કોરોના સંક્રમણના કારણે લોકડાઉનના સમયગાળા દરમ્યાન ફૂલોની ડિમાન્ડ ઓછી રહી છે પરંતુ શ્રાવણ માસમાં પણ આ માંગમાં ઉછાળો આવી શક્યો નથી પરિણામે ફૂલોની ખેતી કરનારા ખેડૂતો અને બજારમાં વેચનારા વ્યાપારીઓ પાયમાલ થઇ રહ્યાં છે. ખાસ કરીને નિકાસલક્ષી ફૂલોની ખેતી કરનારા ખેડૂતોને વધારે માર પડ્યો છે. >ગુજરાતમાં ફૂલોનું ઉત્પાદન બીજા રાજ્યો કરતાં ઓછું છે તેમ છતાં જે ખેડૂતો અને વેપારીઓ સ્થાનિક બજારમાં ફૂલો ઠાલવે છે તેમને આ વખતે મોટી ખોટનો સામનો કરવો પડ્યો છે, કારણ કે ત્રણ મહિનાના લોકડાઉનમાં ફૂલોનું વેચાણ થયું નથી. વિદેશમાં જે ફૂલો મોકલવામાં આવતા હતા તે પણ બંધ થતાં આ વખતે ખેતી માથે પડી છે. કોરોના સંક્રમણના…
કવિ: Margi Desai
ગુજરાતના શહેરોમાં રેપિડ ટેસ્ટ કરવાની શરૂ કરેલી પ્રક્રિયાને કારણે વધુને વધુ પોઝિટીવ કેસો સામે આવી રહ્યાં છે. અમદાવાદ પછી હવે બીજા શહેરોમાં પણ રેપિડ ટેસ્ટ શરૂ કરવાની વિચારણા કરવામાં આવી છે. રાજ્ય સરકારની સૂચના છે કે પ્રત્યેક મ્યુનિસિપલ કોર્પોરેશન રેપિડ ટેસ્ટ કરી શકે છે. અમદાવાદ માહાનગરે કોરોનાને નિયંત્રણમાં લેવા માટે વિવિધ જગ્યાએ રેપિડ ટેસ્ટ શરૂ કર્યા છે. શહેરના વિવિધ શોપિંગ સેન્ટરો અને માર્કેટમાં ટેસ્ટીંગની કાર્યવાહી કરી છે. રેપિડ ટેસ્ટમાં શહેરના ન્યૂ ક્લોથ માર્કેટમાં 60 અને માણેક ચોક સોની બજારમાં ચાર ટેસ્ટ પોઝિટીવ આવ્યા છે. ગુજરાતમાં શરૂઆતમાં ટેસ્ટની સંખ્યા ઓછી કરવામાં આવતી હોવાથી રાજ્ય સરકાર ટીકાને પાત્ર બની હતી. નીતિ આયોગે…
તમારે સસ્તાં મકાન લેવા હોય તો બાકીના રૂપિયા ભરી જાવ તેવો ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળે આદેશ કર્યો છે. ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો માટે સરકારે શહેરી વિસ્તારમાં બનાવેલા એફોર્ડેબલ આવાસોના ડ્રો થયા પછી ગુડાએ નોટીસો આપવાની શરૂ કરી છે લોકડાઉનના કારણે લોકોની નોકરીઓ ગઇ છે. કોરોના સંક્રમણમાં આવક અને ખર્ચના બે છેડા ભેગા કરવા કઠીન બન્યાં છે ત્યારે ગુડાના વહીવટી તંત્રએ ડ્રો થયા પછી આવાસના લાભાર્થીઓને નોટીસો આપવાનું શરૂ કર્યું છે. નાના અને મધ્યમ પરિવારોને ઘરનું ઘર મળી શકે તે માટે સરકાર દ્વારા જે ડ્રો સીસ્ટમ થકી આવાસની ફાળવણી કરવામાં આવી હતી તે અંતર્ગત શહેરમાં વસવાટ કરતાં અનેક પરિવારોને ગુડા દ્વારા…
ગાંધીનગર: ગુજરાતના કેન્દ્ર હસ્તકના દિનદયાલ પોર્ટ એટલે કે કંડલા પોર્ટ ટ્રસ્ટની નજીકનાં ખાનગી જેટી બાંધવાની રાજ્ય સરકારે આપેલી મંજૂરીમાં વિવાદ ઉભો થતાં ઓર્ડર સ્થગિત કરવામાં આવ્યો છે. આ જેટીનો ઉગ્ર વિરોધ ખુદ કંડલા પોર્ટ ટ્રસ્ટે કર્યો હતો. કંડલા પોર્ટની નજીક ગુજરાત સરકારે કચ્છની સ્થાનિક કંપની આહિર સોલ્ટ એન્ડ એલાઇડ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ (ASAPPL) ને જેટી બનાવવાની મંજૂરી આપતાં વિવાદ સર્જાયો હતો. કંડલા પોર્ટ ટ્રસ્ટ એ કેન્દ્ર સરકાર હસ્તક છે અને પોર્ટ ટ્રસ્ટે આ જેટીને ગેરકાયદે હોવાનો આરોપ મૂક્યો હતો જેના અનુસંધાને સરકારના ધ્યાનમાં આ બાબત આવતાં ઉચ્ચકક્ષાએથી નિર્ણય લઇને મંજૂરી હાલ પુરતી મોકુફ રાખવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. મીઠાના…
ગાંધીનગર:ગુજરાતના શિક્ષણનું જ્યારથી પ્રાઇવેટાઇઝેશન થયું છે ત્યારથી સ્કૂલ સંચાલકોએ વાલીઓ અને વિદ્યાર્થીઓને લૂંટવાનું શરૂ કર્યું છે. સરકારી મફત શિક્ષણ છોડીને આખો પ્રવાહ ખાનગી સ્કૂલો તરફ વળી ગયો અને શિક્ષણનું અધ:પતન શરૂ થયું છે. કેજીમાં અભ્યાસ કરતાં બાળકની ફી 50,000 સુધી વસૂલવામાં આવે છે. બે બાળકોના એક પરિવારમાં વ્યક્તિની કુલ આવકનો 40 ટકા ભાગ બાળકોનું શિક્ષણ ખાઇ જાય છે તેમ છતાં સ્કૂલ સંચાલકોની દાદાગીરીનો સામનો કરવો પડે છે. કોરોના સંક્રમણના સમયમાં જ્યારે સ્કૂલો બંધ કરવાનો સરકારે આદેશ આપ્યો છે ત્યારે ખાનગી સ્કૂલ સંચાલકોને કોઇપણ શિક્ષણ કામ કર્યા વિના વાલીઓ પાસેથી ફી ઉઘરાવવી છે પરંતુ ગુજરાત હાઇકોર્ટે તેના પર રોક લગાવી અને…
ગુજરાતમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિના કારણે રાજ્યમાં વિવિધ જગ્યાએ જંગલ વિસ્તારની બહાર છેલ્લા 13 વર્ષમાં વૃક્ષોની સંખ્યામાં 37 ટકા જેટલો વિક્રમી વધારો થયો છે. રાજ્યના વન વિભાગના આંકડા પ્રમાણે 2004માં 25.10 કોરડ વૃક્ષો હતા તે વધીને આ સમયગાળામાં 34.35 કરોડ થયાં છે. આ વૃક્ષોની સંખ્યા જંગલનો ભાગ નથી. રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ડીકે શર્માએ કહ્યું હતું કે ગુજરાત સરકાર દર વર્ષે વન મહોત્સવ યોજીને 10 કરોડ જેટલા રોપાંઓનું વિતરણ કરે છે. એ હકીકત છે કે માર્ગ કે વિકાસની યોજનામાં વૃક્ષોનું છેદન થાય છે અને હજારો વૃક્ષોને કાપી નાંખવામાં આવે છે પરંતુ હવે સરકારના વન વિભાગે…
ગાંધીનગર: કોરોના સંક્રમણના ચાર મહિના એવા કપરાં ગયા છે કે બિઝનેસ તો ઠીક ભગવાન માટેની દાનની આવકમાં પણ ચોંકાવનારો ઘટાડો થયો છે. લોકડાઉનમાં મંદિરો બંધ હોવાથી લોકો દર્શન કરવા જઇ શકતા ન હતા. દાન પેટીમાં દાનની રકમ પણ ઘટી છે. ઓનલાઇન દાન આપવાની અપીલ કામે લાગી નથી. આ મહામારીએ સોમનાથ, દ્વારકા, ડાકોર અને અંબાજીની આવકમાં મોટો ઘટાડો કર્યો છે. ગુજરાતના આ મુખ્ય મંદિરોની ટ્રસ્ટની આવક એટલી બઘી થતી હતી કે પૂજારીઓના માસિક પગાર પણ લાખોની રકમમાં ચૂકવાતા હતા. આ મંદિરોના ટ્રસ્ટ એટલા બઘાં સદ્ધર છે કે તેઓ જાતે સિક્યોરિટી ગાર્ડ્સની સુવિધા રાખી શકે છે. મંદિરનો જીર્ણોદ્ધાર કરાવી શકે છે. માર્ગો…
કંડલા પોર્ટની નજીક ગુજરાત સરકારે કચ્છની સ્થાનિક કંપની આહિર સોલ્ટ એન્ડ એલાઇડ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ (ASAPPL) ને જેટી બનાવવાની મંજૂરી આપતાં વિવાદ સર્જાયો છે. કંડલા પોર્ટ ટ્રસ્ટ એ કેન્દ્ર સરકાર હસ્તક છે અને પોર્ટ ટ્રસ્ટે આ જેટીને ગેરકાયદે હોવાનો આરોપ મૂક્યો છે. મીઠાના ઉત્પાદન માટે આપેલી જમીનમાંથી કેટલાક હિસ્સાને જેટી માટે આપવામાં આવતા આ વિવાદ સર્જાયો છે. રાજ્ય સરકારે આહિર સોલ્ટ એન્ડ એસાઇડને કંડલા પોર્ટની નજીકમાં જ જેટી બનાવવાની મંજૂરી આપી છે જેમાં લિકવીડ અને ડ્રાય સ્ટોરેજ ટર્મિનલની સુવિધા ઉભી કરાશે. આ જગ્યાએ 44 ટેન્ક ઇન્સ્ટોલ કરવામાં આવશે જેની કુલ ક્ષમતા 92488 કિલોલીટરની રહેશે. આ પ્રોજેક્ટ માટે સરકારે આહિર સોલ્ટને…
કોરોના સંક્રમણના કારણે વિદેશનમાં નોકરીની તકો ઘટતાં અને પરિવાર સાથે રહીને નોકરી કરવાનો ટ્રેન્ડ શરૂ થતાં અન્ય રાજ્યોની સાથે ગુજરાતના વિદેશમાં ભણતા વિદ્યાર્થીઓ ઇન્ડિયા પાછા આવી રહ્યાં છે. ગુજરાતમાં અત્યાર સુધી 20 હજારથી વધારે વિદ્યાર્થીઓ પાછા આવી ગયા છે. તેઓ હવે અમેરિકા પાછા જવા માગતા નથી. રાજ્યના એનઆરજી ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ કહ્યું હતું કે અમેરિકા અને વિદેશમાં કોરોના સંક્રમણ વધતાં નાની મોટી કંપનીઓમાં નોકરી કરતાં ભારતીય વિદ્યાર્થીઓની નોકરી પર અસર થઇ છે. અભ્યાસ પછી તેઓ નોકરી કરી શકતા નથી. જે લોકો નોકરી કરે છે તેઓને છૂટા કરવામાં આવ્યા છે. એચવન-બી વિઝામાં અમેરિકન સરકારે ફેરફાર કરતાં સૌથી વધુ અસર ભારતીય વિદ્યાર્થીઓને…
ગુજરાતમાં સ્કૂલો બંધ હોવાથી બેકાર થયેલા સ્કૂલ વર્ધીના સંચાલકો અને વાહનચાલકોએ સરકાર પાસે આર્થિક સહાયની માગણી કરી છે. કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે સ્કૂલ વર્ધી સંચાલકોની હાલત કફોડી બની છે. હજી પણ સ્કૂલો શરૂ થાય તેવા કોઇ ઠેકાણાં નથી ત્યારે હવે પરિવારનું ભરણપોષણ થઇ શકતું ન હોવાની દલીલ તેઓ કરી રહ્યાં છે. કોરોના સંક્રમણનો ભોગ સ્કૂલના બાળકો બન્યાં છે અને સ્કૂલ સંચાલકો પણ બન્યાં છે. જો કે તેનાથી વધારે ખરાબ હાલત બાળકોને સ્કૂલમાં લઇ જતા અને ઘરે પાછા મૂકી જતાં સ્કૂલ વર્ધીના વાહનચાલકો અને સંચાલકોની થઇ છે. એક તરફ ટ્યુશન ક્લાસ બંધ પડ્યાં છે. સ્કૂલો બંધ છે ત્યારે સ્કૂલ વર્ધીના…