કાનપુરઃ અત્યારે સમગ્ર દેશ અને વિશ્વમાં કોરોનાનો હાહાકાર વર્તાઈ રહ્યો છે ત્યારે દેશમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના સંક્રમણની વચ્ચે થોડા ચિંતામાં મૂકે તેવા સમાચાર આવી રહ્યા છે. કોરોના પર નજર રાખી રહેલા વિશેષજ્ઞોનું કહેવું છે કે આગામી થોડાક દિવસોમાં કોરોના પીક પર હશે. કોરોના વાયરસને લઈ નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે. પોલે જ્યાં આગામી ચાર સપ્તાહને ખૂબ જ અગત્યના ગણાવ્યા છે, તો બીજી તરફ આઇઆઇટી કાનપુરની ટીમે મેથેમેટિકલ મોડલના આધાર પર કહ્યું છે કે દેશમાં કોરોનાની લહેર 20થી 25 એપ્રિલની વચ્ચે પોતાની પીક પહોંચી જશે. IIT Kanpurના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલ મુજબ, કોરોનાની બીજી લહેર પહેલાથી વધુ ખતરનાક જોવા મળી રહી…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટની એક બાદ એક ફટકાર બાદ રાજ્યનું આરોગ્ય વિભાગ હવે એક બાદ એક મહત્વના નિર્ણયો લઇ રહ્યું છે. ઘરે સારવાર લેતા દર્દીઓ માટે Remedicivir ઇન્જેક્શન આપવનો નિર્ણય લીધા બાદ રાજ્યના આરોગ્ય વિભાગે આ અંગેનો વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં હવે રેપીડ એન્ટીજન ટેસ્ટ અને HRCT ટેસ્ટના આધારે પણ રેમડેસીવીર આપવામાં આવશે. પહેલા માત્ર RT-PCR ટેસ્ટના આધારે જ Remedicivir ઇન્જેક્શન અપાતા હતા. આરોગ્ય વિભાગે પરિપત્ર જાહેર કરીને આ નિર્ણય અંગે જાણ કરી છે. આ પરિપત્ર આરોગ્ય કમિશ્નરે બહાર પાડ્યો છે. આ જાહેરાત અંગેના આરોગ્ય કમિશ્નરના પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં જયારે દેશ અને રાજયમાં કોરોના સંક્રમણનો…
લંડન: ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને વિજડન અલમેનાકએ 2010 વાળા દશકનો સર્વેશ્રેષ્ટ ક્રિકેટર નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સતત બીજા વર્ષે સર્વશ્રેષ્ટ ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. 32 વર્ષના કોહલીને ઓગસ્ટ 2008માં શ્રીલંકા સામેની મેચમાં ડેબ્યું કર્યું હતું. અત્યાર સુધીના સર્વશ્રેષ્ટ બેસ્ટમેનમાં વિરાટ કોહલીએ 254 વન-ડેમાં 12 હજાર 169 રન બનાવ્યા છે. વિજડન અલમેનાકે કહ્યું કે, આંતરાષ્ટ્રીય ક્રિકેટની 50મી વર્ષગાંઠ પર દરેક દશકના સર્વશ્રેષ્ટ પાંચ ક્રિકેટરોની પસંદગી કરવામાં આવી છે. વિજડન અલમેનાકએ તેમની વેબસાઇટ પર કહ્યું કે 1971થી 2021 વચ્ચેના દરેક દશકના સર્વેશ્રેષ્ટ ક્રિકેટરોની પસંદગી કરવામાં આવી છે કોહલી 2010 વાળા દશક માટે પસંદગી કરવામાં આવી છે. વિશ્વકપ…
કરાચીઃ પાકિસ્તાનમાં ફ્રાંસ વિરોધી પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને ફ્રાંસ સરકારે પાકિસ્તાન દૂતવાસના તમામ ફ્રાન્સીસી નાગરિકોને પરત બોલાવી લેવા આદેશ આપી દીધો છે. પાકિસ્તાનમાં રહેલા ફ્રાંસિસ નાગરિકો તેમજ કંપનીઑને ત્યાંથી નીકળી જવાની સલાહ આપી છે. પાકિસ્તાનમાં ફ્રાંસ વિરોધી હિંસક પ્રદર્શનોને લઈને ફ્રાંસ સરકારે આ આદેશ જારી કર્યો છે. ફ્રાન્સે તેમના દેશના નાગરિકો અને કંપનીઓને સલાહ આપી છે કે તેઓ દેશમાં ફ્રેન્ચ હિત માટે ગંભીર ખતરો હોવાથી તેમણે અસ્થાયીરૂપે પાકિસ્તાન છોડવું જોઈએ. ફ્રેન્ચ દૂતાવાસે એક ઇમેઇલમાં કહ્યું છે કે તેમના પર ગંભીર ખતરો ઉભો થઈ રહ્યો છે, જેથી પાકિસ્તાનના કોઈપણ ભાગમાં રહેતા એક ફ્રેન્ચ નાગરિકે તાત્કાલિક બીજા દેશ માટે રવાના થવું જોઈએ. પાકિસ્તાનના…
હૈદરાબાદ: હૈદરાબાદના કૂકાતપલ્લી ખાતે એન્જીનિયરિંગની વિદ્યાર્થિનીની તેના પ્રેમીએ જ હત્યા કરી નાખી હતી. જે બાદમાં તેણીના મૃતદેહને ઘરની પાણીની ટાંકીમાં ફેંકી દીધો હતો. આ બનાવ શનિવારે બન્યો હતો પરંતુ મંગળવારે ધ્યાનમાં આવ્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે આ બનાવમાં મૃતક યુવતી મંજુલા ભુપતિ નામના યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી. ભૂપતિ અવારનવાર મંજુલાના ઘરે આવતો જતો હતો. બંનેના પરિવારના લોકો બંનેના લગ્નની વાત પણ કરી રહ્યા હતા. જોકે, છેલ્લા થોડા દિવસોથી ભૂપતિને એવી આશંકા હતી કે તેની પ્રેમિકાનું કોઈ અન્ય યુવક સાથે ચક્કર ચાલી રહ્યું છે. 10મી એપ્રિલના રોજ, એટલે કે શનિવારે ભૂપતિએ કોઈ ખાસ વાત અંગે ચર્ચા કરવાના બહાને મંજુલાને પોતાના…
રાજકોટઃ નાની નાની બાબતોમાં હત્યા કરવામાં આવતી હોવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. ત્યારે રાજકોટમાં માત્ર 100 રૂપિયાના ઉછીના લીધેલા રૂપિયા માટે યુવકની હત્યા કરાઈ હોવાની ઘટના બની હતી. આ અંગે પોલીસે બે મિત્રોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી હતી. પ્રકાશભાઇ મહાનગરપાલિકામાં સફાઇ કામદાર તરીકે નોકરી કરે છે. જેનો પુત્ર ગાંધી મ્યુઝિયમમાં છુટક કામ કરવા જતો હતો તેના માતા દિપાબેન પરાબજાર નાગરિક બેંકમાં કોન્ટ્રાકટ બેઝ પર સફાઇ કામદાર તરીકે કામ કરે છે. પ્રકાશભાઇએ પોલીસને જણાવ્યું છે કે બુધવારે 14મીએ મારા ભાઇ સાહિલનો ફોન આવ્યો છે અને વાત કરી છે કે તમારા દિકરા આયુષને મારામારીમાં લાગી ગયું છે અને તેને સિવિલમાં…
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણની સ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે. આ ગંભીર સ્થિતિ પર કાબૂ મેળવવા માટે દિલ્હીની કેજરીવાલ સરકાર એ અગત્યના નિર્ણયો લીધા છે. રાજ્યના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ દિલ્હીમાં વીકેન્દ્ર કર્ફ્યૂની જાહેરાત કરી છે. શુક્રવાર રાત્રે 10 વાગ્યાથી સોમવાર સવારે 6 વાગ્યા સુધી લૉકડાઉન લાગુ કરવામાં આવશે. મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું છે કે દિલ્હીમાં બેડની અછત નથી. તાજા આંકડાઓ મુજબ, 5000થી વધુ બેડ ખાલી છે. દિલ્હીના મુખ્યમંત્રીએ જાણકારી આપી કે, દિલ્હીમાં વીકેન્દ્ર કર્ફ્યૂ દરમિયાન સાપ્તાહિક બજાર વારફરથી ખુલશે. લગ્નની સીઝન છે, તેથી તેને સંબિધિત પાસ ઇશ્યૂ કરવામાં આવશે. દિલ્હીમાં સિનેમાહોલ 30 ટકાના ક્ષમતાની સાથે ખુલશે. સાથોસાથ રેસ્ટોરાંમાં…
અમદાવાદ : રાજ્યમાં કોરોના વાયરસના આજે રેકોર્ડબ્રેક 8,152 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 81 દર્દીઓનાં મોત થયા છે. આ સાથે જ અત્યારસુધીના સૌથી વધુ એક્ટિવ કેસ હવે ગુજરાતમાં છે. એક્ટિવ કેસનો આંકડો 44298, મૃત્યુઆંક 5000ને વટાવી ગયો, અમવાદામાં આજે 2672 કેસ નોંધાયા છે. આ સ્થિતિમાં રાજ્યમાં હવે સરકાર સામે મોટી ચેલેન્જ ઉભી થઈ છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 2672, સુરતમાં 1864, રાજોકોટમાં 762, વડોદરામાં 486, મહેસાણામાં 249, દામનગરમાં 311, ભરૂચમાં 161, નવસારીમાં 104, બનાસકાંઠામાં 103, ભાવનગરમાં 171, પંચમહાલમાં 87, પાટણમાં 82, કચ્છમાં 81, દાહોદમાં 97, સુરેન્દ્રમાં 72, અમરેલીમાં 74, ગાંધીનગરમાં 129, તાપીમાં 61, જૂનાગઢમાં 107, મહીસાગરમાં…
અમદાવાદ: કોરોના કાળમાં મહત્વનું ઈન્જેક્શન ગણાતા રેમડેસિવીર ઈન્જેક્સનની કાળા બજારીનો ધંધો ફૂલ્યોફાલ્યો છે. હાઇકોર્ટની ફટકાર બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. અને કાળા બજારી કરતા લોકોને પકડી રહ્યું છે ત્યારે વધુ એક હોસ્પિટલનો મેનેજર ઝડપાયો છે. હૉસ્પિટલના કર્મચારીની સંડોવણી સામે આવતા નારણપુરા પોલીસે ધરપકડ કરી છે. બનાવટી દસ્તાવેજોના આધારે ઇન્જેક્શનનો જથ્થો મેળવતા ડોક્યુમેન્ટની પોલીસે ખરાઈ હાથ ધરી છે. હાલ, રોજેરોજ રેમડેસિવીર ઇન્જેક્શનના કાળા બજારી થઈ રહી હોવાનું સામે આવી રહ્યું છે. હૉસ્પિટલના સ્ટાફ જ રેમડેસિવીર ઇન્જેક્શનના કાળા બજારી કરી રહ્યા હોવાનું ક્રાઇમ બ્રાન્ચની એક કેસની તપાસમાં સામે આવ્યું હતુ. તો હવે નવરંગપુરામાં પણ આવો જ કિસ્સો સામે આવ્યો છે. સેવીયર હોસ્પિટલ…
સુરતઃ આધુનિક સમયમાં લીવ ઈન રિલેશનશીપમાં રહેવાનું ચલણ વધતું જાય છે પરંતુ તેનું પરિણામ ગંભીર આવતું હોય છે. સુરતના ડિંડોલીમાં 25 વર્ષથી લીવ ઈન રિલેશનશીપમાં સાથે રહેતા 65 વર્ષીય મહિલાની તેના 45 વર્ષીય પ્રેમીએ જ ગળું દબાવીને હત્યા કરી નાંખી હોવાની ચકચારી ઘટના બની હતી. ઘટના અંગે મળીત માહિતી પ્રમાણે બુધવારે ગત રોજ દારૂ પીને પ્રેમીકાને ઢોર મારમારતા પ્રેમીએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે મહિલાનું બિમારીની કારણે મોત નિપજ્યું હોવાનુ રટણ કર્યું હતું પરંતુ પીએમ રિપોર્ટમાં તેનો ભાંડો ફૂટી ગયો હતો. બનાવ અંગે શરુઆતમાં અકસ્માત મોતના કેસની તપાસ કરનાર પીએસઆઈ ગઈકાલે સરકાર તરફે ફરિયાદી બની હત્યારા પ્રેમી સામે હત્યાનો ગુનો દાખલ…