અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થતી જાય છે ત્યારે કુંભમાં જઈને પરત ફરેલા પ્રવાસીઓ પણ વધારે ખતરો બની રહ્યા છે. કુંભમાંથી પરત ફરેલા લોકો કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના આંકડાઓ દિવસે દિવસે વધી રહ્યાં છે. ત્યારે રાજ્ય સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે પશ્ચિમ રેલવે દ્વારા હરિદ્વાર, કુંભમેળામાંથીપરત આવી રહેલા મુસાફરોની કોરોનાનો ટેસ્ટ કરવામાં આવી રહી છે. અહીં રેલવે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગીથી કામગીરી કરવામાં આવી રહી છે. અહીં સ્પેશિયલ રેપીડ એન્ટિજન ટેસ્ટ માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. હરિદ્વારથી પરત ફરેલા 313 મુસાફરોની તપાસ કરવામાં આવી હતી. આ મુસાફરો યોગનગરી એક્સપ્રેસમાં અમદાવાદ પહોંચ્યા હતા અને તેમાંથી 34…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
વડોદરાઃ શહેરમાંથી એક ચકચારી ઘટના સામે આવી છે. અહીં 28 વર્ષીય યુવકની હત્યા કરીને તેની લાશને ઝાડીઓમાં ફેંકી દેતા સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ છે. જોકે, પોલીસે આ અંગે જાણ થતાં તાત્કાલિક તપાસ હાથધરી છે. ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે વડોદરાના સેવાસી વિસ્તારમાં યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે. 28 વર્ષીય અતુલ ઠાકોરનો મૃતદેહ ઝાડીઓમાંથી મળ્યો છે. બપોરથી અતુલ ઠાકોર હતો ગુમ હતો. અતુલને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારનો માર મારવામાં આવ્યો છે. આવા ઘાતકી હુમલા દ્વારા અતુલની કરપીણ હત્યા કરાઈ હોવાનું સામે આવ્યુ છે. મૃતક અતુલના હાથ પરના નિશાનના આધારે પોલીસે ઓળખ કરી બતાવી છે. પોલીસે હાલ યુવકના મોતને લઈને તપાસ…
જલંધરઃ આપણા સમાજમાં શિક્ષકને ગુરૂનો દરજ્જો આપવામાં આવ્યો છે પરંતુ જ્યારે એક શિક્ષક જ કોઈ લાંછન લગાડતું કૃત્ય કરે ત્યારે શું? દેશમાં આવો જ એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક શિક્ષકે વિદ્યાર્થિનીને એકસ્ટ્રા ક્લાસના બહાને બોલાવી અને તેનું શારીરિક શોષણ કર્યુ છે. જોકે, આ મામલે પરિવારે શિક્ષકને મેથી પાથ ચખાડ્યો હતો. બનાવની વિગતો એવી છે કે પંજાબના જલંધરમાં ધોરણ 10માં ભણતી વિદ્યાર્થીની સાથે સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો મામલો સામે આવ્યો છે. ખાનગી શાળાના શિક્ષકે બાળકીને 12 એપ્રિલના રોજ સ્પેશ્યલ ક્લાસ બાદ રોકી રાખી હતી. પરિવારને આ બાબતની જાણ થતા, રોષે ભરાતા શિક્ષકને માર માર્યો હતો અને તેનું મોઢુ કાળુ કર્યું…
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કહેર વચ્ચે સ્કૂલ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે ત્યારે પરીક્ષાઓ અંગે પણ મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આ સાથે કોરોના વાયરસના કહેરની વચ્ચે JEE મેનની પરીક્ષા સ્થગિત કરી દેવામાં આવી છે. નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ જણાવ્યુ હતું કે, નવી તારીખની જાહેરાત પરીક્ષાના ઓછામાં ઓછા 15 દિવસ પહેલા જાહેર કરવામાં આવશે. ભારતમાં કોરોના વાઇરસના નવા કેસો દિવસે ને દિવસે બધા જ રેકોર્ડ તોડી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં પહેલી વખત ૨.૩૪ લાખ નવા કેસો સામે આવ્યા હતા. જ્યારે આ જ સમય દરમિયાન ૧૩૪૧ લોકોના મોત નિપજ્યા હતા જેથી હાલ દેશમાં કુલ મૃત્યુઆંક વધીને ૧.૭૫ લાખે…
લોસ આલ્ટોસ: સોફ્ટવેર નિર્માતા કંપની અડોબના સહ-સંસ્થાપક અને પોર્ટેબલ ડોક્યૂમેન્ટ ફોર્મેટ ટેક્નોલોજીનો વિકાસ કરનારા ચાર્લ્સ ‘ચક’ ગેશ્કીનું નિધન થઈ ગયું છે. તેઓ 81 વર્ષના હતા. અડોબ કંપનીના જણાવ્યા મુજબ, ગેશ્કીનું શુક્રવારે નિધન થયું હતું. તેઓ સૈન ફ્રાન્સિસ્કો બે એરિયાના લોસ આલ્ટોસ ઉપનગરમાં રહેતા હતા. અડોબના સીઇઓ શાંતનુ નારાયણે કંપનીના કર્મચારીઓને મોકલેલા એક ઇમેલમાં લખ્યું કે, આ સમગ્ર અડોબ સમુદાય અને ટેક્નોલોજી ક્ષેત્ર માટે મોટી ક્ષતિ છે જેના માટે તેઓ (ગેશ્કી) દશકો સુધી માર્ગદર્શક અને નાયક રહ્યા. નારાયણે લખ્યું કે, અડોબના સહ-સંસ્થાપકના રૂપમાં ચક અને જોન વાર્નોકે એક પરિવર્તનકારી સોફ્ટવેર બનાવ્યું હતું જેને લોકોના ઉપયોગ અને સંચારની પદ્ધતિને બદલી દીધી. તેઓએ…
ઓડિશાઃ પોલીસને ચકમો આપીને કુખ્યાત લોકો ફરાર થતા હોવાની અનેક ઘટનાઓ બનતી રહે છે ત્યારે ઓડિશાનો કુખ્યાત ગેંગસ્ટર શેખ હૈદર પોલીસને નશીલી બિરિયાની ખવડાવીને હોસ્પિટલમાંથી ફરાર થયો હતો. જોકે, તે ઘટનાના 6 દિવસ બાદ જ તેની તેલંગાનાથી ધરપકડ કરવામાં આવી. નોંધનીય છે કે, હત્યા અને અપહરણ જેવા અપરાધોના માધ્યમથી આતંક મચાવનારો આ શખ્સ એક સમયે પોતાનું ગુજરાન ચલાવવા રિક્ષા ચલાવતો હતો. જેલ પહોંચતા પહેલા શાનદાર જીવન જીવનારા હૈદરની પાસે આ સુવિધાઓ અપરાધના રસ્તેથી જ આવી હતી. ઓડિશાના કેન્દ્રપાડામાં જન્મેલો હૈદર 1980ના સમયગાળામાં રિક્ષા ચલાવવાનું કામ કરતો હતો. કેન્દ્રપાડા શહેરના 66 વર્ષના એક નિવૃત્ત શિક્ષક રાબી પાટી અનુસાર, શેખ હૈદર ગરીબ…
સુરતઃ અત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ વધ્યો છે ત્યારે લોકો સોશિયલ મીડિયાનો દુરઉપયોગ પણ કરતા હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં ચેટિંગ કરીને યુવતીઓ, મહિલાઓને ફસાવતા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. આવો જ એક લાલબત્તી સમાન કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. રાજસ્થાનનો યુવક સોશિયલ મીડિયા થકી ચેટિંગ કરીને ઝઘડો થતાં યુવતીનું ફેક એકાઉન્ટ બનાવીને તેની પર અશ્લીલ કોમેન્ટ કરતો હતો. આ અંગે પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ તપાસ કર્યા પછી યુવાનની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા હાર્ડવેરના વેપારીના પરિવારની ભત્રીજીના નામે સોશિયલ મીડિયા પરના ઇન્સ્ટાગ્રામ પર એક ફેક…
સુરત : બાંગ્લાદેશી યુવતીઓ પાસે દેહવિક્રય કરાવવાના ગોરખધંધાનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે. સુરત પોલીસે બાંગ્લાદેશી કિશોરીને અને દલાલને ઝડપી પાડવામાં આવ્યો છે સાથે જ કિશોરીને રેસ્ક્યૂ કરવામાં આવી છે. બાંગ્લાદેશમાં આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય તેવા પરિવારની દીકરીને પૈસા આપી સુરત લાવવામાં આવી હતી. ત્યારબાદ આ દીકરીને સુરતમાં દેહવક્રિયના ધંધામાં ધકેલી દેવામાં આવી. આ વાતની જાણ તથા એસઓજી પોલીસે સુરત રેલ્વે સ્ટેશન બહાર સીટી બસ સ્ટેશન પાસેથી એક કિશોરીને પકડી તેણીને દેહવક્રિયના ધંધામાં ધકેલનાર દંપતી તથા સુરત સુધી લાવનાર દલાલને પકડી પાડવામાં આવ્યા હતા. અને બાંગ્લાદેશના દલાલને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. શહેરમાં ચોથીવાર હ્યુમન ટ્રાફિકીંગ ઘટના સામે…
રાયપુરઃ કોવિડ હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ બને છે ત્યારે વધુ એક ઘટના રાયપુરમાં બની હતી. અહીં હોસ્પિટલમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગવાના કારણે હોસ્પિટલમાં આગ લાગી હતી. જેમાં ચા લોકોના મોત નીપજ્યા હતા. આગ લાગી ત્યારે લગભગ 50 દર્દીઓની સારવાર ચાલી રહી હતી. આગ લાગતા 4 લોકોના મોત થયા હતા પરંતુ બાકીના 46 દર્દીઓને તાત્કાલિક ધોરણે બીજા વોર્ડમાં શિફ્ટ કરી દેવાયા હતા. તથા તંત્ર દ્વારા આગ ઓલવી નાખવામાં આવી હતી. તેમણે કહ્યું કે હોસ્પિટલના માલિકો સામે બેદરકારીનો કેસ દાખલ કરવામાં આવશે. યાદવે જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસથી આ હોસ્પિટલના વોર્ડમાં કોરોનાના 50 દર્દીઓને દાખલ કરાયા હતા. પંખામાં શોર્ટ સર્કિટને કારણે આગ…
સુરત : શહેરમાં સામાન્ય બાબતોને લઈને હત્યા થવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે ત્યારે આવી જ એક ઘટના શહેરના ભાઠે વિસ્તારમાં ઘટી હતી. શહેરમાં કોરોનાના કહેર વચ્ચે ભાઠેના વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં માત્ર 100 રૂપિયાની લેવડ-દેવડને લઈને એક યુવકને લાકડાના ફટકા મારી પતાવી દેવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા ઉધના પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે ગુનો દાખલ કરી હત્યા કરનારની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત શહેરમાં ખૂની ખેલ ખેલવાના બનાવો હવે સામાન્ય બની જઈ રહ્યા હોઈ તેવું લાગી રહ્યું છે. સુરત શહેરના પંકાયેલા ભાઠેના વિસ્તારમાં હત્યાનો આવો જ એક…