ગુજરાતમાં કોરોના સંક્રમણ વચ્ચે વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટનું અત્યુતમ કેશવમ થાય તેવી સંજોગો ઉભા થયાં છે. આમ પણ સરકારે હજી સુધી વાયબ્રન્ટ સમિટ 2021નો લોગો તેની સત્તાવાર વેબસાઇટ પર લગાવ્યો નથી. ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટ 2011 પૂર્ણ થયા પછી બીજા દિવસે ગુજરાત સરકારની વાયબ્રન્ટ વેબસાઇટ ઉપર વાયબ્રન્ટ સમિટ 2013નો લોગો લાગી ચૂક્યો હતો પરંતુ રાજ્યમાં છેલ્લી વાયબ્રન્ટ સમિટ 2019 પૂર્ણ થયાને દોઢ વર્ષ થઇ ચૂક્યું છે છતાં વાયબ્રન્ટ ગુજરાત 2021નો લોગો લગાવવામાં આવ્યો નથી. સરકારી આ વેબસાઇટ પર હજી પણ 2019ની વાયબ્રન્ટ સમિટના બ્રોશર અને ટ્રેડ શો માં હિસ્સો લેવા માટેના ફોર્મ જેવી જૂની વિગતો જોવા મળે છે. આ પહેલાં વેબસાઇટ પર…
કવિ: Margi Desai
“ભારતના રાજ્યોમાં ઓનલાઇન એજ્યુકેશનની પોલિસી બનાવ્યા વિના ચાલી શકે તેમ નથી, કારણ કે સ્કૂલો આ વર્ષ શરૂ થાય તેવા કોઇ અણસાર નથી. ગુજરાત સરકાર કેન્દ્રમાં એવી દરખાસ્ત કરી શકે છે કે તમામ રાજ્યોમાં કોમન પોલિસી હશે તો એજ્યુકેશનનું ધોરણ જળવાશે” ગુજરાતના શિક્ષણ વિભાગના એક અધિકારીએ આ વિધાનમાં આગળ કહ્યું હતું કે કોરોના સંક્રમણ વચ્ચે સરકારી અને પ્રાઇવેટ શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ આપવામાં આવે છે પરંતુ તેની કોઇ ચોક્કસ પોલિસી નથી તેથી કેન્દ્ર અને રાજ્ય સરકારે નવી પોલિસી બનાવીને કોમન એજ્યુકેશન પ્રોગ્રામ બનાવવાની આવશ્યકતા છે. તેમણે કહ્યું હતું કે ગુજરાતની શાળાઓએ વેબિનાર જેવા માધ્યમ દ્વારા વિવિધ એપ્લિકેશનોની મદદથી નવા સત્રનો આરંભ કરી…
આયુર્વેદમાં એવી 8000 જેટલી ચમત્કારી જડીબુટ્ટી છે કે તેની મદદથી સ્વાસ્થ્ય સાચવી શકાય છે તેવી માહિતી રાજ્યના પૂર્વ આરોગ્ય અધિક મુખ્યસચિવ ડો. એસ.કે.નંદાએ કર્યો છે. તેમણે કહ્યું છે કે લાઇફમાં જો ડોક્ટરને દૂર રાખવા હોય તો તેની માટે આપણી માટે ઘરેલું ઉપચાર છે, જેનો ઉપયોગ આદિવાસી સમાજ કરે છે. ગુજરાતના ડાંગ જિલ્લામાં જ 140 જેટલા ભગત છે જે આદિવાસીઓના આયુર્વેદિક ડોક્ટર છે. એસકે નંદાએ કહ્યું હતું કે આપણે ત્યાં આદિવાસી વનસ્પતિ ઉપર સંશોધન કરીને તેના સફળ પ્રયોગ કરનારા ભગત ને જોડતી કડી એટલે સ્વદેશી જ્ઞાન અભિયાન. આપણે તેમના અનુભવોનું જ્ઞાન દુનિયાને આપવાનું છે. આજે પ્રત્યેક પરિવાર તેની વાર્ષિક આવકના 40…
કેન્દ્ર અને રાજ્ય સરકારે અનલોક શરૂ કર્યું છે ત્યારે ગુજરાતના ગામડાં સ્વયંભૂ લોકડાઉન પાળી રહ્યાં છે. સરકારે જ્યારથી અનલોક શરૂ કર્યું છે ત્યારથી ગુજરાતમાં કેસો વધી રહ્યાં છે. હજી પણ ગુજરાતમાં જેટલા કેસો છે તે પૈકી 80 ટકા કેસો માત્ર અમદાવાદ, સુરત અને વડોદરામાં છે. ગ્રામ્ય વિસ્તારોમાં હજી પણ સંક્રમણ ઓછું હોવાથી ગ્રામજનો એલર્ટ થઇ રહ્યાં છે. શહેરોનો ચેપ ગ્રામ્ય વિસ્તારમાં વધતો અટકાવવા માટે ગ્રામપંચાયતો જાતે લોકડાઉન જેવી સ્થિતિ લાગુ કરી રહ્યાં છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે અમદાવાદમાં હવે કેસો ઘટવાની પ્રક્રિયા શરૂ થઇ છે પરંતુ સુરત અને રાજકોટ ઉપર મોટું જોખમ તોળાઇ રહ્યું છે. જો આ…
ગુજરાતમાં કોરોના સંક્રમણના સમયમાં બહાર નિકળતી વખતે મોંઢા પર માસ્ક નહીં હોય તો નાગરિકોએ હવે 500 રૂપિયા નહીં પરંતુ 1000 રૂપિયા ચૂકવવા પડશે. રાજ્ય સરકાર આ ઝૂંબેશ વધારે કડક બનાવવા માગે છે. એ સાથે સોશ્યલ ડિસ્ટન્સીંગ અને રાત્રીના લોકડાઉનને વધારે સલામત પણ બનાવશે કે જેથી સંક્રમણને નિયંત્રણમાં રાખી શકાય. કોરોના સંક્રમણ સમયે થયેલી અલગ અલગ અરજીના અનુસંધાને ગુજરાત હાઇકોર્ટે કહ્યું છે કે માસ્ક નહીં પહેરતાં લોકોને સરકાર 1000 રૂપિયાનો દંડ કરે. એ ઉપરાંત અમદાવાદ શહેરમાં બહારથી આવતા લોકોને રોકવામાં આવે અને તેમનો સ્થળ પર જ રેપિડ ટેસ્ટ કરવામાં આવે. હાઇકોર્ટે એમ પણ કહ્યું છે કે કોરોના સંક્રમણને અટકાવવા માટે વધુમાં…
ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની ટીમ ગુજરાતમાં કોણ હશે અને કોણ કપાશે તેની અટકળો તેજ બની છે પરંતુ પાટીલના વિશ્વાસુ સાથીએ કહ્યું છે કે ચૂંટણી અને પાર્ટીમાં મજબૂત કામગીરી હશે તેમને અચૂક સ્થાન મળશે. હાલ પુરોગામી પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ બનાવેલા માળખાને વિખેરીની પ્રદેશ હોદ્દેદારોની નવી ટીમ બનશે. આ ટીમમાં સ્થાનિક ચૂંટણી અને 2022ની વિધાનસભાની ચૂંટણીને વધારે મહત્વ આપવામાં આવશે. ગુજરાત ભાજપના પ્રદેશ માળખામાં જે સિનિયર નેતાઓ છે તેમાં અણધાર્યા ફેરફાર થાય તેવા સંકેત છે. સીઆર પાટીલ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પસંદ છે તેથી નવી ટીમમાં નરેન્દ્ર મોદીના વફાદાર નેતાઓને સ્થાન મળે તેવી સંભાવના છે. નવી ટીમની રચના કર્યા પૂર્વે…
ગાંધીનગર: દેશમાં સૌ પ્રથમ ગુજરાતમાં એક એવું સંશોધન કરવામાં આવ્યું છે કે જેનાથી ડાયાબિટીસના દર્દીને અસરકર્તા છે. આ રોગમાં લોકો મોર્ડન મેડિસીનની સાથે હર્બલ એટલે કે આયુર્વેદિક દવાઓ પણ લેતાં હોય છે જે ખતરારૂપ માનવામાં આવે છે. રિસર્ચમાં જણાયું છે કે આમ કરવાથી એલોપથી દવાની આડઅસર થઇ શકે છે, જો કે આ અંગે હજી પ્રિ-ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે. આખી દુનિયામાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. ભારત પણ તેમાંથી બાકાત નથી. ભારતમાં દર 100 માંથી 12 લોકો ડાયાબિટીસની બીમારીથી પીડાય છે. ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ)ના વિદ્યાર્થીની અને સૌરાષ્ટ્ર ફાર્મસી ભવનના રિસર્ચ સ્કૉલર જલ્પા સાણંદીયાએ ડાયાબિટીસના દર્દીઓની એલોપેથી અને…
કોરોના સંક્રમણના આટલી મોટી સંખ્યામાં કેસો જોતાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થયું છે પરંતુ ગુજરાત સરકાર હજી તે માનવા તૈયાર નથી જ્યારે કેરાલા રાજ્યમાં ગુજરાત કરતાં ઓછા કેસ હોવા છતાં મુખ્યમંત્રીએ કહ્યું છે કે અમારા રાજ્યમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થયું છે. સમગ્ર દેશમાં કેરાલા રાજ્યએ તેને સૌ પ્રથમ કોમ્યુનિટી ટ્રાન્સમિશન ડિક્લેર કર્યું છે. આજે નહીં તો કાલે ગુજરાત, મહારાષ્ટ્, તામિલનાડુ, ઉત્તરપ્રદેશ અને કર્ણાટક જેવા રાજ્યો કે જ્યાં કોરોના કેસોની સંખ્યા પ્રતિદિન 1000ને પાર ગઇ છે ત્યાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન જાહેર કરવું પડશે, એટલે કે લોકો માટે તે રેડએલર્ટ છે. કોમ્યુનિટી ટ્રાન્સમિશન એટલે કે ઘરે ઘરે કોરોનાના કેસ જોવા મળી શકે છે. ગુજરાતમાં…
કોરોના સંક્રમણના સમયમાં નબળી માંગના પગલે રાજ્યની સ્પિનિંગ મિલો મુશ્કેલીનો સામનો કરી રહી છે. લગભગ 20 ટકા સ્પિનિંગ મિલો બંધ થવાની અથવા તો તેના મોટા હિસ્સાનું વેચાણ થવાની આશંકા સર્જાઇ છે. સ્થાનિક બજારમાં છેલ્લા થોડા દિવસથી યાર્નની માંગમાં સામાન્ય સુધારો જોવા મળી રહ્યો છે પરંતુ કેટલીક મિલો માટે લોકડાઉનના સમયથી મુશ્કેલી છે અને તેમના માટે કપરો સમય ચાલી રહ્યો છે. સ્પિનર્સ એસોસિયેશન, ગુજરાત (એસએજી)ના પ્રમુખ સૌરિન પરીખે જણાવ્યું હતું કે, રાજ્યની 110 જેટલી સ્પિનિંગ મિલો લોકડાઉનના સમયથી ઓછી માંગનો સામનો કરે છે અને હાલમાં લગભગ 80 ટકા ક્ષમતા પર કાર્યરત છે પરંતુ મોટા ભાગની મિલોની ઇન્વેન્ટરી વધી રહી છે.લોકડાઉન દરમિયાન…
માઈક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝ (એમએસએમઇ) સેક્ટરમાં નોન પરફોર્મિંગ એસેટ (એનપીએ)માં આગળ જતાં વધારો થવાની શક્યતા છે કારણ કે ઓગસ્ટમાં ટર્મ લોન પર મોરેટોરિયમ પૂર્ણ થાય છે અને આ સેક્ટરમાં સમગ્ર દેશમાં 4.5 કરોડ લોકો જોબ ગુમાવે તેવી શક્યતા છે જે પૈકી ગુજરાતમાં 15 લાખથી વધુ કર્મચારીઓ તેમની જોબ ગુમાવે તેવી દહેશત છે. રિઝર્વ બેન્ક દ્વારા માર્ચમાં નાના બિઝનેસ માટે લોન મોરેટોરિયમની જાહેરાત કરવામાં આવી હતી. તેની મુદ્દત 31 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી હતી અને નાના બિઝનેસ માને છે કે મોરેટોરિયમની સમયમર્યાદામાં હજુ પણ વધારો કરવો જોઈએ. ફેડરેશન ઓફ ઇન્ડિયન એમએસએમઇ જણાવે છે કે સરકારે જાહેર કરેલા આત્મનિર્ભર ભારત પેકેજથી…