ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) ના વિદ્યાર્થીઓની બીજા તબક્કાની ઓનલાઇન પરીક્ષા 17મી ઓગષ્ટથી શરૂ થઇ રહી છે. પ્રથમ તબક્કામાં રહી ગયેલા વિદ્યાર્થીઓ બીજા તબક્કામાં પરીક્ષા આપી શકશે. આ ઓનલાઇન પરીક્ષા ડિપ્લોમા, યુજી અને પીજીની 12 શાખાના વિદ્યાર્થીઓ માટે યોજાશે. તાજેતરમાં જ આ યુનિવર્સિટીએ વિવિધ શાખાઓના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પ્રથમ તબક્કાની ઓનલાઇન પરીક્ષાનું સફળ આયોજન પૂર્ણ કર્યું છે. પ્રથમ તબક્કાની ઓનલાઇન પરીક્ષાની ભવ્ય સફળતા અને વિદ્યાર્થીઓની માંગણીને માન્ય રાખીને જીટીયુ દ્વારા બીજા તબક્કામાં પણ ઓનલાઈન પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. આવતીકાલ તારીખ 17 ઓગસ્ટના રોજથી ડિપ્લોમા, યુજી અને પીજીના તમામ શાખાઓના 23282 વિદ્યાર્થીઓ બીજા તબક્કાની ઓનલાઇન પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓ…
કવિ: Margi Desai
ગાંધીનગર — ગુજરાતની એક યુનિવર્સિટી તેના શ્રેષ્ઠ અધ્યાપકોને ટેક-ગુરૂ એવોર્ડ આપવા જઇ રહી છે. આ યુનિવર્સિટી પાસે વિક્રમી અધ્યાપકો છે અને તેઓ ઇજનેરીની વિવિધ શાખાના વિદ્યાર્થીઓને ભણાવે છે. આ યુનિવર્સિટી એ રાજ્યની સૌ પ્રથમ છે કે જે ટેક ગુરૂ એવોર્ડ આપી રહી છે. આ યુનિવર્સિટી સાથે સંલગ્ કોલેજોના એન્જીનીયરીંગ, ફાર્મસી મેનેજમેન્ટ અને આર્કિટેક્ચરની જુદી-જુદી શાખાના અધ્યાપકોને કુલ 15 એવોર્ડ આપવામાં આવશે. રાજ્યમાં ટેકનિકલ શિક્ષણના પ્રચાર અને પ્રસારમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ) નું નામ અગ્ર સ્થાને છે. 450 થી પણ વધારે સંલગ્ન કોલેજ અને 17000 પણ વધારે ફેકલ્ટી ધરાવતી જીટીયુ રાજ્યની સૌથી મોટી ટેકનોલોજીકલ યુનિવર્સિટી છે. તેના પાયાના મૂળમાં જીટીયુ સંલગ્ન અધ્યાપકોનો…
ગુજરાતમાં સંજોગોએ જેમને મુખ્યમંત્રીની ખુરશી આપી છે તેમની પાસે શાસન કરવાનું રિમોટ રહ્યું નથી. આખી સરકાર દિલ્હી હાઇકમાન્ડથી કન્ટ્રોલ થાય છે. 1990 પછીના મુખ્યમંત્રીઓ જોઇએ તો આ બાબત ઉડીને સામે આવે છે. 1990માં ચીમનભાઇ પટેલની સરકાર પછી 1993માં આવેલી છબીલદાસ મહેતાની સરકારમાં રિમોટ કન્ટ્રોલ દિલ્હી હતું. તેઓ સ્વતંત્ર નિર્ણયો લઇ શકતા ન હતા, કારણ કે તેઓ જનતાદળના નહીં પણ કોંગ્રેસના મુખ્યમંત્રી હતા. 1995 પછી સંજોગોએ ગુજરાતને ચાર મુખ્યમંત્રીની ભેટ આપી છે. શંકરસિંહ વાઘેલાના બળવા પછી 1995માં કેશુભાઇ પટેલને હાઇકમાન્ડે દૂર કર્યા હતા અને સુરેશ મહેતાની પસંદગી કરી હતી. સુરેશ મહેતાની સરકાર પણ દિલ્હીના ઇશારે ચાલતી હતી. શંકરસિંહ વાઘેલાએ ફરીથી બળવો…
ગાંધીનગર – ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણ અને તેની સારવાર અંગે સલાહ આપી શકે તેવા એક્સપર્ટ ગ્રુપ ઓફ ડોક્ટરોએ કહ્યું હતું કે કોરોનાથી ડરવાની કે તેની સામે લડવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી પડશે. આ નિષ્ણાંતોનો મત છે કે અમદાવાદમાં વસતી ગીચતા અને હોસ્પિટલમાં દાખલ થવાનો વિલંબ મૃત્યુદર વધવાનું મુખ્ય કારણ છે. મિડીયા સમક્ષ ડોક્ટરોની આ પેનલે કોરોના અંગે આપેલા અભિપ્રાય આ પ્રમાણે છે — ડો. તેજસ પટેલ (હૃદયરોગ નિષ્ણાત) *કોરોના સાથે સહ અસ્તિત્વના પ્રિન્સિપલ સાથે જીવવું પડશે. *સ્વચ્છતા, સોશિયલ ડિસ્ટન્સ અને રક્ષાત્મક પગલાંને જીવનનો ભાગ બનાવવો પડશે. *કોરોનાથી ડરવાની જરૂર નથી કે કોરોના સામે લડવાની પણ જરૂર નથી. *સાવચેતીથી જીવશો…
ગુજરાતના શહેરી વિકાસ વિભાગ પાસે પુરતા સર્વેયરો નથી તેથી શહેરોના વિકાસ પર અસર પડી છે. રાજ્યના કેટલાક અનુભવી પણ નિવૃત સર્વેયરોની હાલ સેવાઓ લેેવામાં આવી રહી છે. સર્વેયરોના કારણે શહેરી વિકાસ પર માઠી અસર પડી છે, કારણ કે કામમાં ખૂબ વિલંબ થઇ રહ્યો છે.રાજ્યના આઠ મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર ઉપરાંત ક્લાસ-એ ના 16 શહેરોમાં સર્વેયરની આવશ્યતા હોય છે. નવી કોઇ ટાઉન પ્લાનિંગ સ્કીમ બહાર પાડતા પહેલાં સર્વેયરની જવાબદારી રિપોર્ટ આપવાની છે. સરકારના શહેરી વિકાસ વિભાગમાં સર્વેયરની મંજૂર થયેલી 168 જગ્યાઓ પૈકી હાલ માત્ર બે જ ભરાયેલી છે, પરિણામે સ્કીમમાં વિલંબ થઇ રહ્યો છે.રાજ્યના શહેરી…
ગુજરાતમાં 48.85 લાખથી વધુ ખેડૂત ખાતેદારો નોંધાયેલા છે જે પૈકી 32.44 લાખ ખેડૂતો તો નાના અને સીમાંત છે, એટલે કે 66.41 લાખથી વધુ હિસ્સો નાના સીમાંત ખેડૂતોનો છે. આ આંકડો વધવાનું મુખ્ય કારણ વધતું જતું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન છે. ખેડૂતોની મહામૂલી જમીનના ટુકડા થયા છે. એનો મતલબ એ થયો કે રાજ્યમાં મોટા ખેડૂતો ઓછા છે પરંતુ નાના ખેડૂતો પાસેથી જમીન છીનવાઇ રહી છે તેથી મજૂરોની સંખ્યા વધતી જાય છે. બીજી તરફ ખેતમજૂરોની સંખ્યા 2909108 જેટલી છે એટલે કે નાના સીમાંત ખેડૂતોની સંખ્યા જેટસા જ ખેત મજુરો આવેલા છે. ગુજરાતમાં છેલ્લા 20 વર્ષમાં ખેતરો મટી જતાં ખેતમજૂરોની સંખ્યામાં ચોંકાવનારો વધારો થયો છે.એગ્રીકલ્ચર સેન્સસની…
તમારે નાનો બિઝનેસ કરવો છે પરંતુ કોઇ જ્ઞાન નથી તો પણ ચાલશે, કેમ કે એક કંપની નાના બિઝનેસ માટે તમામ પ્રકારની સેવાઓ આપે છે. કાનૂની અને નાણાકીય સેવાઓ પણ આ કંપની પુરી પાડે છે, એટલું જ નહીં તમે આ બિઝનેસમાં સક્સેસ કેવી રીતે જશો તે પણ સમજાવે છે.લધુ અને મધ્યમ ઉદ્યોગો તેમજ સ્ટાર્ટઅપ બિઝનેસને અનુલક્ષીને અમદાવાદમાં એક લિગલ ટેક શરૂ થયું છે. આ સ્ટાર્ટઅપ છે જે ભારતના 40 શહેરોમાં છે અને 3500થી વધુ ગ્રાહકોને સેવા આપી રહ્યું છે. આ કંપનીને વધુ પ્રોત્સાહન મળતાં તેની કામગીરી એક વર્ષમાં 20 હજાર ગ્રાહકો સુધી પહોંચવાની છે.બજારમાં આપવામાં આવતી વિવિધ સેવાઓ કરતાં 60 ખી…
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ચલાવીને હવે પૂર્ણ વિરામ મૂકનારા કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલનો અન્ય પાટીદાર યુવાનોએ આભાર માનવો જોઇએ, કારણ કે તેના કારણે કેટલાક યુવા પાટીદારોને નવી નોકરી મળી છે. હાર્દિકના આંદોલનને કારણે સવર્ણોને આર્થિક ધોરણે 10 ટકા અનામત તો મળી જ છે. પરંતુ તેની સાથે પાટીદાર આંદોલનમાં જોડાયેલા અને અત્યારે ભાજપમાં ભળી ગયેલા પાટીદાર નેતાઓને જલસા પડી રહ્યાં છે. ગુજરાતમાં જે આનંદીબહેન પટેલ ન કરી શક્યા તે કામ વિજય રૂપાણી સરકારે કર્યું છે. પાટીદાર અનામત આંદોલનને શાંત કરવામાં અથવા તો તેને તોડી પાડવામાં રૂપાણી સરકાર આક્રમક રહી છે. આનંદીબહેન પટેલના શાસનમાં બે વર્ષ સુધી અનામત આંદોલન સળગતું રહ્યું…
પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાના કારણે લોકોએ ખર્ચમાં કાપ મૂક્યો છે, કારણ કે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓમાં પણ રોજે રોજ ભાવ વધી રહ્યાં છે. ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં વેપારીઓ પણ પેટ્રોલ અને ડીઝલની જેમ રોજે રોજ ભાવવધારો કરી રહ્યાં છે. કેન્દ્રની મોદી સરકારે નવેમ્બર 2016માં નોટબંધી કરી તે પછી ઝડપથી વધી ગયેલું ચલણી નોટોનું સરક્યુલેશન ગયા મે મહિનાથી ઘટવા લાગ્યું છે. એસબીઆઇ રિસર્ચના રિપોર્ટમાં આ વાત બહાર આવી છે. નોંધપાત્ર બાબત એ છે કે મે મહિનાથી જ ક્રૂડ ઓઇલના ભાવ વધવા લાગ્યા છે અને રિઝર્વ બેન્કે ફોરેક્સ માર્કેટમાં તેનો હસ્તક્ષેપ કર્યો છે. રિપોર્ટ મુજબ કરન્સીનું પ્રમાણ ઘટવાનું એક કારણ એ હોઈ શકે કે…
વિશ્વમાં બદલાતી જતી મેડીકલ ટેકનોલોજીનો ઉપયોગ ગુજરાતમાં થવાથી હવે રાજ્યમાં પુરૂષો અને મહિલાઓના સરરાશ જીવનમાં વધારો થયો છે. ગુજરાતમાં આજે પુરૂષ સરેરાશ 67.6 વર્ષ અને મહિલા 70.5 વર્ષ સુધી જીવે છે. ગુજરાતની આરોગ્ય વિષયક સુવિધા એ સમગ્ર દેશમાં મેડિકલ ટુરિઝમમાં સૌથી વધુ ઉભરતું સેક્ટર છે. ઉત્તમ અને સરળ આરોગ્ય સારવારના કારણે ગુજરાતમાં બર્થ લાઇફ એક્પેક્ટેન્સીમાં પુરૂષની 62.3 ટકાથી વધીને 67.5 થઇ છે જ્યારે મહિલાની 64.2 ટકાથી વધીને 70.5 થવા જાય છે. કેન્દ્ર સરકારના છેલ્લા રિપોર્ટ પ્રમાણે કુલ વસતીમાં સરેરાશ આયુષ્ય 68.8 છે જે વર્ષો પહેલાંના આંકડા કરતાં વધુ છે. લોકોની સરેરાશ ઉંમરમાં થયેલો વધારો ટેકનોલોજીનો બદલાવ છે. સમગ્ર દેશમાં કેરાલા…