કવિ: Margi Desai

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

ગુજરાત સહિત સમગ્ર દેશના શહેરોમાં 10માંથી 8 અને ગ્રામ્ય વિસ્તારમાં 10માંથી 6 લોકોએ કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે નોકરીઓ ગુમાવી છે. એક અંદાજ પ્રમાણે રાજ્યમાં 50 લાખથી વધુ લોકો બેકાર થયાં છે અથવા તો તેમના પગારમાં 50 ટકાથી વધુ ધરખમ ઘટાડો થયો છે. નોકરીયાતો અને વ્યવસાયિકોને સૌથી મોટો ફટકો લોકડાઉનના ચાર મહિનામાં પડ્યો છે. નરેગા સંઘર્ષ મોરચા નામની એક એનજીઓએ કરેલા સર્વેક્ષણના પરિણામ ઘણાં ચોંકાવનારા સામે આવ્યા છે છતાં રાજકીય પાર્ટીઓ અને સરકારનું ધ્યાન આ દિશામાં ગયું નથી. સરકારી નોકરી એકમાત્ર સલામત છે જ્યારે ખાનગી નોકરીઓનું પ્રમાણ ધંધા-વ્યવસાય ઘટતાં ઓછું થયું છે. એક પેઢીમાં 10 વ્યક્તિ કામ કરતા હોય તો…

Read More

ગુજરાતના રાજકીય સેન્ટર સ્વર્ણિમ સંકુલમાં સોંપો પડી ગયો છે, કારણ કે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ તેમજ ધારાસભ્યોને કોરોના પોઝિટીવ આવી રહ્યો છે. માસ્ક નહીં પહેરતા અને સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન નહીં કરતાં કોરોનાએ રાજનેતાઓને ભરડામાં લીધા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 20 જેટલા નેતાઓને કોરોનાએ ક્વોરન્ટાઇન થવાની અને હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પાડી છે. સામાન્ય જનતા કે કે આરોગ્યના પગલાંનું પાલન કરતી નથી તેમને કોરોના પોઝિટીવ આવે છે પરંતુ હવે તો રાજનેતાઓ પણ આરોગ્ય વિષયમાં બેદરકાર રહેતાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. સચિવાલયમાં ઉચ્ચ અધિકારીઓએ તો તેમની ચેમ્બરો શિલ્ડ કરી છે પરંતુ મંત્રીઓની ચેમ્બરો ધારાસભ્યો અને પાર્ટીના નેતાઓ માટે ખુલ્લી હોવાથી કોરોના…

Read More

ઓનલાઇન સિસ્ટમથી જો તમે કોઇ બીલ ભરતા હોવ તો ચેતી જજો, કારણ કે કોરોના સંક્રમણના સમયમાં નેટ માફિયાઓએ લોકોને લૂંટવા અને તેમના બેન્ક એકાઉન્ટ ખાલી કરવા તેમની જાળ બિછાવી છે. અમદાવાદના એક રહીશે બીલ ભરવા ઓનલાઇન સિસ્ટમનો ઉપયોગ કરતાં બીલ તો ના ભરાયું પરંતુ તેમના બેન્ક એકાઉન્ટમાંથી એક લાખ રૂપિયા સાફ થઇ ગયા છે. અમદાવાદના ઇસનપુર વિસ્તારના ચામુંડા પાર્કમાં રહેતા અને ડ્રાઇવરની નોકરી કરતાં કરણ દેસાઇએ તેમનું બેન્ક એકાઉન્ટ મોબિક્વિક વોલેટ સાથે જોડેલું છે. 10મી જુલાઇએ મોબિક્વિક એપ્લિકેશનની મદદથી 2110 રૂપિયાનું લાઇટ બીલ ભર્યું હતું અને બેન્ક એકાઉન્ટમાંથી રકમ કપાઇ ગઇ પરંતુ તેનું બીલ ભરાયું ન હોવાથી તેણે મોબાઇલ એપ્લિકેશનમાં…

Read More

ગુજરાતમાં સ્ટેમ્પડ્યુટી અને રજીસ્ટ્રેશનના દરોમાં જો 50 ટકાનો ઘટાડો કરવામાં આવે તો રિયલ એસ્ટેટ સેક્ટરમાં તેજી આવી શકે તેમ છે, એટલું જ નહીં ઘર નું ઘર મેળવવાનું સપનું જોતાં ગ્રાહક પરિવારોને પણ મોટી રાહત થશે. રાજ્યની બિલ્ડર લોબીએ સરકારમાં ડ્યુટીના ઘટાડા માટે દબાણ શરૂ કર્યું છે, જો કે તેમને સરકાર તરફથી કોઇ પ્રતિભાવ મળ્યો નથી. લોકડાઉન અને કોરોના સંક્રમણના સમયમાં રાજ્ય સરકારની નાણાંકીય સ્થિતિ નાજૂક બની છે અને વેરાની આવકોમાં 65 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ મહામારીના સમયમાં રાજ્યમાં જમીન અને મકાનના સોદા અટકી ગયા છે પરિણામે બિલ્ડરોની તૈયાર થયેલી સ્કીમો વેચાણ વિના પડી રહી છે અને બેન્કના…

Read More

ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માતોની ગંભીર નોંધ લઇને રાજ્યના ચીફ સેક્રટેરી અનિલ મુકિમે કારખાનાઓ દ્વારા સલામતીની આવશ્યક સૂચનાઓનું પાલન સુનિશ્ચિત કરવા અધિકારીઓને નિર્દેશ આપ્યાં છે અને કહ્યું છે કે કામદારોની સલામતી માટે અવારનવાર ચેકીંગ કરવું જરૂરી છે. ચીફ સેક્રેટરીની અધ્યક્ષતામાં મજૂર અને રોજગાર વિભાગની એક બેઠક મળી હતી જેમાં ફેક્ટરીઓમાં કામદારોની સલામતી અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી અને નિયમોનું સમયસર પાલન થાય તે માટે અનિલ મુકિમે અધિકારીઓને તાકીદ કરી હતી. કસૂરવાર ફેક્ટરીના સંચાલક સામે પગલાં લેવા પણ તેમણે જણાવ્યું છે. આ બેઠકમાં જોખમી રસાયણોના ઉત્પાદન, સંગ્ર અને આયાત માટેની સ્થળ પરની સાઇટ ઇમરજન્સી યોજનાઓની સલામતી, ઇમરજન્સી પ્લાનિંગના પગલાં, દુર્ઘટનાઓના મામલે સજ્જતા અને…

Read More

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના આદેશને પગલે એક તરફ રાજ્ય સરકારના મંત્રીઓએ પ્રદેશ કાર્યાલય કમલમમાં બેસવાનું શરૂ કર્યું છે ત્યારે ફરી એક નવા આદેશ પ્રમાણે મંત્રીઓએ વિકએન્ડમાં હવે ફિલ્ડવર્ક પણ કરવું પડશે, એટલે કે કેબિનેટના મંત્રીઓના ચાર દિવસ રિઝર્વ થઇ ગયા છે. જનતાના કામો કરો અને જનતાની વચ્ચે જાવ – એવા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના આદેશ પછી નાયબ મુખ્યમંત્રી થી કેબિનેટના તમામ સભ્યો અને બોર્ડ-નિગમના પદાધિકારીઓ તેમનો વિકએન્ડ જનતાની વચ્ચે પસાર કરશે. પ્રમુખનો આદેશ છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રજાલક્ષી જે જાહેરાતો કરે છે તેનો ગ્રામ્ય સ્તર સુધી પ્રચાર અને પ્રસાર થાય તે આવશ્યક છે તેથી કેબિનેટના મંત્રીઓ…

Read More

ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરમાં કોરોના સંક્રમણના કારણે ભાદરવી પૂનમનો મેળો બંધ રાખવામાં આવ્યો છે પરંતુ આ મેળાના સાત દિવસ દરમ્યાન મંદિરમાં જે પૂજા-અર્ચના થઇ રહી છે અને મહાયજ્ઞ શરૂ થયો છે તેનું જીવંત પ્રસારણ શરૂ કરવામાં આવ્યું છે. લોકલાગણીને માન આપીને અંબાજી મંદિર યાત્રાળુઓ માટે 3જી સપ્ટેમ્બરથી દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવશે. યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમ મહોત્સવ પ્રસંગે કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ સંદીપ સાગલેના હસ્તે ચાચર ચોકમાં યોજાયેલા સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો છે. તેમણે યજ્ઞશાળામાં પૂજન વિધિ કરી માતાજીના આશીર્વાદ મેળવી મંદિર ઉપર ધજા ચડાવી છે. જિલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, વિશ્વ કલ્યાણ અર્થે માનવજાતના…

Read More

કોરોના સંક્રમણના સમયમાં ગુજરાત ટેલીકોમ ઉદ્યોગમાં 6.38 લાખ મોબાઇલ નંબરોનું સર્વિસ પ્રોવાઇડરોને નુકશાન થયું છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આ આંકડો જાહેર કર્યો છે, જો કે તેના રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે કોરોના સંક્રમણ અને લોકડાઉનના સમયમાં પણ રિલાયન્સ જિયો અને બીએસએનએલના મોબાઇલ સબસ્ક્રીપ્શનમાં વૃદ્ધિ જણાઇ આવી છે. આ કપરાં સમયગાળા દરમ્યાન, રિલાયન્સ જિયોએ 1.27 લાખ અને બીએસએનએલ એ નવા 1547 ગ્રાહકો મેળવ્યાં છે. લોકડાઉન દરમ્યાન જોવામાં આવ્યું છે કે ખોરાક, કપડાં અને આશ્રય સાથે મોબાઇલ ડેટાની મૂળભૂત જરૂરિયાત રહી છે તેમ છતાં ટેલિકોમ ઉદ્યોગમાં મે મહિનામાં 6.38 લાખ ગ્રાહકોનું નુકશાન સાથે રાજ્યમાં 6.61 કરોડ મોબાઇલ સબસ્ક્રાઇબર જોવામાં…

Read More

કોરોના સંક્રમણ અને લોકડાઉનના સમયમાં જે પાર્ટી પ્લોટ સૂના પડી ગયા હતા તે હવે નવેમ્બરમાં શરણાઇથી ગુંજી ઉઠશે, કારણ કે પાર્ટી પ્લોટના સંચાલકોએ આરોગ્ય વિષયક પગલાં સાથે લગ્ન સમારંભ માટે પાર્ટી પ્લોટ ભાડે આપવાના બુકીંગ શરૂ કરી દીધાં છે. આ બુકીંગની શરૂઆત અમદાવાદથી થઇ છે, જો કે હજી અનલોક-4ની જાહેરાતની રાહ જોવાઇ રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની સૂચક છૂટછાટ તેમજ ગાઇડલાઇન પ્રમાણે લગ્ન સમારંભ કરવાના હોવાથી પાર્ટીપ્લોટમાં નવેમ્બર મહિનાથી નવી રોનક આવે તેમ છે. કોરોના સંક્રમણના સમયમાં સરકારના આદેશના કારણે લગ્ન પ્રસંગે માત્ર 50 વ્યક્તિ ભેગા કરી શકતા હતા અને તેમના માટે ભોજન સમારંભ પણ કરી શકાતો ન હતો…

Read More

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ તેમની ટીમ ગુજરાતની જાહેરાત ટૂંકસમયમાં કરે તેવી સંભાવના છે. તેઓ હાઉસિંગની કમિટીની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી ગયા છે પરંતુ ગુજરાતના સંગઠનની રચના બાબતે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી શકે છે. નવી ટીમમાં તેઓ એક વ્યક્તિ એક હોદ્દાના આગ્રહી હોવાથી તે ફોર્મ્યુલા પર કામ કરે તેમ મનાઇ રહ્યું છે. પાર્ટીના સૂત્રોએ કહ્યું હતું કે ગુજરાત ભાજપના નવા માળખાની રચના હવે હાથવેંતમાં છે. પાટીલની દિલ્હી મુલાકાત પછી ગમે તે સમયે પ્રદેશ માળખું જાહેર થઇ શકે છે. સંગઠનમાં ધારાસભ્યો કે સંસદસભ્યોની નિયુક્તિ હશે તો તેને દૂર કરવામાં આવશે, કારણ કે સીઆર પાટીલ એક વ્યક્તિ એક હોદ્દાની…

Read More