ગુજરાતમાં વિધાનસભા અને લોકસભાની બેઠકોમાં વધારો થશે પરંતુ તેના માટે હજી છ વર્ષની રાહ જોવી પડે તેમ છે, કારણ કે રાજ્યમાં હવે પછીનું બેઠકોનું સિમાંકન 2026માં થવાનું છે. ચૂંટણી પંચના સૂત્રોએ કહ્યું હતું કે ગુજરાતમાં નવું સિમાંકન થતાં વિધાનસભાની હાલની 182 બેઠકો થી વધીને 230 બેઠકો થવાની છે જ્યારે લોકસભામાં 26 થી વધીને 33 બેઠકો થવાનો અંદાજ છે. રાજ્યના માહિતી અધિનિયમ પ્રમાણે બેઠકો અંગેની માહિતી માગવામાં આવી હતી જેમાં ચૂંટણી પંચે જણાવ્યું છે કે બેઠકોનું નવું સિમાંકન 2026 પછી થશે. ગુજરાતમાં વસતીના આધારે વિધાનસભા અને લોકસભાની બેઠકોનું સિમાંકન કરવામાં આવે છે. આ સિમાંકનમાં જ્ઞાતિવાર વસતી પણ જોવામાં આવે છે. એટલે…
કવિ: Margi Desai
ગુજરાતના વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફારો આવી રહ્યાં છે. આ ફેરફારો ટૂંકસમયમાં થાય તેવી સંભાવના છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટાપાયે બદલીઓ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. ઓગષ્ટ મહિનાના મધ્યમાં બદલીના ઓર્ડર થાય તેમ છે. મુખ્યમંત્રીએ તાજેતરમાં પાંચ પ્રિન્સિપલ સેક્રેટરીને એડિશન ચીફ સેક્રેટરી તરીકે પ્રમોશન આપ્યાં પછી હવે વહીવટી તંત્રમાં બદલીની કવાયત શરૂ કરી છે. સચિવાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વખતે સામૂહિક 50થી વધુ ઓર્ડર થાય તેવી સંભાવના છે. ગુજરાત સરકારના કેટલાક વિભાગોના વધારાના હવાલા દૂર કરીને કાયમી પોસ્ટીંગ આપવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. ઉદ્યોગ વિભાગના અધિક મુખ્યસચિવ એમકે દાસને મુખ્યમંત્રી કાર્યાલય અને ઉદ્યોગ વિભાગ એમ બેવડા વિભાગ આપવામાં…
આયુષ્યમાન ભારત સહિત આરોગ્યને લગતી અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોના દવાખાનામાં ડોક્ટર ન હોય તો સરકારના તમામ પ્રયાસો વ્યર્થ છે, કેમ કે ગામડામાં સરકારી ડોક્ટરો જતા નથી, બઘાં ડોક્ટરોને શહેરોમાં કામ કરવું છે, કારણ કે શહેરોમાં તેમની ખાનગી પ્રેક્ટિસ ધૂમ ચાલતી હોય છે. સરકાર પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સાધનોની કોઇ કમી નથી પરંતુ ગ્રામ્ય કક્ષાએ મેનપાવરની અછત છે. સરકાર અનેક પ્રલોભનો આપે છે છતાં ડોક્ટર થયેલા ઉમેદવારને ગામડામાં જવું નથી. એનો મતલબ એ થયો કે આજકાલ ગ્રામ્ય મેડીકલ સેક્ટરમાં કોઇને સેવા કરવી ગમતી નથી. ગુજરાતના ગ્રામ્ય આરોગ્યની સ્થિતિ અત્યંત ખરાબ થઇ રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના…
ગાંધીજીએ જેના માટે સત્યાગ્રહ કર્યો હતો તે મીઠાના ઉત્પાદન સામે ગુજરાતમાં રાજ્ય સરકારના કેટલાક નિયંત્રણો હોવાથી મીઠાના ભાવ વધી રહ્યાં છે. બીજીતરફ ઝડપથી મંજૂરીઓ મળતી નથી તેથી ઉત્પાદનને માઠી અસર થઇ છે. રાજ્યમાં ભાડાપટ્ટાનો દર એટલો બઘો ઉંચો છે કે સોલ્ટ ઉત્પાદકો કામગીરી કરી શકતા નથી. ગુજરાતમાં મીઠા ઉત્પાદકો પ્રતિ હેક્ટર 988 રૂપિયા ચૂકવે છે જ્યારે મહારાષ્ટ્રમાં આ દર માત્ર 22 રૂપિયા છે. ગુજરાતનું મીઠું આખું દેશ ખાય છે. ભારતના કુલ ઉત્પાદનના 80 ટકા મીઠું માત્ર ગુજરાતમાં ઉત્પાદિત થાય છે. ઉત્પાદકો કહે છે કે મીઠાના ઉત્પાદન માટે મહત્ત્વની લીઝ રિન્યુઅલ અંગે કોઈ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે અને આ માટે ચેક…
કેન્દ્ર સરકારના શિપીંગ મંત્રાલયની શિપ રિસાયકલિંગ પોલિસીના કારણે ગુજરાતને મોટો ફાયદો થવાની સંભાવના વધી ગઇ છે. અત્યાર સુધી યુરોપિયન અને જાપાની જહાજો ભાંગવા માટે કે રિસાયલિંગ માટે ચીન અને તુર્કી જતાં હતા તે હવે ગુજરાતના અલંગમાં આવી શકે છે. >ભારત સરકારે પાર્લામેન્ટમાં શિપ રિસાયકલિંગ બીલ મંજૂર કર્યું છે તેની સીધી અસર ગુજરાતને થવાની છે. પોર્ટ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે યુરોપ અને જાપાન સહિતના દેશોના જહાજો તેની અંતિમ સફર માટે ચીન અને તુર્કી જતાં હતા પરંતુ હવે તે બિઝનેસ ગુજરાતના અલંગને મળી શકે તેમ છે. તેમણે કહ્યું હતું કે અલંગમાં દર વર્ષે સરેરાશ 250 થી 280 જહાજો ભાંગવા કે…
ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની પેટાચૂંટણી સપ્ટેમ્બરના અંત સુધી પાછી ઠેલાય અને ચૂંટણી ક્યારે કરવી તેની સમીક્ષા ઓક્ટોબરમાં કોરોના સંક્રમણના કેસો જોઇને કરાય તેવી સંભાવના છે. પેટા ચૂંટણી માટે ભાજપ સજ્જ છે પરંતુ કોંગ્રેસે આ ચૂંટણીમાં ઇવીએના સ્થાને બેલેટનો ઉપયોગ કરવાની માગણી કરી છે. ગુજરાતમાં કોરોના સંક્રમણ તેજીથી વધી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો નિર્દેશ છે કે હજી 45 દિવસ સુધી કોરોનાના પોઝિટીવ કેસો વધશે, ત્યારબાદ કેસોમાં ઘટાડો થશે. એટલે કે 45 દિવસ સુધી તો ગુજરાતમાં પેટાચૂંટણી યોજવી શક્ય નથી તેવો અભિપ્રાય આરોગ્ય વિભાગનો હોવાનું કહી શકાય તેમ છે. ચૂંટણી પંચના સૂત્રોએ કહ્યું હતું કે કોરોના સંક્રમણ સમયે ઇવીએમથી…
ગુજરાતના બે મહત્વના શહેરો અમદાવાદ અને રાજકોટ વચ્ચે પરિવહન ઝડપી બનાવવા માટે રાજ્ય સરકારે જેને મંજૂરી આપી છે તેવા હાઇસ્પીડ રેલવે પ્રોજેક્ટના સર્વેનું કામ ઝડપથી શરૂ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયે આદેશ કર્યો છે. આ પ્રોજેક્ટનો અંદાજીત ખર્ચ 11300 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. આ રેલવે પ્રોજેક્ટ શરૂ થતાં અમદાવાદ થી રાજકોટ માત્ર બે કલાકમાં પહોંચી શકાશે. એટલું જ નહીં આ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારના અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ સાથે જોડવામાં આવનાર છે. સરકારે જે પ્રોજેક્ટ કોસ્ટ નક્કી કરી છે તેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચેની ભાગીદારી છે કે કેમ તેમજ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ એકત્ર કરવાનું છે કે નહીં તેની…
અમદાવાદમાં મોલ અને રેસ્ટોરન્ટ માલિકો કોરોના સંક્રમણ બાબતે ગંભીર નથી. એવી ઘટનાઓ સામે આવે છે કે મોલ કે રેસ્ટોરન્ટમાં ભીડભાડ થઇ જતી હોવાથી સંચાલકો કે તેમના સિક્યોરિટી જવાનો દ્વારા કોઇ પગલાં લેવામાં આવતા નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પહેલાં મોલ અને હવે રેસ્ટોરન્ટનું ચેકીંગ કરીને તેને સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. પહેલાં તો ફરિયાદના આધારે પગલાં લેવામાં આવતા હતા પરંતુ હવે કોર્પોરેશનના અધિકારીઓ રેન્ડમ ચેકીંગ કરી રહ્યાં છે. મોલ કે રેસ્ટોરન્ટ સંચાલકને ખબર પણ ન પડે તે રીતે તેઓ અંદર જઇને આરોગ્યના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરે છે. અમદાવાદના ચાર મોલને સીલ માર્યા પછી હવે ચાર…
ગુજરાતમાં પર્યાવરણિય સુનાવણી મોકુફ રાખવા માટે રાજ્યની પર્યાવરણ સંસ્થા પર્યાવરણ મિત્રએ માગણી કરી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને કહેવામાં આવ્યું છે કે હાલ કોરોના સંક્રમણની સ્થિતિમાં જાહેર કરવામાં આવેલી સાત જેટલી સુનાવણી મોકુફ રાખવામાં આવે. આ સુનાવણી 18 ઓગષ્ટ થી 29 ઓગષ્ટ દરમ્યાન થવાની છે. આ સંસ્થાએ મુખ્યમંત્રીને પત્રમાં કહ્યું છે કે અમારી માગણીને રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકિમ તેમજ ગુજારાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ એ ધ્યાને લીધી નથી તેનું અમને દુખ છે તેથી અમે તમારી સમક્ષ રજૂઆત કરી છે. રૂપાણીને લખેલા પત્રમાં આ સંસ્થાના ડાયરેક્ટર મહેશ પંડ્યાએ કહ્યું છે કે દેશ અને ગુજરાતમાં અમલમાં મૂકાયેલી હાલની અનલોક-3 ગાઇડલાઇન…
ગુજરાતમાં ખરીફ સિઝનમાં ખેડૂતોએ વિનાસંકોચે વાવેતર શરૂ કરી દીધું છે. હજી વરસાદની સિઝન ચાલી રહી છે ત્યારે ખેડૂતોએ 75 લાખ હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોનું વાવેતર કર્યું છે. આ વખતે ખરીફમાં ચોંકાવનારી બાબત એવી સામે આવી છે કે ખેડૂતોએ તમાકુ વાવી નથી. માત્ર 300 હેક્ટર જમીનમાં તમાકુનું વાવેતર થયું છે, જે અગાઉના વર્ષોમાં 2000 હેક્ટર જેટલા વિસ્તારમાં થતું હતું. કોરોના સંક્રમણના સમયમાં ખેડૂતોએ તમાકુથી મ્હોં ફેરવી લીધું છે. રાજ્યમાં પાંચ ઝોન પ્રમાણે વાવેતરના આંકડા જોઇએ તો સૌથી વધુ 37.99 લાખ હેક્ટર વિસ્તારમાં સૌરાષ્ટ્રના ખેડૂતોએ વાવેતર કર્યું છે. કૃષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આ વર્ષે વરસાદની શરૂઆત સૌરાષ્ટ્રથી થઇ હોવાથી ત્યાં…