કહેવાય છે કે ગુજરાત કેડરના અધિકારીઓ નિવૃત્તિ પછી ગુજરાતને તેમનું ઘર બનાવી દેતા હોય છે. રાજ્ય સરકારની નોકરીમાંથી નિવૃત્ત થયેલા 350થી વધુ આઇએએસ ઓફિસરોએ વતનને ભૂલીને તેમનું કાયમી ઘર ગાંધીનગર અને અમદાવાદને બનાવી દીધું છે. ઓફિસરોનો આ ગુજરાત પ્રેમ છે પરંતુ ગુજરાતી પ્રેમ ઘણાં ઓછા અધિકારીઓને હોય છે. રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ (RERA) નો અમલ શરૂ થયો ત્યારે ગુજરાતમાં ભૂતપૂર્વ ચીફ સેક્રેટરી ડો. મંજૂલા સુબ્રમણ્યમ તેના પહેલા ચેરપર્સન હતા. તેઓ ગુજરાતી ભાષા ખૂબ સરસ રીતે બોલે છે. હાલના રેરાના ચેરમેન તરીકે ડો. અમરજીત સિંઘ નિયુક્ત થયેલા છે. તેઓ ગુજરાત કેડરના પંજાબી આઇએએસ ઓફિસર છે. દિલ્હીમાં તેઓ ઘણો સમય…
કવિ: Margi Desai
મસૂરીનું નામ આવે એટલે આપણને સૌંદર્ય યાદ આવી જાય છે. ખુશનુમા વાતાવરણ વચ્ચે મસૂરી કે જે ઉત્તરાખંડના દહેરાદૂન જિલ્લામાં આવેલું ખૂબસુરત શહેર છે. હિમાલયની તળેટીમાં આવેલા આ શહેરને ગિરિમથકોની રાણી તરીકે ઓળખવામાં આવે છે. ગ્રીનરીથી ઘેરાયેલા આ પ્રદેશમાં ટેકરીઓ એક આદર્શ ગિરિમથક બનાવે છે. અહીંના સહેલાણીઓને પરીકથા જેવી ભૂમિનો અનુભવ થાય છે. અહીંનું સૌથી ઊંચુ સ્થળ લાલ ટિબ્બા 2290 મીટરની ઊંચાઈએ આવેલું છે. અહીં આઇએએસ ઓફિસરોની તાલીમ શાળા છે. રસપ્રદ બાબત એવી સામે આવી છે કે આ જગ્યાએ ત્રણ મહિનાની ટ્રેનિંગનું પોતાનું પહેલું એસાઇમેન્ટ પુરૂં કરી 2016ના 156 આઇએએસ ઓફિસરોની બેચે એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. આ…
પર્યાવરણના સમતુલન માટે વૃક્ષોની હાજરી અનિવાર્ય છે પરંતુ વિકાસની આડમાં સરકાર વર્ષો જૂના ઘટાદાર વૃક્ષોનું નિકંદન કાઢી રહી છે. રાજ્યમાં જેટલા વૃક્ષો કપાય છે તેટલા નવા વાવવામાં આવતા નથી પરિણામે પર્યાવરણ બગડે છે. ગાંધીનગરની સ્થિતિ પણ વૃક્ષ વિનાના શહેર જેવી થઇ છે, કારણ કે ગ્રીનસિટીનું બિરૂદ ધરાવતા ગાંધીનગરમાં જૂના વિશાળ વૃક્ષો કપાઇ રહ્યાં છે. ગાંધીનગરમાં સૌથી વધુ વૃક્ષો માર્ગ પહોળા કરવા માટે કાપવામાં આવ્યા છે. બીજા વૃક્ષો ઇમારતો બનાવવામાં કપાયા છે. ખેતીની જમીન જ્યારે બિન ખેતીની કરવામાં આવે છે ત્યારે ખેતરની અંદર અને આસપાસના વૃક્ષો કાપી નાંખવામાં આવે છે. વૃક્ષોની કાપણી વચ્ચે ગાંધીનગરે તો ગ્રીનસિટીનું બીરૂદ ગુમાવ્યું છે પરંતુ આ…
ગુજરાતમાં અત્યારે કિનારે આવી ચૂકેલી કોંગ્રેસને તારણહારની જરૂર છે. કોંગ્રેસને પણ નવા મોદીની તલાશ છે. ચૂંટણીઓમાં સતત હાર અને ધારાસભ્યો ગુમાવવાની બેવકુફી કોંગ્રેસને ભારે પડી રહી છે. પાર્ટી હાઇકમાન્ડે હવે ગુજરાતનો ઇસ્યુ હાથ પર લીધો છે, કારણ કે મોવડીઓ જાણે છે કે દિલ્હીની ગાદી જોઇએ તો પહેલાં ગુજરાત સર કરવું પડે. ગુજરાત કોંગ્રેસમાં જે છ નેતાઓની ટોળકી છે તેમને આખું ગુજરાત ઓળખતું નથી અને ઓળખશે પણ નહીં. 2022 સુધીમાં જો કોંગ્રેસને મજબૂત કરવી હોય તો પાર્ટીએ માધવસિંહ સોલંકી અને અમરસિંહ ચૌધરી જેવા નેતા પેદા કરવા પડશે. તેમના જેવું જોમ, અને ઉત્સાહ અત્યારે કોંગ્રેસના યુવા નેતાઓમાં મરી પરવાર્યો છે. કોંગ્રેસ પાસે…
કોરોના સંક્રમણથી સચિવાલય અને સરકારી કચેરીઓને બચાવવા માટે રાજ્ય સરકારે મુલાકાતીઓ તેમજ કર્મચારીઓના આરોગ્યનું ચેકિંગ કરવાનો નિર્ણય લીધો છે. સરકારી ઓફિસમાં હવે સરળતાથી પ્રવેશ નહીં મળે. સચિવાલયના ત્રણેક વિભાગોના કર્મચારીઓને કોરોના પોઝિટીવ આવતાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવેલા પરિપત્ર પ્રમાણે નવા સચિવાલય સંકુલમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ, અધિકારીઓનું તેમજ મુલાકાતીઓનું થર્મલ સ્કેનર અને ઇન્ટ્રારેડ ગનથી સ્કેનીંગ થાય તે માટે ગૃહ વિભાગ દ્વારા હોમગાર્ડ્સની સેવાઓ લેવામાં આવશે. હોમગાર્ડ્સની સેવાઓ સંબંધમાં નાયબ પોલિસ અધીક્ષક (સલામતી) દ્વારા જરૂરી સંકલન રાખીને દરેક બ્લોકના ભોંયતળિયે બે-બે હોમગાર્ડ્સની સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ હોમગાર્ડ્સ દરેક બ્લોકમાં પ્રવેશ મેળવતાં કર્મચારી…
ગાંધીનગર: ગુજરાતની અમૂલ બ્રાન્ટના ટર્નઓવરમાં વધારો થયો છે. કોરોના સંક્રમણ સમયમાં આ બ્રાન્ડની ચીજોનું વેચાણ સૌથી વધુ નોંધાયું છે પરિણામે બ્રાન્ડનું ટર્નઓવર 52000 કરોડ રૂપિયા થયું છે. આ ટર્નઓવરને બમણું કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ગુજરાત સહકારી દૂધ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ, (જીસીએમએમએફ) જે દૂધ અને ડેરી ઉત્પાદનોના લોકપ્રિય અમૂલ બ્રાન્ડનું માર્કેટિંગ કરે છે તેમાં નાણાકીય વર્ષ 2019-20માં 38,542 કરોડ રૂપિયાનું ટર્નઓવર નોંધાયું હતું જ્યારે 2018-19માં ટર્નઓવર 33150 કરોડ રૂપિયા હતું. અમૂલના ભવિષ્યના માર્કેટીંગના પ્રયાસોને ધ્યાનમાં લેતાં આગામી પાંચ વર્ષમાં અમૂલના બિઝનેસમાં ઓછામાં ઓછો 20 ટકાનો એકંદર સરેરાશ વાર્ષિક સંચલિત વૃધ્ધિદર રહેવાની અપેક્ષા છે. અમૂલ ફેડરેશનના મેનેજીંગ ડિરેકટર ડૉ. આર.એસ.સોઢીએ કહ્યું…
ગાંધીનગર: અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટ પર લોકડાઉનની ગંભીર અસર થઈ છે. 2020ના પ્રથમ છ માસમાં શહેરમાં મકાનોના વેચાણમાં 69 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો છે એમ વૈશ્વિક રિયલ એસ્ટેટ કન્સલ્ટિંગ કંપની નાઇટફ્રાન્ક ઇન્ડિયાએ તેના રિપોર્ટમાં જણાવ્યું છે. શહેરમાં ઓફિસ સ્પેસની માંગ નબળી રહી છે અને નવી સપ્લાય સામે લીઝ ટ્રાન્ઝેક્શનમાં ઘટાડો થવાથી ઓફિસ સ્પેસમાં વેકેન્સી લેવલ 41 ટકા જેટલું ઊંચું નોંધાયું છે. ઉપરાંત ઓફિસ સ્પેસ રેન્ટલમાં પણ 12 ટકા ઘટાડો થયો છે. નાઇટફ્રાન્ક ઇન્ડિયાએ પોતાના અર્ધવાર્ષિક રિપોર્ટ ‘ઇન્ડિયા રિયલ એસ્ટેટ: એચ1-2020’માં જાન્યુઆરીથી જૂન મહિના દરમિયાન દેશમાં આઠ મોટાં શહેરોમાં ઓફિસ અને રેસિડેન્શિયલ માર્કેટ વિશે વિગતો આપી છે. અમદાવાદમાં 2020ના પ્રથમ છ…
ગુજરાતમાં હિન્દી ફિલ્મોના શૂટીંગનું આકર્ષણ વધતાં નવું બોલીવુડ ઉભું કરવા માટે તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ જે સપના સેવ્યા હતા તે હાલની વર્તમાન સરકારમાં નિષ્ફળ જઇ રહ્યાં છે. આ માધ્યમ થકી ગુજરાત સરકાર કરોડો રૂપિયાની આવક કમાઇ શકે છે છતાં વહીવટી તંત્રની શિથિલતાને કારણે ફિલ્મ ઉદ્યોગ રાજસ્થાન તરફ જઇ રહ્યો છે. ગુજરાત સરકારે ફિલ્મ સિટી સ્થાપવા માટે 10 લોકેશન શોધી કાઢ્યા હતા. ખાસ કરીને કપરાડાને પૂના પાસેના ખંડાલા અને લોનાવાલાની જેમ ડેવલપ કરવાની એક યોજના બનાવવામાં આવી હતી જેમાં કોઇપણ પ્રકારનું ડેવલપમેન્ટ જોવા મળતું નથી. રાજ્ય સરકારના પ્રવાસન વિભાગે સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન ની જેમ સ્પેશ્યલ એન્ટરટેઇનમેન્ટ ઝોન રચવાનો નિર્ણય કર્યો હતો…
અમદાવાદ શહેરમાં વાહન પાર્કિંગની સમસ્યાનો ઉકેલ મ્યુનિસિપલ કોર્પોરેશનને શોધી કાઢ્યો છે, જેના કારણે મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા હળવી બની શકે તેમ છે. શહેરના 18 જેટલા ફ્લાયઓવર બ્રિજ અને રેલવે ઓવરબ્રીજની નીચે કોર્પોરેશન પે એન્ડ પાર્કની સુવિધા ઉભી કરીને પદ્ધતિસરનું પાર્કિંગ તેમજ કમાણીનો નવો વિકલ્પ ઉભો કરી રહી છે. મહાનગરની સ્ટેન્ડીંગ કમિટીની મળેલી બેઠકમાં આ પે એન્ડ પાર્કનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યારે આ બ્રિજની નીચે વાહનચાલકો આડેધડ વાહન પાર્કિંગ કરી રહ્યાં છે તેને કાયદેસરનું કરવામાં આવશે. આ પાર્કિંગમાં 6500 દ્વીચક્રી વાહનો અને 760 જેટલા ફોરવ્હિલર પાર્ક કરી શકાશે. પાર્કિગ સુવિધા ઉભી કરવામાં આવતા બ્રીજની નીચે ઉભા થયેલા ગેરકાયદે દબાણનો…
ગુજરાતના પ્રખ્યાત શ્રાવણ અને ભાદરવાના લોક મેળા પર કોરોના સંકટ છે. મહામારીના સંક્રમણના કારણે રાજ્ય સરકારના ભલામણ પ્રમાણે રાજ્ય પ્રવાસન વિભાગ અને ટુરિઝમ કોર્પોરેશને તમામ મેળાઓ રદ્દ કરવાનું નક્કી કર્યું છે, જેની સત્તાવાર જાહેરાત ટૂંકસમયમાં થશે. શ્રાવણ મહિનાની શરૂઆત 21મી જુલાઇથી થાય છે ત્યારે આ મહિનામાં આવતા તમામ મેળાઓ મોકુફ રાખવા સરકારની ભલામણ છે જેમાં જન્માષ્ટમીનો તહેવાર પણ આવે છે જે સામાન્ય રીતે દ્વારકા અને ડાકોર ઉપરાંત રાજ્યના મોટાભાગના મંદિરોમાં મનાવવામાં આવે છે. એવી જ રીતે ભાદરવી પૂનમે અંબાજીમાં પાંચ થી સાત દિવસનો મોટો મેળો ભરાય છે. આ મેળામાં 25 લાખથી વધુ શ્રદ્ધાળુઓ આવતા હોય છે પરંતુ આ વખતે કોરોના…