મુંબઈઃ એક સમયે આખા ગુજરાત સહિત દેશ વિદેશમાં બ જ દુર્લભ કહેવાતી સ્પાઇનલ મસ્ક્યુલર અટ્રોફી બીમારીથી પીડાઈ રહેલા ધૈર્યરાજ સિંહની મદદે લોકો રસ્તા ઉપર ઉતરીને ફંડ એકઠું કરી રહ્યા હતા. લોકોની મહેનત રંગ લાવી હતી અને 16 કરોડ રૂપિયા એકઠાં થયા હતા. આખરે ધૈર્યરાજ સિંહને દુનિયાનું સૌથી મોંઘુ ઈન્જેક્શન અપાયું હતું. આમ દાનવિરોની દાનવિરતાથી ધૈર્યરાજ સિંહનો જીવ બચી જશે. જે બાદમાં રૂપિયા 16 કરોડ એકઠા થયા હતા. 16 કરોડ રૂપિયા એકઠા થયા બાદ વિદેશથી આ ઇન્જેક્શન મંગાવવામાં આવ્યું હતું. જે બાદમાં ધૈર્યરાજના માતાપિતા મુંબઈની હૉસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. મુંબઈની પાંચ મહિનાની તીરા કામત પણ આ ગંભીર બીમારીથી પીડાઈ રહી હતી.…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
નવી દિલ્હી: કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે કોરોનાને અંગે છાસવારે નવા નવા રિસર્ચ થઈ રહ્યા છે ત્યારે વધુ એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે જે મુજબ મહામારી ફાટી નીકળી ત્યારથી અત્યાર સુધીમાં દર પાંચમાંથી એક વૃદ્ધના માનસિક સ્વાસ્થ્ય અને ઊંઘ પર અસર થઈ છે. આ સર્વે યુનિવર્સિટી ઓફ મિશિગનના ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થકેર પોલિસી એન્ડ ઇનોવેશન ઇન યુએસ દ્વારા કરવામાં આવ્યો છે. આ સર્વે મુખ્યત્વે હેલ્થ એજિંગ પર કરાયો હતો. જેમાં દર્શાવાયું હતું કે, માર્ચ 2020થી કોરોના મહામારીએ વયસ્કોના માનસિક સ્વાસ્થ્ય અને ઊંઘ પર સૌથી વધુ અસર કરી છે. દર પાંચ વયસ્કોમાંથી એક વયસ્ક કોરોના મહામારીના…
પંચમહાલ: પંચમહાલમાં એક ચકચારી ઘટના સામે આવી છે. અહીં મામા અને ફોઈની બે બહેનો એક સાથે ઝાડ ઉપર લટકતી હાલતમાં મળી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને યુવતીઓના સ્વજનો પણ બનાવ સ્થળે દોડી ગયા હતા. આ જ કડીમાં આજે એટલે કે બુધવારે આ જ જંગલમાંથી વધુ એક યુવકને મૃતદેહ મળ્યો છે. આ યુવક બંનેમાંથી એક બહેનનો પ્રેમી હોવાની ચર્ચા થઈ રહી છે. બે દિવસમાં ત્રણ ત્રણ મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી પ્રમાણે ઘોઘંબા તાલુકાના લાલપુરી ગામની સીમમાં એરાલ અને ઝોઝ ગામની પિતરાઈ બહેનો ઝાડ પર લટકતી હાલતમાં મળી આવી હતી. બંને બહેનો…
નવી દિલ્હીઃ ક્યારેક આરટીઓના કામકાજ કરવું એ માથાનો દુઃખાવો સમાન બની જાય છે. ધીમે ધીમે હવે આરટીઓના કામકાજ લોકો માટે પ્રક્રિયા સરળ બનતી જાય છે. ત્યારે વાહન માલિકના મૃત્યુના કિસ્સામાં નોમિનીના નામે વાહન ટ્રાન્સફર પ્રક્રિયા સરળ બને તે માટે કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટના નિયમોમાં ફેરફાર કર્યા છે.માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા સેન્ટ્રલ મોટર વ્હિકલ નિયમ,1989માં કેટલાક સુધારા કરવામાં આવ્યા છે. હવે વાહન માલિકો અન્ય વ્યક્તિને પોતાના વાહન રજિસ્ટ્રેશનના સર્ટિફિકેટમાં નોમિની તરીકે નોમિનેટ કરી શકે છે. વાહન માલિકના મૃત્યુના કિસ્સામાં હવે વાહન નોમિનીના નામે થઈ શકશે. વાહન રી-રજિસ્ટ્રેશનનો નિયમ હળવો બનાવ્યો માર્ગ અને પરિવહન મંત્રલાયે કરેલા સુધારાના કારણે હવે બેંક…
માલી: કોઈ સ્ત્રી ત્રણ કે વધુમાં ચાર બાળકોને જન્મ આપ્યો હોવાના કિસ્સાઓ આપણે જોયા છે. જો તમને કહીએ કે એક મહિલાએ નવ બાળકને જન્મ આપ્યો છે તો તમને વિશ્વાસ નહીં થાય પરંતુ આ વાત ઉપર પશ્વિમ આફ્રિકન દેશ માલીની સરકારે દાવો કર્યો છે. અહીંએક મહિલા નાગરિકે એકસાથે નવ બાળકને જન્મ આપ્યો છે. મહિલાને વધુ સારી સારવાર માટે મોરક્કો લાવવામાં આવી હતી. જોકે, મોરક્કોના અધિકારીઓએ હજુ સુધી આ વાતની પુષ્ટિ નથી કરી. એકસાથે નવા બાળકને જન્મ આપવાની વાતને ખૂબ જ દુર્લભ ગણવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે મહિલાની તબિયત હાલ સ્થિર છે. માલી સરકાર 25 વર્ષની હલીમા સિસેને સારી…
રાજકોટ: થોડા દિવસ પહેલા ટ્રાવેલ્સ સંચાલકના ઘરે રૂ. 25 લાખથી વધુની ચોરી થવા પામી હતી. જેનો ભેદ પોલીસે ઉકેલી દીધો હતો. તાલુકા પોલીસ દ્વારા સગીર સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેની પાસેથી 11.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મગનભાઈ ચતુરભાઈ જાદવના બંધ મકાનમાંથી રોકડ સોના-ચાંદીના દાગીના સહિત કુલ 25.11 લાખના મુદ્દામાલની ચોરી થવા પામી હતી. જે બાબતની જાણ તાલુકા પોલીસને થતાં પીઆઇ જેવી ધોળા સહિતના સ્ટાફે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી હતી. દરમિયાન પીએસઆઈ ડામોર સહિતના સ્ટાફને આરોપીઓ અંગે ચોક્કસ બાતમી મળી હતી. જે ચોક્કસ બાતમીના આધારે પ્રવીણ ઉર્ફે પવો જેન્તીભાઈ રહેવર અને…
નવી દિલ્હીઃ અનામત અંગે દેશના અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ પ્રકારના આંદોલનો થતા રહે છે ત્યારે કેટલાક અનામતના કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહે છે. ત્યારે સુપ્રીમ કોર્ટે બુધવારે મહારાષ્ટ્રમાં મરાઠા અનામત રદ કરી દીધું અને કહ્યું કે મરાઠા અનામત 50 ટકાથી વધુ ન હોઈ શકે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ સમાનતાનું ઉલ્લંઘન કરે છે. સુપ્રીમ કોર્ટે અનામતની સીમા 50 ટકા પર નક્કી કરવાના 1992ના મંડલ નિર્ણયને બેન્ચની પાસે મોકલવાનો ઇન્કાર કરી દીધો. સાથોસાથ કોર્ટે સરકારી નોકરીઓ અને એડમીશનમાં મરાઠા સમુદાયને અનામત આપવા સંબંધી મહારાષ્ટ્રના કાયદાને રદ કરતાં તેને ગેરબંધારણીય કરાર કર્યો. બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને પડકારનારી અરજીઓ પર પોતાના ચુકાદામાં સુપ્રીમ…
સુરત: અત્યારના સમયમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ એટલો બધો વધી ગયો છે. લોકો સાઈબર ક્રાઇમના એજ રીતે ભોગ બનતા રહે છે. સુરતમાં યુવતી અને તેની માતાને વીડિયો કોલમાં કડવો અનુભવ થયો હતો. અહીં એક યુવતીના નામે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર એક યુવાને ફેક આઈડી બનાવી તેનો ફોટો અપલોડ કર્યો હતો. યુવતીએ આ યુવાનને ફોટો હટાવી દેવા માટે વિનંતી કરી ત્યારે યુવાને આ યુવતીનો મોબાઇલ નંબર મેળવી લીધો હતો. જે બાદમાં પહેલા તે યુવતી સામે વીડિયો કોલમાં નગ્ન થઈ ગયો હતો અને ત્યારબાદ યુવતીને માતા સામે નગ્ન થઈ ગયો હતો. આ મામલે આખરે યુવતીએ સાઇબર ક્રાઇમમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સુરતમાં…
નવી દિલ્હીઃ દેશ આખો કોરોના સામે જંગ લડી રહ્યો છે ત્યારે એક મોટા રાહતના સમાચાર મળી રહ્યા છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ હેલ્થ સેવા માટે 50,000 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. તેના માધ્યમથી બેન્ક વેક્સીન મેન્યુફેક્ચર્સ, વેક્સીન ટ્રાન્સપોટર્સ, એક્સપોર્ટ્રર્સને સરળ હપ્તા પર લોન ઉપલબ્ધ કરાવશે. આ ઉપરાંત હૉસ્પિટલ્સ, હેલ્થ સર્વિસ પ્રોવાઇડર્સને પણ તેનો લાભ મળશે. RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, પ્રાયોરિટી સેક્ટર માટે ઝડપથી લોન અને ઇન્સેટિવ આપવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સને સંબોધતા રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસએ કહ્યું કે, કોરોનાની બીજી લહેરથી ઇકોનોમી મોટા પાયે પ્રભાવિત થઈ છે. તેના સાથે જોડાયેલી સ્થિતિઓ પર રિઝર્વ બેન્ક નજર રાખી રહ્યું…
નવી દિલ્હીઃ કોરોનાના કહેર વચ્ચે દેશમાં લોકો ભયના માહોલ વચ્ચે આજે બુધવાર 5 મેના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,82,315 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 3,780 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,06,65,148 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 16,04,94,188 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત, કોવિડ-19ની મહામારી સામે લડીને 1 કરોડ 69 લાખ 51 હજાર 731 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 3,38,439 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 34,87,229 એક્ટિવ કેસો છે. બીજી તરફ,…