ગાંધીનગર — કોવિડ વાયરસ સંક્રમણને અટકાવવા માટે સ્થાનિક પોલીસની સાથે કેટલાક ભૂતપૂર્વ સૈનિકો પણ મદદ કરી રહ્યાં છે. આવા 127 પૂર્વ સૈનિકો અત્યારે કોરોના યોદ્ધા તરીકે ફરજ બજાવી રહ્યાં છે. મહેસાણા જિલ્લાએ લોકડાઉનના સમયમાં ઉત્તમ કામગીરી કરીને રાજ્યમાં પ્રથમસ્થાન આપવામાં આવ્યું છે.મહેસાણા જિલ્લામાં પોલીસની સાથે 68 પૂર્વ સૈનિકો પણ લોકડાઉનની ફરજમાં જોડાયેલા છે. આ સૈનિકોએ સરહદની સેવા કરી છે અને હવે લોકોની સેવા કરી રહ્યાં છે. આવી જ ફરજ પાટણ જિલ્લામાં પણ તેઓ બજાવી રહ્યાં છે. આ જિલ્લામાં 14 પૂર્વ સૈનિકો છે. એ ઉપરાંત બનાસકાંઠામાં પણ 45 પૂર્વ સૈનિકો રાષ્ટ્રની સેવામાં જોડાયેલા છે.આવા જ એક પૂર્વ સૈનિક દેવેન્દ્ર શુક્લાએ જણાવ્યું…
કવિ: Margi Desai
ગાંધીનગર—ઝાયડસ ડાઇગ્નોસ્ટિક્સ દ્વારા નિર્મિત 30,000 કોવિડ કવચ એલિસા પરીક્ષણ કીટની પહેલી બેચ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) ને વિનામૂલ્યે આપવામાં આવી છે. આ પરીક્ષણની કીટ બનાવનારી ઝાયડસ ડાઇગ્નોસ્ટિક્સ કંપની એ કેડિલા હેલ્થકેર લિમિટેડનું એકમ છે.આ કંપનીએ જણાવ્યું છે કે આ પરીક્ષણ કીટ સર્વેલન્સના હેતુ માટે પૂનાની આઇસીએમઆર – નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજી (એનઆઇવી) સાથે ટેકનોલોજી ટ્રાન્સફરમાં બનાવવામાં આવી છે. પૂનાની આ સંસ્થાએ કોરોના વાયરસના ટેસ્ટ કરવા માટે સ્વદેશી ટેસ્ટ કીટ એલિસા વિકસાવી છે.સાર્સ કોવ-2 ચેપના સંપર્કમાં રહેલી વસતીના પ્રમાણને સર્વેલન્સ અને સમજવા માટે મજબૂત એન્ટી બોડી પરીક્ષણો મહત્વપૂર્ણ છે. એનઆઇવીએ કોવિડ માટે એન્ટી બોડી ડિટેક્શન સ્વદેશી આઇજીજી એલિસા પરીક્ષણ…
ગાંધીનગર — એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદની સિવિલ હોસ્પિટલ ઉંચા મૃત્યુદરના કારણે દેશભરમાં બદનામ થઇ રહી છે ત્યારે સિવિલના વડા ડો. પ્રભાકર સિવિલના બચાવમાં ઉતર્યા છે. તેમણે કહ્યું છે કે સિવિલમાં સૌથી વધુ ગંભીર કેસો આવતા હોવાથી મૃત્યુદર ઉંચો છે.તેમણે કહ્યું હતું કે કોરોના સંક્રમણના છેલ્લી સ્ટેજના દર્દીઓ સિવિલમાં આવતા હોવાથી કોરોના દર્દીનો રિકવરી રેટ સૌથી ઓછો જોવા મળે છે. દેશ અને રાજ્યનો રિકવરી રેટ 40 ટકા કરતાં વધુ છે ત્યારે સિવિલનો રિકવરી રેટ 32 ટકા છે.અમદાવાદમાં કોરોના પોઝિટીવ કેસનો આંકડો 9449 છે જે પૈકી 3330 દર્દીઓ રિકવર થયાં છે જ્યારે 619 દર્દીના મોત થયાં છે. અમદાવાદમાં બે દિવસ પહેલાંના…
ગાંધીનગર– તાજેતરમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા લોકડાઉનના સમયમાં વિદ્યાર્થીઓના ભણતરને નુકસાન ન થાય અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી તૈયારીઓના એક ટેસ્ટ સ્વરૂપે પ્રાયોગિક ધોરણે મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેના પ્રથમ તબક્કામાં બી.ફાર્મની મોક ટેસ્ટ લેવામાં આવી હતી.સમગ્ર ગુજરાત તેમજ દેશના વિવિધ રાજ્યોમાંથી 95% વિદ્યાર્થીઓ આ મોક ટેસ્ટમાં ભાગ લીધો હતો. જેમાંથી 75% વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક ઉતિર્ણ થયા હતા. જીટીયુ દ્વારા બી.ફાર્મની મોક ટેસ્ટના સફળ આયોજન પછી 23 મે ના રોજ બેચલર ઑફ એન્જિનિયરીંગ(બી.ઈ.) અને ડિપ્લોમાની વિવિધ શાખાઓના મોક ટેસ્ટ લેવામાં આવશે. જેમાં બી.ઈ. અને ડિપ્લોમાના અનુક્રમે સેમેસ્ટર 2,4,6 અને સેમેસ્ટર 2,4 ના 119309 વિદ્યાર્થીઓ આ ઓનલાઈન મોક ટેસ્ટ…
ગાંધીનગર – સરકારી વહીવટી તંત્ર ધારે તો બઘું કરી શકે છે, કારણ કે તેની પાસે મેનપાવર છે. તાકાત છે અને સત્તા છે. આવું જ એક કામ દાહોદના વહીવટી તંત્રએ કર્યું છે. મહામહેનતે આ જિલ્લાના કર્મચારીઓએ ખૂબ દૂર અંતરથી દિકરીઓને સહીસલામત પાછી લાવવાનું કામ કર્યું છે. એટલું જ નહીં વાહનમાં પરત આવતી વખતે દિકરીઓ પાસેથી એક રૂપિયો પણ લેવામાં આવ્યો નથી.આંધ્રપ્રદેશના વિવિધ પ્રાંતમાં નર્સિંગનો અભ્યાસ કરતી દાહોદ જિલ્લાની છ જેટલી છાત્રાઓ લોકડાઉનમાં ફસાઇ ગઇ હતી. તેમને પરત લાવવા માટે મદદ માગવામાં આવતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક ખાસ વાહન મોકલી આ દિકરીઓને પાછી લાવવામાં આવી છે. વાલીઓ દ્વારા દાહોદના કલેક્ટર વિજય…
ગાંધીનગર – અમારી ફેક્ટરી ચાલુ થઇ ગઇ છે અને હવે અમે ક્યાંય જવાના નથી, કારણ કે અમારી રોજીરોટી પણ ચાલુ થઇ છે. – આવા શબ્દો શ્રમિકોએ ઉચ્ચાર્યા છે. મોરબીની પેપર મીલમાં કામ કરતાં શ્રમિકોએ કહ્યું કે અમે અમારા માલિકોને વફાદાર છીએ અમને અમારા વતનમાં જવું નથી.ગુજરાતમાં અને બીજા રાજ્યોમાં કામ કરતાં શ્રમિકો પોતાના વતન જવા માટે પડાપડી કરતાં હોય છે. વાહન ન મળે તો ચાલતા ચાલતા પોતાના વતન પહોંચી જાય છે ત્યારે મોરબીની આ ફેક્ટરીમાં કામ કરતાં શ્રમિકોનો માલિકોને અલગ જ અનુભવ શરૂ થયો છે. જો કે આ ફેક્ટરી ચાલુ કરી દેવામાં આવી છે.મોરબીમાં જે શ્રમિકોને નોકરી મળી છે તેઓ…
ગાંધીનગર –વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદી કલ્યાણ અને સુધારણાના અભિગમ હેઠળ અનેક પ્રકારની પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે જેને પગલે કેદીઓને નવા હુન્નરો અને કૌશલ્ય શીખવા મળે છે. આ ઉત્પાદકીય કામગીરીના વળતર રૂપે નિર્ધારિત મહેનતાણાની આવક થાય છે અને સજા પૂરી કરીને નીકળતા કેદીઓ સમાજમાં એક કુશળ કારીગર તરીકે પાછા ફરે છે.લોકડાઉનમાં પણ સેન્ટ્રલ જેલમાં અનુકૂળતા પ્રમાણે અને સોશીયલ ડિસ્ટન્સના નિયમો પાળીને દરજી કામ વિભાગ, સાબુ અને રસાયણ વિભાગ જેવા વિભાગોમાં ઉત્પાદકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખવામાં આવી જેના પરિણામે તેની સાથે જોડાયેલા કેદીઓએ પરિશ્રમ કર્યો અને કમાણી પણ કરી છે.લોકડાઉનમાં દરજી કામ વિભાગના 10 કેદીઓએ 20,000 માસ્ક બનાવ્યા છે. જેલ અધિક્ષક બળદેવસિંહ વાઘેલાએ…
ગુજરાતના સુરતનો ડાયમન્ડ ઉદ્યોગ બેહાલ થયો છે. કોરોના સંક્રમણના કારણે સુરતના ડાયમન્ડ કારાખાનાંને મોટો ધક્કો લાગ્યો છે. લોકડાઉનમાં મજૂરી છૂટી જતાં પરપ્રાંતિય હીરાઘસુઓ પોતાના વતન જતા રહ્યાં છે પરિણામે આ ઉદ્યોગને ન પૂરાય તેવી ખોટ પડી છે. આ વ્યવસાય સાથે સંકળાયેલા સંચાલકો કહે છે કે કોરોના સંક્રમણ ઓછું થાય તો પણ આ ઉદ્યોગને બેઠો કરવા માટે છ મહિના થી એક વર્ષનો સમય લાગી શકે છે.ડાયમન્ડ એસોસિયેશનના એક અગ્રણીએ કહ્યું હતું કે 2020માં સુરતમાં રફ હીરાના કટીંગ અને પોલિસિંગના કામને ફટકો પડ્યો છે. એક જ વર્ષમાં રફ ડાયમન્ડની આયાતમાં 16.25 ટકાનો ચોંકાવનારો ઘટાડો થયો છે. જો કે ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીઝ પાસે રફ…
ગાંધીનગર– ભાવનગરમાં નવમી મે થી સારવાર હેઠળ રહેલા કોરોનાના 11 દર્દીઓએ એકસાથે આ રોગને મ્હાત આપી છે. તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. આ તમામ દર્દીઓને શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવ્યા હતા.ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓનુ આરોગ્ય તપાસતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટમાંથી રજા આપવામા આવી હતી. હોસ્પિટલમાથી રજા મેળવનારા દર્દીઓને છેલ્લા ત્રણ દિવસથી તાવ આવ્યો નથી તેમજ તેઓ એસિમ્ટોમેટીક હતા અને છેલ્લા 10 દિવસથી હોસ્પિટલમા દાખલ થયાં હતા. સરકાર દ્વારા આ તમામ દર્દીઓને વિનામૂલ્યે N-95 માસ્ક, બે ત્રિપલ લેયર માસ્ક,…
લોકડાઉનનો મોટો ફાયદો સ્થાનિક યુવાનોને થઇ રહ્યો છે અને નજીકના ભવિષ્યમાં થાય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં ઉદ્યોગો તો શરૂ થયાં છે પરંતુ શ્રમિકોની અનઉપસ્થિતિ વચ્ચે પડી રહેલી મુશ્કેલીના નિવારણ માટે સ્થાનિક સ્તરે મજૂરો શોધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અનસ્કીલ્ડ હશે તેમને ટ્રેનિંગ આપીને કામે લગાડવાનું પણ કેટલીક ફેક્ટરી અને ઉદ્યોગોએ શરૂ કર્યું છે.લોકડાઉનના પોણા ત્રણ મહિનાની ખોટ વસૂલ કરવા માટે ઉદ્યોગજૂથોએ આગામી દિવસોમાં વધારે ઉત્પાદન કરવું પડશે તેવી અપેક્ષાએ સ્થાનિક કામદારોની શોધ શરૂ કરવામાં આવી છે. હાલમાં માઇગ્રન્ટ કામદારો વતન જઈ રહ્યા હોવાથી ઉદ્યોગોમાં કામદારોની અછત પેદા થાય તેમ છે. એક ઉદ્યોગજૂથના અગ્રણીએ કહ્યું છે કે સ્થાનિક લેવલે…