કોરોના સંક્રમણના સમયમાં તબીબી જગત અને લોકો સ્વાસ્થ્યની સંભાળ માટે આયુર્વેદ તરફ વળ્યાં છે ત્યારે રાજ્યમાં આયુર્વેદિક દવાનું ઉત્પાદન કરતાં એકમોની સંખ્યામાં નોંધાપાત્ર વધારો થયો છે. કહેવાય છે કે કેરાલા રાજ્ય એ આયુર્વેદની જનેતા છે પરંતુ આયુર્વેદિક દવાઓનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતમાં થઇ રહ્યું છે. ખેડૂતો પણ હવે તો ઔષધિય પાકો તરફ વધારે પ્રમાણમાં વળ્યાં છે. ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષમાં આયુર્વેદિક ફાર્માના 200 યુનિટના લાઇસન્સ આપવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન કરતા 800 યુનિટ ધમધમે છે. ઉદ્યોગના મતે, બે વર્ષમાં આયુર્વેદિક દવાઓના ઉત્પાદન પ્લાન્ટ્સ માટે 1000 કરોડથી વધારે મૂડીરોકાણ થયું છે.ગુજરાત રાજ્યના ફુડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશન (એફડીસીએ)ના…
કવિ: Margi Desai
ગાંધીનગર — અમદાવાદ-મુંબઇ પછી હવે બીજી બુલેટ ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે. આ ટ્રેન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલવે મંત્રાલયને આદેશ કર્યા છે. આ બુલેટ ટ્રેન અમદાવાદથી ઉપડશે અને ક્યાં જશે તે જાણીને આશ્ચર્ય થશે, કેમ કે અમદાવાદથી મુંબઇનું જેટલું અંતર છે તેનાથી બમણું અંતર આ નવી ટ્રેન માટે હશે. સામાન્ય રીતે ગુજરાતીઓ મુંબઇ અને દિલ્હી વધુ જાય છે. આ બન્ને મેટ્રોસિટીમાં જવા માટેની ભીડ પણ અકલ્પનિય હોય છે. સામાન્ય ટ્રેનોમાં વેઇટીંગ રહેતું હોય છે. અમદાવાદ અને મુંબઇની બુલેટ ટ્રેનની સાથે હવે અમદાવાદથી દિલ્હી વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થઇ રહી છે. નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ તેનું સંચાલન કરે…
ગાંધીનગર — ભારતીય રેલવેએ અમદાવાદ સ્થિત સાબરમતી રેલવે સ્ટેશનને આધુનિક બનાવવાનું નક્કી કર્યું છે, જો કે તેની થીમ મહાત્મા ગાંધીજીને નામ હશે. એટલે કે આ સ્ટેશનની ડિઝાઇન દાંડી માર્ચ પર આધારિત બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. દાંડી જેવું ફિલીંગ આ સ્ટેશન પર આવશે. રેલવે બોર્ડે બુલેટ ટ્રેન અને રેલવે એમ બન્નેને સેવા આપવા માટે વ્યવસાયિક ધોરણે સાબરમતી સ્ટેશનને તેની બાજુમાં આવેલા ભારતીય રેલવે સ્ટેશન વિકાસ નિગમ લિમિટેડને સોંપવાનો નિર્ણય લીધો છે. આ સ્ટેશનને રિડેવલપ કરવામાં આવી રહ્યું છે. આ સ્ટેશનનો વિકાસ કરવાનું એટલા માટે નક્કી કરવામાં આવ્યું છે કે કાલુપુર રેલવે સ્ટેશન પરનું ભારણ ઘટી શકે. રેલવેએ તેની ડિઝાઇનમાં હાઇ…
ગાંધીનગર અમદાવાદ સહિત ગુજરાતના શહેરોમાં અનલોક-3માં જીમ સેન્ટરો ખોલવાની મંજૂરી તો મળી ચૂકી હતી પરંતુ એક મહિનામાં જીમ સેન્ટરોમાં માત્ર 15 થી 20 ટકા ગ્રાહકો આવતા હોવાથી જીમ સેન્ટરના સંચાલકોને મેનટેનન્સનો ખર્ચ પણ પરવડતો નથી. કોરોના સંક્રમણના કારણે હજી પણ લોકોમાં કોરોના થઇ જવાનો ડર હોવાથી મોટાભાગના જીમ ગ્રાહકોએ ઘરમાં, અગાસીમાં અને બચીચામાં જીમ અને કસરતો શરૂ કરી દીધી છે.અમદાવાદ જેવા શહેરોમાં તો જીમની માસિક ફી 4000 થી 7000 રૂપિયા જેટલી જોવા મળે છે. આટલી ફી પોસાય તેમ નહીં હોવાથી મધ્યમ વર્ગના પરિવારોએ ઘરમાં કસરતો શરૂ કરી દીધી છે. કેન્દ્ર અને રાજ્યના આદેશ પછી જીમ સેન્ટરો ફરી ખોલવામાં આવ્યા છે…
ગાંધીનગર — ગુજરાતમાં ચોમાસા અને વરસાદનીપેટર્ન બદલાઇ છે. પહેલાં ડાંગ અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ થતો હતો જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓછો વરસાદ જોવા મળતો હતો પરંતુ છેલ્લા 15 વર્ષથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધારે વરસાદ પડે છે અને ડાંગમાં ઓછો વરસાદ જોવામાં આવે છે. ગ્લોબલ વોર્મિંગની આ અસર હોવાનું હવામાન નિષ્ણાંતો માની રહ્યાં છે. ધંધુકામાં એક કહેવત હતી કે દિકરીને ગોળીએ દેજો પણ ધંધુકે ના દેતા… સુરેન્દ્રનગર અને કચ્છ એવા બે જિલ્લા હતા કે જ્યાં વરસાદની હંમેશા ખેંચ રહ્યાં કરતી હતી. આજે સ્થિત એવી છે કે સૂકા રણમાં વધારે વરસાદ પડી રહ્યો છે. સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં છેલ્લા બાર…
ગાંધીનગર — રાજ્ય સરકારે હાઇબ્રિડ એનર્જી પાર્ક માટે જમીન સંપાદનની પ્રક્રિયાને ઝડપી બનાવીને કચ્છ જિલ્લામાં મહત્વાકાંક્ષી સોલાર અને વિન્ડ પાર્કસ પ્રોજેક્ટની સ્થાપનાનો માર્ગ મોકળો કર્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કચેરી (પીએમઓ) છેલ્લાં બે વર્ષથી નિયમિતપણે રાષ્ટ્રીયસ્તરે મહત્વના આ પ્રોજેક્ટ અંગે માર્ગદર્શન આપી રહી છે. ઉર્જા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે એક જ સમયમાં આ પ્રોજેક્ટ માટે 60,000 હેક્ટર જમીન ફાળવવામાં આવશે. કચ્છમાં સોલર અને વિન્ડ પાર્કસ પ્રોજેક્ટ 41,500 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે તેવી સંભાવના છે.પીએમઓએ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે 2022 ની સમયમર્યાદા આપી છે, જે શિડ્યુઅલ કરતાં બે વર્ષ પાછળ છે પરંતુ હવે ઝડપ કરવા કહેવામાં આવ્યું છે. \ એનર્જી પાર્કમાં…
મોબાઇલનું સીમકાર્ડ એપગ્રેડ કરવાની લાલચ આપીને બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા સેરવી લેવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે, જેમાં ગુજરાતની સરકારી કચેરીના એક મહિલા અધિકારી ભોગ બન્યાં છે. તેઓ સીમકાર્ડ અપગ્રેડ કરાવવાની લાલચમાં આવી જતાં 2.50 લાખની રકમ તેમજ પ્રિ-એપ્રુવ્ડ લોન મળીને કુલ 8.50 લાખ રૂપિયા ઉપડી ગયા છે. સેલ્યુલર ગઠિયાઓ મોબાઇલ સર્વિસ પ્રોવાઇડરની ઓળખ આપી સીમકાર્ડ અપગ્રેડ કરાવવા માટે મોબાઇલ ફોન કરે છે. તેઓ અપગ્રેડેશન માટે એક એસએમએસ મોકલે છે. આ એસએમએસ ઓપન કરતાં મોબાઇલ નેટવર્ક બંધ થઇ જાય છે અને મોબાઇલ ફોન હેગ થાય છે, ત્યારબાદ માફિયાઓ બેન્ક એકાઉન્ટ તપાસી રૂપિયાની ઉઠાંતરી કરતા હોય છે. આ ગઠિયાઓ 24 કલાકમાં મોબાઇલ…
શહેરની વિકાસ યોજનાના સ્થાને ગામડાઓના વિકાસ માટે કામ કરતાં લોકો ખૂબ ઓછા જોવા મળે છે તેવામાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના એક કે સો નહીં 534 જેટલા ઇજનેરી વિદ્યાર્થીઓ ગ્રામીણ વિકાસના કામ પર તેમના પ્રોજેક્ટ બનાવી રહ્યાં છે. આ વિદ્યાર્થીઓએ સમાજીક સમરસતા, આર્થિક બાબતો, કૃષિ અને ટેકનોલોજી વિષય પર પ્રોજેક્ટ રજૂ કર્યા છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલી વિશ્વકર્મા યોજના અંતર્ગત સિવિલ અને ઇલેક્ટ્રીકલ એન્જિનિયરિંગ શાખાના વિદ્યાર્થીઓ ગ્રામ વિકાસના વિવિધ પ્રકારના પ્રશ્નોને સાંકળીને રિસર્ચ આધારિત છેલ્લા વર્ષનો પ્રોજેક્ટ રજૂ કરતાં હોય છે. તાજેતરમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા એકેડમિક વર્ષ 2019-20ના ટોપ-3 પ્રોજેક્ટને જાહેર કરવામાં આવ્યા છે. જીટીયુના કુલપતિ નવીન…
ગુજરાતમાં કોઇપણ ચૂંટણીમાં રાજ્યની જનતા માત્ર ભાજપ અથવા કોંગ્રેસ તરફી મતદાન કરે છે, ત્રીજી પાર્ટીને રાજ્યમાં સફળતા મળતી નથી તેથી અન્ય પાર્ટીઓના નેતાઓનું આ બન્ને મુખ્ય પાર્ટીઓમાં વિલિનિકરણ થયેલું છે. રાજ્યમાં જ્યારે કોઇ ચૂંટણી જાહેર થાય છે ત્યારે અલગ અલગ ગ્રુપના નેતાઓ ટિકીટ માટે લાઇન લગાવે છે, તેવા સંજોગોમાં ઉમેદવાર પસંદગીમાં બન્ને પાર્ટીના પ્રદેશ નેતાઓની મુશ્કેલીમાં વધારો થાય છે. મહત્વની બાબત એવી છે કે ભૂતકાળમાં જેમની સામે ચૂંટણી લડ્યા હતા તેવા ઉમેદવારોને જીતાડવા માટે પાર્ટીના નેતાઓને મહેનત કરવી પડે છે. ઉદાહરણ જોઇએ તો મોરબીની બેઠક પરથી ભાજપના ઉમેદવાર કાન્તિ અમૃતિયા કોંગ્રેસના ઉમેદવાર સામે ચૂંટણી લડતા આવ્યા છે. આ વખતે કોંગ્રેસમાંથી…
ભારતમાં 20 મિલિયન મકાનોની આવશ્યકતા છે ત્યારે 10.5 મિલિયન મકાનો ખાલી પડ્યા છે. આ મકાનોમાં હાલ કોઇ વસવાટ નથી. ગુજરાતના આંકડા જોઇએ તો તેની સંખ્યા 28 લાખ થવા જાય છે. સરકાર નબળાં વર્ગો માટે નાનકડાં મકાનો બનાવી રહી છે ત્યારે મધ્યમ વર્ગ માટે બનાવવામાં આવેલા આ મકાનોમાં વસવાટ થાય તે પણ જરૂરી છે. અબજો રૂપિયાની આ પ્રોપર્ટી વેચાયા વિનાની પડી રહી છે અથવા તો તેનો કોઇ ઉપયોગ નથી. ગુજરાતમાં રહેવા લાયક કહી શકાય તેવા મકાનોની સંખ્યા 1.85 કરોડ છે જે પૈકી 28 લાખ ઘરમાં પરિવારનો વસવાટ નથી. આશ્ચર્યની બાબત એવી છે કે 1.20 કરોડ મકાનોમાં પરિવારો રહે છે એટલે કે…