Author: સત્ય ડે દૈનિક ડેસ્ક

crore rupeesd

ડુંગરપુરઃ રાજસ્થાન પોલીસે ગુજરાતની બોર્ડર પર એક કાર પકડી હતી, જેમાંથી સાડા ચાર કરોડ રૂપિયા મળી આવ્યા છે. આ કાર દિલ્હીથી ગુજરાત જઈ રહી હતી. સરહદ પર સર્ચ દરમિયાન કારની સીટ નીચે છુપાયેલા નોટોના બંડલ જોઇને પોલીસકર્મીઓના હોશ ઉડી ગયા હતા. પોલીસે કારમાં સવાર બે લોકોની અટકાયત કરી છે. જિલ્લાના બિછીવાડા પોલીસે આ મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતની બોર્ડર રતનપુર ખાતે નાકાબંધી દરમિયાન પોલીસે કારમાંથી સાડા ચાર કરોડની રોકડ રકમ મળી. પોલીસ અધિકારી મનોજ સમરીયાના જણાવ્યા અનુસાર, સરહદ પર પોલીસે પકડેલા બંને લોકો ગુજરાતના છે. આરોપી રણજીત રાજપૂત પાટણનો રહેવાસી છે, જ્યારે નીતિન પટેલ ઉંઝાનો રહેવાસી છે. આ બંને…

Read More
coronaviru India

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં કડક પ્રતિબંધો વચ્ચે કોરોના ધીમે ધીમે અંકુશમાં આવતો દેખાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના પોઝિટિવના 3794 નવા કેસ નોંધાયા છે ત્યારે 24 કલાકમાં 53 દર્દીઓના મોત નીપજ્યા છે. આ ઉપરાંત રાજ્યભરમાં 8734 દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પહોંચ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,03,760 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યનો રીકવરી રેટ 89.26 ટકા જેટલો પહોંચ્યો છે. રાજ્યમાં આજે કુલ 1,68,248 લોકોને રસી આપવામાં આવી છે. રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 545, વડોદરા શહેરમાં 367, સુરત શહેરમાં 284, રાજકોટ શહેરમાં 178, જામનગર શહેરમાં 102 કેસ નોંધાયા…

Read More
IPL in uae

નવી દિલ્લી: આઈપીએલના ચાહકો માટે સારા સમાચાર મળી રહ્યા છે. બીસીસીઆઈએ 29 મેના દિવસે થનારી સ્પેશિયલ એજીએમમાં IPL 2021ની બાકી રહેલી 31 મેચો પર નિર્ણય લઈ શકે છે. બોર્ડ આઇપીએલ 2021ને પૂર્ણ કરવા વિંડોને અંતિમ રૂપ આપી શકે છે. એક રિપોર્ટ અનુસાર, ઈંગ્લેન્ડનો પ્રવાસ પૂર્ણ થયા બાદ બોર્ડ સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બરમાં સંયુક્ત-અરબ અમીરાતમાં બાકીની મેચોનું આયોજન કરી શકે છે. ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસની શરૂઆત 18 જૂને થશે જ્યાં તે ન્યૂઝિલેન્ડ સામે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ મેચ પણ રમશે. ત્યારબાદ 4 ઓગસ્ટથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સિરિઝનું આયોજન કરવામાં આવ્યું છે. ટીમ ઈન્ડિયાનો ઈંગ્લેન્ડનો પ્રવાસ 14 સપ્ટેમ્બરે પૂર્ણ થશે…

Read More
black fungus 1

નવી દિલ્હીઃ કોરોના વાયરસ બાદ બ્લેક ફંગસના કેસોએ દેશમાં ચિંતા વધારે છે ત્યારે પહેલા કરતા પણ વધારે ખતરનાક અને અલગ જ પ્રકારના બ્લેક ફંગસના કેસ સામે આવ્યા છે. દિલ્હીની અગ્રણી પ્રાઈવેટ હોસ્પિટલના ડોક્ટરે બ્લેક ફંગસના 2 કેસને દુર્લભ ગણાવ્યા છે. જ્યારે કોરોનો પોઝિટિવ 2 દર્દીના નાના આંતરડામાં બ્લેક ફંગસ મળ્યું તો ડોક્ટર્સ પણ આશ્ચર્ય પામ્યા હતા. બ્લેક ફંગસના મુખ્ય લક્ષણોમાં ચહેરા પર સોજા, આંખની પાસે કે દાંતમાં દર્દ, માથુ દુઃખવું વગેરે સામેલ છે. પેટ દર્દ પણ એક સામાન્ય લક્ષણ માનવામાં આવી રહ્યું છે. આ સાથે જે રીતે કેસ આવી રહ્યા છે તેના આધારે એમ પણ કહેવાઈ રહ્યું છે કે ફક્ત…

Read More
bharuch covid hospital sd

ભરૂચઃ થોડા દિવસ પહેલા ભરૂચના બાયપાસ રોડ ઉપર આવેલી પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 18 લોકો જીવતા બળીને ખાખ થયા હતા. આ ઘટનામાં પોલીસે પટેલ વેલ્ફેર હોસ્પિટલના 9 ટ્રસ્ટીઓની ધરપકડ કરી લીધી છે, કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાના મામલે સંચાલકો સામે ફરિયાદ નોંધાઈ હતી. એટલું નહી જે સમયે આગ લાગી ત્યારે હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટીનું પ્રમાણ પત્ર પણ નહોંતું, જેને લઈને હોસ્પિટલ સંચાલકોની બેદરકારીને કારણે આગ લાગ્યું હોવાનું સામે આવ્યું હતું જેને લઈને સંચાલકો સામે બેદરકારીને લઈને બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. અને જેમાં બદઈરાદે હત્યા કરવાનો ગુનો દાખલ કરાયો હતો. ભરૂચના બાયપાસ રોડ પર આવેલી…

Read More
corona vaccination sd

બારાબંકી: કોરોના વાયરસના આતંક સામે લડવા માટે સરકારે રસીકરણ અભિયાન ચલાવ્યું છે ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં લોકો કોરોના રસી અંગે હજી પણ જાગૃત નથી. આવી સ્થિતિ વચ્ચે કેટલીક અજીબો ગરીબ ઘટનાઓ પણ સામે આવતી રહે છે. આવી જ એક ઘટના ઉત્તર પ્રદેશના બારાબંકીમાં સામે આવી છે. જિલ્લાનાં સિસૌડા ગામમાં વેક્સીન લગાવવા પહોંચેલાં સ્વાસ્થ્ય વિભાગની ટીમને જોઇ લોકો ડરનાં માર્યા સર્યૂ નદીમાં છલાંગ લગાવા લાગ્યા હતાં. આ નજારો જોઇ સ્વાસ્થ્ય વિભાગની ટીમની હાલત ખરાબ થઇ ગઇ હતી. તેઓ ગ્રામજનોને નદીમાંથી બહાર આવવાં અનુરોધ કરી રહ્યાં હતાં. પણ ગ્રામીણ ન માન્યા. ત્યારે ઉપજિલ્લાઅધિકારીનાં સમજાવ્યાં બાદ ગ્રામજનો નદીમાંથી બહાર આવ્યાં હતાં. 1500ની વસ્તીવાળા ગામમાં…

Read More
mask India

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કહેર સામે બચવા માટે કોરોના ગાઈડ લાઈન પ્રમાણે માસ્ક પહેરવું ખુબ જ જરૂરી છે. ત્યારે લોકો માસ્ક અંગે પણ ગણા બેદરકાર રહે છે. અનેક લોકો માસ્કને લાંબા સમય સુધી સતત લગાવતા રહે છે. પરંતુ હલે જાણવા મળ્યું છે કે એક જ માસ્કને લાંબા સમય સુધી પહેરી રાખવાથી પણ બ્લેક ફંગસ થઈ શકે છે. કોરોના મહામારીની બીજી લહેરની વચ્ચે બ્લેક ફંગસનો ખતરો વધી રહ્યો છે અને તેના અનેક કેસ પણ આવી રહ્યા છે. 13 રાજ્યો તેને મહામારી જાહેર કરી ચૂક્યા છે. આ સમયે એમ્સના ન્યૂરોસર્જરી પ્રોફેસર ડો. પી શરત ચંદ્રનું કહેવું છે કે ફંગસ ઈન્ફેક્શન નવું નથી…

Read More
yaas cyclone 2

નવી દિલ્હીઃ અરબી સમુદ્રમાં સક્રિય બનેલા વાવાઝોડા તાઉતે બાદ હવે બંગાળની ખાડીમાં યાસ વાવાઝોડું સક્રિય બન્યું છે. યાસ વાવાઝોડનું 26મી મેની સાંજ સુધીમાં પશ્ચિમ બંગાળ અને ઉત્તરી ઓડિશાના કિનારે ત્રાટકવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. યાસના આવવાની સંભાવનાએ તંત્ર સજ્જ બન્યું છે. આશંકા ધરાવતા વિસ્તારોમાં નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ ની 65 ટીમો તૈનાત કરવાની તૈયારી છે. એનડીઆરએફની વધુ 20 ટીમો પણ તૈયાર રહેશે જેને જરૂર પડે તો તૈનાત કરવામાં આવશે. વાવાઝોડાનો સામનો કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે રાષ્ટ્રીય સંકટ પ્રબંધન સમિતિની બેઠક યોજાઈ હતી. કેબિનેટ સચિવ રાજીવ ગાબાએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં યાસનો સામનો કરવા માટે કેન્દ્ર, રાજ્ય…

Read More
Neha bhabhi ji

મુંબઈઃ કોરોના કાળમાં ટીવી પર સૌથી વધુ જોનારા શો ભાભીજી ઘર પર હૈ ફરી ચર્ચામાં છે. શોમાં નવી ગોરી મેમ એટલે કે અનીતા ભાભીનો રોલ નિભાવનાર ટીવી એક્ટ્રેસ નેહા પેંડસે શો છોડી રહી હોવાના સમાચાર મળી રહ્યા છે. નેહા પેંડસેનાં શો છોડવાનાં સમાચારથી તેનાં ફેન્સ પણ અચંભામાં છે. ‘ભાભીજી ઘર પર હૈ’ ની ગૌરી મેમ એટલે કે, આ કિરદાર અદા કરનારા નેહા પેંડસેએ હાલમાં જ અફવાઓથી પડદો ઉઠાવ્યો છે. તેણે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, આ એક અફવા છે. જેનાં પર મને જરાં પણ આશ્ચર્ય નથી. કારણ કે, હું ગત કેટલાંક એપિસોડથી નજર આવી નથી રહી. જે બાદ…

Read More
petrol diesel

નવી દિલ્હીઃ સરકારી તેલ કંપનીઓએ ફરીથી બળતણના ભાવમાં વધારો કર્યો છે. દેશના ઘણા શહેરોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાથી પણ ઉપર પહોંચી ગયા છે. ઈન્ડિયન ઓઇલના જણાવ્યા અનુસાર, આજે પેટ્રોલના ભાવમાં 15થી 17 પૈસા અને ડીઝલના ભાવમાં 25-29 પૈસા પ્રતિ લિટર વધારો થયો છે. આ વધારા પછી રાજધાનીમાં 1 લિટર પેટ્રોલની કિંમત 93.21 રૂપિયા અને ડીઝલની કિંમત 84.07 રૂપિયા પર પહોંચી ગઈ છે. છેલ્લા 12 દિવસમાં, અત્યાર સુધીમાં, પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 2.69 નો વધારો જોવા મળ્યો છે. જો આપણે ડીઝલની વાત કરીએ, તો આ સમયગાળા દરમિયાન, ડીઝલની કિંમત 12 દિવસમાં 3.07 રૂપિયા વધી ગઈ છે. દેશના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના નવા…

Read More