Author: સત્ય ડે દૈનિક ડેસ્ક

white fungus

હેલ્થ ડેસ્કઃ કોરોના વાયરસની મહામારી સાથે બ્લેક ફંગસ ચેપની સમસ્યા પણ સામે આવી છે ત્યારે હવે બ્લેક ફંગસની સાથે સાથે વ્હાઈટ ફંગસના કેસ પણ નોંધાઈ રહ્યા છે. ડોક્ટરો વ્હાઈટ ફંગસને બ્લેક ફંગસ કરતા પણ વધારે ખતરનાક માની રહ્યા છે. પરંતુ સંક્રમણ રોગના એક્સપર્ટનું કહેવુ છે કે આ કોઇ મોટી સમસ્યા નથી, પરંતુ આને મોટી સમસ્યા બનાવી દેવામાં આવી છે. દેશને આવી ગેરસમજનો શિકાર ન બનાવો. આર્ગનાઇઝ મેડેસિન એકેડમી ગિલ્ડના મહાસચિવ ડૉ. ઇશ્વર ગિલાડા કહે છે કે વ્હાઇટ ફંગસ સાધારણ ફંગસ છે. જેને અમે વર્ષોથી જોઇ રહ્યા છીએ. આ કૈંડિડા બીકૉન્સ નામની ફંગસથી થાય છે. જેને કૈંડેડિયાસિસ કહેવામાં આવે છે. મહિલાઓમાં…

Read More
corona vaccination

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની કપરી પરિસ્થિતિ વચ્ચે મોદી સરકારે કોરોના સામે લડવા માટે રસીકરણ અભિયાન ચલાવ્યું છે. પરંતુ હવે આ આંકડાઓ પણ ચિંતાજનક છે. ભારતમાં રસીકરણ કાર્યક્રમના સાપ્તાહિક આંકડાઓમાં ઘટાડો નોંધાયો છે. 15થી 21 મે દરમિયાન 93 લાખ લોકોને રસી અપાઇ છે. માર્ચ બાદ પહેલી વાર રસીકરણનો આંકડો એક કરોડની નીચે પહોંચ્યો છે. ખાસ કરીને રસીની અછતના કારણે રસીકરણ કાર્યક્રમમાં અસર પડી છે. 1 મે બાદ 18થી 44 વર્ષના લોકોને વેક્સિન લગાવાની માગ પણ વધી છે. મળતા આંકડા પ્રમાણે 3થી 9 એપ્રિલ વચ્ચે 2.47 કરોડ લોકોનું રસીકરણ થયું હતું. ગત અઠવાડીયે આ આંકડામાં 60 ટકાનો ઘટાડો થયો છે. સાથે 15થી…

Read More
monsoon Gujarat

અમદાવાદઃ તાજેતરમાં તાઉતે વાવાઝોડાએ ગુજરાતને ગમરોળી નાંખ્યું છે સાથે સાથે પશ્વિમના દરિયાકાંઠાના રાજ્યોમાં પણ ભારે અસર પહોંચી છે. ત્યારે હવે આગામી દિવસોમાં ચોમાસું આવનારું છે. તો અહીં પ્રશ્ન એ પણ થાય છે કે વાવાઝોડાની અસર ચોમારાની પેટર્ન ઉપર થશે કે નહીં. સામાન્ય રીતે ચોમાસાની શરુઆત અંદમાનના દરિયા કિનારાથી થાય છે અને ધીમે ધીમે કેરળ અને આખા દેશમાં શરું થાય છે. જોકે, આ સામાન્ય પેટર્ન ઉપર વાવાઝોડાની કેટલી અસર થશે તે અંગે નિષ્ણાંતે પોતાની રાય આપી છે. દેશમાં ચોમાસાની શરૂઆતને લઈ ગુજરાતના જાણિતા હવામાન નિષ્ણાતે આગાહી કરી છે.કે દેશમાં ચોમાસાની શરૂઆત નિર્ધારિત સમય કરતાં વહેલું શરૂ થઈ જશે.અંદમાન ટાપુ પર ચોમાસાના…

Read More
rupee rain 1

નવી દિલ્હી: શેર બજારમાં ક્યારે રોકાણકારો રાતા પાણીએ રોતા હોય છે તો ક્યારેક તેમની કિસ્તમ એટલી ખુલી જાય છે કે છપ્પર ફાડકે વળતર મળે છે. ત્યારે આવો જ એક કંપનીનો સ્ટોક શેર બજારમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ સ્ટોકમાં રોકાણ કરનાર લોકો કરોડપતિ બની ગયા છે. વૈશ્વિક ઝવેરી ઇ-રિટેલર કંપની વૈભવ ગ્લોબલ લિમિટેતેના રોકાણકારોને 1 કરોડ રૂપિયાનું વળતર આપ્યું છે. કંપની તેના લાંબા ગાળાના રોકાણકારો માટે મલ્ટિબેગર સાબિત થઈ છે. આ કંપનીએ લાંબા ગાળાના રોકાણ બાદ નિવેશકોએ કરોડપતિ બનાવી દીધા છે. વૈભવ ગ્લોબલના શેરના ભાવોમાં છેલ્લા 10 વર્ષમાં 10,000% થી વધુનો ઉછાળો થયો છે. એટલે કે, આ કંપનીએ 10 વર્ષમાં…

Read More
child corona 1

નવી દિલ્હીઃ કોરોના વાયરસે દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે હવે કોરોનાની બીજી લહેરમાં બાળકો ઉપર ખતરો વધી રહ્યો છે. પહેલી લહેરમાં વૃદ્ધો અને મોટા લોકોને શિકાર બનતા હતા. ત્યારે બીજી લહેરમાં બાળકો અને યુવાનો ઉપર ખતરો વધ્યો છે. ઝડપથી કોરોનાગ્રસ્ત થઈ રહ્યા છે. ત્યારે બીજી લહેરમાં બાળકો ઉપર વધારે જોખમ વર્તાઈ રહ્યું છે. કોરોનાના કહેરનો અંદાજો માત્ર એક જ વાતથી લગાવી શકાય છે કે, માત્ર એકલા કર્ણાટણ રાજ્યમાં જ ગત બે મહિનામમાં 9 વર્ષથી ઓછી ઉંમરનાં 40 હજારથી વધારે બાળકો કોરોના સંક્રમિત થયા છે. એક રિપોર્ટ પ્રમાણે, કર્ણાટકમાં કોરોનાનાં વધતા કેસે સરકારની ઊંઘ ઉડાવી દીધી છે. કોરોનાના આંકડા પર નજર…

Read More
corona virus

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેર હવે ધીમે ધીમે ઓછી થતી જોવા મળી રહી છે. પરંતુ દેશમાં કોરોનાના કારણે થતાં મૃત્યું ચિંતાજનક જણાઈ રહ્યા છે. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,5,299 નવા કેસ નોંધાયા છે. જ્યારે 4194 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોનાના નવા કેસો પછી દેશમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને 2 કરોડ 62 લાખ 89 હજાર 290 થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોનાથી દેશમાં અત્યારે 29 લાખ 23 હજાર 400 સક્રિય કેસ છે, જ્યારે 2 કરોડ 30 લાખ 70 હજાર 365 લોકો સ્વસ્થ થઈને તેમના ઘરે ગયા છે. દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં…

Read More
PM modi 3

નવી દિલ્હી: શ્રમ અને રોજગાર મંત્રાલયે શુક્રવારે કેન્દ્રીય ક્ષેત્રના 1.5 કરોડથી વધુ કામદારોના વેરિયેબલ મોંઘવારી ભથ્થું 105 રૂપિયાથી વધારીને 210 રૂપિયા કરવાની જાહેરાત કરી છે. આ વધારો 1 એપ્રિલ, 2021 થી અમલમાં આવશે. આનાથી કેન્દ્રિય ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ અને કામદારો માટે લઘુતમ વેતન દર પણ વધશે. આ વેરિયેબલ મોંઘવારી ભથ્થાને કારણે, કેન્દ્રીય કર્મચારીઓના લઘુતમ પગારમાં પણ વધારો થશે. રેલ્વે, ખાણકામ, તેલ ક્ષેત્ર, બંદરો અને કેન્દ્ર સરકારની અન્ય મથકોના કર્મચારીઓને લાભ મળશે. આ દર બંને કરાર અથવા કેઝ્યુઅલ કર્મચારીઓને સમાનરૂપે લાગુ થશે. સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા સેન્ટ્રલ ચીફ લેબર કમિશનર (CLC) ડી.પી.એસ. નેગીએ જણાવ્યું હતું કે, સેન્ટ્રલ સેક્ટરમાં…

Read More
white fungus Ahmedabad

અમદાવાદઃ એક તરફ ગુજરાતમાં બાળકમાં મ્યુકોરમાઇકોસીસ એટલે કે બ્લેક ફંગસનો પહેલો કિસ્સો જોવા મળ્યો છે. ત્યારે હવે ગુજરાત ઉપર નવા એક ચેપનો ખતરો જોવા મળી રહ્યો છે. બેલ્ક ફંગસ બાદ હવે વ્હાઈટ ફંગસના કેસ જોવા મળ્યા છે. અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં વ્હાઇટ ફંગસના ત્રણ કેસ નોંધાતા ડોક્ટરોમાં પણ ચિંતા પ્રસરી છે. અમદાવાદમાં વ્હાઇટ ફંગસના પહેલો કેસ સામે આવ્યો છે. શરીરના અલગ અલગ અવયવને બહોળા પ્રમાણમાં નુકસાન કરે છે. ગુજરાતમાં કોરોના પછી નવી મહામારીનો ખતરો વધ્યો છે., છે્લા ઘણા સમયથી બ્લેક ફંગસના દર્દીઓનો પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. કોરોના કાળમાં સાજા થયા પછી દર્દીઓ પર મ્યુકરમાઇકોસીસનો ખતરો વધ્યો છે. બીજી…

Read More
black fungus

અમદાવાદઃ એક તબક્કે કોરોના વાયરસે અમદાવાદમાં તાંડવ મચાવ્યું હતું. જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ત્યારે હવે લોકોને નવા ખતરો ડરાવી રહ્યો છે. કેટલાક કોરોનાગ્રસ્ત દર્દીઓમાં સાજા થયા બાદ બ્લેક ફંગસ એટલે કે મ્યુકોમાઇકોસીસ ચેપ જોવા મળી રહ્યો છે. આ ચેપ મોટાભાગે મોટા લોકો અને વૃદ્ધોમાં જોવા મળે છે પરંતુ હવે નાના બાળકમાં પણ આ ઘાતક ચેપ જોવા મળતા ચિંતા ફેલાઈ છે. અમદાવાદમાં 15 વર્ષના બાળકમાં મ્યુકોમાઈકોસીસ જોવા મળ્યો હતો. જેનું ઓપરેશન કરાયું હતું. મળતી માહિતી પ્રમાણે બાળક આ પહેલા કોરોના પોઝિટિવ આવી ચૂક્યો હતો. બાળકની માતા પણ કોરોના પોઝિટિવ રહી જેના કારણે માતાનું મોત પણ થયું હતું. આ…

Read More
tarun tejpal

નવી દિલ્હીઃ વર્ષ 2013ના નવેમ્બર મહિનામાં પત્રકાર તરુણ તેજપાલ ઉપર પર યૌન શોષણની ફરિયાદ કરવામાં આવી હતી. આ કેસમાં મોટો ચુકાદો આવ્યો છે. આઠ વર્ષ બાદ ગોવા સેશન્સ કોર્ટે તરુણ તેજપાલને નિર્દોષ જાહેર કર્યા છે. આ નિર્ણય બાદ ગોવા સરકારે નિર્ણયને પડકાર આપવાનું કહ્યું છે. તમને જણાવી દઈએ કે તહેલકા મેગેઝિનના પૂર્વ ચીફ સંપાદક તરુણ તેજપાલ પર ગોવામાં યૌન શોષણના આરોપ લાગ્યા હતા. તરુણ તેજપાલ પર 2013 માં એક લક્ઝરી હોટલની લિફ્ટમાં મહિલા સાથી પર યૌન શોષણ કર્યાનો આરોપ હતો. શું હતો આખો કેસ? પત્રકાર તરુણ તેજપાલ તહેલકા મેગેઝિનના ચીફ સંપાદક હતા. વર્ષ 2013 ના નવેમ્બર મહિનામાં તેમના પર યૌન…

Read More