ગાંધીનગર- ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં કોંગ્રેસના ધારાસભ્યો ઉદેપુર ગયા છે ત્યારે તેમની ખાલી બેઠકો પર ભાજપના ધારાસભ્યોએ ચઢાઇ કરી છે. આ બેઠકો હાલ તો પચાવી લીધી છે, કારણ કે સભાગૃહમાં કોંગ્રેસનો એકપણ ધારાસભ્ય ઉપસ્થિત નથી. રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસવોટીંગના ભયના કારણે કોંગ્રેસના ધારાસભ્યોને રાજસ્થાનના જયપુરના એક રિસોર્ટમાં લઇ જવામાં આવ્યા છે તેથી તેઓ વિધાનસભામાં હાજરી આપી શકતા નથી. બીજી તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બજેટ સત્ર ચાલુ રાખ્યું છે ત્યારે ભાજપના ધારાસભ્યોને અલગ અલગ બેસવાની સૂચના આપી દીધી છે એટલે કોંગ્રેસની ખાલી બેઠકો પર ભાજપના ધારાસભ્યો બેસીને કાર્યવાહીમાં ભાગ લઇ રહ્યાં છે. કોરોના વાયરસની અસર ગુજરાત વિધાનસભા ગૃહમાં પણ જોવા મળી છે.…
કવિ: Margi Desai
ગાંધીનગર- ભારતની પાર્લામેન્ટને સ્થગિત કરવામાં આવ્યા પછી ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ વિધાનસભાનું સત્ર સ્થગિત કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. કોરોના વાયરસના પોઝિટીવ કેસોની સંખ્યા વધતાં અને ગાંધીનગરમાં પણ ચાર પોઝિટીવ કેસો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રને સ્થગિત કરી દેવામાં આવ્યું છે. ભાજપના ધારાસભ્યોને રાહત થઇ છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સભાગૃહમાં દરખાસ્ત રજૂ કરી હતી જેને સંસદીય બાબતોના રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ટેકો આપતાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના 30 કેસો અને એક વ્યક્તિના મોત પછી રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર તો મુલતવી રાખવામાં આવ્યું છે પરંતુ હવે 26મી માર્ચે રાજ્યસભાની યોજનારી ચૂંટણી…
ગાંધીનગર- ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણી રદ્દ અથવા તો મોકુફ રાખવાની વિનંતી કરવા ભાજપે પહેલ કરી છે કે કોંગ્રેસે તે તો સમય બતાવી રહ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે અમે ભારતના ચૂંટણી પંચને આ ચૂંટણી રદ્દ કરવા વિનંતી કરીશું પરંતુ આવી વિનંતી કોંગ્રેસ પણ કરી રહ્યું છે. ભાજપે હજી સુધી નક્કી કર્યું નથી પરંતુ કોંગ્રેસે નક્કી કર્યું છે. ભારતનું ચૂંટણી પંચ દિલ્હીના કાર્યક્ષેત્રમાં આવે છે અને તેની ગુજરાત ઓફિસ સચિવાલયમાં આવેલી છે. ભારતના ચૂંટણી પંચના મુખ્ય નિર્વાચન અધિકારીને કોંગ્રેસના નેતાઓએ આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે. વિપક્ષના નેતા પરેશ ધાનાની અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા 24મી…
ગાંધીનગર- ગુજરાતમાં કોરોના વાયરસનો ઉપદ્રવ વધતો જાય છે. રાજ્યમાં એક મોત સાથે પોઝિટીવ કેસનો કુલ આંકડો વધીને 29 થયો છે. સૌથી વધુ 13 કેસ અમદાવાદમાં નોંધાયા છે. બીજાક્રમે વડોદરામાં છ કેસ સામે આવ્યા છે. આશ્ચર્ય સાથે ગાંધીનગરમાં પણ પોઝિટીવ કેસનો આંકડો 4 થયો છે. સુરતમાં એક મોત સાથે હાલ પોઝિટીવ કેસોની સંખ્યા ચાર જોવા મળી છે. મહત્વની બાબત એવી છે કે કોરોનાના ત્રીજા તબક્કામાં હવે લોકલ ટ્રાન્સમિશન વધતું જાય છે. સ્થાનિક માનવી થી માનવીને ચેપ લાગ્યાના પાંચ કેસ સામે આવ્યા છે તેથી વધારે તકેદારી રાખવાની હિમાયત રાજ્યના આરોગ્ય વિભાગે કરી છે. જનતા કરફ્યુ પછી પણ કોરોના અસરગ્રસ્ત વિસ્તારો પૈકી અમદાવાદ…
ગાંધીનગર- કોરોનાની સારવારમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીન (hydroxychloroquin અને એઝીથ્રોમાયસીન (azithromycin) નામની દવાઓ સારું પરિણામ આપી શકે એવીસંભાવનાઓ છે. આ બંને દવાઓ કોરોનાની સારવાર માટે અસરકારક જણાય છે, પરંતુ આ દવાઓપ્રોફીલેક્ટીક કે પ્રિવેન્ટિવ એટલે કે આગોતરા પગલાં તરીકે લેવાની નથી, એમ ગુજરાતરાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે. કોશિયાએ જણાવ્યું હતું કે, આ બંને દવાઓ શિડ્યુલ એચ. માં આવે છે, જે ડોક્ટરનાપ્રિસ્ક્રિપ્શન વગર વેચવાની નથી. તેમણે મેડિકલ સ્ટોર્સને સૂચનાઓ આપી છે કે, આવી દવામાત્રને માત્ર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર જ આપવી. નાગરિકો આપમેળે લેવા આવે તો તેને ડોક્ટરપાસે મોકલવો. સોશિયલ મીડિયાને કારણે આવી દવા ખરીદવા આવતા નાગરિકોનેફાર્માસિસ્ટ એ પૂરી…
ગાંધીનગર- ગુજરાતમાં ટેક્સી કેબ હવે નહીં ચાલે. સરકારે જાહેરનામું બહાર પાડીને પ્રતિબંધ મૂક્યો છે. કોરોના વાયરસનો ચેપ ફેલાય નહીં તે માટે પ્રાઇવેટ વાહનો પર નિયંત્રણ લાગુ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં રાજ્ય બહારની બસો પણ આવી શકશે નહીં. પેસેન્જર બસો પણ નહીં આવી શકે. આ જાહેરનામું ગુજરાતની બસોને પણ લાગુ કરવામાં આવશે. તાજેતરમાં ભારત દેશમાં કોરોના વાયરસને સંક્રમણને નિયંત્રણમાં રાખવા ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય દ્વારા 31મી માર્ચ સુધી અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ગુજરાતમાં આવતી પેસેંજર બસો , ટેક્ષી કેબ અને મેક્ષી કેબ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.…
ગાંધીનગર- ગુજરાતમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યાં છે તે જોતાં સરકારે વિધાનસભાનું બજેટ સત્ર બંધ કરવાની વિચારણા શરૂ કરી છે, જેની સાથે રાજ્યસભાની 26મી માર્ચે યોજાનારી ચૂંટણીને પણ રદ કરવા માટે કેન્દ્રના ચૂંટણી પંચને ભલામણ કરવાનું નક્કી કર્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં પાચ નવા પોઝિટીવ કેસ આવ્યા છે જેની સાથે કુલ 18 કેસો થયાં છે. ગાંધીનગરમાં ત્રણ કેસો પોઝિટીવ આવતાં વિધાનસભાનું સત્ર રદ્દ કરવાની સરકારે વિચારણા કરી છે. જો કે તેનો નિર્ણય સોમવારે એટલે કે આવતીકાલે લેવામાં આવશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 253 સેમ્પલોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે જે પૈકી 18 કેસો પોઝિટીવ આવ્યા છે.…
ગુજરાતમાં વધુ એક શહેરમાં લોકડાઉન, રૂપાણીએ આપી સૂચના ગાંધીનગર- કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે ગુજરાત સરકારે હવે ગાંધીનગરમાં પણ લોકડાઉનના આદેશ કર્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગાંધીનગરમાં પણ 25મી માર્ચ સુધી તમામ ધંધા-રોજગાર બંધ રહેશે. દરમ્યાન, રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 18 કેસ પોઝિટીવ આવ્યા છે તેથી સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યાં છે. મુખ્યમંત્રી રૂપાણીએ અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં લોકડાઉન કર્યું છે પરંતુ હવે 25મી સુધી ગાંધીનગરના બજારો પણ બંધ રહેશે. આ લોકડાઉનને લંબાવવામાં પણ આવી શકે છે. કોરોના વાયરસનો એક પોઝિટીવ કેસ ગાંધીનગરમાં પણ બન્યો…
ગાંધીનગર- ગુજરાતમાં અત્યારે ચાર મોટા શહેરોમાં લોકડાઉન કરવાથી મોંઘવારી ભડકે બળશે અને ચીજવસ્તુની અછતના કારણે કાળાબજારની દહેશત ફેલાઇ છે. લોકોને જીવન જરૂરીયાતની ચીજવસ્તુ ખરીદવા માટે બમણાં થી ત્રણ ગણાં દામ આપવા પડશે. ગુજરાતના મુખ્યમંત્રીએ કોરોના રોગચાળાને કાબૂમાં લેવા માટે લોકસંપર્ક બંધ તો કર્યા છે પરંતુ તેની આડમાં ઉત્પાદકો અને સ્થાનિક વ્યાપારીઓ દ્વારા સંગ્રહાખોરી થતાં કાળાબજારની દહેશત વ્યાપેલી છે. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને જ્યાં સુધી આદેશ નહીં મળે ત્યાં સુધી એવા વ્યાપારીઓ પર પગલાં નહીં લઇ શકે કે જેઓ આવશ્યક ચીજવસ્તુના દામ વધારે પડાવી રહ્યાં છે. રાજ્યના તોલમાપ નિયંત્રણ વિભાગે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની સાથે મેડીકલ સ્ટોર, ઉત્પાદકો તેમજ…
ગાંધીનગર- ગુજરાતના ચાર શહેરોને 25મી માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વાયરસની સ્થિતિના મુકાબલે માટે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા શહેરોમાં દવાની દુકાનો, તબીબી ઉપરકણો, શાકભાજી અને કરિયાણાનું વેચાણ કરતી દુકાનો કે સંસ્થાઓ સિવાની તમામ આવશ્યક સેવાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારની કચેરીઓ-બોર્ડ નિગમો-સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વર્ગ-2 થી 4 ના કુલ કર્મચારી ગણના 50 ટકા કર્મચારીઓને 29 માર્ચ-2020 સુધી રોટેશનલ બેજીઝ પ્રમાણે ફરજ પર આવવાનું રહેશે. ગાંધીનગરમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે ચાર શહેરોમાં ઇન્ફેકશન આઇસોલેશન હોસ્પિટલ કોરોના અસરગ્રસ્ત વ્યકિતઓની સારવાર માટે તાત્કાલિક ધોરણે કાર્યરત કરાશે. મુખ્યમંત્રી વિજય…