ગાંધીનગર મહાનગરપાલિકામાં 18 ગ્રામ પંચાયતો, પેથાપુર પાલિકા અને સાત ગામોના સર્વે નંબરો દાખલ કરવામાં આવતાં હવે કોર્પોરેશન કરોડપતિ થશે, કારણ કે પ્રોપર્ટી ટેક્સ થકી કોર્પોરેશનની આવકમાં 40 ટકા થી વધુ રકમનો વધારો થવાનો છે. મહાનગર દ્વારા નવી મિલકતોનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે જેની ગણતરી હવે કોર્પોરેશન વિસ્તારમાં થવાની છે. મહાનગર દ્વારા જીયોગ્રાફીક ઈન્ફર્મેશન સિસ્ટમ અને પ્રોપર્ટી ટેકસ સર્વેના આધારે નવા વિસ્તારમાં રહેલી મિલકતોનો સર્વે કરવામાં આવનાર છે પરંતુ આ વિસ્તારોમાં રજીસ્ટર 85000 મિલકત અને અન રજીસ્ટર્ડ 40000 મિલકતોનો અંદાજ રાખવામાં આવતા કુલ 125000 જેટલી મિલકતો કોર્પોરેશનમાં સમાવવામાં આવશે જેથી ચાલુ વર્ષથી તેનો પ્રોપર્ટી ટેક્સ લેવામાં આવશે. ગાંધીનગર મહાનગરપાલિકા 2011માં…
કવિ: Margi Desai
અમદાવાદ અને ગાંધીનગરમાં ધનાઢ્ય પરિવારોએ તેમના મોટા બંગલા વેચવા કાઢ્યાં છે પરંતુ તેમને ખરીદારો મળતાં નથી. આ પરિવારો કોરોના સંક્રમણ દરમ્યાન સખ્ત નાણાંકીય ખેંચનો અનુભવ કરી રહ્યાં છે. શહેરી વિસ્તારમાં મોટા આવાસ છોડી પરિવારો રહેવા માટે નાનું આવાસ પસંદ કરી રહ્યાં છે અને બાકીની મૂડી બચત તરીકે રહેવા દેવા માગે છે. તેજીના સમયમાં રૂપિયા કમાયેલા પરિવારોએ વિશાળ જમીનમાં બંગલા અને લકઝુરિય સોસાયટીઓમાં બંગલા લીધા હતા. એ સમયે તેઓ બેન્ક લોક ભરી શકવાની ક્ષમતા ધરાવતા હતા પરંતુ લોકડાઉન અને કોરોનાના કેસો વધતાં બિઝનેસ-ધંધા ચોપટ થઇ ગયા છે તેથી આ પરિવારોમાં નાણાંકીય મુશ્કેલી ઉભી થઇ છે. ઘણાં પરિવારો એવાં છે કે તેઓ…
કોરોના સંક્રમણ દરમ્યાન દર્દીઓને દાખલ થવા માટે એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં દાખલ થવા ભટકવું પડે છે પરંતુ હવે તેનો અંત આવ્યો છે. કઇ હોસ્પિટલમાં બેડ ખાલી છે અને ક્યાં સુવિધા ઉપલબ્ધ છે તે હવે હાથમાં જ ખબર પડી જશે, એટલે કે તેની માહિતી મોબાઇલમાં મળી જશે. અમદાવાદ મેડિકલ એસોસિએશનની વેબસાઈટ પર ખાનગી હોસ્પિટલના કોરોના બેડ અંગેની મુકવામાં આવી માહિતી છે. આ વેબસાઈટમાં ‘કોવિડ બેડ’ કરીને ઑપ્શન ઉમેરાયું છે. જે મુજબ હવે અમદાવાદમાં કઇ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તેની માહિતી દર્દી અને તેના સગાંઓને મળી જશે. https://ahmedabadmedicalassociation.com નામની વેબસાઈટ પર જઇ લોકો ખાલી બેડની માહિતી મેળવી શકશે. આ વેબસાઇટના કોવિડ…
કોરોના કાળમાં લોકોને લૂંટવામાં બેન્કો બાકી રાખતી નથી તેમ હવે સરકાર પણ ગુમાવેલી આવક મેળવવા માટે લોકો પર ટેક્સનો કોરડો વિઝીં રહી છે. અણગમતા ટેક્સથી લોકોની કમર તૂટી ગઇ છે. એક તરફ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાને કારણે મોંઘવારી આસમાને છે ત્યારે કોરોના સંક્રમણમાં ફરજીયાત વાપરવામાં આવતા માસ્ક અને સેનિટાઇઝરની કિંમતમાં પણ વધારો થશે. કેન્દ્રની જેમ રાજ્ય સરકારે પણ માસ્કને આવશ્યક ચીજવસ્તુમાંથી બાકાત કરી દીધા પછી બજારમાં માસ્કના મ્હોં માગ્યા દામ ચૂકવવા પડે છે. હવે સરકારે સેનિટાઇઝરના ઉત્પાદકો પર 18 ટકા જેટલો વિક્રમી જીએસટી લાગુ કરી દેતાં બઘો ભાર કન્યાની કેડ પર આવે તેમ ગ્રાહકો પર 18 ટકા જીએસટીનું ભારણ…
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 17 થી 23 જુલાઇ દમ્યાન રાજ્યમાં ભારે થી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ અને સૌરાષ્ટ્રના સાગરકાંઠે માછીમારોને દરિયા નહીં ખેડવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યના રાહત કમિશનર હર્ષદ પટેલે કહ્યું કે તમામ તાલુકામાં 1 મીમી થી 1337 મીમી સુધીનો વરસાદ નોંધાયો છે. રાહત કમિશનરના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર ઝૂમ ક્લાઉડ સોફ્ટવેરના માધ્યમથી ગાંધીનગર ખાતેથી યોજવામાં આવ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેપ્યુટી કલેકટર ટીજે વ્યાસ દ્રારા તમામ ઓનલાઈન અધિકારીઓને…
ગાંધીનગર: ગુજરાતમાં ચાર વોટર એરોડ્રામ ઉભા કરી હવાઇ સેવા શરૂ કરાશે. આ સુવિધા માટે રિજીયનલ કનેક્ટિવિટી સ્કીમ આરસીએસ ઉડાન-3 અને ઉડાન-4 અન્વયે ગુજરાત સરકાર અને કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રાલય તેમજ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વચ્ચે ત્રિપક્ષીય કરાક કરવામાં આવશે. વોટર એરોડ્રામ માટે બુધવારે મળનારી મંત્રીમંડળની બેઠકમાં આ એમઓયુ કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવશે. જે ચાર સ્થળોએ વોટર એરોડ્રામ બનવાના છે તેમાં સાબરમતી રિવર ફ્રન્ટ અમદાવાદ, કેવડીયા સરદાર સરોવર નર્મદા ડેમ, શેત્રુંજ્ય ડેમ પાલિતાણા અને ધરોઇ ડેમ મહેસાણાનો સમાવેશ થાય છે. રાજ્ય સરકાર વોટર એરોડ્રોમનું ઓપરેશન-મેઇન્ટેનન્સ-પાણી-વીજળી અને અન્ય સેવાઓ પૂરી પાડશે એટલું જ નહીં 1 થી 2.5 એકર જમીન જરૂરિયાતને આધારે…
કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે રાજ્યના કૃષિ વિભાગના આંકડા દર્શાવે છે કે ગયા વર્ષ કરતાં ઉનાળું વાવેતરનો વિસ્તાર વધ્યો છે તેથી પાક ઉત્પાદન પણ બમ્પર થાય તેવી સંભાવના છે. 13મી જુલાઇની સ્થિતિએ ગુજરાતમાં 5737951 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. ખરીફ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 67.58 ટકા વાવેતર થયું છે રાજ્યમાં ધાન્ય પાકોનું વાવેતર 551728 હેક્ટર વિસ્તારમાં થયું છે જે 40.79 ટકા છે. કઠોળ પાકોનું વાવેતર 231350 હેક્ટરમાં એટલે કે 49.06 ટકા, તેલીબીયાં પાકોમાં 2200967 હેક્ટર એટલે કે 92.02 ટકા અને અન્ય પાકોમાં 2753906 હેક્ટર એટલે કે 64.44 ટકા વિસ્તારમાં થયું છે. રાજ્યમાં આ વર્ષે મગફળીના વાવેતર વિસ્તારે 127.94 ટકાનો વિક્રમ સર્જી…
ચોમાસાની શરૂઆતમાં અને શ્રાવણના તહેવારોની સાથે બજારમાં મળતાં કેળાં ઉપરથી પીળાં દેખાય છે પરંતુ અંદરથી બેસ્વાદ અને કાચા હોય છે. સામાન્ય રીતે બજારમાં મળતાં કેળાં ઘરે લાવ્યા પછી બીજા કે ત્રીજા દિવસે બગડી જાય છે કારણ કે આ કેળાં કેમિકલથી પકવવામાં આવે છે. નેચરલ કેળાં ઘરમાં સાત થી નવ દિવસ સુધી રહે તો પણ બગડતાં નથી. કાચા કેળાંને કેમિકલના દ્વાવણમાં ડૂબાડીને સૂકવી દેવામાં આવે છે. રાજ્યમાં ઝેરીલા કેળાંનો કારોબાર 1000 કરોડ રૂપિયાનો છે. ફળ અને શાકભાજીને પકવવા માટે પ્રતિબંધિત ઓક્સિટોસીન, હિટ કુલાન, અનુગોર, રોગોર, મિલકુલાન બ્લૂમ, રેગાપેન તેમજ રનટેક્સનો ઉપયોગ થાય છે. ભારત સરકારનો કાનૂન હોવા છતાં વેપારીઓ ખુલ્લેઆમ પ્રતિબંધિક…
ભારત અને ગુજરાતમાં કોરોના સંક્રમણના સમયમાં કાર અને બાઇકના વેચાણમાં ઘટાડો નોંધાતાં ઓટો કંપનીઓએ તેમના ઉત્પાદન એક્સપાન્સનને હાલ મુલત્વી રાખ્યાં છે. ગુજરાતમાં વિરમગામ પાસેના વિઠ્ઠલાપુર પાસે આવેલા હીરોહોન્ડાના ઉત્પાદન એકમમાં પણ આવો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશની બીજાક્રમની સૌથી મોટી મોટી દ્વિચક્રી વાહન ઉત્પાદક કંપની હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા કોરોના સંક્રમણ વચ્ચે સ્થાનિક બજારમાં નબળી માંગને ધ્યાનમાં રાખી ગુજરાતમાં વિઠ્ઠલાપુર ખાતે તેની ત્રીજી એસેમ્બલી લાઇન હમણાં શરૂ નહીં કરે. કંપનીએ આ પ્લાન્ટમાં 6 લાખ એકમ સુધીની ક્ષમતા વિસ્તરણ માટે 630 કરોડનું રોકાણ કર્યું છે. કંપનીએ જણાવ્યું હતું કે વધારાની એસેમ્બલી લાઇનનું બાંધકામ પૂરું થઈ ગયું છે, તેનો પ્રારંભ બજાર…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માનિતા અને ભ્રષ્ટાચારના સખ્ત વિરોધી એવા એક અધિકારીને ગુજરાતમાં નિવૃત્તિ પછી છ મહિના વધુ કામ કરવાની તક મળશે. તેમની અનિચ્છા હોવા છતાં મોદી તેમને વધુ છ મહિનાનું એક્સટેન્શન આપી રહી છે. આ અધિકારી ઓગષ્ટના અંતે વયનિવૃત્ત થાય છે. ગુજરાતના નાણા વિભાગને નવો ઓપ આપી રહ્યાં હતા ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2018માં જેમને દિલ્હી બોલાવી લીધા હતા તે 1985 બેચના આઇએએસ અધિકારી અનિલ મુકિમ કેન્દ્રમાં માઇન્સ ડિપાર્ટમેન્ટ છોડીને ગુજરાત પાછા આવ્યા છે. સચિવાલયના સૂત્રો કહે છે કે નરેન્દ્ર મોદીએ જ તેમને ગુજરાતમાં મોકલ્યા છે. તેઓ અહીંથી દિલ્હી ગયા હતા ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે હવે મારી વયનિવૃત્તિ…