ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ સમયસર યોજવા માટે ફરી એકવાર ભાજપે તૈયારી શરૂ કરી છે. કોરોના સંક્રમણના સમય વચ્ચે પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની રેલીઓ અને સભાઓ તેમજ સરકાર દ્વારા વિવિધ શહેરો અને જિલ્લાઓ માટે આર્થિક પેકેજની જાહેરાતો એવો નિર્દેશ આપે છે કે આવનારા નવેમ્બર અને ડિસેમ્બરમાં આ ચૂંટણીઓ યોજાશે. ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ ક્યારે કરવી તે ગુજરાતના ચૂંટણી પંચે નક્કી કરવાનું છે અને તેમાં કેન્દ્રીય ચૂંટણી પંચનો કોઇ રોલ નથી. એક તરફ રાજ્યમાં આઠ બેઠકો માટે વિધાનસભાની યોજાનારી પેટાચૂંટણીની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે ત્યારે સ્થાનિક ચૂંટણી સમયસર યોજવા માટે રાજ્ય ચૂંટણી પંચને જાણ પણ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં…
કવિ: Margi Desai
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા વિદ્યાર્થીઓના વિકાસની સાથે ફેકલ્ટીના જ્ઞાનમાં પણ નવીનતાસભર વધારો થાય તે હેતુસર વિવિધ વિષયોને સાંકળીને ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે. આગામી તારીખ 24 થી 28 ઓગસ્ટ સુધી “સર્જનાત્મકતા, નવીનતા તેમજ ઉદ્યોગસાહસિકતા અને શિક્ષણમાં તેની સંબંધિતતા” વિષય પર 5 દિવસીય ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ(એફડીપી)નું સંયુક્ત આયોજન કરવામાં આવ્યું છે. જીટીયુ અને અટલ ટ્રેનિંગ સેન્ટર દ્વારા થઇ રહેલા આ આયોજનમાં અધ્યક્ષ સ્થાને જીટીયુના કુલપતિ નવીન શેઠ, મુખ્ય મહેમાન તરીકે માર્ગ અને પરિવહન અને માઈક્રો સ્મોલ એન્ડ મીડીયમ એન્ટરપ્રાઇઝ (એમએસએમઇ) મંત્રાલયના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, ગેસ્ટ ઓફ ઓનર તરીકે રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને એઆઈસીટીઇના ચેરમેન પ્રો.…
ગાંધીનગર — વિદેશમાંથી દૂધની આયાત કરવાની જરૂર નથી, કેમ કે દેશમાં દૂધનું વિક્રમી ઉત્પાદન થાય છે અને ભારત દૂધની નિકાસ કરી શકે છે, પરંતુ જો વિદેશથી દૂધ આયાત કરવામાં આવશે તો ઘરની ડેરીઓની દશા ખરાબ થવાની દહેશત છે. અમેરિકામાંથી દૂધ આયાત કરવાનો ભારતનો પ્લાન છે પરંતુ દેશની ડેરીઓ સહિત ગુજરાતની સૌથી મોટી અમૂલ ડેરીએ તેનો વિરોધ કર્યો છે.અમૂલના એમડી આરએસ સોઢીએ કહ્યું હતું કે ભારતે અમેરિકાને કોઇપણ વેપાર સોદા હેઠળ દૂધની આયાત કરવી જોઇએ નહીં. સબસીડીવાળા આયાત કરેલા દૂધ અને અન્ય ડેરી ઉત્પાદનોથી ભારતના ડેરી ઉદ્યોગ અને પશુપાલન વ્યવસાયને ગંભીર નુકશાન થશે. આ ક્ષેત્રમાં 11 મિલિયન રોજગારીને ફટકો પડશે.ભારત અને…
ગાંધીનગર સ્થિત બિઝનેસ હબ એવા ગિફ્ટ સિટીમાં કોમર્શિયલની સાથે સાથે રેસિડેન્સિયલ કોમ્પલેક્સ બની રહ્યાં છે. ગિફ્ટ સિટીમાં ગુજરાતના સૌથી ઉંચા 33 માળના બે બેલ્ડીંગ બનાવવામાં આવી રહ્યાં છે, જે અત્યંત લકઝુરિયસ છે. ચોંકાવનારી બાબત એવી છે કે આ ટાવરમાં રેસિડેન્શિયલ ફ્લેટ્સની કિંમત પણ સૌથી ઉંચી મૂકવામાં આવી છે. ગાંધીનગરના રિયલ એસ્ટેટમાં ખળભળાટ મચી જાય તેવી કિંમતના ફ્લેટ છે. વન બીએચકે ફ્લેટની કિંમત 40 લાખ રૂપિયાથી શરૂ થાય છે જ્યારે ટુ બીએચકે ફ્લેટની કિંમત 56 લાખ રૂપિયાથી શરૂ થાય છે. એક થી દોઢ કરોડ કરતાં પણ વધુની કિંમતના ફ્લેટ આ ટાવરમાં બની રહ્યાં છે. આ બે ગગનચુંબી 33 માળના ટાવરનું નિર્માણ…
અમદાવાદ સ્થિત ટેક સોલ્યુશન પ્રોવાઇડર નવ વાયરલેસ ટેક્નોલોજિસ પ્રાઇવેટ લિમિટેડ ભારતમાં સૌ પ્રથમ વખત હોમ સિક્યોરિટી સેગમેન્ટમાં લાઇ-ફાઇ ટેક્નોલોજીથી કાર્ય કરતાં લોક લોન્ચ કરવાનું આયોજન ધરાવે છે. કંપની લાઇ-ફાઇ ટેકનોલોજી આધારિત અનેક નવા ઇનોવેશન પર કામ કરી રહી છે અને લોકિંગ સિસ્ટમ દ્વારા કોમર્શિયલ રીતે માર્કેટ વિસ્તારવાની યોજના ધરાવે છે. આ કંપનીના ચીફ ટેક્નોલોજી ઓફિસર અને સહસ્થાપક હાર્દિક સોની કહે છે કે ભારતમાં ઘરની લોકિંગ સિસ્ટમમાં પ્રીમિયમ સેગમેન્ટમાં અનેક પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે. ડિજિટલ લોકિંગ સિસ્ટમ અને બાયોમેટ્રિક પદ્ધતિના લોક પણ ઉપલબ્ધ છે. જોકે, આ પ્રકારના ડોર-લોક માત્ર સુપર પ્રીમિયમ વર્ગ માટે જ જરૂરી છે એવું મોટા ભાગના…
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આ વખતે પહેલીવાર ભાદરવી પૂનમનો મેળો ભરાશે નહીં. આ પૂનમ નિમિત્તે દરવર્ષે 25 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરમાં આવતા હોય છે પરંતુ કોરોના સંક્રમણનો સમય હોવાથી યાત્રાધામ અંબાજી મંદિર ટ્રસ્ટે મેળો નહીં ભરવાનું નક્કી કર્યું છે. મંદિરની 300 વર્ષ જૂની પરંપરા તૂટી છે. જો કે દેવસ્થાન ટ્રસ્ટે કહ્યું છે કે ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી 1400થી વધુ સંઘો ધજા લઇને અંબાજી આવતા હોય છે પરંતુ આ વખતે સંઘના સભ્યો નહીં આવી શકે પરંતુ મંદિરમાં ધજા ચઢાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. સંઘના આગેવાનો પાસેથી ધજા મંગાવી લેવામાં આવશે. ભાદરવી પૂનમનો મેળો 27મી ઓગષ્ટે યોજાવાનો હતો જેના માટે અત્યારે…
ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી ઉપરાંત વિધાનસભા 2022ની ચૂંટણીની તૈયારી અત્યારથી જ કરી રહ્યાં છે. તેમણે એવો નિર્દેશ આપ્યો છે કે ભાજપ તેની તાકાત પર 182 બેઠકો પર વિજય હાંસલ કરશે, જેમાં કોંગ્રેસના કોઓઇ આયાતી ઉમેદવારોને સ્થાન આપવામાં નહીં આવે. સીઆર પાટીલના અતિ આત્મવિશ્વાસ સામે આંગળી ચિંધાઇ રહી છે, કેમ કે સૌરાષ્ટ્રની 48 બેઠકો પૈકી ભાજપના ફાળે માત્ર માત્ર 19 બેઠકો આવી છે. સૌરાષ્ટ્રના પ્રવાસ દરમ્યાન તેમણે પાર્ટીના પ્રદેશ નેતાઓને ચોંકાવી દે તેવા નિવેદનો કર્યા છે પરંતુ તેઓ તમામને સાથે રાખી શકે છે કે કેમ તે પ્રશ્ન છે. સીઆર પાટીલનો લિટમસ…
ચાર મહિનાના વિરામ બાદ વતન ગયેલા શ્રમિકો ગુજરાતમાં નોકરી-ધંધા માટે પાછા આવી રહ્યાં છે ત્યારે ગુજરાત સરકારે નવો નિયમ લાગુ કર્યો છે. રાજ્યમાં આવતા તમામ શ્રમિકોએ ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને જરૂર પડ્યે કોરોના ટેસ્ટ પણ કરાવવો પડશે. સમગ્ર દેશમાં અનલોકની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ઉદ્યોગ-વ્યવસાય ફરીથી ખૂલ્યાં છે. વતનમા નોકરી નહીં મળતાં ગુજરાતમાંથી ગયેલા શ્રમિકો હવે પાછા આવી રહ્યાં છે. દેશમાં લોકડાઉન શરૂ થયા પછી અત્યાર સુધીમાં ગુજરાતમાંથી 12 લાખથી વધારે શ્રમિકો તેમના વતન જતા રહ્યાં હતા પરંતુ તેમના વતનના સ્થળે નોકરી-ધંધાની સુવિધા ઉભી નહીં થતાં હવે તેઓ પાછા આવી રહ્યાં છે. રાજ્યના મહાનગરો જેવાં કે અમદાવાદ, વડોદરા,…
ગુજરાતના પ્રત્યેક ગામને હાઇ બેન્ડવિડ્થ ઇન્ટરનેટ સુવિધા આપવા માટેની શરૂ કરવામાં આવેલી યોજનામાં વિલંબ થયો છે. કોરોના સંક્રમણના કારણે આ પ્રોજેક્ટ માર્ચ 2020માં પૂર્ણ કરી શકાયો નથી પરંતુ હવે ઝડપથી પૂર્ણ કરવાની ઉચ્ચકક્ષાએથી તાકીદ કરવામાં આવી છે. રાજ્યની પ્રત્યેક ગ્રામ પંચાયતને હાઇ બેન્ડવિડ્થ ઇન્ટરનેટ સુવિધા આપવા માટે રાજ્ય સરકારે 2500 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનું નક્કી કર્યું છે. આ પ્રોજેક્ટમાં મોટાભાગનું કામ પૂર્ણ થયું છે. પ્રોજેકટ જ્યારે પુરો થશે ત્યારે દરેક ગામ ઓપ્ટિકલ ફાઇબર-ઓએફસી લાઇનથી જોડાયેલું હશે અને શહેરો જેવી ઝડપથી ઇલેકટ્રોનિક સેવાઓ અને સગવડો મેળવી શકાશે. સરકારી માલિકીની એસપીવી બીબીએનએલે ગુજરાત સરકારને ઇન્ટરનેટથી જોડતા રાજય સરકારે પણ સ્પેશિયલ પર્પઝ વ્હીલ…
ગાંધીનગર – ગુજરાતમાં જમીન પચાવી છે તો ખબરદાર, હવે લેન્ડ માફિયાઓને મોટી સજા થઇ શકે છે. ગુજરાત સરકાર એક કાયદો પસાર કરવા જઇ રહી છે જે ખાનગી જમીન પચાવી પાડવાના કેસમાં કેટલાક સુધારા કરી રહી છે. રાજ્યમાં એવી ઘટનાઓ બને છે કે જેમાં ગરીબ કે જરૂરતમંદ લોકોની કિમતી જમીન કેટલાક જમીન સાથે સંકળાયેલા તત્વો પચાવી પાડતા હોય છે. ખોટા દસ્તાવેજો અથવા તો ખોટી સહી કરીને કેટલાક પરિવારોની મહામૂલી જમીન માલેતુજારોએ પચાવી પાડી છે જેના માટે સજાની જોગવાઇ અલ્પ હતી. હવે સરકારે તેમાં સુધારો કર્યો છે. ગુજરાત લેન્ડ ગ્રેબીંગ (પ્રોહિબિશન) એક્ટને સુધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બીલ આમ તો ગયા…