Author: સત્ય ડે દૈનિક ડેસ્ક

woman suicide

દરભંગાઃ પ્રેમ પ્રસંગમાં યુવક કે યુવતીઓ આત્મહત્યા કરતા હોવાની અનેક ઘટનાઓ રોજે રોજ બનતી રહે છે ત્યારે બિહારમાં આત્મહત્યાની એક કરૂણ ઘટના સામે આવી છે. અહીંયા કુમારી વિશાખા નામની મહિલાએ પોતાના બેડરૂમમાં ફોન પર વાત કરતા કરતાં જ આપઘાત કરી લીધો છે. આપઘાતની આ કરૂણ ઘટનાએ ચકચાર જગાવી છે. મહિલા પાસેથી એક સ્કેચ મળી આવ્યો છે જેમાં લોહીથી ‘I Love You’ લખેલું છે. તેના કાનમાં ઈયરફોન લગાડેલા હતા. આમ એવી પ્રતિતી થઈ રહી છે કે મહિલાએ ચાલુ ફોને વાત કરતા કરતા જ આપઘાત કરી લીધો છે. બનાવની વિગતો એવી છે કે બિહારના દરભંગામાં શનિવારે ભાડાના એક મકાનમાં રહેતી મહિલાએ આપઘાત…

Read More
susil kumar

નવી દિલ્હીઃ એક સમયે ઓલિમ્પિક ગેમ્સમાં કુસ્તીમાં ભારતને મેડલ અપાવનાર કુસ્તીબાજ સુશીલ કુમારની ધરપકડ કરવામાં આવી છે. તેના ઉપર દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમ ખાતે કુસ્તીબાજ સાગર ધનખડની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તે ગણા સમયથી ફરાર હતો. જોકે, સ્પેશિયલ સેલે સુશીલ કુમારની ધરપકડ કરી છે. સુનીલની સાથે તેના સાથીને પણ પોલીસે પકડ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર, હત્યા કેસમાં ફરાર આરોપી સુશીલ કુમારની એક દિવસ પહેલાની છેલ્લી જગ્યા પંજાબના બઠિંડા ટ્રેસ કરવામાં આવી હતી. તેની ધરપકડ માટે પોલીસે અનેક ટીમો બનાવવી હતી. કુસ્તીબાજને પકડવા હરિયાણા અને પંજાબના અનેક ભાગોમાં દરોડા પાડવામાં આવ્યાં હતા. આ પહેલા દિલ્હીની કોર્ટે પણ સુશીલ કુમારને આગોતરા જામીન…

Read More
corona India 3

નવી દિલ્હીઃ દેશમાં કડક નિયંત્રણો લગાવ્યા બાદ દેશમાં કોરોનાની સ્પીડને બ્રેક લાગી છે. ધીમે ધીમે કોરોના ઉપર કાબુ થતો હોય એવું લાગી રહ્યું છે. કોરોનાની ગતિ ઓછી હોવા છતાં, મૃત્યુઆંક હજી ઓછો થયો નથી. આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,40,842 નવા કેસ નોંધાયા છે, જ્યારે 3741 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. કોરોનાના નવા કેસો આવ્યા પછી હવે દેશમાં સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને 2 કરોડ 65 લાખ 30 હજાર 132 થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોનાના દેશમાં અત્યારો 28 લાખ 5 હજાર 399 સક્રિય કેસ છે, જ્યારે 2 કરોડ 34 લાખ 25 હજાર 467 લોકો…

Read More
CM sahay

ગાંધીનગર : તાઉતેનાએ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વિનાશ વેર્યો છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં તાજેતરમાં આવેલા તાઉતે વાવાઝોડાને પરિણામે મકાનો, ઝુંપડાઓ વગેરેને થયેલા નુકસાનની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તાઉતે વાવાઝોડાના પરિણામે નુકસાન-નાશ પામેલા કાચા-પાકા મકાનો, ઝૂંપડાઓ, અંશત: નુકસાન પામેલા કાચા મકાનો વગેરે અંગેનો સર્વે અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા તંત્રો દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે. શહેરી વિકાસ તેમજ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં આવા સર્વે માટે અન્ય જિલ્લાઓમાંથી વધારાનો મેન પાવર બોલાવીને તેમની પણ સેવાઓ આ સર્વેમાં લઈ સર્વે કામગીરી વેગવાન બનાવવામાં આવી છે. તાઉતે વાવાઝોડાની…

Read More
kohli guru

નવી દિલ્હીઃ  ભારતીય ક્રિકેટ જગતમાં તોફાની બેસ્ટમેન અને ટીમ ઇન્ડિયાના કેપ્ટન એવા વિરાટ કોહલીના ગુરુનું નિધન થયું છે.  બાળપણમાં કોહલીને બેટિંગનું જ્ઞાન શીખવતા સુરેશ બત્રાનું નિધન થયું છે. કોહલીએ શરૂઆતના દિવસોમાં પશ્ચિમ દિલ્હી ક્રિકેટ એકેડેમીમાં કોચ રાજકુમાર શર્માની તાલીમ લીધી હતી. સુરેશ બત્રા આ એકેડેમીમાં સહાયક કોચ હતા. 53 વર્ષના બત્રાએ માત્ર નવ વર્ષની ઉંમરે કોહલીની પ્રતિભાને માન્યતા આપી હતી. વરિષ્ઠ રમત-ગમત પત્રકાર વિજય લોકપલ્લીના જણાવ્યા અનુસાર, “ગુરુવારે સવારે પૂજા કર્યા પછી સુરેશ બત્રા અચાનક પડી ગયા હતા, ત્યારબાદ તે ઉભો થઈ શક્યો નહીં. તે ગુરુવારે મૃત્યુ પામ્યો. તે 53 વર્ષના હતા. ” તે જ સમયે, રાજકુમાર શર્માએ કહ્યું કે,…

Read More
CM in Bhavnagar

મહુવાઃ તાઉતે વાવાઝોડાએ ગત અઠવાડિયે આખા ગુજરાતને ગમરોળી નાંખ્યું હતું. આ વાવાઝોડાના કારણે હજારો કરોડો રૂપિયાનું નુકસાન અને 45થી વધારે લોકોના મોત થયા છે. ત્યારે ભાવનગર જિલ્લો પણ આ તારાજીમાંથી બાકી નથી રહ્યો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અસરગ્રસ્ત થયેલા વિસ્તારો પૈકીના ભાવનગર જિલ્લાના પઢીયારકા ગામે વાવાઝોડાએ સર્જેલી પરિસ્થતિનો ક્યાસ કાઢવા અને નુકસાની અંગે જાત માહિતી મેળવી ગ્રામજનોની વિતક સાંભળવા આવી પહોંચ્યા હતા. CM રૂપાણ આજે ભાવનગરના મહુવા તાલુકાના પઢીયારકા ગામે પહોંચ્યા હતા અને અસરગ્રસ્ત ગ્રામજનો સાથે સંવાદ સાધી તેમના મકાનો માલમિલકત વગેરે ના નુકસાનની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ પઢીયારકા ગામના સરપંચ રેખાબેન બારીયા, ઉપસરપંચ આણંદ ભાઈ મકવાણા તેમજ પંચાયતના સભ્યો સાથે…

Read More
raam

મુંબઈઃ બોલિવૂડ જગતની વધુ એક હસ્તીએ દુનિયાને અલવિદા કહ્યું છે. પ્રખ્યાત સંગીતકાર રામ લક્ષ્મણે શનિવારે સવારે નાગપુરમાં અંતિમ શ્વાસ લીધો હતો. રામલક્ષ્મણ થોડા સમયથી બીમાર હતા. રામ લક્ષ્મણનું અસલી નામ વિજય પાટીલ હતું. તેમણે લગભગ 75 ફિલ્મોમાં સંગીત આપ્યું છે. જેમાં હિન્દી સિવાય મરાઠી અને ભોજપુરી ફિલ્મો શામેલ છે. અગાઉ રામ લક્ષ્મણ ‘લક્ષ્મણ’ તરીકે જાણીતા હતા. તેમની સાથે રામની જોડી હતી અને હિન્દી સિનેમામાં રામ-લક્ષ્મણ સાથે મળીને સંગીત આપતા હતા. વર્ષ 1976 માં, ફિલ્મ એજન્ટ વિનોદ (1977) માં ગીત ગાયા પછી રામનું અચાનક અવસાન થયું હતું. આ પછી, લક્ષ્મણે તેમનું પૂરું નામ રામ લક્ષ્મણ રાખ્યું. આ ફિલ્મોમાં આપ્યું હતું સંગીત…

Read More
china earthquake

યાંગ્બી યીઃ ચીનના એક પ્રાંતમાં આજે ધરતી ધ્રૂજી હતી. ચીનના યુન્ના પ્રાંતના યાંગ્બી યી સ્વાયત્ત કાઉંટીમાં એક પછી એક આવેલા ભૂકંપમાંઓછામાં ઓછા ત્રણ લોકોના મૃત્યુ થયા છે અને અન્ય 27 લોકો ઘાયલ થયા છે. સત્તારુઢ પાર્ટી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાના પ્રાંત પ્રમુખ યાંગ ગુઓજોંગે જણાવ્યું કે દાલી બાઇ સ્વાયત્ત પ્રાંતના તમામ 12 કાઉંટી અને શહેરોમાં ભૂકંપના આંચકા આવ્યા છે. સૌથી વધારે પ્રભાવિત યાંગ્બી છે. યાંગ્બી કાઉંટીમાં બે લોકોના અને યોંગપિંગ કાઉંટીમાં એક વ્યક્તિનું મૃત્યુ થયુ છે. સરકારી સમાચાર એજન્સી શિન્હુઆએ જણાવ્યુ કે ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે,જ્યારે અન્ય 24 લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી છે. ભૂકંપના કારણે 20,192 મકાનમાં રહેનારા…

Read More
kumar hegde

મુંબઈઃ અભિનેત્રી કંપના રનૌટના બોર્ડી ગાર્ડ કુમાર હેગડેની મુશ્કેલીઓ વધારો થયો છે. કુમાર હેગડે વિરુદ્ધ ડીએન નગર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ કેસમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ કેસ 30 વર્ષની એક બ્યૂટીશિયને ફરિયાદ કરી છે. જેણે આરોપ લગાવ્યો હતો કે, હેગડેએ તેની સાથે લગ્નનો વાયદો કર્યો હતો અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. FIR મુજબ, હેગડેએ ગત વર્ષે જૂનમાં પીડિતાને લગ્નનો વાયદો આપ્યો હતો. લિવ ઇન રિલેશનશિપ અંગે સજેશન આપ્યું છે. જેનાંથી પીડિતા રાજી થઇ ગઇ હતી. કારણ કે, તેણે લગ્ન કરવાની બાયધરી આપી હતી. ઇટાઇમ્સની રિપોર્ટ મુજબ, બંને એક બીજાને આઠ વર્ષથી ઓળખે છે. ફરિયાદમાં વધુમાં…

Read More
petrol diesel price today

નવી દિલ્હીઃ કોરોનાની કપરી પરિસ્થિતિ વચ્ચે આજે સવારે છ વાગ્યે ઓઈલ કંપની ઇન્ડિય ઓઈલે પેટ્રોલ ડિઝલના નવા ભાવ જાહેર કર્યા છે. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. સવારે 6 વાગ્યા પછીથી નવા દરો લાગુ કરે છે. આજે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઉલ્લેખયનીય છે કે મેં મહિનામાં પેટ્રોલ પ્રતિ લિટર 2.69 રૂપિયા મોંઘુ થઈ ગયું છે અને ડીઝલની કિંમત આ સમયગાળા દરમિયાન રૂ. 3.07 નો વધી છે. ઉલ્લેખનીય છે કે દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ થાય છે. પેટ્રોલ ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર…

Read More