કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક

નવી દિલ્હી: દેશ અત્યારે કોરોનાની કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે રોજે રોજ લાખોની સંખ્યામાં નવા કેસ આવી રહ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી હતી. દેશની હાલની સ્થિતિનો સામનો કરવા માટે સુપ્રીમ કોર્ટએ કેન્દ્ર સરકારને અનેક મહત્ત્વના સૂચનો કર્યા છે. સુપ્રીમ કોર્ટે વાયરસના સંક્રમણ પર લગામ કસવા માટે લૉકડાઉનની સલાહ આપી છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે વેક્સીનની ખરીદવાની પોલિસીને ફરીથી રિવાઇઝ કરવા માટે કહ્યું છે. કોર્ટે કહ્યું કે જો આવું નહીં કરવામાં આવે તો સાર્વજનિક સ્વાસ્થ્યના અધિકારમાં અડચણ ઉત્પન્ન થશે જે બંધારણના આર્ટિકલ 21નું એક અભિન્ન અંગ છે. અંગ્રેજી અખબાર ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ મુજબ, જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ, એલ.…

Read More

મૈનપુરી: ઉત્તર પ્રેદશના મૈનપુરી ગ્રામ પંચાયત ચૂંટણીમાં એક હૃદયદ્રાવક ઘટના જોવા મળી હતી. અહીં એક મહિલા ચૂંટણીનો જંગ તો જીતી ગઈ પરંતુ કોરોના સામે જંગ હારી ગઈ હતી. બનાવ મૈનપુરીના કુરાબલી બ્લૉક ગ્રામ પંચાયતનો છે. અહીં પ્રધાન પદ માટે ચૂંટણી લડી રહેલી એક મહિલાનું ત્રણ દિવસ પહેલા નિધન થયું હતું. આ જે સવારે ચૂંટણી પરિણામ આવ્યું ત્યારે મૃતક મહિલા ચૂંટણીનો જંગ જીતી ગઈ હતી. મૈનપુરીની ગ્રામ પંચાયત નગલા ઉસરના પ્રધાન પદ માટે પિન્કી દેવીએ ઉમેદવારી કરી હતી. મતદાન પણ સારી રીતે પૂર્ણ થયું હતું પરંતુ ગત બુધવારે પિન્કીની તબિયત અચાનક ખરાબ થઈ હતી. શ્વાસ લેવામાં તકલીફ થવાથી પરિવારના લોકો તેણીને…

Read More

વ્યારાઃ દક્ષિણ ગુજરાતના વ્યારામાં એક ચોંકાવનારી ઘટના બની હતી. અહીં સંબંધો લજવાયા હતા. શરમજનક આ ઘટનામાં પુત્રવધૂએ સાસુને પકડી રાખી અને પુત્રએ પોતાની જ જનેતાને ઢોર માર માર્યો હતો. વ્યારાના સોનગઢના ખરસી ગામે એક વૃદ્ધ મહિલાને તેના પુત્ર અને પુત્રવધુએ માર મારતા પોલીસ ફરિયાદ થઇ છે. પુત્ર અને પુત્રવધુએ બોરમાંથી પાણી આપવાના મુદ્દે માર માર્યો હોવાનું સામે આવ્યું છે. સોનગઢ તાલુકાના ખરસી ગામે રહેતા 75 વર્ષનાં લલિતા બહેન જનતા ભાઈ ગામીત હાલ નાના પુત્ર જિતેન્દ્ર સાથે રહે છે. જયારે મોટો પુત્ર જયેશ ગામીત તેના પરિવાર સાથે અલગ રહે છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, શનિવારે સાંજના સમયે લલિતા બહેન ઘરે…

Read More

નવી દિલ્હી: રવિવારે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ચુક્યા છે. આ પાંચ રાજ્યો પૈકી પશ્ચિમ બંગાળના પરિણામો ઉપર સૌથી નજર હતી. પરંતુ પશ્ચિમ બંગાળમાં આશ્ચર્યજનક પરિણામો આવ્યા છે. અહીં મુખ્યમંત્રી મમતા બેનરજીની પાર્ટી જંગી બહુમતીથી જીતી પરંતુ મમતા દીદીએ પોતાની નંદીગ્રામની બેઠક ગુમાવવી પડી હતી. મમતાએ નંદીગ્રામ બેઠક પર પોતાની હારનો સ્વીકાર કર્યો હતો. મમતા બેનરજી નંદીગ્રામ પરથી ચૂંટણી હારી ગયા છે ત્યારે સ્વાભાવિક સવાલ થાય કે શું તેઓ મુખ્યમંત્રી પદે ચાલુ રહેશે? જોકે, ચૂંટણી નિષ્ણાતોનું કહેવું છે કે મમતા ફરીથી પશ્ચિમ બંગાળમાં સત્તા સંભાળશે તેમાં કોઈ શંકા નથી. જો વાત કરવામાં આવે તો ભારતના ત્રણ સૌથી મોટી વસ્તી…

Read More

બનાસકાંઠાઃ પ્રેમમાં પડેલા યુગલો એક બીજાને મળવા માટે આતુર હોય છે ત્યારે રાત્રે સંતાઈને એકબીજાને મળતા પણ હોય છે. પરંતુ ક્યારેક પ્રેમી કે પ્રેમિકાને મળવા જવું ભારે પડી જતું હોય છે. આવી જ એક ઘટના બનાસકાંઠાના કોટડા ગામમાં બની છે. બનાસકાંઠાના કોટડા ગામે એક પ્રેમી યુવક નું મુંડન કરી તાલીબાની સજા આપી હોવાની ઘટના સામે આવી છે. જેમાં પ્રેમિકાને મળવા ગયેલો આ પ્રેમી યુવક ગ્રામજનોના હાથે ઝડપાઇ જતા તેનું મુંડન કરી વીડિયો બનાવી વાયરલ કરવામાં આવ્યો છે. લાખણી તાલુકાના કુડા ગામનો દિપાજી પટેલ નામનો યુવક ગત મોડીરાત્રે પ્રેમિકાને મળવા માટે કોટડા ગામે ગયો હતો. જે દરમિયાન તે ગ્રામજનોના હાથે ઝડપાઈ…

Read More

રાજકોટઃ મોબાઈલ તૂટી બાદ નવો મોબાઈલ લઈ આપવા માટે પત્નીને પતિને કહ્યું હતું પરંતુ કોરોનામાં કામ ન ચાલવાના કારણે થોડા દિવસ પછી મોબાઈલ લઈ આપવાની વાત કરતા માઠું લાગ્યું હતું.જેના કારણે પરિણીતાએ દવા પીને આત્મહત્યા કરી દીધી હતી. પરિણીતાની આત્મહત્યાથી બે પુત્રીઓએ માતાની છત્રછાયા ગુમાવી હતી. રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલમાં બોટાદના તુરખા ગામે રહેતી પરિણીતા શીતલબેન વિજય ભાઈ પરમારે ઝેરી દવા પી લેતા વધુ સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. ઝેરી દવા પીનાર પરિણીતાને રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ ઈમરજન્સી વોર્ડમાં ભરતી કરવામાં આવી હતી. પરિણીતાએ ઝેરી દવા પીધી હોય જેના કારણે સિવિલ હોસ્પિટલમાં આવેલ પોલીસ…

Read More

નવી દિલ્હીઃ આજે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાના પકડાર જનક ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે બે તૃત્યાંશ બહુમતી મળવી કોઈ ચમત્કારથી ઓછું નથી. આ ચૂંટણી એટલી અનિશ્ચિત થઈ ગઈ હતી કે મમતા બેનર્જી કે રાજનીતિક રણનીતિકાર પ્રશાંત કિશોર પણ સ્વયં ડગી ગયા હતા. તેમણે ભાજપની વ્યૂહ રચના લોખંડી માની લીધી હતી. દેશના મોટાભાગના લોકો કહી રહ્યા હતા કે ટક્કર બરાબરની રહેશે. અને ભાજપ, તૃણમૂળ કોંગ્રેસને તોડીને સરકાર બનાવી લશે. હવે પશ્વિમ બંગાળની જનતાએ એવો નિર્ણય આપ્યો છે કે કોઈ જ પ્રકારની તિકડમ અને ખરીદી થવાની ગુંજાઈશ અત્યારે દેખાતી નથી. આ નિર્ણયમાં એક મોટું કારણ બાંગ્લા રાષ્ટ્રવાદનું…

Read More

સુરતઃ આજના આધુનિક યુગમાં પણ દહેજને લઇને પરિણીતાને ત્રાસ આપવા સાથે તેની હત્યા કરવાની ઘટના બની રહી છે. ત્યારે આવી એક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે, દહેજની માગણી સાથે નવ પરિણીતાને તેના સાસરિયા મારી નાખવાની ઘટના મામલે પિયરપક્ષ દ્વારા સાસરિયા વિરુદ્ધ આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના પાલધર ખાતે રહેતા વિનોદભાઈ ભવરલાલ પ્રજાપતિએ ગઈકાલે પુણા ગામ મુક્તિધામ સોસાયટીમાં રહેતા તેમના બનેવી દિનેશભાઈ પરશુરામ પ્રજાપતિ, સસરા પરશુરામ પ્રજારતિ, સાસુ શાંતીબેન પરશુરામ અને પ્રકાશ પરશુરામ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં વિનોદભાઈએ જણાવ્યું હતું કે, આરોપીઓએ એકબીજાની મદદથી તેની બહેન શીલાબેન પાસે લગન્ના એક મહિના પછી દિનેશના…

Read More

અમદાવાદ: ગુજરાતભરમાં અત્યારે ઠેરઠેરથી રેમડેસીવીર ઇન્જેક્શનના કાળાબજાર કરતા લોકો પકડાઈ રહ્યા ત્યારે બાંગ્લાદેશના ઇન્જેક્શન સાથે યુવક ઝડપાયો હતો. તાજેતરમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સાત આરોપીને પકડયા અને બાદમાં મોરબી પોલીસે ઓપરેશન હાથ ધરી આરોપીઓની લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. તેમાંય ક્રાઇમ બ્રાન્ચે ઇન્જેક્શનના જથ્થા સાથે પકડેલા આરોપીઓની હજુ તપાસ ચાલુ છે. ત્યાં વધુ એક આરોપી ઇન્જેક્શનના કાળા બજાર કરતા ઝડપાઇ ગયો છે. ત્યારે હવે શહેરના ઝોન 2 ડીસીપીની સ્કવોડએ ચાંદખેડા તપોવન સર્કલ પાસે બાંગ્લાદેશના રેમડેસિવીર ઇન્જેક્શન બ્લેકમાં એટલે કે 5 હજારમાં વેચાણ કરવા આવેલા શખ્સની ધરપકડ કરી છે. પોલીસે આરોપીને 2.90 લાખના 58 નંગ ઇન્જેક્શન સહિત 3.64 લાખના મુદ્દામાલ…

Read More

નવી દિલ્હીઃ દેશમાં પાંચ રાજ્યોની વિધાનસભાના પરીણામો જાહેર થવાના દિવસે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ( PM Narendra Modi, ) કોરોનાની સ્થિતિ સંદર્ભે ભાવી પગલાઓ લેવા માટે, નિષ્ણાંતોની બેઠક બોલાવી છે. ભારતમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના વાયરસની બીજી લહેર તબાહી મચાવી રહી છે. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસની સંખ્યા ચાર લાખની આસપાસ નોંધાય છે. આવી સ્થિતિ નિવારવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, ઓક્સિજન અને દવાઓના મુદ્દે નિષ્ણાંતો સાથે બેઠક કરી રહ્યાં છે. આ બેઠકમાં કોરોનાને લગતી આરોગ્ય વિષયક ચર્ચા વિચારણા કરાશે જેના આધારે કેન્દ્ર સરકાર વધુ કોઈ નવા પગલાઓ લઈ શકે છે. નિષ્ણાતો સાથેની બેઠકમાં દવા- ઈન્જેકશન ઉપરાંત ઓક્સિજન, તેમજ મેડીકલ…

Read More