સુરતઃ યુવકો યુવતીઓને ભગાડી જવાના અનેક કિસ્સાઓ બનતા રહે છે ત્યારે સુરતમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. સુરત શહેરમાં એક 21 વર્ષની યુવતી 15 વર્ષની સગીરાને લઇને ભાગી ગઇ હતી. જે બાદ સગીરાનાં પરિવારે પોલીસ ફરિયાદ કરતા બંને પકડાયા છે. પોલીસે યુવતી વિરુદ્ધ સગીરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાનો ગુનો નોંધીને ધરપકડ કરી છે. પોલીસની માહિતી પ્રમાણે 15 વર્ષની સગીરા મૂળ નેપાળી છે અને 21 વર્ષની યુવતી મૂળ પશ્ચિમ બંગાળની છે. તેઓ પહેલા વાપીની એક હૉટલમાં કામ કરતા હતા ત્યાંથી પરિવાર સાથે લૉકડાઉન દરમિયાન સુરતમાં આવ્યાં હતા. સગીરા 10 દિવસથી ગૂમ થઇ જતા પરિવારે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
ભિવાનીઃ માર્ગ અકસ્માતની ઘટનાઓ રોજેરોજ બનતી જાય છે ત્યારે હરિયાણાની ભિવાની જિલ્લામાં ચકચારી અકસ્માતની ઘટના બની હતી. હરિયાણાના ભિવાની જિલ્લાના લોહારૂ શહેરમાં ઓવર સ્પીડ જઈ રહેલી બોલેરો કાર અચાનક પલટી મારી જતાં એક આશાસ્પદ યુવાનનું મોત થયું છે. ડ્રાઇવરે ઓવર સ્પીડ બોલેરો કાર પરથી નિયંત્રણ ગુમાવતા તે પલટીઓ ખાવા લાગી અને તે રસ્તા કિનારે એક ઝાડને જઈને ટકરાઈ. આ દર્દનાક અકસ્માતમાં વેટલિફ્ટર પહેલવાનનું મોત થયું છે. મૃતક વેટલિફ્ટર પિતાને દવાખાને લઈ જઈ રહ્યો હતો ત્યારે તેમની બોલેરો કાર દુર્ઘટનાનો શિકાર બની. પોલીસ અકસ્માતના કારણોની તપાસ કરી રહી છે. મળતી જાણકારી મુજબ મૃતકની ઓળખ 36 વર્ષીય વેટલિફ્ટર દિનેશ ગર્ગના રૂપમાં થઈ…
રાજકોટઃ રાજકોટ શહેરની મધ્યસ્થ જેલમાં રહેલા લખન વિક્રમ કમેજડિયા નામનો 25 વર્ષીય યુવાને મંગળવારે રાત્રે 11 વાગ્યે જેલમાં કાચ ખાઈ લેતા તેને સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, દુષ્કર્મનો આ આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો. લખનને સારવાર માટે સિવિલ હૉસ્પિટલના પ્રિઝનર વોર્ડ ખાતે રાખવામાં આવ્યો હતો. લખન ઉપર પોલીસનો જાપ્તો પણ ગોઠવવામાં આવ્યો હતો. બુધવારની સાંજે કેદી લખનને નર્સ બાટલો ચડાવીને નીકળી હતી. થોડીવાર બાદ જાપ્તાની પોલીસે તપાસ કરતા લખન જોવા મળ્યો ન હતો. અંતે કેદી લખન ભાગી ગયાની પોલીસ ફરિયાદ પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં નોંધાવાનો વારો આવ્યો હતો. સમગ્ર મામલે કેદી નાસી…
અમદાવાદઃ કોરોનાની કપરી પરિસ્થિતિમાં લોકો નિરાશાની ગર્તામાં ધકેલાયા છે ત્યારે લોકોના ગભરાઈને આત્મહત્યા પણ કરતા હોય છે. ત્યારે અમદાવાદમાં કોરોનાના ડરથી એક મહિલાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. વસ્ત્રાલના મારુતિ હાઇટ્સમાં રહેતા સુરેશભાઈ પ્રજાપતિ સિલાઈકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. સુરેશભાઈની સાથે જયલક્ષ્મીબેન (ઉં. 75) પણ રહેતાં હતાં. સુરેશભાઈ તેમની પત્ની વિજયાબેન અને દીકરી સાથે ગયા રવિવારે બહાર ગયા હતા. જ્યાંથી પાછા ફર્યા ત્યારે ઘરમાં જયલક્ષ્મીબેન ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. આ અંગે જાણ કરતા રામોલ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ મામલે પોલીસે લીધેલા નિવેદનમાં એવું બહાર આવ્યું…
નાગપુર: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કારણે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. દર્દીઓને બેડ મળી રહ્યા નથી. ત્યારે એક માનવતાનું સૌથી મોટું ઉદાહરણ ગણી શકાય એવી ઘટના નાગપુરમાં પ્રકાશમાં આવી છે. જે, અહીં વૃદ્ધે એક કોરોના સંક્રમિત યુવાન સારવાર લઇ શકે તે માટે પોતાની સારવાર વચ્ચે જ પોતાનો બેડ આપી દીધો અને ઘરે જતા રહ્યાં. ત્રણ દિવસ પછી તેમનું અવસાન થયું. મળતી માહિતી મુજબ, નાગપુરના રહેવાસી નારાયણ ભાઉરચ દભાડકર કોરોના સંક્રમિત હતા. હૉસ્પિટલમાં તેમણે કહ્યું- ‘મેં મારું જીવન જીવી લીધુ છે. હું 85 વર્ષનો છું. આ મહિલાનો પતિ યુવાન છે. તેને મારો બેડ આપવો જોઈએ. આટલું કહી દભાડકર ઘરે જતા રહ્યા. થોડા દિવસો…
જૂનાગઢઃ જુનાગઢમાં માત્ર ત્રણ હજારના રૂપિયા માટે યુવકની જાહેરમાં કુહાડી વડે હત્યા કરવાની ચકચારી ઘટના બની હતી. યુવકને કુહાડીના 17થી વધારે ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. આ ચકચારી ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. યુવક બાઇક લઈને જઈ રહ્યો હતો ત્યારે તેને આંતરીને હત્યા કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજમાં બાઇકને પણ જોઈ શકાય છે. આ અંગે જે સીસીટીવી સામે આવ્યા છે તેમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ પોતાના હાથમાં કુડાહી વડે જમીન પર પડેલા વ્યક્તિ પર સતત પ્રહાર કરી રહ્યો છે. આ દરમિયાન નજીકમાં એક રિક્ષા ઊભેલી હોય છે. યુવક પર હુમલો થતો જોઈને રિક્ષા ચાલક ત્યાંથી ભાગી જાય…
અજબગજબ ડેસ્કઃ અત્યારે કોરોનાની બીજી લહેરે આખા વિશ્વને ગમરોળ્યું છે. ત્યારે બીજી તરફ કોરોના સામે લડવા માટે કોરોના વેક્સીન લઈ રહ્યા છે. આવા સમયે એક એવો કિસ્સો એક ડોકટરે શેર કર્યો છે જેની સોશિયલ મીડિયા પર ચર્ચા પણ થઈ રહી છે. કોરોનાની સામે રક્ષણ મેળવવા માટે વેક્સીન અસરકારક હથિયાર હોવાનું ડોકટરો કહી રહયા છે. તેનાથી આગળ વધીને ન્યૂયોર્કના સ્ટોની બ્રુક ઈન્સ્ટિટ્યુટના ડિપાર્ટમેન્ટ ઓફ ન્યૂરોબાયોલોજી એન્ડ બિહેવિયરના એક ડોકટરે સોશિયલ મીડિયા પર એન્ટી બોડી સાથે જ જન્મેલા બાળકની જાણકારી શેર કરી હતી. પ્રેરણા શ્રેષ્ઠ નામના આ ડોકટરે લખ્યું હતું કે, મારુ માસૂમ બાળક કોવિડ સામે લડનાર એન્ટી બોડીથી સજ્જ છે. કારણકે…
ભરતપુર: પત્નીના સપના પુરા કરવા પતિની ફરજ બનતી હોય છે ત્યારે રાજસ્થાનના એક યુવકે પોતાની ભાવી પત્નીનું સપનુ પુરુ કરવા માટે અજીબોગરીબ કામ કર્યું હતું. રાજસ્થાનના ભરતપુરના એક યુવકે લગ્ન બાદ તે તેની દુલ્હનને હેલિકોપ્ટરમાં ઘરે લઈ ગયો હતો. ભરતપુર જિલ્લાના રાયપુર ગામનો સિયારામ ગુર્જર સોમવારે હેલિકોપ્ટર લઈને દુલ્હનને લેવા માટે ગયો હતો. જે બાદમાં મંગળવારે તે તેની દુલ્હન સાથે હેલિકોપ્ટરમાં જ પરત ફર્યો હતો. ખેડૂત પુત્ર સિયારામ હેલિકોપ્ટરમાં તેની દુલ્હનને લેવા માટે પહોંચ્યો હતો. હેલિકોપ્ટરમાં તેની સાથે તેનો ભાઈ કરતારસિંહ અને બનેવી રામપ્રસાદ હતા. હેલિકોપ્ટરના ટેક ઑફ દરમિયાન પોલીસ પણ જોવા મળી હતી. કારણ કે હેલિકોપ્ટરને જોવા માટે મોટી…
કન્નુરઃ કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમ ક્યારે નાત-જાત, ઉંમર જોતો નથી ત્યારે કન્નુરમાં એક અજીબોગરી કિસ્સો સામે આવ્યો હતો. અહીં એક 61 વર્ષીય વ્યક્તિ પ્રેમમાં અંધ બનીને એક 33 વર્ષીય મહિલાને ભગાડી ગયો હતો. આ યુવતી બીજી કોઈ નહીં પરંતુ તેની પુત્રવધૂ છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. જોકે, બંને પોલીસના હાથમાં લાગ્યા નથી. બંને કોચી ખાતેથી ફરાર થઈ ગયા છે. સસસા સાથે ભાગી જનાર પુત્રવધૂને બે સંતાન છે. મહિલા પોતાના સાત અને 10 વર્ષના બે બાળકોને ઘરે મૂકીને ભાગી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે સસરા સાથે ભાગી જનારી રાનીનું પિયર કોટ્ટાયમ છે. રાની એક…
નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ઘાતક સાબિત થઈ રહી છે ત્યારે કોરોના વાયરસ રોજેરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. ત્યારે દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેરમાં મૃતકોની સંખ્યા બે લાખને પાર થઈ ગઈ છે. મંગળવારે દેશમાં પહેલી વાર મૃતકોની સંખ્યા 3 હજારને પાર જતી રહી છે. મંગળવારે પણ સતત સાતમા દિવસે ભારતમાં 3 લાખથી વધુ કેસ નોંધાયા છે અને સતત આઠમા દિવસે મોતનો આંકડો બે હજારથી વધુ રહ્યો છે. બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,60,960 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 3293 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.…