કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક

નવી દિલ્હીઃ રોના મહામારીએ ભારતમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે એક સમયે જે રસીની નિકાસ કરવી પડતી હતી, તે રસીની હવે આયાત કરવી પડે તેવી સ્થિતિ આવી ગઈ છે. ભારતમાં રસીનું ઉત્પાદન વધે તે માટે પ્રયાસ થઇ રહ્યા છે. ત્યારે બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટે શુક્રવારે કહ્યું હતું કે, સરકાર સપ્ટેમ્બર સુધીમાં ઘરેલું કોવિડ -19 રસી કોવાક્સિનનું ઉત્પાદન વધારશે. દર મહિને તેનું ઉત્પાદન લગભગ 10 કરોડ ડોઝ સુધી પહોંચશે. આ નિર્ણય આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ લેવામાં આવ્યો છે. થોડા અઠવાડિયા પહેલાં કોવિડ સુરક્ષા પ્રોગ્રામ જાહેર કરવામાં આવ્યો હતો. જેના દ્વારા રસીનું ઉત્પાદન કઈ રીતે થઈ શકે? તે માટે મંત્રીમંડળની ટુકડીએ બે વેક્સીન…

Read More

નવી દિલ્હીઃ દિલ્હીમાં નાઈટ કર્ફ્યૂ પહેલાથી લાગૂ છે. જો કે કેજરીવાર સરકારના નવા હુકમ બાદ વીકેન્ડ કર્ફ્યૂ પણ લાગૂ થઈ ચૂક્યું છે. શુક્રવારે રાતના 10 વાગ્યાથી આ વીકેન્ડ કર્ફ્યૂ લાગૂ થઈ ચૂક્યું છે. જે સોમવારે સવારના 6 વાગ્યા સુધી લાગુ થશે. વીકેન્ડ કર્ફ્યૂ આવનારા દિવસોમાં પણ નવો આદેશ ન આવે ત્યાં સુધી ચાલુ રહેશે. બીજી તરફ કોરોનાના વધતા કેસને જોતા કેજરીવાલે આજે એક રિવ્યુ મીટિંગ બોલાવી છે. આ મીટિંગમાં કોવિડ 19 મેનેજમેન્ટ માટે નોડલ મંત્રી મનિષ સિસોદિયા, હેલ્થ મિનિસ્ટર સત્યેન્દ્ર જૈન અને અન્ય મહત્વપૂર્ણ અધિકારી સામેલ થવાના છે. એવી શક્યતા પણ છે કે જો વીકેન્ડ કર્ફ્યૂથી પણ જો કોરોનાની અટકે…

Read More

ઇથોપિયાઃ આપણે એ વિચારી પણ નથી શકતા કે મહિલા સાથે સતત 11 દિવસ સુધી દુષ્કર્મ કરવામાં આવ્યું હશે ત્યારે તેણીએ કેવી પીડા સહન કરી હશે. નરાધમોએ બર્બરતાની હદ વટાવતા મહિલાના પ્રાઇવેટ પાર્ટમાં પથ્થરો અને લોખંડના ખીલા નાખી દીધા હતા. ઇથોપિયામાં એક મહિલા પર દેશના સૈનિકોએ જ 11 દિવસ સુધી બળાત્કારગુજાર્યો હતો. 11 દિવસ બાદ મહિલાને મૃત સમજીને ફેંકી દીધી હતી. ગામના લોકોએ મહિલાને જોઈ હતી. જે બાદમાં તેણીને હૉસ્પિટલ લઈ ગયા હતા. સારવાર બાદ મહિલા સાજી થઈ ગઈ છે. મહિલાએ લોકો સામે પોતાની આપવીતી કહી છે. મહિલાની ઓળખ છૂપાવવામાં આવી છે. હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદ મહિલાએ પોતાના પર ગુજારવામાં આવેલા…

Read More

ચેન્નાઈઃ લોકપ્રિય તમિલ એક્ટર વિવેકનું ચેન્નઈની હોસ્પિટલમાં સવારમાં જ નિધન થઈ ગયુ છે. વિવેકના નિધનથી હોસ્પિટલમાં અફરાતફરી મચી ગઈ હતી. હોસ્પિટલ તરફથી જાહેર કરવામાં આવેલા બુલેટિન અનુસાર સવારે 4.35 કલાકે એક્ટરનું નિધન થઈ ગયુ હતું. એક દિવસ પહેલા છાતીમાં દુખાવાની ફરિયાદને લઈને તેમને ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વિવેકના નિધનના સમાચાર સાંભળી સમગ્ર ઈંડસ્ટ્રીઝમાં શોકની લાગણી ફેલાઈ છે. આપને જણાવી દઈએ કે, શુક્રવારે બેભાન અવસ્થામાં વિવેકને ચેન્નઈની એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતાં. કહેવાય છે કે, 59 વર્ષિય કોમેડિયન વિવેકે ગુરૂવારે કોરોનાની રસી લીધી હતી. આપને જણાવી દઈએ કે ગત દિવસે જે માહિતી બહાર આવી હતી, તેમાં કહેવામાં આવ્યું…

Read More

સ્કૉટલેન્ડ: મોબાઇલ ફોન ફાટ્યો હોવાના સમાચાર ચર્ચામાં રહેતા હોય છે પરંતુ શું તમે ક્યારેય વૉશિંગ મશીન ફાટ્યું હોય તેવું સાંભળ્યું છે? જો નથી સાંભળ્યું તો આજે એવા જ સમાચાર જણાવી રહ્યા છીએ. અમે એવી તસવીર બતાવી રહ્યા છીએ જેમાં કપડાં ધોતી વખતે વૉશિંગ મશીનમાં બ્લાસ્ટ થયો હતો. આ બનાવ સ્કૉટલેન્ડનો છે. સ્કૉટલેન્ડની એક મહિલાએ સોશિયલ મીડિયા પર અમુક તસવીરો પોસ્ટ કરી છે, જેમાં લખ્યું છે કે રસોડામાં રાખવામાં આવેલા વૉશિંગ મશીનમાં બ્લાસ્ટ થઈ ગયો હતો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે કિચનના સિંકનું આખું ડ્રેનિંગ યુનિટ ગાયબ થઈ ગયું હતું. કાચ તૂટીને તેના ટૂકડા રસોડામાં ફેલાઈ ગયા હતા. મહિલાએ જણાવ્યું કે,…

Read More

ડાંગ: ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે તંત્રની પણ ઊંઘ હરામ કરી નાંખી છે. ત્યારે ડાંગ જિલ્લામાં લોકો વહીવટી તંત્રને સહકાર ન આપી મુસીબતને આમંત્રણ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અહીંયા લોકો સરકારના રસીકરણ અભિયાનથી દૂર રહે છે અને તબિયત બગડતા સરકારી દવાખાનામાં ન જઈ ખાનગી બોગસ ડૉકટરોને ત્યાં પહોંચી જાય છે. ત્યારે તપાસમાં સામે આવ્યું છે કે, ડાંગના 311 ગામોમાં આશરે 80થી વધુ બોગસ ડીગ્રી ધરાવતા ડોક્ટરો ખાનગી પ્રેક્ટિસ કરીને દર્દીના જીવને જોખમમાં મૂકે છે. આ સાથે લોકો પણ તેમની પર વિશ્વાસ કરીને સરકારી દવાખાના બદલે આવા બોગસ ડૉક્ટરોના દવાખાનામાં જાય છે. રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં…

Read More

નવી દિલ્હી: ગુજરાત અને દેશમાં કોરોનાની અત્યંત દયનીય પરિસ્થિતિ છે ત્યારે દેશમાં કોરોનાના સતત કેસો વધી રહ્યા છે. કોરોના રોજ નવા રેકોર્ડ તોડી રહ્યો છે.  આ દરમિયાન શુક્રવારે દેશમાં 1,340 લોકોનાં મોત થયા છે, જેણે દુનિયા સામે દેશમાં કોરોનાની ભયાનક સ્થિતિ સામે લાવી દીધી છે. દેશમાં આ બીમારીએ કેટલો ભરડો લીધો છે તેનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય છે કે સ્મશાન ઘાટો પર મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે લાંબી લાઇનો લાગી છે. મોતના આંકડાની સાથે સાથે દેશમાં કોરોનાના નવા કેસ પણ રોકેટ ગતિએ વધી રહ્યા છે. શુક્રવારે કોરોના સંક્રમિત નવા કેસની સંખ્યાઓ ફરી રેકોર્ડ તોડ્યો છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી…

Read More

સુરતઃ તાજેતરમાં 25 વર્ષથી લિવ ઈનમાં રહેતા પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી હતી. સુરતના ડિંડોલીમાં રેલવેની દિવાલ પાસે આવેલ સંતોષીનગરમાં ઝુપડામાં છેલ્લા 25 વર્ષથી લીવ ઇન રિલેશનશિપમાં સાથે રહેતા 65 વર્ષીય મહિલાની તેના 45 વર્ષના પ્રેમીએ જમવાનું નહી બનાવતા ઝઘડો કરી ગળુ દબાવી હત્યા કરી હતી. રોજ દારૂ પીને પ્રેમીકાને ઢોર મારમારતા પ્રેમીઓ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે મહિલાનું બીમારીની કારણે મોત નિપજ્યું હોવાનુ રટણ કર્યું હતું પરંતુ પીએમ રિપોર્ટમાં તેનો ભાંડો ફુટી ગયો હતો. બનાવ અંગે શરુઆતમાં અકસ્માત મોતના કેસની તપાસ કરનાર પીએસઆઈ ગઈકાલે સરકાર તરફે ફરિયાદી બની હત્યારા પ્રેમી સામે હત્યાનો ગુનો દાખલ કરી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

Read More

ભાવનગર : ભાવનગરના જીલ્લાનાં ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામે ગત રાત્રિના અરસા દરમિયાન તિક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી યુવાનની હત્યા થવા પામી હતી. જે મામલે પુત્ર સાથે મોબાઇલની બાબતે થયેલ બોલાચાલીનો ઠપકો આપવા જતા ચાર શખસોએ જીવલેણ હુમલો કરી પિતા-પુત્ર અને બે ભત્રીજાને છરીના આડેધડ ઘા ઝીંકી દેતા યુવાનનું મૃત્યુ નિપજવા પામ્યા સંદર્ભે પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જીલ્લાનાં પાલિતાણા તાલુકાના રૂપાવટી ગામે પાલડી રોડ પર રહેતા ગોરધનભાઇ ગીગાભાઇ ઉનાવા (ઉ.વ.૫૫)એ ગારિયાધાર પોલીસ મથકમાં આજ ગામના તેઓના કુટુંબી ભાઇ દેવરાજ જીણાભાઇ ઉનાવા, જીતુ દેવરાજભાઇ ઉનાવા, રાજુ દેવરાજભાઇ ઉનાવા, વિપુલ બિજલભાઇ ઉનાવા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું…

Read More

નવી દિલ્હી: અત્યારે ઉનાળો પોતાના મધ્યભાગમાં આવી પહોંચ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી ચોમાસા અંગે પૂર્વાનુમાન જાહેર કર્યું છે. હવામાન વિભાગ 2021 વર્ષ માટે ચોમાસાનું પૂર્વાનુમાન જાહેર કરી દીધું છે. હવામાન વિભાગ અનુસાર આ વખતે સામાન્ય હવામાન રહેશે. જૂનથી સપ્ટેમ્બર સુધી વરસાદ સામાન્ય રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે અલ નીનોની અસર ઓછી રહેશે. જૂનથી સપ્ટેમ્બર મહિના સુધી દેશના અલગ-અલગ હિસ્સામાં ક્યાંક સામાન્ય તો ક્યાં સામાન્યથી વધુ વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દરમિયાન (જૂનથી સપ્ટેમ્બર) વરસાદ પડે છે. આ વખતે આ ત્રણ મહિનામાં 96 ટકાથી 104 ટકા વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ,…

Read More