ગુજરાતમાં કોંગ્રેસને સંપૂર્ણ સત્તા 1985 થી 1990માં મળી હતી ત્યારપછી ચીમનભાઇ પટેલની ગઠબંધન સરકારના દોઢ-બે વર્ષને બાદ કરતાં કોંગ્રેસને સત્તામાં બેસવાનો વારો આવ્યો નથી. એવું કહી શકાય કે કોંગ્રેસ છેલ્લા 29 વર્ષથી સત્તામાં નથી. રાજ્યમાં મતદારોની નવી પેઢીએ કોંગ્રેસનું શાસન ગુજરાતમાં જોયું નથી તેમ છતાં એક બાબતનો ઇન્કાર થઇ શકે તેમ નથી કે કોંગ્રેસનું સંગઠન આજેપણ આખા ગુજરાતમાં ફેલાયેલું છે. આટલા વર્ષોમાં કોંગ્રેસ સત્તાથી બહાર છે પરંતુ આજેપણ રાજ્યના પ્રત્યેક ગામ અને મહોલ્લામાં કોંગ્રેસનો કાર્યકર્તા મોજૂદ છે. સમસ્યા એવી છે કે પાર્ટીમાં તેમને પૂછનાર કોઇ નેતા નથી. કોંગ્રેસના પ્રદેશ નેતાઓ કાર્યકરોને માત્ર ચૂંટણી સમયે યાદ કરે છે. કોંગ્રેસે છેલ્લા 15…
કવિ: Margi Desai
ગુજરાતમાં મહત્વના અને નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા પાંચ પ્રોજેક્ટ વિલંબથી ચાલી રહ્યાં છે. પહેલો પ્રોજેક્ટ અમદાવાદની મેટ્રોરેલનો છે જેમાં ધીમી ગતિની પ્રક્રિયા હોવાથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૂચનાઓ આપવી પડી છે. આ પ્રોજેક્ટ 2020માં પૂર્ણ થાય તે જોવા અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે. બીજો પ્રોજેક્ટ ગાંધીનગરના રેલવે સ્ટેશન તેમજ તેની ઉપર બની રહેલી ફાઇવસ્ટાર હોટલનો છે. આ પ્રોજેક્ટમાં પણ વિલંબ થયો છે. હવે આ પ્રોજેક્ટને પણ 2020માં પૂરો કરવા રેલવે મંત્રાલય અને તેની બનાવેલી કંપનીને કહેવાયું છે. ત્રીજો પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનો છે. આ પ્રોજેક્ટ 2023માં પૂર્ણ કરવા કેન્દ્ર સરકારે કહ્યું છે. અમદાવાદની જેમ ગાંધીનગર અને સુરતને મેટ્રોરેલ આપવા માટેના પ્રોજેક્ટમાં પણ…
ગુજરાતમાં ચાર ભિન્ન પ્રદેશોમાં પાણીની ગુણવત્તા અલગ અલગ જોવા મળે છે. રાજ્યમાં સૌથી સારૂં પાણી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હોવાનું અદ્યયન થયું છે જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પાણીની ગુણવત્તા સામે વર્ષોથી સવાલો થયાં છે. રાજ્યમાં સપાટી પરના અને ભૂગર્ભ જળના સ્ત્રોત ખૂટી રહ્યાં છે. અત્યારે લગભગ 55600 મિલિયન ઘનમીટર એટલે કે 31800 મિલિયન ઘનમીટર સપાટી પરના જળ અને 17500 મિલિયન ઘનમીટર ભૂગર્ભજળ હોવાનો અંદાજ છે. રાજ્યના જળતજજ્ઞોના મતે ગુજરાતમાં 88 ટકા પાણી સિંચાઇમાં વપરાય છે. 10 ટકા પાણી ઘરવપરાશમાં લેવાય અને બે ટકા પાણી ઉદ્યોગો માટે પુરૂં પાડવામાં આવે છે. અંદાજ છે કે 2025 સુધીમાં રાજ્યના મોટાભાગના જળસ્ત્રોતમાં પાણીનો…
ગુજરાત સરકારે 2022 સુધીમાં તેની ક્લીન વીજળી (રિન્યુએબલ એનર્જી)નું ઉત્પાદન 30,000 મેગાવોટ થવાની ધારણા રાખી છે પરંતુ ઉર્જા વિભાગના સૂત્રો કહે છે કે રાજ્યમાં 20,000 મેગાવોટની વીજળી વાપરીને 10,000 મેગાવોટની વીજળી બીજા રાજ્યોને વેચી દેવામાં આવશે. અત્યારે રાજ્યમાં પવન ઉર્જા થકી 6880 મેગાવોટ અને સોલાર ક્ષેત્રે 2654 મેગાવોટની વીજળી પેદા થાય છે. રાજ્યમાં વીજળીની કુલ સ્થાપિત ક્ષમતા 32748 મેગાવોટની છે જેની સામે રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતા 9669 મેગાવોટ છે. મહત્વની બાબત એવી છે કે ગુજરાત રૂફટોપ સિસ્ટમ લગાવનારૂં ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 53500 આવાસોમાં રૂફટોપ સિસ્ટમથી 198 મેગાવોટની ક્ષમતા પેદા થાય છે. રાજ્ય સરકારે 2022 સુધીમાં…
કુદરત આપણને પાણી આપે છે પરંતુ આપણે તેનો સંગ્રહ કરી શકતા નથી. વૈજ્ઞાનિકોનો અભ્યાસ છે કે ગુજરાતમાં પાણીની મહત્તમ જરૂરિયાત 35000 મિલિયન ઘનમીટરની છે પરંતુ કુદરત ચોમાસા દરમ્યાન વર્ષે સરેરાશ 1,30,000 મિલિયન ઘનમીટર પાણી આપે છે. રાજ્યમાં જળસંચયની સ્થિતિ કમજોર હોવાથી વરસાદી ચોખ્ખું પાણી દરિયામાં વહી જાય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે વરસાદનું 31 પાણી જમીનમાં ઉતારવું જોઇએ પરંતુ કુદરતી રીતે માત્ર 13 ટકા પાણી જમીનમાં ઉતરી રહ્યું છે. કુદરત આપણને દર વર્ષે વરસાદના રૂપમાં પાણીનો ખજાનો આપે છે પણ આપણે સંગ્રહ કરી શકતા નથી. ભારત અને પાકિસ્તાનની સરહદે આવેલું પાટણ જિલ્લાનું એવાલ ગામ પાણીની અછત અનુભવતા ગામડાઓને પ્રેરણા પુરી…
ગુજરાતમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર મહેસૂલ વિભાગમાં થતો હતો પરંતુ હવે આ વિભાગને બદનામીથી ઉગારવાના પ્રયાસ થતાં હવે ભ્રષ્ટાચારે દિશા બદલી છે. છૂપી રીતે આ ભ્રષ્ટાચાર ખાણ-ખનીજ વિભાગમાં પ્રવેશી ચૂક્યો છે. રાજયમાં મહેસૂલ, ગૃહ અને શહેરી વિકાસ વિભાગમાં ભ્રષ્ટાચાર થાય છે તેવા વિપક્ષી આક્ષેપો અવાર નવાર થતાં હોય છે પરંતુ વિપક્ષના નેતાઓએ ખાણ અને ખનીજ વિભાગ તરફ નજર કરવાની જરૂર છે. હવે જ્યારે મુખ્યમંત્રી કચેરી અને ઉદ્યોગ વિભાગનું ધ્યાન ખાણ અને ખનીજ વિભાગ તરફ ગયું છે ત્યારે વિભાગના ઉચ્ચ અધિકારીઓને સરકારે આદેશ કર્યો છે કે વિભાગનો ભ્રષ્ટાચાર શોધી કાઢો. રાજ્યમાં રેતીમાં સૌથી મોટી રોયલ્ટી ચોરી થાય છે. એ ઉપરાંત બીજા ખનીજોમાં…
દૂધાળાં પશુઓના દૂધની કિંમત આજે 58 થી60 રૂપિયા થઇ ચૂકી છે પરંતુ તમને જો પાંચ રૂપિયામાં એક લીટર દૂધ મળે તો કેટલું સસ્તું કહેવાય… અચરજ પમાડે તેવું આ સંશોધન છે. જૂનાગઢના નાબાર્ડના પૂર્વ અધિકારીના પત્નીએ મગફળીને પ્રોસેસ કરી તેમાંથી પૌષ્ટીક દૂધ બનાવ્યું હતું. જો કે આ સંશોધનને આગળ લઇ જવામાં આવ્યું નથી તેથી લોકોને ખબર નથી કે મગફળી આરોગ્ય વર્ધક એવું દૂધ અને તેની બનાવટો આપી શકે છે. પારૂલદેવી રાવલનું આ સંશોધન હતું. તેમનો આ પ્રયાસ ગરીબી રેખાની નીચે જીવતા લોકોને પૌષ્ટીક આહાર આપી શકે છે. મગફળીના દૂધની બનાવટ એટલી સરળ છે કે લોકો જાતે ઘરમાં બનાવી શકે છે. તેમના…
દૂધથી નહાવાથી ચામડી સુંદર થાય છે અને ચહેરા પર નિખાર આવે છે તેવું ક્લીઓપેટ્રા માને છે પરંતુ દૂધની મદદથી ટીબી અને ડાયાબિટીસ જેવા રોગ કન્ટ્રોલમાં આવે છે તેવું સંશોધન રાજસ્થાનના બિકાનેરમાં કેમલ મિલ્કની એક સંશોધન શાળા નેશનલ કેમલ રીસર્ચ સેન્ટરનું છે. આ સેન્ટરની મુલાકાતે ગયેલા વિદેશી પર્યટકોએ કેમલ મિલ્કનો ઉપયોગ કરીને ઇન્સ્યુલીનના ઇન્જેક્શન બંધ કર્યા હોવાના દાખલા નોંધાયા છે. કેમલ રીસર્ચ સંસ્થાના ડાયરેક્ટર કહે છે કે અમે આ સેન્ટરમાં બિકાનેરી, જેસલમેરી અને કચ્છી ઊંટની નસલને સુધારવાનું કામ કરીએ છીએ. આ સંસ્થાના ચાર સંશોધકોએ ડાયાબિટીક વિદેશી પેશન્ટોને ઊંટડીનું દૂધ પિવડાવીને ડાયાબિટીસ કન્ટ્રોલ કરવામાં સફળતા મેળવી છે. આ સંશોધનમાં 92 ટકા પેશન્ટો…
ગુજરાત સરકારમાં કોર્પોરેટ કલ્ચરનો પ્રવેશ ત્યારે થયો હતો જ્યારે નરેન્દ્ર મોદીએ ગુજરાતનું શાસન સંભાળ્યું હતું. એ સમયે સચિવાલયના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઘડિયાળના કાંટે નહીં, સરકારની ઇચ્છાશક્તિ પ્રમાણે કામ કરતા હતા. મોદીના શાસનમાં ત્રણ ઇમારત–મહાત્મા મંદિર, સ્વર્ણિમ સંકુલ અને ગિફ્ટ સિટી– એટલી ઝડપથી બનાવવામાં આવી છે કે આજે આવી કોઇ ઇમારત આટલી ઝડપથી બનતી નથી. મોદીના સમયથી ચાલતા આવેલા આજે 150 જેટલા પ્રોજેક્ટ્સમાં વિલંબ થઇ રહ્યો છે. ગુજરાતમાં અમદાવાદ મેટ્રોરેલના પ્રોજેક્ટમાં અસહ્ય વિલંબ થયો છે. 2007ની યોજના 13 વર્ષ પછી પણ પૂર્ણ થઇ નથી. કલ્પસર યોજના તો કલ્પના જ રહી છે. હાલની સરકારમાં કોર્પોરેટ કલ્ચરનો અભાવ છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં 4610…
ગુજરાતના લોકોનો મુખ્ય ખોરાક દાળ-ભાત અને ખીચડી છે. ભાત વિનાની રસોઇ અધુરી ગણાય છે. ભાત એટલે ડાંગર-ચોખા. આ ડાંગરના પાકની આડપેદાશ રાજ્યના ખેડૂતોને લખપતિ બનાવી શકે છે. વિદેશોમાં આ સંશોધન થયું છે પરંતુ ગુજરાતના ખેડૂતો ડાંગરની આડપેદાશોથી અજ્ઞાન છે. ગુજરાત કૃષિ યુનિવર્સિટીના ખેડા જિલ્લાના નવાગામમાં આવેલા ચોખા સંશોધન કેન્દ્રમાં થયેલા સંશોધન પ્રમાણે ડાંગરના પિલાણ પછી મીલમાંથી નીકળતી ચોખા સિવાયની ઘણી બધી આડપેદાશોને વિવિધ ઉદ્યોગોમાં ફેરવવામાં આવે તો દેશનું આર્થિક પાસું બદલી શકાય છે. ડાંગરનો એક છોડ 25 થી 30 આડપેદાશ આપે છે. ડાંગરમાંથી ચોખા, મમરા, પૌંઆ, દારૂ, સ્ટાર્ચ, પાપડી બને છે. કુશકીમાંથી તેલ, ખોળ, મીણ, ટાર અને વેસ્ટ બને છે.…