કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક

સુરતઃ કોરોનાના કપરા સમયમાં સુરતમાં ગુરુવારે મોડી રાત્રે દુર્ઘટના ઘટી હતી. સુરતના ઉધના વિસ્તારમાં એક જર્જરિત મકાનનો સ્લેબ તૂટી પડ્યો હતો. જેમાં દટાઈ જતાં બે બાળકોના મોત નીપજ્યા હતા. જોકે, તેમનાં માતાપિતાનો ચમત્કારિક બચાવો થયો છે. ઉઘનામાં એક મકાનમાં રહેતા ચાર લોકોના પરિવાર પર સ્લેબ ધરાસાઈ થઇ ગયો હતો જોકે ઘટનાની જાણકારી મળતા ફાયર વિભાગે પહોંચીને રેસ્ક્યૂ કર્યુ હતું અને તમામને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં માતાપિતાનો બચાવ થયો છે. જોકે બે બાળકોનું કરુણ મોત થયું છે. સુરતમાં ગતરોજ રાત ગોજારી સાબિત થઇ છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલ અંબર નગર ખાતે એક એવી ઘટના સામે આવી જેને…

Read More

હેલ્થ ડેસ્કઃ કોરોનાની આ મહામારીમાં લોકોને રોગો સામે લડવાની ક્ષમતામાં વધારો કરવાની સાથે તેમના લોહીમાં સારા પ્રમાણમાં ઓક્સિજન જાળવવાની ચિંતા કરે છે.આવો જાણીએ લોહી આપણા શરીરને કેવી રીતે અલગ-અલગ હિસ્સામાં ઓક્સિજન પહોંચાડે છે. હિમોગ્લોબિનએ આપણા લોહીના લાલ રક્તકણોમાં પ્રોટીન છે જે ફેફસાંમાંથી શરીરના અન્ય અંગોમાં ઓક્સિજન વહન કરે છે અને ત્યાંથી કાર્બન ડાયોક્સાઇડ લાવે છે. આ ઓક્સિજનનો ઉપયોગ વિવિધ અવયવોના કોષોમાં ઉર્જા બનાવવા માટે થાય છે. હવે જો તમારે શરીરમાં સારી માત્રામાં ઓક્સિજન જાળવવું હોય તો તેવું ખોરાક લો જે તમારા લોહીમાં હિમોગ્લોબિન વધારે છે. ડોકટરોનું મંતવ્ય છે કે પુરુષો માટે 13.5 ગ્રામ / ડીસી સ્ત્રીઓમાં 12 ગ્રામ / ડીસી…

Read More

મુંબઈઃ કોરોના વાયરસના કારણે સમગ્ર દેશની સ્થિતિ ખરાબ છે. કેટલાક રાજ્યોમાં આંશિક લોકડાઉન પણ આપ્યું છે. દેશમાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ મહારાષ્ટ્રની છે ત્યારે રાજ્યમાં કડક પ્રતિબંધો પણ લાદવામાં આવ્યા છે. હવે ઉદ્ધવ સરકારે નિયમોમાં વધારે કડકાઈ લાવીને તેને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો છે. મહારાષ્ટ્રની કેબિનેટની બેઠકમાં તમામ પ્રધાનોએ સીએમ ઉધ્ધવ ઠાકરેને પ્રથમ ચરણની માફક જ સંપૂર્ણ અને કડક લોકડાઉન લગાવવા ભલામણ કરી હતી જો કે મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાને કહ્યું કે આજે રાત્રીનાં 8 વાગ્યાથી કડક લોકડાઉનની અમલવારી શરૂ કરવામાં આવે. જાણો કેવા પ્રકારનાં નવા નિયમો મહારાષ્ટ્ર સરકાર દ્વારા લગાડવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં મિનિ લોકડાઉન થયા છતાં સતત કોરોના વાઈરસના…

Read More

નવી દિલ્હીઃ અત્યારે કોરોના વાયરસના સંકટ વચ્ચે ઓક્સિજન અને રેમડેસિવીર ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. ત્યારે લોકોમાં રેમડેસિવીર ઇન્જેક્શન અને ઓક્સિજનના હાહાકાર વચ્ચે એમ્સનાં ડાયરેક્ટર ગુલેરિયાએ આ ઇન્જેક્શન અંગે મહત્ત્વપૂર્ણ વાત કહી છે. તેમણે કહ્યું કે, જ્યારે કોરોનાનાં લક્ષણો દેખાય છે ત્યારે જરા પણ ગભરાશો નહીં, ફક્ત તેને સરળ શરદીની જેમ જ સારવાર કરો. હજી સુધી, કોઈ ડેટા નથી કે રેમડેસિવીરથી હળવા લક્ષણોમાં કોઈ ફાયદો છે. તે બુલેટ નથી કે કોરોનામાં આપવામાં આવે કે તરત અદૃશ્ય થઈ જશે. ડબલ્યુએચઓ દ્વારા આનાથી થતા નુકસાનની જાણ કરવામાં આવી છે. ડૉ.ગુલેરિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, રેમડેસિવીર કોઈ જાદુઈ બુલેટ નથી. ન તો તે એવી…

Read More

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દેશમાં દરરોજ હજારો લોકો મોતને ભેટે છે. ત્યારે રાજકીય દુનિયામાં પણ કોરોનાના કારણે દિગ્ગજ નેતાના પુત્રનું મોત નીપજ્યું હતું. CPM નેતા સીતારામ યેચુરીએ આજે સવારે ટ્વિટ કરીને જાણકારી આપી કે તેમના મોટા દીકરા આશિષ યેચુરીનું આજે સવારે કોરોના વાયરસના કારણે નિધન થયું છે. આશિષ કોરોના વાયરસથી સંક્રમિત હતા તથા ગુરુગ્રામની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. આજે સવારે હોસ્પિટલમાં દીકરાએ અંતિમ શ્વાસ લીધા. સીતારામ યેચુરીની દુ:ખની આ ઘડીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત નેતાઑએ સંવેદના વ્યક્ત કરી છે. આશિષ યેચુરીની ઉંમર 35 વર્ષ હતી અને આશરે બે સપ્તાહ પહેલા કોરોના વાયરસના કારણે તેમની સારવાર ચાલુ…

Read More

રાજકોટ: ગુજરાતમાં કોરોનાના હાહાકાર વચ્ચે ફરીથી રાજકોટમાં રેમડેસિવીર ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. રાજકોટમાં ઈન્જેક્શન લેવા માટે લોકો ફરીથી લાઈનમાં લાગ્યા છે. આ ઉપરાંત અનેક હૉસ્પોટલોમાં ઑક્સીજનનો જથ્થો ખૂટી જવા આવ્યો છે. આ માટે ખાનગી હૉસ્પિટલો તરફથી કલેક્ટરને પત્રો લખીને રજુઆત કરવામાં આવી રહી છે. રાજકોટ શહેરમાં રેમડેસિવીર ઇન્જેક્શન મેળવવા માટે કલેકટર તંત્ર દ્વારા એક અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારસુધી ઇન્જેક્શન અલગ અલગ મેડિકલ સ્ટોરમાં મળતા હતા પરંતુ હવે ચૌધરી હાઇસ્કૂલની બાજુમાં આવેલી કુંડલીયા કૉલેજમાં રેમડેસિવીર ઇન્જેક્શન મેળવવા માટેનું એક ખાસ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઇન્જેક્શન માટે અલગ-અલગ ત્રણથી ચાર જેટલા હેલ્પલાઇન નંબર પણ બનાવવામાં આવ્યા છે.…

Read More

કેન્ટુકીઃ કહેવાય છેકે પ્રેમ આંધળો હોય છે. પ્રેમમાં લોકો કંઈપણ કરી છૂટે છે. ત્યારે અમેરિકામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અમેરિકાના કેન્ટુકીમાં રહેતી 31 વર્ષની એરિકા ક્વિગ્લે પણ આવું જ કર્યું, પરંતુ તેણે કોઈ બીજા સાથે નહીં, પણ પોતાના સાવકા સસરાને જીવનસાથી બનાવ્યો. ક્વિગ્લના પોતાના પતિ જસ્ટિન ટૉવેલ લાથે ડિવોર્સ થઈ ગયા હતા, ત્યાર બાદ તેણે તેના 60 વર્ષીય સાવકા સસરા સાથે લગ્ન કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. ‘ધ સન’ના રિપોર્ટ અનુસાર, એરિકા ક્વિગ્લના 19 વર્ષની ઉંમરમાં એક સ્થાનિક ફેક્ટરીમાં કામ કરતા જસ્ટિન ટૉવેલ સાથે લગ્ન થયા હતા. બંનેને એક બાળક પણ હતું, પરંતુ પરસ્પર વિવાદને કારણે 2011થી…

Read More

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરમાં લોકો જે રીતે સંક્રમિત થઈ રહ્યા છે. તેને જોતાં લોકોમાં ભયનો પણ માહોલ છે. લોકો પોતાને તેમજ તેમના પ્રિયજનોને ખૂબ જ ચેપી એવા કોરોનાથી કેવી રીતે બચાવી શકે. લોકો તેના માટે સતત પ્રયાસો પણ કરી રહ્યા છે. લોકોએ કેવી રીતે કોરોનાથી બચવું જોઈએ તેને લઈને સૌથી પહેલું અને જરૂરી પગલું એ છે કે જો તમારે જ્યાં સુધી ઘરની બહાર જવાની જરૂરિયાત ન હોય ત્યાં સુધી બહાર ન જાઓ. ઘર પર રહો સુરક્ષિત રહો. જો જરૂર પડે તો ઘર બહાર નીકળતાં પહેલાં માસ્કનો ખાસ ઉપયોગ કરો. સિંગલ લેયર માસ્ક તમને 40 ટકા સુરકા પુરી…

Read More

ઇન્ડોનેશિયાઃ ઇન્ડોનેશિયામાં એક સબમરીન ગુમ થઇ ગઇ છે. જેમાં 53 લોકો સવાર હતા. ઇન્ડોનેશિયાની સેનાએ બુધવારે જણાવ્યું કે બાલી ટાપુની પાસે આ સબમરીન ગુમ થઇ છે. જેની શોધખોળ માટે ઇન્ડોનેશિયાની નેવી કામે લાગી છે. ઇન્ડોનેશિયાના સેના પ્રમુખે જણાવ્યું કે આ સબમરીન બુધવારે એક તાલીમ અભિયાનમાં ભાગ લઇ રહી હતી. ત્યારે તે ગુમ થઇ ગઇ. તેમણે કહ્યું કે આ સબમરીન બાલીના ઉત્તરમાં આશરે 95 કિલોમીટર દૂર પાણીમાં ગાયબ થઇ છે. ઘણા જહાજ સબમરીનની શોધખોળ કરી રહ્યા છે. આ ઉપરાંત સિંગાપોર અને ઓસ્ટ્રેલિયાની પણ મદદ માંગવામાં આવી છે. સ્થાનિક મીડિયા મુજબ નેવીનું માનવું છે કે સબમરીન સમુદ્ર સપાટીમાં 700ની ઉંડાઇ ડૂબી ગઇ…

Read More

મુંબઈઃ મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં કોરોનાનો આતંક ફરી એક વખત જોવા મળી રહ્યો છે. એક તરફ જ્યાં વેક્સીન લગાવવાનું કામ ચાલુ છે ત્યાં આ ખતરનાક વાયરસ સતત સામાન્ય લોકોથી લઇ બોલિવૂડ અને ટીવી સ્ટાર્સને તેમની ચપેટમાં લઇ રહ્યો છે. હવે ડાન્સિંગ રિયાલિટી શો ડાન્સ દીવાને 3નાં હોસ્ટ રાઘવ જુયાલ પણ આ ચપેટમાં આવ્યો છે. જેની માહિતી તેણે પોતે સોશિયલ મીડિયા પર શેર કરી છે. રાઘવે તેનાં ટ્વિટર પર પોસ્ટ શેર કરી લખ્યું છે કે, ‘તાવ અને ખાંસી થયા બાદ હું કોરોના પોઝિટિવ આવ્યો છે. જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યાં છે તેઓ કૃપ્યા ટેસ્ટ કરાવી લે. તમામ ગાઇડ લાઇન્સ અને…

Read More