વૉશિગટન: વૈશ્વિક મહામારી પર કામ કરી રહેલા અમેરિકાના ડૉક્ટર એન્થોની ફાઉચીએ ભારતની સ્થિતિ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે દેશમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે અમુક અઠવાડિયા સુધી લૉકડાઉનની સલાહ આપી છે. આ દરમિયાન તેમણે દેશમાં રસીકરણની સ્થિતિ અંગે પણ પ્રતિક્રિયા આપી હતી. ડૉક્ટર ફાઉચી અમેરિકન રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન તંત્રના મુખ્ય ચિકિત્સા સલાહકાર છે. ભારતમાં કોવિડની સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. શનિવારેદેશમાં ચાર લાખથી વધારે કેસ નોંધાયા છે. આ સાથે જ મોતનો આંકડો પણ વઘી રહ્યો છે. અંગ્રેજી વર્તમાનપત્ર ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીત કરતા ડૉક્ટર ફાઉચીએ દેશમાં કોરોનાની સ્થિતિ પર કાબૂ મેળવવા માટે ત્રણ તબક્કામાં, તત્કાલ, મધ્ય અને લાંબી અવધિના ઉપાયો…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
અમદાવાદ: લગ્નેત્તર સંબંધો થવા સામાન્ય બાબાત છે ત્યારે એક યુવકે પરિણીત હોવા છતાં યુવકે યુવતીને ફસાવીને લગ્ન કર્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના સોલા પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ તેના પૂર્વ પતિ સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીએ આક્ષેપ કર્યો છે કે, જ્યારે તેણે તેના પ્રેમી સાથે લગ્ન કર્યા અને બાદમાં તેની સાથે અલગ રહેવા લાગી હતી ત્યારે તેને જાણ થઈ હતી કે, તેના પતિના અગાઉ પણ એક લગ્ન થયેલાં છે. તેની પત્ની અને બાળકો પણ છે. છતાંય તેને અંધારામાં રાખી તેની સાથે લગ્ન કર્યા હતા. જોકે બાદમાં આ યુવતીએ છુટાછેડા લીધા હતા. ત્યારે યુવતીના પીજી પર અવારનવાર જઈને આ…
સુરતઃ શહેરમાં કોરોના મૃતક મહિલાના દાગીના ચોરનારી મહિલા સફાઈ કામદાર ઝડપાયાના થોડા દિવસ જ થયા છે ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં ચોરીની ચોંકાવનારી ઘટના બની હતી. સુરતની નવી સિવિલ હૉસ્પિટલમાં છેલ્લા લાંબા સમયથી દર્દીનાં મોબાઈલની ચોરી ઘટના સમયે આવતા પોલીસે કોવિડ હોસ્પિટલના સીસીટીવી ચેક કરતા એવો એક ચોર પકડી પડ્યો છે જે પીપીઈ કીટ પહેરીને હોસ્પિટલમાં પ્રવેશ કરી દર્દીની નજર ચૂકવીને ચોરી કરતો હતો. જોકે ખટોદરા પોલીસે આ ઈસમની ધરપકડ કરી તેની પાસેથી પાંચ જેટલા મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે. હાલમાં કોરોના મહામારી ચાલી રહી છે તેવામાં સુરતના મજૂરાગેટ ખાતે આવેલી સિવિલ હોસ્પિટલની અંદર કોવિડ હોસ્પિટલ આવેલી છે .જોકે અહીંયા…
પુણે: કોરોના વચ્ચે એક તરફ માનવતાના દ્રશ્યો દેખાઈ રહ્યા છે તો બીજી તરફ માનવતા મરી પરવારી હોય એવા પણ સર્જાયાતા સામે આવી રહ્યા છે. પુણેમાં કોરોના વાયરસને એક ઘરમાંથી 18 મહિનાનું બાળક મળી આવ્યું છે. બાળક પોતાની માતાના મૃતદેહ પાસે બેઠો હતો. હાલત એવી હતી કે બે દિવસથી કોવિડથી મોત બાદ માતાના મૃતદેહ પાસે બેસી રહેલા બાળકને કોઈએ કોરોનાના ડરને કારણે લીધો ન હતો. એવામાં બે મહિલા કોન્સ્ટેબલ મદદ માટે આવી હતી. પિંપરી ચિંચવાડ સ્થિત એક ઘરમાં મહિલાના મૃતદેહ પાસે એક બાળક મળી આવ્યો હતો. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મહિલાનું મોત શનિવારે થયું છે. જે બાદમાં…
નવી દિલ્હીઃ દેશ કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે ત્યારે કેટલાક રાજ્યોમાં ઓક્સિજનની અછત સર્જાઈ છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોરોના મહામારી મુદ્દે સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જરૂરી દવાઓ તેમજ ઓક્સિજનના ઉત્પાદન અને વિતરણની વ્યવસ્થા યોગ્ય રીતે કેમ નથી થઈ રહી તે અંગે સવાલ કર્યો હતો. કેન્દ્ર સરકારે સોગંદનામામાં જણાવ્યું કે દેશમાં માસિક સરેરાશ એક કરોડ ત્રણ લાખ રેમડેસિવિરનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે, પરંતુ સરકારે માગ અને પુરવઠાની માહિતી આપી નહોતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકારે દવાઓની ફાળવણીની રીત પણ જણાવી નથી. કેન્દ્રે ડોક્ટરોને એ પણ કહેવું જોઈએ કે રેમડેસિવિર અથવા ફેબિફ્લુ ઉપરાંત…
સિડની: ભારતમાં કોરોનાની સર્જાએ કપરી પરિસ્થિતને જોતા વિશ્વના કેટલાક દેશોએ ભારતથી આવતી ફ્લાઈટો ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ત્યારે ઑસ્ટ્રેલિયાએ કડક પગલાં ભર્યાં છે. જે અંતર્ગત ભારતમાં રહેતા હોય તેવા ઑસ્ટ્રેલિયન નાગરિકો હાલ સ્વદેશ પરત નહીં ફરી શકે. ઑસ્ટ્રેલિયાએ છેલ્લા 14 દિવસ દરમિયાન ભારતમાં રહેલા પોતાના નાગરિકો પર પ્રતિબંધ લગાવ્યો છે. એટલું જ નહીં, જો કોઈ વ્યક્તિ દેશમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરશે તો તેને દંડ ફટકારવામાં આવી શકે છે, સાથે સાથે જેલ પણ થઈ શકે છે. શુક્રવારે તાબડતોબ લેવામાં આવેલા આ નિર્ણયની જાણકારી અધિકારીઓએ આપી હતી. સ્વાસ્થ્ય મંત્રી ગ્રેગ હન્ટે જાણકારી આપી છે કે, આ પ્રતિબંધ ત્રીજી મેથી શરૂ થશે.…
નવી દિલ્હીઃ કોરોનાએ દેશમાં અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. દેશમાં એક જ દિવસમાં રેકોર્ડબ્રેક ચાર લાખથી વધારે કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે સવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં 24 કલાકમાં કોરોના સંક્રમણના કુલ 4,01,993 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 3,523 લોકોનાં મોત થયા છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિત કુલ લોકોની સંખ્યા 1 કરોડ 91 લાખ 64 હજાર 969 થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં અત્યારસુધી 1 કરોડ 56 લાખ 84 હજાર 406 લોકો સાજા થયા છે. હાલ દેશમાં 32 લાખ 68 હજાર 710 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં થયેલા મોત…
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે ગુરુદ્વારા શ્રી શીશગંજ સાહિબ (Sheesh Ganj Sahib Gurudwara) પહોંચ્યા હતા અને ત્યાં માથું ટેકવ્યું હતું. ગુરુદ્વારા પહોંચીને પીએમ મોદીએ પ્રાર્થના કરી હતી અને થોડો સમય ત્યાં જ વિતાવ્યો હતો. પીએમ મોદી અચાનક જ ગુરુદ્વારા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે કોઈ વિશેષ સુરક્ષા ન હતી. એટલું જ નહીં, કોઈ વિશેષ સુરક્ષા માર્ગ વગર જ ગુરુદ્વારા પહોંચ્યા હતા. પીએમ મોદીએ અહીં પ્રાર્થના બાદ પ્રસાદ પણ લીધો હતો. શીખોના નવમાં ગુરુ શ્રી તેગ બહાદુરના 400માં પ્રકાશ પર્વના સમાપન કાર્યક્રમમાં હાજરી આપવા માટે પીએમ મોદી સવારે ગુરુદ્વારા શ્રી શીશગંજ સાહિબ પહોંચ્યા હતા. પહેલા એવા સમચાર આવ્યા…
રાજકોટ : રાજકોટમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. અહીં એક યુવક ઓપરેશન બાદ ભાગી ગયો હતો. જોકે, થોડા દિવસમાં તેની લાશ મળી હતી. રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યા બાદ 36 વર્ષીય વ્યક્તિને હોસ્પિટલમાંથી નાસી જવું ભારે પડ્યું છે. હોસ્પિટલમાંથી નાસી ગયા બાદ તબિયત વધુ લથડતા હોસ્પિટલ થી થોડે દુર જ્યુબેલી પાસેના વોકળામાંથી આ દર્દીની લાશ મળી આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના જુબેલી ગાર્ડન નજીક આવેલી પ્રભુકૃપા હોસ્પિટલની સામે વોંકળા માંથી અજાણ્યા પુરૂષની લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તો સાથે જ ડીસીપી પ્રવીણ કુમાર મીણા એસીપી ટંડેલ સહિતના…
અમદાવાદ : કોરોના વાયરસનો ચારેબાજુ હાહાકાર ચાલી રહ્યો છે ત્યારે કોરોનાને રોકવા માટે 29 નાઈટ કર્ફ્યૂ સાથે કડક પ્રતિબંધો પણ લાદવામાં આવ્યા છે ત્યારે આવા કર્ફ્યૂના માહોલમાં નબીરાઓ છાકટા બની હુક્કાની મહેફિલ માણતા ઝડપાઇ ગયા છે. જુહાપુરાના એક શખશે આઇપીએલ મેચ ચાલતી હોવાથી કમાણીનો ધંધો શોધી લીધો હતો. યુવાધનને બોલાવી 800 રૂ. માં હુક્કા પીરસી આઇપીએલ મેચ જોવાનો સેટ અપ ગોઠવી દીધો હતો. પોલીસને જાણ થતા જ પોલીસે રેડ કરી 11 લોકો સામે ગુનો નોંધી 7 આરોપીઓની ધરપકડ કરી ચાર સગીરો સામે કાર્યવાહી કરી છે. જુહાપુરામાં આવેલી પ્રાચીના સોસાયટીમાં રહેતો અદનાન ગાંધી હાલ પોલીસ પકડમાં આવી ગયો છે. આરોપીએ તેના…