કવિ: Margi Desai

Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.

ગાંધીનગર – કોરોના સંક્રમણ અને લોકડાઉન વચ્ચે રાજ્ય સરકારે કૃષિ સેક્ટરમાં કોઇપણ જાતના નિયંત્રણ મૂક્યાં નથી ત્યારે ઉનાળું પાકોમાં બમ્પર ઉત્પાદન થવાની ધારણા છે. જો કે ખેતરમાંથી પાક લેતી વખતે ખેડૂતોને મજૂરોની અછતનો સામનો કરવાનો રહેશે, કારણ કે પરપ્રાંત અને અન્ય જિલ્લાઓમાંથી આવતા મજૂરો તેમના વતન ભણી જતા રહ્યાં છે.ગુજરાતમાં ઉનાળું પાકોમાં આ વર્ષે 127 ટકા વાવેતર થયું છે જે ગયા વર્ષની સરખામણીએ ખૂબ ઉંચું છે. ઉનાળું પાકોની એવરેજ કરતાં 27 ટકા વધારે છે તેથી આ વખતે જુવાર, બાજરી અને મકાઇનું ઉત્પાદન વધશે. કઠોળ પાકોમાં મગનું ઉત્પાદન સારૂં રહેશે. મગફળી ઉપરાંત ડુંગળી, શાકભાજી, ઘાસ અને ગુવારનું ઉત્પાદન પણ આશાસ્પદ છે.ગયા…

Read More

ગાંધીનગર – ગુજરાતના વીજગ્રાહકોને રાજ્ય સરકારે પ્રતિ યુનિટ માત્ર 16 પૈસાની રાહત આપતો નિર્ણય કર્યો છે. આ રાહતના કારણે સરકાર પર 310 કરોડ રૂપિયાનું ભારણ પડશે. રાજ્યની ચાર મુખ્ય વીજકંપનીઓ તેમના બીલમાં આ રાહત આપશે.રાજ્યના ઊર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં વીજ વપરાશ કરતા વીજ ગ્રાહકોને સસ્તા દરે વીજળી મળી રહે અને વીજ ઉત્પાદન ખર્ચનું ભારણ ગ્રાહકો પર ન પડે તે માટે સરકાર હસ્તકની વીજકંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતા ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ 16 પૈસાનો ઘટાડો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જેના પરિણામે રાજ્યના 1.30 કરોડથી વધુ ગ્રાહકો ને રૂપિયા 310 કરોડની રાહતના લાભ મળશે.તેમણે કહ્યું કે વીજ…

Read More

ગાંધીનગર —ગુજરાતમાં લોકડાઉનની અસરમાં આવેલા વિસ્તારો માટે તેમજ બીજા રાજ્યો સાથે સંકલન કરવા માટે નિમવામાં આવેલા નોડલ ઓફિસરો બાઇ બાઇ ચારણી કરી રહ્યાં છે. બીજા રાજ્યોમાંથી ગુજરાતમાં આવતા શ્રમિકો અને ગુજરાતના બીજા રાજ્યોમાં જતાં શ્રમિકોની દેખરેખ માટે આ નોડલ ઓફિસરોની નિયુક્તિ કરવામાં આવી છે પરંતુ હકીકતમાં તેઓ મોબાઇલ ફોન ઉપાડતા નથી.રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા સમક્ષ આવી ફરિયાદ આવતાં તેમનો ગુસ્સો સાતમા આસમાને જતો રહ્યો હતો. ગુજરાત સરકારે રાજ્યના જે આઇપીએસ ઓફિસરોને નોડલ ઓફિસર બનાવ્યા છે તેમની વર્તણૂકથી તેઓ નારાજ થયાં છે. સરકારે આઇએએસ સાથે આઇપીએસને પણ આવી જવાબદારી આપી છે. આઇએએસમાં એવી કોઇ ફરિયાદ હજી મળી નથી પરંતુ પોલીસના…

Read More

ગાંધીનગર- ગાંધીનગર જિલ્લામાં રાંધેલા ભોજનની હોમ ડિલીવરી પર ગાંધીનગર કલેકટર ર્ડા.કુલદીપ આર્ય દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. સરકારના જાહેરનામામાં ઉલ્લેખ કર્યા પછી સ્વિગી અને ઝોમેટો જેવી ઓનલાઇન ફુડ સર્વિસિઝ દ્વારા સર્વિસ શરૂ કરવામાં આવી હતી પરંતુ એક ડિલિવરી બોયને કોરોના પોઝિટીવ આવતાં તત્કાલ અસરથી આ સર્વિસ બંધ કરાવી દેવામાં આવી છે.ગાંધીનગર જિલ્લામાં કોરોના વાયરસના પોઝિટીવ કેસોનો સતત વધારો થઇ રહ્યો છે. કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યાં છે. ગાંધીનગર જિલ્લાના ઝુંડાલ ગામ ખાતે ઝોમેટોમાં ડીલીવરીનું કામ કરતાં યુવાનને કોરોના પોઝિટીવ આવતા જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્ય દ્વારા સંક્રમણ વધતું અટકાવવા…

Read More

ગાંધીનગર — કોરોના વાયરસના શરૂઆતી લક્ષણમાં સૂકી ખાંસી, તાવ અને શ્વાસને લગતી સમસ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતુ. પરંતુ હવે આ બીમારીના બીજા નવા લક્ષણ પણ સામે આવ્યા છે. અમેરિકાના સેન્ટર્સ ફૉર ડિસીઝ એન્ડ પ્રીવેન્શન એ છ નવા લક્ષણ જાહેર કર્યા છે. સીડીસી અનુસાર કોરોના વાયરસના ત્રણ પ્રમુખ લક્ષણ ઉપરાંત પણ કેટલાય એવા લક્ષણ છે જેને અત્યારસુધી નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ છ લક્ષણ 2 થી 14 દિવસની અંદર જોવા મળી શકે છે. 1. કોરોના વાયરસમાં દર્દીને ઠંડી લાગે છે. જેમ તમને સામાન્ય ઇન્ફેક્શન થાય અને શરદી થાય છે તેમ આ બીમારીમાં પણ ઠંડી લાગે છે.…

Read More

ગાંધીનગર – ગુજરાતમાં કોરોના પોઝિટીવના વધતા કેસો તેમજ મૃત્યુદર 5.5 ટકા થતાં ફફડી ઉઠેલી કેન્દ્ર સરકારે દેશના વિવિધ જિલ્લાઓ સહિત ગુજરાતમાં પણ ત્રણ ટીમો મોકલવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં કેસો કેમ વધે છે તેમજ મૃત્યુદર ઓછો કેમ થતો નથી તેના કારણોનો અભ્યાસ કરી આ ટીમ કેન્દ્રને તેનો અહેવાલ આપશે.કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે પીએમઓની સૂચનાથી મહારાષ્ટ્રના મુંબઇ, પૂના, ગુજરાતના અમદાવાદ, સુરત અને વડોદરામાં આરોગ્યની ટીમો મોકવવાનો નિર્ણય કર્યો છે. આ સાથે બીજા રાજ્યોમાં કે જ્યાં પોઝિટીવ કેસો વધી રહ્યાં છે ત્યાં પણ આ ટીમો જશે. ગુજરાતમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ટીમો બીજીવાર આવી રહી છે.કેન્દ્રની લોકડાઉનની ગાઇડલાઇન હોવા છતાં ગુજરાત સરકારે રાજ્યના છ…

Read More

ગાંધીનગર – ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી હોટલ અને રેસ્ટોરન્ટ વ્યવસાયને મોટો ફટકો પડ્યો હોઇ એસોસિયેશન તરફથી વિવિધ માગણીઓ કરવામાં આવે છે. હવે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા હોટેલ અને રેસ્ટોરન્ટને એસેન્શિયલ કેટેગરીમાં ગણવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.ગુજરાત ચેમ્બરની રજૂઆત છે કે જો હોટેલ ઉદ્યોગ કોરોનાથી બચવા માટેના સરકારી નિયમોનું પાલન કરીને પણ શરૂ કરાવવામાં આવે તો તેની સાથે સંકળાયેલા ઘણા વેપાર ઉદ્યોગોને વેગ મળશે અને અન્ય રાજ્યોમાંથી આવેલા શ્રમજીવીઓ પરત જવાને બદલે ગુજરાતમાં રોકાઇ શકશે. બીજી તરફ હોટલ વ્યવસાય સાથે જોડાયેલી રોજગારી જળવાઇ રહેશે.મુખ્યમંત્રી વિજય રૂપાણીને કરેલી લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે, “રાજ્યભરમાં હોટેલ રેસ્ટોરન્ટ…

Read More

ગાંધીનગર – રાજ્યની કોવિડ હોસ્પિટલોમાં દાખલ થયેલા દર્દીઓની કાળજી માટે શરૂ કરાયેલા ટેલી મેન્ટરીંગ પ્રોગ્રામ હાઇ રીસ્ક દર્દીઓ માટે ફાયદારૂપ સાબિત થયો છે.આ પ્રોગ્રામ શરૂ કરવાનો આરોગ્ય વિભાગનો નિર્ણય વેન્ટિલેટર કેર દર્દીઓ માટે નવી લાઇફલાઇન સમાન સાબિત થયો હોવાનો દાવો કરવામાં આવે છે. મૃત્યુનું જોખમ જેને સૌથી વધુ છે એવા કોરોના પોઝિટિવ 24 બાળકો, 3 સગર્ભા અને 68 વૃદ્ધ દર્દીઓને સાજા કરવામાં મળી સફળતા મળી છે. રાજ્યભરમાં કાર્યરત કોવિડ હોસ્પિટલોમાં સેવારત તબીબોને વર્ચ્યુઅલ બેઠકના માધ્યમથી રાજ્યના એક્ષપર્ટ તબીબો દ્વારા ક્રિટિકલ દર્દીઓને સાજા કરવા લાઈવ માર્ગદર્શન આપવાના હેતુસર એક વિશેષ પ્રોજેકટ ચાલી રહ્યો છે. બેક ઓફિસ ચાલી રહેલા આ ‘ટેલી મેંટરીંગ…

Read More

ગાંધીનગર – ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યના આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. આ ચિંતાનું કારણ કોરોના સંક્રમણના કેસો વધવાથી નહીં પરંતુ તેનાથી થતાં સૌથી વધુ મોતનું છે. રાજ્યમાં દર્દીઓના રિકવરી રેટનું પ્રમાણ પણ ઓછું છે અને મૃત્યુઆંક વધ્યો છે. આ બાબતે રાજ્ય સરકારે કેન્દ્રનું ગાઇડન્સ માગ્યું છે.આશ્ચર્યની બાબત એવી સામે આવી છે કે અમદાવાદ, વડોદરા અને સુરતમાં સૌથી વધુ મોત છે જ્યારે રાજ્યના પછાત એવા જિલ્લાઓમાં મૃત્યુઆંક સાવ સામાન્ય છે. એટલે કે કેસોની સરખામીએ મોતના આંકડા ખૂબ ઓછા છે. 13 એવા જિલ્લા છે કે જ્યાં દર્દીના મોત થયાં નથી. 8 જિલ્લામાં એક દર્દીનું મોત થયું છે. ગાંધીનગર સહિત…

Read More

ગાંધીનગર — ગુજરાત સરકારના કર્મચારીઓને આદેશ કરવામાં આવ્યો છે કે સેફ્ટિ વિના ગાંધીનગરના સચિવાલયમાં આવવું નહીં. કર્મચારીઓએ કેટલાક નિયમો પાળવાના રહેશે જેમાં માસ્ક પહેરવું, સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખવું તેમજ સેનિટાઇઝરનો ઉપયોગ કરવો. એ ઉપરાંત હવે નવો ફતવો આવ્યો છે.સરકારના તમામ કર્મચારીઓએ ભારત સરકારની આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. આ એપ્લિકેશન ફરજીયાત છે. જે કર્મચારીએ કરી નહીં હોય તેને ઓફિસ કે સચિવાલયમાં પ્રવેશ મળશે નહીં. કેન્દ્ર સરકારના કર્મચારીઓને આરોગ્ય સેતુ એપ્લિકેશન ફરજીયાત ડાઉનલોડ કરવાની સૂચના આપ્યા પછી ગુજરાત સરકારે તેના કર્મચારીઓને આવી સૂચના આપી છે.રાજ્યના સામાન્ય વહીવટી વિભાગના અગ્રસચિવ કમલ દાયાનીએ કહ્યું છે કે સરકારમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ અને અધિકારીઓએ…

Read More