ગુનો કોઇ કરે અને દંડ બીજા ભોગવે તેવો ન્યાય ગુજરાતનું ઉર્જા વિભાગ કરી રહ્યું છે. ગુજરાતની ચાર સરકારી કંપનીઓની ભૂલ કે કસૂરના કારણે રાજ્યના સવા કરોડ કરતાં વધુ વીજ ગ્રાહકોને વર્ષે 2100 કરોડ રૂપિયા વધુ ચૂકવવા પડી રહ્યાં છે. આ કંપનીઓનો કસૂર એટલો છે કે તેઓ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન (ટીએન્ડડી) લોસ ઘટાડી શકતી નથી. ઉર્જા વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે ગુજરાતની વીજ વિતરણ કંપનીઓનો ટીએનડી લોસ 23 ટકા હતો તે ઘટીને 17 ટકા થયો છે પરંતુ રાજાધ્યક્ષ કમિટિની ભલામણ પ્રમાણે ટીએન્ડડી લોસ 12 ટકા લઇ જવો ઇચ્છનિય છે, કેમ કે તેનું ભારણ વીજ ગ્રાહકો પર પડે નહીં. આ કમિટિએ નિયત…
કવિ: Margi Desai
ગુજરાતમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે માળખાગત સુવિધા ઉભી કરવા તેમજ ફાયનાન્સ હબ માટે ગિફ્ટ સિટીમાં ટેકનોહબ સ્થાપવા માટે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (જીઆઇડીસી) એ તૈયારી શરૂ કરી છે. કુલ 12 લાખ ચોરસફુટની જગ્યામાં ટેકનોહબ બનાવવાનું થાય છે પરંતુ પ્રથમ તબક્કે છ લાખ ચોરસફુટમાં તેની શરૂઆત કરાશે.જીઆઇડીસીના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં ટેકનોહબ બનાવવા માટે બીડ પ્રોસેસ પૂર્ણ કરવામાં આવી છે જેમાં ત્રણ કંપનીઓ— શાપુરજી પલોનજી, પીએસપી પ્રોજેક્ટ્સ અને ક્યુબ કન્સ્ટ્રક્શન એ રસ દાખવ્યો હતો. આ બીડના પરિણામના આધારે જમીનની ફાળવણી તેમજ આંતર માળખાકીય સુવિધા ઉભી કરવાનો કોન્ટ્રાક્ટ અપાશે.તેમણે કહ્યું હતું કે હાલમાં ગિફ્ટ સિટીમાં આઇટી કંપનીઓ માટે…
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) અને જાપાનની ટોયટા ટોશો કંપની વચ્ચે મેન્યુફેક્ચરીંગ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ડિપ્લોમા અને અન્ય શોર્ટ ટર્મ કોર્સીસ બાબતે એમઓયુ કરવામાં આવ્યા છે.આ એમઓયુ કરવાથી આગામી સમયમાં વિદ્યાર્થીઓને ઓટોમોબાઈલ્સ અને મેન્યુફેક્ચરીંગ ટેક્નોલોજીમાં અભ્યાસની સાથે-સાથે રોજગાર બાબતેની પણ વિપુલ પ્રમાણમાં તકો પ્રાપ્ત થશે. જીટીયુના કુલસચિવ ડો. કે.એન. ખેર અને જાપાનની ટેક્નોટ્રેક્સ ઓટો પાર્ક પ્રાઈવેટ લિમીટેડ કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર તોમોહિરો યામા દ્વારા આ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.જીટીયુના કુલપતિ નવીન શેઠ એ કહ્યું હતું કે ઓટોમોબાઈલ્સ, મેન્યુફેક્ચરીંગ ટેક્નોલોજી અને ફોરેન લેગ્વેજીસ જેવા શોર્ટ ટર્મ પ્રેક્ટીકલ કોર્સ વિદ્યાર્થીઓને ટેક્નિકલ રીતે તેમજ આર્થીક રીતે પણ લાભદાયી નિવડશે. આગામી સત્રથી ડિપ્લોમા…
ગુજરાતમાં કોરોના સંક્રમણના કારણે લોકોની ખરીદશક્તિમાં મોટો બદલાવ આવ્યો છે. પહેલાં લોકો જૂતાં, કપડાં અને અન્ય સામગ્રીની ખરીદી વધારે પ્રમાણમાં કરતા હતા પરંતુ હવે છેલ્લા ચાર મહિનાથી લોકોએ હોસ્પિટલમાં દાખલ થવાના ડરના કારણે હેલ્થકેર અને ઇમ્યુનિટી વધારતા ઉત્પાદનોની ખરીદી વધારી દીધી છે. દેશમાં ઇકોમર્સમાં કામ કરતી કંપનીઓ જેવી કે સ્નેપડીલ, એમેઝોન, રિલાયન્સ મોલ્સ ગ્રોસરીનું વેચાણ કરતી કંપનીઓએ કરેલા સર્વેક્ષણ પ્રમાણે કપડાં અને જૂતાંની ખરીદી ઓછી જોવા મળી છે જેની સરખામણીએ આયુર્વેદિક ઉત્પાદનો, જેઠીમધ, ગળો, સૂંઠનો પાઉડર, તજ અને લવિંગનું વેચાણ વધ્યું છે. ઇમ્યુનિટી વધારતી ઔષધિઓની માંગમાં પણ 20 ટકા જેટલો વધારો થયો છે. આ સાથે હોસ્પિટલમાં જવાના ડરના કારણે પરિવારોમાં…
અમદાવાદમાં ફાઇવસ્ટાર જેવી ક્લબો છેલ્લા પાંચ મહિનાથી બંધ હતી પરંતુ હવે ટૂંકસમયમાં આ ક્લબો શરૂ થવા જઇ રહી છે. સરકારે તો 5મી ઓગષ્ટથી ક્લબો શરૂ કરવાની પરમિશન આપી હતી પરંતુ ક્લબ સંચાલકોએ શરૂ કરી ન હતી. ક્લબ મેનેજમેન્ટ એસોસિયેશને નિર્ણય કર્યો છે કે આરોગ્યના નિયમોને આધિન આવતા સપ્તાહથી ક્લબો શરૂ કરાશે. કોરોના સંક્રમણ વચ્ચે અમદાવાદની રાજપથ, કર્ણાવતી, વાયએમસીએ સહિતની ક્લબો બંધ કરી દેવામાં આવી હતી. ગયા માર્ચ મહિનામાં જ્યારે લોકડાઉન શરૂ થયું ત્યારથી ક્લબો બંધ છે. કેન્દ્રની ગાઇડલાઇન પ્રમાણે ગુજરાત સરકારે ક્લબો શરૂ કરવાની મંજૂરી આપી હતી પરંતુ કોરોના સંક્રમણના ડરના કારણે ક્લબ સંચાલકો શરૂ કરી શક્યા ન હતા. એસોસિયેશને…
અમૂલ બ્રાન્ડથી અનેક પ્રકારના દૂધ બજારમાં આવે છે પરંતુ અમૂલ સાથે સંકળાયેલી બનાસ ડેરીએ એવું દૂધ અને એવું પાઉચ બનાવ્યું છે કે જેમાં દૂધને ફ્રીઝમાં મૂકવામાં ન આવે તેમ છતાં તે 90 દિવસ સુધી બગડતું નથી. સામાન્ય રીતે ફ્રીઝમાં ન મૂકેલું દૂધ બે દિવસમાં બગડી જાય છે. બનાસ ડેરીએ મોતી નામની બ્રાન્ડ સાથે દૂધના પાઉચ લોંચ કર્યાં છે. ઉત્તર ગુજરાતની બનાસ ડેરીએ દાવો કર્યો છે કે દૂધના પાઉચની ડિઝાઇન એવા પ્રકારની છે કે જેમાં દૂધ ઝડપથી બગડી જતું નથી. આ દૂધને 90 દિવસ સુધી બહાર રાખી શકાય છે. એટલે કે દૂધ ખરીદ કર્યા પછી ત્રણ મહિને પણ તેનો ઉપયોગ કરી…
ગુજરાતમાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ધોરણ-1માં ખાનગી સ્કૂલોમાં પ્રવેશ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગના આદેશ પ્રમાણે રાજ્યની પ્રત્યેક સ્કૂલમાં 25 ટકા બાળકોને રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ આપવાનો થાય છે. કાયદાની જોગવાઇ પ્રમાણે ગરીબ પરિવારના બાળકો પાસેથી કોઇપણ શિક્ષણ સંસ્થા ફી ઉઘરાવી શકશે નહીં. તેમને વિનામૂલ્યે પ્રવેશ આપવાનો થાય છે. રાજ્યના જે ગરીબ પરિવારો તેમના બાળકોને ખાનગી સ્કૂલોમાં ધોરણ-1માં પ્રવેશ કરાવવા માગતા હોય તેમણે 19 થી 29 ઓગષ્ટ સુધી rte.orpgujarat.com નામની વેબસાઇટ પર આવેદન કરવાનું રહેશે. આદેશમાં જણાવવામાં આવ્યું છે કે 31મી ઓગસ્ટથી 7મી સપ્ટેમ્બર સુધીમાં જિલ્લા કક્ષાએ ઓનલાઇન ફોર્મની ચકાસણી કરી એપ્રૂવ કે રીજેક્ટ કરવાની પ્રક્રિયા…
એક તરફ ગુજરાતી ફિલ્મોની સ્થિતિ કપરી બનતી જાય છે ત્યારે સરકાર જે સબસીડી આપે છે તેમાં પણ કૌભાંડ થઇ રહ્યાં છે. માનિતાને સબસીડી આપવાનું અને અન્યને ઠેંગો જેવી નીતિ સામે ફિલ્મના નિર્માતા ખુદ સરકારની સામે પડ્યાં છે. ગુજરાતી ફિલ્મોને આપવામાં આવતી સબસીડીમાં ચાર કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોવાની એક પિટીશન ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આવા દાવો ખુદ ગુજરાતી ફિલ્મ નિર્માતાએ કર્યો છે. ગુજરાતી ફિલ્મો બનાવતા ફિલ્મ નિર્માતા મનોજ પટેલે એવો આરોપ મૂક્યો છે કે ગુજરાતમાં ગુજરાતી ફિલ્મોને સબસીડી આપવામાં મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. આ કૌભાંડ બાબતે તપાસ શરૂ કરવા અને સચોટ માહિતી બહાર લાવવા માટે તેમણે ગુજરાત…
ગુજરાતની 10મી વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટમાં પહેલીવાર ઇન્ડોનેશિયા કન્ટી પાર્ટનર બનવા જઇ રહ્યું છે ત્યારે આ વખતે જાન્યુઆરી 2021માં વાયબ્રન્ટ સમિટ અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. આ સાથે નિયત થયેલા અન્ય 15 કન્ટ્રી પાર્ટનર બનતા માગતા દેશોને હજીસુધી કોઇ આમંત્રણ આપવામાં આવ્યા નથી, એટલું જ નહીં ઉદ્યોગ વિભાગ અને ઇન્ડેક્ષ્ટ-બી તરફથી કોઇ હલચલ જોવા મળતી નથી. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એવો નિર્દેશ આપ્યો હતો કે કોરોના સંક્રમણ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી વાયબ્રન્ટ સમિટ કરવાનું વિચારી શકાય તેમ નથી. કોરોના સંક્રમણ માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં વિશ્વના 200થી વધુ દેશોમાં ફેલાયેલું છે અને કેસોની સંખ્યા વધતી જાય છે ત્યારે ગુજરાતની…
ગાંધીનગર — વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માનિતા અને ભ્રષ્ટાચારના સખ્ત વિરોધી એવા એક અધિકારી અને હાલના ચીફ સેક્રેટરી અનિલ મુકિમને ગુજરાતમાં નિવૃત્તિ પછી છ મહિના વધુ કામ કરવાની તક મળશે. તેમની અનિચ્છા હોવા છતાં મોદી સરકારે ગુજરાત સરકારની ભલામણ પછી તેમને વધુ છ મહિનાનું એક્સટેન્શન આપ્યું છે. આ અધિકારી ઓગષ્ટના અંતે વયનિવૃત્ત થાય છે. ગુજરાતના નાણા વિભાગને નવો ઓપ આપી રહ્યાં હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2018માં જેમને દિલ્હી બોલાવી લીધા હતા તે 1985 બેચના આઇએએસ અધિકારી અનિલ મુકિમ કેન્દ્રમાં માઇન્સ ડિપાર્ટમેન્ટ છોડીને ગુજરાત પાછા આવ્યા છે. સચિવાલયના સૂત્રો કહે છે કે નરેન્દ્ર મોદીએ જ તેમને ગુજરાતમાં મોકલ્યા છે. તેઓ અહીંથી…