાયના અમદાવાદના શાહીબાગ સ્થિત બીએપીએસના હેડ ક્વાર્ટરમાં કોરોના પ્રવેશી ચૂક્યો છે. શાહીબાગના સ્વામિનારાયણ મંદિરમાં સાધુ…
ગુજરાતની સાબરમતી નદીના 10 કિલોમીટરના પેચને ગયાવર્ષે સ્વચ્છ કરવામાં આવ્યો હતો પરંતુ ગુજરાતના 120 કિલોમીટર વિસ્તારમાં વહેતી આ નદી અલગ અલગ જગ્યાએ પ્રદૂષિત બનેલી છે. ઉદ્યોગોનો કેમિકલ કચરો આ નદીમાં ઠાલવવામાં આવે છે તેની તપાસ અને પગલાં પણ જરૂરી છે. રાજ્યની નદીઓમાં પ્રદૂષણ ફેલાઇ રહ્યું હોવાના કેન્દ્રીય અહેવાલો પછી સરકારે સતર્કતાના પગલાં લીધા છે પરંતુ તે પ્રતિકારાત્મક હોવાથી પર્યાવરણની સંસ્થાઓ નારાજ થયેલી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના રિવરફ્રન્ટ વિસ્તારમાં નદીને શુદ્ધ કરવાનું અભિયાન શરૂ કર્યું હતું તે આવકાર્ય છે પરંતુ ગંગા નદીની જેમ ગુજરાતમાં વહેતી સાબરમતી નદીનો સંપૂર્ણ પેચ શુદ્ધ કરવાની આવશ્યકતા છે. આ પટને સાફ કરવામાં આવે તો…
એક તરફ ચૂંટણી પંચ રાજ્યમાં ચૂંટણી યોજવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે બીજીબાજુ મુખ્યમંત્રી વિજય રૂપાણી એક પછી એક પ્રજાલક્ષી જાહેરાતો કરતા જાય છે. આ સંજોગોમાં ત્રણેય ચૂંટણીઓ તેના નિર્ધારિત સમયમાં યોજાય તેવી સંભાવના છે. પહેલાં વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી થશે, ત્યારબાદ જિલ્લા-તાલુકા પંચાયત, પાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ થવાની છે. રાજ્ય ચૂંટણી પંચના સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યની છ મહાનગરપાલિકાની હદ વધારતી જાહેરાત પછી પંચે નવા સિમાંકનું કામ પૂર્ણ કર્યું છે. આ સાથે અનામત બેઠકો અને વોર્ડ રચનાના કામો પણ પૂર્ણ કર્યા છે. ધીમે ધીમે પ્રત્યેક મહાનગરમાં નવા સિમાંકનની પ્રાતમિક પ્રસિદ્ધિ કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલાં કેટલાક મહત્વના…
ગુજરાતના વિવિધ વિભાગો જેવાં કે ઉદ્યોગ, ઉર્જા, કૃષિ, શિક્ષણ, શહેરી વિકાસ, ગૃહ અને આરોગ્યની જેમ હવે સર્વિસ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર નવી સર્વિસ નીતિ બનાવી રહી છે. આ નીતિના કારણે કોરોના સંક્રમણના સમયમાં બેહાલ થયેલું સેક્ટરને બેઠું કરવાની ગણતરી રાખવામાં આવી છે. સરકારનો મુખ્ય આશય રોજગારીની નવી તકો ઉભી કરવાનો છે. રાજ્યના ઉદ્યોગ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે તાજેતરમાં સરકારે નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની જાહેરાત કરી છે. બીજી એક પોલિસી ટુરિઝમ સેક્ટરમાં આવી રહી છે. બે વર્ષ જેટલા લાંબા સમયથી પોર્ટ પોલિસી પેન્ડીંગ છે તેની પણ જાહેરાત થવાની છે. રાજ્યના ખેડૂતો માટે કૃષિ પ્રોત્સાહક પોલિસી આવી રહી છે. ઉદ્યોગમા…
ગુજરાત સરકારમાં ભરતી કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક ટોચના ઓફિસરને જવાબદારી સોંપી છે. આ અધિકારી સાથે બેસીને જીપીએસસીના ચેરમેન દિનેશ દાસા તેમજ અન્ય ઓફિસરો ચર્ચા કરશે અને ભરતી કેલેન્ડર બનાવશે. સરકારના વિવિધ વિભાગો અને કચેરીઓમાં ટૂંકસમયમાં ભરતી શરૂ થવાના એંધાણ જોવા મળી રહ્યાં છે. હાલ મુખ્યમંત્રી કાર્યાલસમાં મુખ્ય અગ્રસચિવ તરીકે ફરજ બજાવતા કે કૈલાસનાથનને આ જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે એક બેઠક કરી લીધી છે. હાઇકોર્ટના ચૂકાદા પછી રાજ્ય સરકારે ભરતીની આ પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટે 1લી ઓગષ્ટ 2018નો પરિપત્ર વ્યાપક વિરોધ બાદ રદ્દ કર્યો છે.હાઇકોર્ટના ચૂકાદાનો અભ્યાસ કરીને અને તેની અસરો…
ગુજરાતના ચાર મેટ્રો સિટી તેમજ ગાંધીનગરમાં 70 માળ સુધીની ઇમારત બનાવવાની જાહેરાત પછી ગુજરાત સરકારે આ બિલ્ડીંગ માટે સૌથી વધુ 5.4 ની એફએસઆઇ આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયના કારણે બિલ્ડરોને વધુ સ્પેસ મળતાં તેમને મોટો ફાયદો થવાનો છે અને જમીનના ભાવ ઘટતાં ગ્રાહકોને સસ્તાં મકાન મળી રહેશે. રાજ્યના પાંચ શહેરો- અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ ઉપરાંત ગાંધીનગરનો પણ સમાવેશ આ જાહેરાતમાં કરવામાં આવ્યો છે તેથી ગાંધીનગરના સેક્ટરો ઉપરાંત ગાંધીનગર શહેરી સત્તાવિકાસ મંડળ (ગુડા)માં પણ 70 માળની ઇમારતો બનાવી શકાશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાતમાં કહ્યું હતું કે ગુજરાતના પાંચ શહેરોમાં દુબઇ અને સિંગાપુર જેવી ઇમારતો બનશે. ગાંધીનગર સહિતના શહેરોમાં…
ગુજરાત વહીવટી સેવા (જીએએસ) કેડરના 12 જેટલા ઓફિસરોને ગુજરાત સરકારની ભલામણ પ્રમાણે ભારતીય વહીવટી સેવા (આઇએએસ) તરીકે પ્રમોટ કરાશે. કેન્દ્ર સરકારમાં આ યાદી મોકલી દેવામાં આવી છે. આ સાથે ગુજરાત પોલીસ સેવાના કેટલાક ઓફિસરોના નામ આઇપીએસના નોમિનેશન માટે મોકલવામાં આવી રહ્યાં છે. સામાન્ય વહીવટ વિભાગના સૂત્રોએ કહ્યું છે કે સરકારે 12 જેટલા અધિકારીઓને આઇએએસ તરીકે પ્રમોટ કરવા માટેની યાદી બનાવીને યુપીએસસીને મોકલી છે. રાજ્ય સરકાર અને કેન્દ્રની મિનિસ્ટ્રી ઓફ પર્સનલ એન્ડ ટ્રેઇનીંગના ટોચના અધિકારીઓ સંયુક્ત બેઠક યોજીને ટૂંકસમયમાં ક્યા અધિકારીને પ્રમોશન આપવાનું છે તેની ચર્ચા કરશે. નવી દિલ્હીમાં યોજાનારી યુપીએસસીની એક બેઠકમાં રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ અને અન્ય અધિકારીઓ…