અમદાવાદ: રાજ્યમાં કોરોના વાયરસની પરિસ્થિતિ અત્યંત દયનિય છે. રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધારે વિકટ સ્થિતિ છે. ત્યારે અમદાવાદમાં શનિવાર અને રવિવાર એમ સપ્તાહમાં બે દિવસ પાનના ગલ્લા બંધ રાખવાનો એસોસિએશને જાહેરાત કરી હતી. બીજી તરફ AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમો શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ફરીને પાનના ગલ્લા તેમજ ચાની કિટલીઓ બંધ કરાવી રહી છે. અમદાવાદમાં પાનના ગલ્લાઓ અને ચાની કીટલીઓ ક્યાં સુધી બંધ રહેશે તે અંગે એએમસી દ્વારા હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. એએમસીના મતે શનિવાર અને રવિવાર બાદ પણ પાનના ગલ્લાઓ અને ચાની કીટલીઓ બંધ રહી શકે છે. કોરોના વાયરસના સંક્રમણના…
કવિ: સત્ય ડે દૈનિક ડેસ્ક
જયપુરઃ લગ્નત્તર સંબંધોનો અંત કરુણ આવતો હોય છે ત્યારે આવી જ એક ઘટના રાજસ્થાનના જયપુરમાં બની હતી. પોતાના જેઠ સાથે આડા સંબંધો ધરાવતી મહિલાએ પોતાના પતિની હત્યા કરાવી નાંખી હતી. જોકે, આ અંગે પોલીસે પાંચ લોકોની અટકાયત કરી હતી.જિલ્લા પોલીસ વડા ડૉક્ટર રાજીવ પચારે પત્રકાર પરિષદ બોલાવીને આ વાતનો ખુલસો કર્યો હતો. નવાઈની વાત તો એ છે કે પત્નીએ પતિની હત્યા કરીને તેને કોરોનાથી મોતમાં ખપાવી દીધું હતું. જે બાદમાં તમામ ઉત્તરક્રીય પણ પૂર્ણ કરી દેવામાં આવી હતી. પરંતુ પતિના નામે રહેલી સંપત્તિ મેળવવા માટે પત્નીએ એક એવી ભૂલ કરી કે તેનો ભાંડો ફૂટી ગયો હતો. હકીકતમાં પાંચ મહિના પહેલા…
ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાએ હરણફાળ ભરી છે ત્યારે કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. જોકે, વધતાં કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે ગાંધનગર મનપાની ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં આ ચૂંટણી આગામી 18મી એપ્રિલના રોજ યોજાનારી હતી. જોકે, કેસની સંખ્યામાં અચાનક હનુમાન છલાંગ લાગતા તંત્ર મૂંઝવણમાં મૂકાઈ ગયું હતું. દરમિયાન રાષ્ટ્રીય કૉંગ્રેસ પક્ષ દ્વારા આ વિકટ સ્થિતિમાં ચૂંટણીઓ ન યોજવા માટે ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી. દરમિયાનમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ રાજ્ય ચૂંટણીપંચને આ ચૂંટણી મોકૂફ રાખવા માટે રજૂઆત કરી હતી. આ ચૂંટણી મોકૂફ રાખવાની રજૂઓ અંગે મુખ્યમંત્રીની રજૂઆતો અને કૉંગ્રેસની રજૂઆત બાદ આ નિર્ણય જાહેર કરવામાં…
રાજકોટઃ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે એક એવા નકલી આઈપીએસ અધિકારીને પકડ્યો હતો. જે પોતાના કાકાની સારવાર માટે લાઈનમાં ન ઊભું રહેવું પડે તે માટે નકલી આઈપીએસ અધિકારી બની ગયો હતો. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતેથી આરોપી સંકેતભાઈ રાજકુમાર મહેતાની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધી બોગસ તબીબો નકલી પોલીસ ઝડપાય છે. પરંતુ રાજકોટ શહેર પોલીસના ઇતિહાસમાં પ્રથમ વખત નકલી આઇપીએસ અધિકારીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાંચના પીઆઇ વિરલ ગઢવીએ જણાવ્યું હતું કે, પીએસઆઇ વનરાજ સિંહ જાડેજા અને તેમની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે રાજકોટ સરકારી પીડીયુ હોસ્પિટલ ખાતે આવેલા કોરોના કંટ્રોલ રૂમ ખાતે છેલ્લા ચારેક દિવસથી એક વ્યક્તિ…
અમદાવાદઃ અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે. છાસવાર સામાન્ય બાબતોમાં હત્યા જેવું મોટું સ્વરૂપ ધારણ થતું હોય છે. ત્યારે આવી એક ઘટના અમરાઈ વાડી વિસ્તારમાં બની હતી. અહીં રબારી કોલોની વિસ્તારમાં બાંકડા પર બેસવા જેવી સામાન્ય બાબતમાં ચંદન ગોસ્વામી નામનાં યુવકને ત્રણ ઈસમોએ લાકડા તેમજ અન્ય હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ યુવકનુ મૃત્યુ થયું હતુ. યુવકનાં મૃતદેહને પી.એમ માટે મોકલી પોલીસ ફરાર આરોપીઓને શોધવા લાગી હતી. પોલીસ એક ઘટનામાં ફરિયાદ નોંધે ત્યાં જ બીજો બનાવ અમરાઈવાડીમાં આવેલા નેશનલ હેન્ડલુમ શોપિંગ સેન્ટર પાસે…
પંજાબઃ ફિલ્મ જગતમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોના કલાકારોનો પણ ભોગ લઈ રહ્યો છે. એક જમાનામાં મહાભારતમાં ઈન્દ્રદેવનો રોલ અદા કરનાર અને પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડંકો વગાડનારા સતીશ કૌલનું કોરોનાના કારણે 74 વર્ષની ઉંમરનાં નિધન થઇ ગયું છે. સતીશ કૌલ 300થી વધુ પંજાબી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે સતીશ કૌલ. તેમજ હિન્દી ફિલ્મ આન્ટી નંબર 1 અને પ્યાર તો હોના હી થામાં કામ કર્યું હતું. આ ઉપરાંત તેઓ વિક્રમ વેતાલ અને મહાભારત જેવાં ટીવી શોમાં પણ મહત્વનો રોલ અદા કરી ચુક્યા છે સતીશ કૌલની બહેન સુષ્મા કૌલે કહ્યું હતું, ‘તે લુધિયાણામાં રહેતા હતા. પાંચ દિવસ પહેલાં તેમને તાવ…
સુરતઃ બાળાઓ, યુવતીઓ અને મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ છાસવારે બનતી રહે છે. સુરત શહેરમાં દુષ્કર્મનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવકને યુવતી સાથે પ્રેમ થયો હતો અને તેણે લગ્ન કરવાનું વચન પણ આપ્યું હતું. દરમિયાન બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયો હતો અને ત્યારબાદ જે થયું તે ચોંકાવનારૂં હતું. આ સંબંધમાં યુવતીને ગર્ભ રહી જતા યુવતીએ લગ્નનું દબાણ કર્યુ હતું. જોકે, યુવકે તેને માર મારી અને તરછોડી દીધી હતી. આ સમગ્ર મામલે આખરે યુવતીએ શારીરિક શોષણ અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. બનાવની વિગતો એવી છે કે સુરતનાં સલાબતપુરા વિસ્તારમાં આવેલી રઘુકૂળ માર્કેટ નજીક રહેતી અને મજૂરી કામ કરતી યુવતીને…
કોલકાતા: પશ્ચિમ બંગાળમાં આજે (શનિવારે) ચોથા તબક્કા માટે સવારે સાત વાગ્યે વોટિંગ શરૂ થઈ ગયું છે. ચોથા તબક્કામાં પાંચ જિલ્લાની 44 વિધાનસભા બેઠક પર મતદાન યોજાયું છે. ચોથા તબક્કાની 44 બેઠક પર કુલ 373 ઉમેદવાર મેદાનમાં છે. એક કરોડથી વધારે મતદાતાઓ આ તમામ ઉમેદવારનું ભવિષ્ય નક્કી કરશે. પશ્ચિમ બંગાળના ચોથા તબક્કાના મતદાન દરમિયાન CISF એટલે કે કેન્દ્રીય સુરક્ષા દળના કથિત ગોળીબારમાં ચાર લોકોનાં મોત થયા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે આ બનાવ કૂચબિહાર જિલ્લા સ્થિત સિતાકુચ્ચીવિધાનસભા બેઠક નીચે આવતા માથાભંગા બ્લૉકના ઝોરપટ્ટી વિસ્તારમાં બન્યો હતો. સમાચાર એજન્સી PTIના જણાવ્યા પ્રમાણે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, પશ્ચિમ બંગાળના કૂચબિહાર જિલ્લાના સીતલકૂચીમાં CISF તરફથી…
ન્યૂઝર્સીઃ વિદેશની ધરતી ઉપર ભારતીયો ઉપર હુમલાઓ થતા રહે છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ભારતીયો ઉપર હુમલા થતા રહે છે. પરંતુ અમેરિકામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક ભારતીય દંપતી પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યું હતું. જ્યારે ચાર વર્ષની દીકરી ઘરની બાલ્કનીમાં રહી રહી હતી. જે બાદમાં તપાસ કરતા બાળકીના માતાપિતા મૃત હાલતમાં મળી આવ્યા હતા. મૃત મળી આવેલા યુગલના પરિવારના સભ્યોએ શુક્રવારે આ માહિતી આપી હતી. મૃત હાલતમાં મળી આવેલા યુગલના શરીર પર ઈજાના નિશાન છે. હાલ આ મામલે અમેરિકન પોલીસ તપાસ કરી રહી છે. બંનેનો મૃતદેહ ભારત પહોંચતા આછથી દસ દિવસ જેટલો સમય લાગશે.…
બનાસકાંઠા: પૈસાની લેતી દેતી અને અંગત અદાવતમાં ફાયરિંગ થવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે ત્યારે આવી જ એક ઘટના ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના ભાગળ ગામમાં બની હતી. અહીં સટ્ટાના પૈસાની લેવડદેવડ મામલે ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં કારમાં આવેલા ચાર શખ્સોએ ફાયરિંગ કરતા એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે પાલનપુર તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે ખસેડ્યો હતો. પોલીસે ફાયરિંગ કરનાર ચાર શખ્સો સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે પાલનપુર તાલુકાના ભાગળ ગામે રહેતા ઇમરાન આગલોડિયા ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરે છે. બે વર્ષ અગાઉ સટ્ટાના પૈસાની લેવડદેવડ…