ગાંધીનગર – ગુજરાત જમીન વિકાસ નિગમ એટલે કે જીએલડીસીમાં ભ્રષ્ટાચાર વધી જતાં સરકારે આ નિગમના ભ્રષ્ટાચારી અધિકારીઓની ધરપકડ કરાવી છે પરંતુ આ નિગમની જિલ્લા કચેરીઓનો વહીવટ હજી ચાલુ છે. સરકારને ભ્રષ્ટાચાર ઓછો પડ્યો હોય તેમ જિલ્લાના અધિકારીઓ તેમજ કર્મચારીઓને છૂટો દોર આપી દીધો હોય તેવું લાગી રહ્યું છે. જમીન વિકાસ નિગમ એ ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો છે. આ નિગમની છોટાઉદેપુર ઓફિસમાં ફિલ્ડ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતાં જ્યંતિ પટેલ પાસેથી એસબીને 2.81 કરોડની મિલકતો મળી છે. આ કર્મચારી 36 વર્ષથી ભ્રષ્ટાચાર કરતો હતો.આ નિગમની ગાંધીનગર ખાતે આવેલી ગુજરાત જમીન વિકાસ નિગમની ઓફિસમાંથી 56 લાખ રૂપિયા રોકડ મળી આવ્યા બાદ નિગમના એમડી, આસિસ્ટન્ટ…
કવિ: Margi Desai
વલસાડમાં દિનપ્રતિદિન કોરોનાની સ્થિતિ ગંભીર બનતી જઈ રહી છે ત્યારે બીજી તરફ કોરોનામાં પણ લોકડાઉનમાં અપયેલી છૂટછાટનો કેટલાક બેફામ દુરુપયોગ કરી રોગચાળાને વકરવા માટે મોકળું મેદાન આપી રહ્યા છે. વલસાડ ના ગુંદલાવ સ્થિત ઉજવલ નગર માં બંધાઈ રહેલા શિવ કોમ્પ્લેક્સ ના બાંધકામ દરમ્યાન ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા અહીં કામ કરતા મજૂરો ના મોઢા ઉપર માસ્ક કે હાથ ઉપર ગ્લોવસ જોવા મળ્યા ન હતા અને સરકાર ની ગાઈડલાઇન મુજબ કોઈ નિયમો પાળવામાં આવ્યા ન હતા , કોરોના ના માહોલ માં કેટલીક શરતો ને આધીન છૂટછાટ આપવામાં આવી છે પરંતુ અહીં બિલ્ડર દ્વારા નિયમો ની ઐસીતૈસી કરવમાં આવી રહી હોવાના દ્રશ્યો…
ગાંધીનગર – અમદાવાદના એક ઉદ્યોગજૂથે શ્રમિકોના એક સમૂહને ઉત્તરપ્રદેશમાં ફોન કર્યો અને કહ્યું કે હવે પાછા આવી જાવ, તમને નોકરી પર રાખીએ છીએ… સામે શ્રમિકોએ કહ્યું કે અમદાવાદમાં અને સુરતમાં કોરોના વાયરસના દર્દીઓ વધી રહ્યાં છે ત્યારે શું અમે મરવા માટે ગુજરાત આવીએ? .. આ ઉદ્યોગજૂથે ઉંચા પગારની ઓફર કરી તેમ છતાં શ્રમિકોના આ સમૂહે કહ્યું કે હવે દિવાળી સુધી રાહ જુઓ.. અમે સ્થિતિ જોઇને પાછા આવીશું. અત્યારે લોકલ ગોઠવણ કરી લો… શ્રમિકોની વાત પણ સાચી છે. ગુજરાતમાં સૌથી વધુ પોઝિટીવ કેસો અમદાવાદ, સુરત અને વડોદરામાં છે. શ્રમિકો માટે અમદાવાદ કે સુરતથી ફોન જાય છે ત્યારે શ્રમિકો હાલ પાછા આવવાનો…
ગાંધીનગર—કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે ભલભલી મોટી કંપનીઓનો સોંથ વળી ગયો છે. કંપનીનો બિઝનેસ ખતમ થઇ ચૂક્યો છે તેવામાં પવન સાથે સઢ બદલતી કંપનીના સંચાલકોએ રસ્તા બદલી નાંખ્યા છે. નવો ધંધો વિકસાવ્યો છે કે જેની કલ્પના પણ કરી શકાય તેમ નથી.અમદાવાદમાં એવા કેટલાય ઉદાહરણ છે કે જેઓ શું વેચતા હતા અને હવે શું વેચી રહ્યાં છે. જે કંપનીઓ શેનું ઉત્પાદન કરતી હતી અને હવે શેનું ઉત્પાદન કરી રહી છે. કોરોના સંક્રમણે બિઝનેસની દુનિયા બદલી નાંખી છે. જેમાં ટપ્પો પણ પડે નહીં તેવો ધંધો અપનાવવાનું શરૂ કર્યું છે, આ કંપનીઓ જરૂર પડે તો એવા લોકોની ભરતી કરે છે કે જેઓ તે…
ગાંધીનગર — કોરોના રિલેટેડ બિઝનેસની અત્યારે બોલબાલા છે. આરોગ્યને લગતા ઉત્પાદનો અત્યારે બજારમાં ધૂમ મચાવે છે. રેડીમેડ કપડાંનું બજાર ઠંડુ છે ત્યારે એક કંપનીએ કોરોના પ્રુફ કાપડનું ઉત્પાદન શરૂ કર્યું છે. ટેક્સટાઇલથી લઈને રિટેલ ક્ષેત્રમાં કાર્યરત અગ્રણી અરવિંદ લિમિટેડે તેની બ્રાન્ડ “ઇન્ટેલિફેબ્રિક્સ” અંતર્ગત ભારતમાં પહેલી વાર એન્ટિ-વાયરલ ટેક્સટાઇલ ટેકનોલોજી લોંચ કરવાની જાહેરાત કરી હતી. અરવિંદે આ પરિવર્તનકારક એન્ટિ-વાયરસ ટેકનોલોજી ભારતમાં પ્રસ્તુત કરવા માટે તાઇવાનની સ્પેશિયાલ્ટી કેમિકલ અગ્રણી મેસર્સ જિન્ટેક્સ કોર્પોરેશન સાથે સ્વિસ ટેક્સટાઇલ ઇનોવેશન લીડર HeiQ મટિરિયલ્સ AG સાથે જોડાણ કર્યું છે. સંશોધન દર્શાવે છે કે, વાયરસ અને બેક્ટેરિયા બે દિવસ સુધી ટેક્સટાઇલની સપાટી પર એક્ટિવ રહે છે. HeiQ વાયરોબ્લોક…
ગાંધીનગર – અમદાવાદની બે ખાનગી હોસ્પિટલોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 10 લાખ રૂપિયાનો દંડ કર્યો છે. આ બન્ને હોસ્પિટલોએ એપેડેમિક એક્ટ હેઠળના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. એએમસી સાથે એમઓયુ કર્યો હોવા છતાં આ બન્ને હોસ્પિટલોએ દર્દી પાસેથી ચાર્જ વસૂલ કર્યો હતો. જે હોસ્પિટલોને દંડ કરવામાં આવ્યો છે તેમાં આંબાવાડીની અર્થમ અને પાલડીની બોડીલાઇનનો સમાવેશ થાય છે. કોર્પોરેશન સાથે એમઓયુ કર્યા પથી પણ કરાર અનુસાર કોરોનાના દર્દીઓને મફતમાં સારવાર નહીં આપનારી આ બે હોસ્પિટલોને પ્રત્યેકને પાંચ પાંચ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. બન્ને ખાનગી હોસ્પિટલોના સંચાલકોને સાત દિવસમાં દંડ ભરવા કહેવામાં આવ્યું છે. પાલડી વિસ્તારમાં વિકાસગૃહ રોડ પર આવેલી બોડીલાઇન હોસ્પિટલમાં કોર્પોરેશન…
લોકડાઉન પહેલા વલસાડ શહેર છોડીને બહાર ગયા બાદ આજે વલસાડ આવ્યો છું ત્યારે મને એમ હતું કે કોરોના વાઇરસ થી લોકોને એટલો ડર હતો કે મને એમ થયું કે હવે બધા તોડ કરતા સુધારી ગયા હશે. પરંતુ વલસાડમાં તો લોકો એવા તે એવા જ . લોકોડાઉન માં પણ ભીલાડ ચેકપોસ્ટ પર મહારાષ્ટ્રથી આવતી ગાડીઓને ૨ હજારથી પાંચ,દશ હજાર રૂપિયા લઇ વગર ચેકીંગે જવા દેતા ? પછી હાલે વાપીમાં એક કોન્સ્ટેબલે નવી મારુતિની બે બ્રિઝા કાર ઉતારી ? હવે એ બે કારમાં શું કરહે તે જોવાનું રહ્યું ? ગુજરાત રાજ્યમાં દારૂબંધી અને વલસાડ જિલ્લાની બોર્ડરો ત્રણ વિભાગ કે જ્યાં બિલકુલ છૂટથી…
ગાંધીનગર: કોરોના સંક્રમના કારણે ભારત સરકારે 25મી માર્ચે લોકડાઉન શરૂ કર્યા પછી દેશના અન્ય શહેરોની જેમ ગુજરાતના શહેરો તેમજ નદીઓના પ્રદૂષણની માત્રામાં ચોંકાવનારો ઘટાડો થયો હતો પરંતુ હવે અનલોક-1નો અમલ શરૂ થતાં ફરીથી પ્રદૂષણની માત્રા ધીમે ધીમે વધી રહી છે. હવામાં તરતા રજકણોની સંખ્યા વધુ જોવા મળી રહી છે. રાજ્યના પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે જણાવ્યું હતું કે રાજ્યના શહેરોમાં લોકડાઉનના કારણે હવામાં પ્રદૂષણની માત્રા 50 થી 60 ટકા ઘટી હતી. એપ્રિલ મહિનામાં બોર્ડે કરેલા અભ્યાસમાં હવામાં તરતાં રજકણો, એસઓ-ટુ અને એનઓટુના પ્રમાણમાં ચોંકાવનારો ઘટાડો થયો હતો.રાજ્યના ઔદ્યોગિક વિસ્તાર અમદાવાદ-વટવા, અંકલેશ્વર, વાપી સહિત અનેક વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ ઘટતા હવાની ગુણવતા સુધરી હતી.…
ગાંધીનગર – અમદાવાદની કોવિડ હોસ્પિટલના દર્દીઓને અન્ય જિલ્લાની કોવિડ હોસ્પિટલોમાં શિફ્ટ કરવામાં આવી રહ્યાં છે. આમ થવાનું કારણ શું છે તે ચોંકાવનારૂં છે. શહેરની કોવિડ હોસ્પિટલોમાં તમામ બેડ ભરચક બની ગયા છે. નવા દર્દીને દાખલ કરી શકાય તેમ નથી તેથી તેમને બીજા જિલ્લામાં મોકલવામાં આવી રહ્યાં છે. છેલ્લા ચાર દિવસથી અમદાવાદમાં સામાન્ય દર્દીને બેડ મેળવવામાં તકલીફ પડી રહી છે. અમદાવાદ સિવિલમાંથી હવે દર્દીઓને ગાંધીનગરની સિવિલમાં મોકલવામાં આવી રહ્યાં છે. અમદાવાદની હોસ્પિટલોમાં બેડ ઉપલબ્ધ નહીં હોવાથી 14 દર્દીઓને વડોદરા, 12 દર્દીઓને રાજકોટ તેમજ 7 દર્દીઓને જૂનાગઢ લઇ જવામાં આવ્યા છે. >સિવિલના ઓર્થોપેડિક સર્જન ડો. કનુ પટેલ કહે છે કે સિવિલમાં બેડ…
ગાંધીનગર – અમદાવાદ, સુરત અને વડોદરાને બાદ કરતાં સમગ્ર રાજ્યના જિલ્લાઓમાં કોરોના સંક્રમણની માત્રા ધીમે ધીમે ઘટતી જાય છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં કેસોની સંખ્યા ઓછી જોવા મળી રહી છે. રાજ્યમાં હાલની સ્થિતિએ કુલ કેસોની સંખ્યા 20574 થઇ છે જે પૈકી એકલા અમદાવાદમાં 14631 પોઝિટીવ કેસો સામે આવેલા છે. ગુજરાતમાં પ્રતિદિન 450 થી 490ના આંકડામાં કેસો વધતા જાય છે જે પૈકી અમદાવાદના કેસોની સંખ્યા 350ની આસપાસ જોવા મળી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 2.56 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે જે પૈકી 2.10 લાખ દર્દીઓને ક્વોરન્ટાઇન કરવામાં આવેલા છે. મોટાભાગના દર્દીઓમાં લક્ષણો નથી તેથી તેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા નથી. ગુજરાતમાં…